________________
૨/-/૧૦/૧૪૯,૧૫૦
વધુ છે તેથી, સાતિરેક અર્ધ કહ્યું. ધર્માસ્તિકાયનું પ્રમાણ અસંખ્યાત યોજન છે અને તિતિ લોકનું પ્રમાણ ૧૮૦૦ યોજન છે માટે તિલિોક ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગે છે, માટે તે તેના અસંખ્ય ભાગને સ્પર્શે છે.
ઉર્ધ્વલોક દેશોન સાત રાજ છે માટે દેશોનાદ્ધ કહ્યું. સૂત્ર-૧૪૯,૧૫૦ -
[૧૪૯] ભગવના આ નપભા પૃથ્વી શું ધર્માસ્તિકાયના સંખ્યાત ભાગને સ્પર્શે છે કે અસંખ્યાત ભાગને કે સંખ્યાત ભાગોને કે અસંખ્યાત ભાગોને કે તેને આખાને સ્પર્શે છે? ગૌતમ! તે સંખ્યાત ભાગને નથી સ્પર્શતી, પણ અસંખ્યાત ભાગને સ્પર્શે છે, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગો કે આખાને સ્પર્શતી નથી. ભગવન્ ! આ નવભા પૃથ્વીના અવકાશતર, ઘનોદધિની ધર્માસ્તિકાય વિશે પૃચ્છા - શું સંખ્યાતભાગને સ્પર્શે છે ? ઇત્યાદિ. જેમ રત્નપભા વિશે કહ્યું, તેમ નોદધિ, ઘનવાત, તનુંવાતને કહેવા. ભગવન્ ! આ રત્નાભાનું અવકાશાંતર ધર્માસ્તિકાયના શું સંખ્યાત ભાગને સ્પર્શે છે ? ઇત્યાદિ. ગૌતમ !
સંખ્યાત ભાગને સ્પર્શે પણ અસંખ્યાત ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને, બધાંને ન સ્પર્શે.
એ રીતે રત્નપ્રભા પૃથ્વીમાં કહ્યું તેમ બધાં અવકાશાંતર જાણવા. યાવત્ સાતમી પૃથ્વી સુધી સમજવું. તથા જંબૂઢીપાદિ દ્વીપો, લવણાદિ સમુદ્રો, સૌધર્મકલ્પ યાવત્ ઈષત્ પામારા પૃથ્વી, તે બધાં પણ અસંખ્યાત ભાગને સ્પર્શે છે. બાકીની સ્પર્શનીનો નિષેધ કરવો. એ પ્રમાણે અધર્માસ્તિકાય, લોકકાશને કહેવા.
૧૭૫
[૫૦] પૃથ્વી, ઉદધિ, નવાત, તનુવાત, કલ્પો, ત્રૈવેયક, અનુત્તરો, સિદ્ધિ એ બધાના અંતરો ધર્માસ્તિકાયના સંખ્યાત ભાગને સ્પર્શે છે અને બાકી બધાં અસંખ્યાત ભાગને સ્પર્શે છે.
• વિવેચન-૧૪૯,૧૫૦ :
અહીં પ્રત્યેક પૃથ્વીના પાંચ સૂત્રો, દેવલોકના બાર સૂત્રો, ત્રૈવેયકના ત્રણ સૂત્રો, અનુત્તર અને ઈષત્ પ્રાક્ભારાના બે સૂત્રો એ રીતે-પર-સૂત્રો કહેવા. તેમાં અવકાશાંતરો
સંખ્યેય ભાગને સ્પર્શે છે, બીજા બધાં અસંખ્યય ભાગને સ્પર્શે છે - એ ઉત્તર છે. અધર્માસ્તિકાય અને લોકાકાશમાં આ સૂત્રો જ કહેવા.
શતક-૨, ઉદ્દેશક-૧૦-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૭૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
ૐ શતક-3
૦ બીજા શતકની વ્યાખ્યા કરી, હવે ત્રીજાની કરીએ છીએ. તેનો સંબંધ આ છે - અનંતર અસ્તિકાય કહ્યા. અહીં તેના વિશેષભૂત જીવાસ્તિકાયના વિવિધ ધર્મો કહે છે, એ સંબંધ. ઉદ્દેશ સંગ્રહ ગાથા—
- સૂત્ર-૧૫૧ ઃ
-
ત્રીજા શતકમાં દશ ઉદ્દેશો છે :- (૧) ચમરની વિપુર્વણા શક્તિ, (૨) રામરોત્પાત, (૩) ક્રિયા, (૪) યાન, (૫) સ્ત્રી, (૬) નગર, (૭) લોકપાલ, (૮) દેવાધિપતિ, (૯) ઈન્દ્રિય, (૧૦) દા.
• વિવેચન-૧૫૧ :
ચમરેન્દ્રની વિપુર્વણાશક્તિ કેવી છે ? ઇત્યાદિ પ્રશ્નના નિર્વચન માટે પહેલો ઉદ્દેશો. ચમરોત્પાત નામે બીજો, કાયિકી આદિ ક્રિયાને જણાવવા ત્રીજો, દેવે વિકુર્વેલ યાનને સાધુ જાણે ? તે અર્થના નિર્ણય માટે ચોથો, સાધુ બાહ્ય પુદ્ગલોને લઈને સ્ત્રી આદિના રૂપો વિકુર્તી શકે ? તે માટે પાંચમો. વારાણસીમાં સમુદ્ઘાત કરેલ સાધુ રાજગૃહના રૂપોને જાણે ? તે માટે છટ્ઠો. સોમાદિ ચાર લોકપાલને કહેનારો સાતમો, અસુરાદિના ઈન્દ્રોને જણાવતો આઠમો, ઈન્દ્રિયના વિષયોનો નવમો અને ચમરની પર્યાદાનો દશમો ઉદ્દેશો છે.
શતક-૩, ઉદ્દેશો-૧ ‘રામર વિકુર્વણા' $ - - - x - x — — સૂત્ર-૧૫૨ :
તે કાળે તે સમયે મોકા નામે નગરી હતી. [વર્ણન તે મોકા નગરી બહાર ઈશાનકોણમાં નંદન નામે ચૈત્ય હતું [વર્ણન] તે કાળે તે સમયે સ્વામી સમોસર્યા, પર્યાદા નીકળી, પર્ષદા પાછી ફરી. તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના બીજા શિષ્ય ગૌતમ ગોત્રના અગ્નિભૂતિ નામે અણગાર, સાત હાથ ઉંચા યાવત્ પપાસના કરતા આ પ્રમાણે બોલ્ય–
ભગવન્ ! અસુરે અસુરરાજ સમર કેવી મહાઋદ્ધિવાળો છે? કેવી મહાધુતિવાળો છે ? કેવા મહા-બલવાળો છે? કેવા મહા યશવાળો છે ? કેવા મહા સૌખ્યવાળો છે ? કેવા પ્રભાવવાળો છે ? અને કેટલી વિકુર્વણા કરવા સમર્થ છે ?
ગૌતમ ! સુરેન્દ્ર અસુરરાજ સમર મહાઋદ્ધિવાળો યાવત્ મહા પ્રભાવવાળો છે. તે ત્યાં ૩૪ લાખ ભવનાવાસો ઉપર, ૬૪,૦૦૦ સામાનિક દેવો ઉપર, ૩૩ સામાનિક દેવો ઉપર (સત્તા ભોગવતો) યાવત્ વિહરે છે. આવી મહાઋદ્ધિ યાવત્ મહાપ્રભાવવાળો છે. તેની વિકુર્વા શક્તિ પણ આટલી છે - જેમ કોઈ યુવાન પોતાના હાથ વડે યુવતીને પકડે અથવા જેમ ચક્રની ધરીમાં આરાઓ સંલગ્ન હોય, એ રીતે હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ રામર વૈક્રિય સમુદ્દાત