________________
૨૬/-/૪ થી ૧૧/૯૮૩ થી ૯૯૦
તિર્યંચયોનિકોમાં સમ્યક્ મિથ્યાત્વમાં ત્રીજો ભંગ. બાકીના પદોમાં સત્ર પહેલો, ત્રીજો ભંગ. મનુષ્યોમાં સભ્યમિથ્યાત્વ, વેદક, કષાયમાં ત્રીજો ભંગ અàી, કેવળજ્ઞાન, અયોગીમાં ન પૂછવું. બાકી પદોમાં સર્વત્ર પહેલો-ત્રીજો ભંગ, અંતરજ્યોતિક-વૈમાનિકોને નૈરયિકવત્ જાણવા. - - - - નામ, ગોત્ર અને અંતરાયકર્મમાં સંપૂર્ણ જ્ઞાનાવરણીય માફક જ કહેવું. - ભગવન્ ! તે એમ જ છે કહી યાવત્ વિચરે છે.
૧૭૫
• વિવેચન-૯૮૩ થી ૯૯૦ :- [ઉદ્દેશા-૪ થી ૧૧નું
અનંતરાવાદ - ઉત્પત્તિ સમય અપેક્ષાએ અહીં અનંતર અવગાઢત્વ જાણવું. અન્યથા અનંતરોત્પન્ન અને અનંતરાવગાઢમાં નિર્વિશેષતા નહીં રહે. - ૪ - આહારકત્વના પ્રથમ સમયવર્તી તે અનંતરાહારક અને દ્વિતીયાદિ સમયવર્તી તે પરંપરાહાક. પર્યાપ્તકત્વના પ્રથમ સમયવર્તી તે અનંતર પર્યાપ્તક. તે પર્યાપ્તિ સિદ્ધ થતાં જ તેના ઉત્તર કાળે જ પાપકર્માદિ અબંધલક્ષણ કાર્યકારી થાય છે. તેથી તેને અનંતરોત્પન્નવત્ વ્યપદેશ કરાય છે. તેથી જ કહ્યું – “જેમ અનંતરોત્પન્ન”. રમ - પુનઃ તે ભવ પ્રાપ્ત ન કરનાર. અહીં જો કે અવિશેષણથી અતિદેશ કર્યો છે, તો પણ વિશેષથી જાણવો. તેથી કહે છે ચરમોદ્દેશકને પરંપરોશવત્ કહેવો. પરંપરોદ્દેશક પહેલા ઉદ્દેશાવત્ છે. તેમાં મનુષ્ય પદમાં આયુષ્યની અપેક્ષાએ સામાન્યથી ચારે ભંગ કહ્યા. તેમાં ચરમ મનુષ્યના આયુષ્ય કર્મબંધને આશ્રીને ચોથો જ ઘટે. કેમકે જે ચરમ એવો આ આયુ બાંધેલ છે, બાંધતો નથી, બાંધશે નહીં. અન્યથા ચરમત્વ જ ન રહે. એ રીતે બીજે પણ વિશેષ જાણવું.
-
અચરમ છે તે ભવને ફરી પ્રાપ્ત કરશે. તેમાં અચરમ ઉદ્દેશામાં પંચેન્દ્રિયતિર્યંચ સુધીના પદોમાં પાપકર્મ આશ્રીને પહેલો બે ભંગો, મનુષ્યોને છેલ્લો ભંગ વર્જીને ત્રણે ભંગ કહેવા. - ૪ -
– ૧. જીવ,
અચરમ મનુષ્ય ઈત્યાદિ વીશ પદોમાં - તે આ પ્રમાણે છે ૨- સલેશ્ય, 3-શુક્લલેશ્ય, ૪-શુક્લપાક્ષિક, ૫-સમ્યગ્દષ્ટિ, ૬-જ્ઞાની, ૭ થી ૧૦-મતિજ્ઞાનાદિ ચતુષ્ક, ૧૧-નોસંજ્ઞોપયુક્ત, ૧૨-વેદ, ૧૩-સકષાય, ૧૪-લોભકષાય, ૧૫-સયોગી, ૧૬ થી ૧૮ મનોયોગી આદિ ત્રણે. ૧૯-સાકારોપયુક્ત, ૨૦-અનાકારોપ
યુક્ત.
આ પદોમાં સામાન્યથી ભંગચતુષ્ક સંભવે છતાં અચરમત્વથી મનુષ્યપદે ચોથો ભંગ નથી. ચરમમાં જ તે સંભવે છે.
અલેશ્તી આદિ ત્રણ ચરમ જ હોય તેથી તેનો પ્રશ્ન અહીં ન કરવો. જ્ઞાનાવરણીય દંડક પણ આ પ્રમાણે છે. માત્ર વિશેષ એ કે - પાપકર્મ દંડકમાં સકષાય, લોભકષાયાદિમાં પહેલાં ત્રણે ભંગો કહ્યા. અહીં પહેલા બે જ કહેવા. કેમકે આ, જ્ઞાનાવરણીય ન બાંધીને ફરી બંધક ન થાય. કાચી સદૈવ જ્ઞાનવરણના બંધક હોય. ચોથો ભંગ અયરમવથી ન હોય.
વેદનીયમાં સર્વત્ર પહેલો, બીજો ભંગ છે. કેમકે ત્રીજો-ચોયાનો અસંભવ છે.
૧૭૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ પૂર્વે કહેલ યુક્તિ મુજબ સંભવતો નથી. અયોગીને બીજો ભંગ જ હોય. આયુદંડકમાં-અચરમને પહેલો-ત્રીજો ભંગ છે. પહેલો પ્રસિદ્ધ છે, અચરમત્વથી બીજો ભંગ નથી. કેમકે અચરમને આચુબંધ અવશ્ય થાય. ત્રીજા ભંગમાં તેના અબંધકાળમાં આયુકર્મ ન બાંધે, અચરમત્વને લીધે ભવિષ્યમાં બાંધશે. બાકીના પદોની ભાવના પૂર્વોક્તાનુસાર કરવી.
પ્રત્યેક ઉદ્દેશક વચ્ચી શબ્દથી ઉપલક્ષિત હોવાથી આ બંધીશતક છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૬નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ