________________
૧૦૬
૧/-/૬/૨ થી ૩૬
૧૦૫ ગાંઠ છોડી નાંખે, તો ભરેલું પાણી વાયુના ઉપરના ભાગમાં રહે ? હા, રહે. તે કારણે યાવત્ જીવો કર્મ સંગૃહિત છે.
અથવા હે ગૌતમ ! કોઈ પુરુષ મસકને ફૂલાવીને પોતાની કેડે બાંધે, બાંધીને અથાગ, તરી ન શકાય તેવા, માથોડાથી વધુ ઉંડા જળમાં પ્રવેશે, તો તે પુરુષ પાણીના ઉપરના ભાગમાં રહે? હા, રહે. એ રીતે આઠ ભેટે લોક સ્થિતિ યાવતુ જીવ કર્મસંગૃહિત કહ્યા.
વિવેચન-૭૨ થી ૩૬ :
સ્વભાવથી પરોપકાર કરનારો, ભાવ મૃદુ, તેથી જ વિનયી, તથા ક્રોધોદયના અભાવવાળો, કપાયોદય હોવા છતાં તે પ્રવૃતિના અભાવથી પાતળા ક્રોધાદિભાવવાળો, ગુરુના ઉપદેશથી અહંકાર ઉપર અત્યંત જય મેળવનાર, ગુરુને આશ્રયે રહેલ કે સલીન, ગુરુ શિક્ષાના ગુણથી કોઈને ન સંતાપનાર, ગુર સેવા ગુણથી વિનયી, જેની સિદ્ધિ થનારી છે તે અર્થાત્ ભવ્ય. સાતમી પૃથ્વી નીચેનું આકાશ.
સૂણ ગાથા - સાત અવકાશાંતરો, તનુવાત - ઘનવાત, ઘન પાણી, સાતે નક પૃથ્વી, જંબૂઢીપાદિ અસંખ્યાત દ્વીપો, લવણાદિ અસંખ્ય સમુદ્રો, ભરતાદિ સાત ફોકો, નૈરયિકાદિ ૨૪-દંડક, પાંચ અતિકાય, કાળવિભાગ, આઠ કર્મો, છ વૈશ્યા, મિથ્યાદિ ત્રણ દૃષ્ટિ, ચાર દર્શન, પાંચ જ્ઞાન, ચાર સંજ્ઞા, પાંચ શરીર, ત્રણ યોગ, બે ઉપયોગ, છ દ્રવ્યો, અનંતા પ્રદેશો, અનંત પર્યાયો, અતીતાદિ કાળ.
અહીં સૂણાભિલાપનો નિર્દેશ કર્યો છે. તે રીતે છેલ્લા સૂત્રના અભિલાપને દર્શાવતા કહે છે - પહેલા લોક, પછી સર્વકાળ ? આદિ. આ સૂત્રો શૂન્યવાદ, જ્ઞાનવાદાદિતા નિરાસરી વિચિત્ર બાહ્ય અને આધ્યાત્મિક વસ્તુની સતાના અને અનાદિપણાના સૂચક છે.
લોકાંતાદિ લોક પદાર્થનો પ્રસ્તાવથી ગૌતમના મુખથી લોક સ્થિતિ જણાવવા કહે છે - (૧) તનુવાત, ઘનવાતરૂપ વાયુ આકાશને આધારે રહેલો છે. કેમકે તે અવકાશાંતર ઉપર સ્થિત છે, આકાશ તો સ્વપ્રતિષ્ઠિત જ છે, તેની પ્રતિષ્ઠાની વિચારણા કરી નથી. (૨) ઘનોદધિ તનુવાત, ઘનવાત ઉપર રહેલો છે, (3) રત્નપ્રભાદિ પૃથ્વી ઘનોદધિ ઉપર રહેલી છે. આ કથન બહુલતાની અપેક્ષા છે, અન્યથા ઇષતું પ્રામારા પૃથ્વી આકાશને આધારે રહેલ છે. (૪) ત્રણ સ્થાવર પ્રાણી પૃથ્વીને આધારે છે તે પણ પ્રાયિક વચન છે. તે આકાશ-પર્વત-વિમાન આધારે પણ છે.
(૫) શરીરાદિ પુદ્ગલરૂપ અજીવો જીવને આધારે રહેલા છે. કેમકે જીવોમાં તેની સ્થિતિ છે. (૬) અનુદય અવસ્થામાં રહેલ કર્મ પુદ્ગલ સમુદાય રૂપે સંસારી જીવો કર્મ પ્રતિષ્ઠિત છે. બીજા કહે છે - જીવો નારકાદિ ભાવે કર્મ વડે રહેલા છે. (૩) મન-ભાષાદિ પગલો જીવોએ સંગ્રહેલા છે. [શંકા અજીવો જીવ પ્રતિષ્ઠિત છે અને જીવો જીવ સંગૃહિત છે. તેમાં શો ભેદ છે? પૂર્વે આધાર-આધેય ભાવ કહ્યો, અહીં સંગ્રાહ્ય-સંગ્રાહક ભાવ કહ્યો, તે ભેદ છે. •x - [૮] સંસારી જીવો ઉદય પ્રાપ્ત કર્મવશવર્તી હોવાથી જીવ કર્મ સંગૃહીત છે. જે જેને વશ હોય તે તેમાં રહેલ હોય - ૪ -
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કોઈ એક દેવદત્તાદિ નામવાળો પુરુષ - X - X - મસકને વાયુ વડે ફૂલાવે * ઉપર ગાંઠ બાંધે અથવા વાયુની ઉપર અકાય વ્યવહારથી પણ હોય • x • જેમ પાણીનો આધાર વાયુ છે, તેમ આકાશ અને ઘનવાતાદિનો પરસ્પર આધાર-આધેય ભાવ પહેલા કહ્યો છે. અગાધ-તળ વિનાનું-ઘણું ઉંડુ, તેથી જ તડું અશક્ય. પાઠાંતરથી પાર વિનાનું. પુરુષ પ્રમાણથી વધારે તે પૌરુષેય. • x - પાણીમાં..
લોક સ્થિતિ અધિકારી જ કહે છે - સ્થિi બીજા કહે છે – “અજીવો જીવ પ્રતિષ્ઠિત છે, ઇત્યાદિ ચાર પદની ભાવના માટે સૂત્ર -
• સૂત્ર-૩ :
ભગવદ્ ! જીવો અને યુગલો પરસ્પર બહ૮ - ધૃષ્ટ - અવગઢ - નેહ પ્રતિબદ્ધ - ઘટ્ટ થઈને રહે છે ? હા, રહે છે. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમ! જેમ કોઈ એક દ્રહ છે, તે પાણીથી ભરેલો છે, છલોછલ ભરેલો, છલકાતો, પાણીથી વધતો, ભરેલા ઘડા માફક રહે છે. કોઈ પુરુષ તે દ્રહમાં એક મોટી ૧oo નાના અને ૧oo મોટા કાણાવાળી નાવને નાંખે, તો હે ગૌતમ ! તે નાવ તે છિદ્રોથી ભરાતી, વધારે ભરાતી, છલકાતી, પાણીથી વધતી અને ભરેલા ઘડા માફક રહે ? હા, રહે. તેથી જ હે ગૌતમ ! યાવત જીવો તે પ્રમાણે રહે છે. - વિવેચન-8 -
કર્મ શરીરાદિ પુદ્ગલો, જીવો પુદ્ગલ સાથે અને પુદ્ગલો જીવો સાથે અન્યોન્ય બદ્ધ છે. કેવી રીતે ? પૂર્વે માત્ર અન્યોન્ય પૃષ્ટ હતા, પછી અન્યોન્ય બદ્ધ થયા - ગાઢતર બદ્ધ થયા. પરસ્પર એકમેક ચયા, સ્નેહ પ્રતિબદ્ધ થયા. ઇ - ગ આદિ. કહ્યું છે - સ્નેહ તેલથી લેપેલ શરીરે જ ચોટે છે, તેમ સગદ્વેષથી ક્લિન્ન આત્માને કર્મ ચોટે છે.
જેમનો અન્યોન્ય સમુદાય છે, તે અન્યોન્ય ઘટ્ટ, તેનો ભાવ તે અન્યોન્યઘટ્ટતા. દ્રહ કે નદી, જળથી ભરેલ હોય, તે કંઈક અધૂરો હોય તો પણ વ્યવહારથી પૂર્ણ કહેવાય. જેનું પ્રમાણ પાણીથી પૂરું છે, ઘણું પાણી ભરાવાથી છલકતો, પાણીની પ્રચૂરતાથી વધતો, - x• જ્યાં પાણીનો સમુદાય વિષમ નહીં પણ સમ છે, તે સમભર અથવા સર્વથા ભરેલો, સમ શબ્દનો સર્વ અર્થ હોવાથી સમભર, એવા સમભર ઘટ માફક અર્થાત સર્વથા ભરેલા ઘટના આકારપણે. * * * * - સો નાના કાણાવાળી કે નિત્ય કાણાવાળી, સો મોટા કાણાવાળી નાવનો પ્રવેશ કરાવે. તે છિદ્ર રૂપ દ્વારો વડે પાણીથી ભરાતી ઇત્યાદિ પૂર્વવતુ. વિશેષ આ - ભરાયા પછી ત્યાં જ ડૂબે. તે દ્રહમાં ફેંકેલ અને પાણીથી પૂર્ણ ભરેલ ઘડાની માફક દ્રહના નીચેના ભાગમાં પાણીની સાથે રહે છે. જેમ નાવ અને પ્રહનું જળ અન્યોન્યાવગાઢ રહે છે, તેમ જીવ અને પુદ્ગલ રહે છે. • • લોક સ્થિતિ વિશે કહે છે –
• સૂત્ર-૩૮ - ભગવાન ! સદા સૂમ નેહકાય [પાણી માપથી પડે છે ? હા, પડે છે.