________________
૨૪/-/૨૪/૮૬૦
પલ્યોપમ આયુષ્ય જ સંભવે - x - એક તિર્યંચ અને એક દેવ એમ બે ભવમાં બે પલ્યોપમાયુ થાય, બંને આયુ ત્રણ-ત્રણ હોય તો છ પલ્યોપમ થાય. બીજા ત્રણ ગમકમાં એક ગામ જ છે. ક્ષુદ્રક ચતુષ્ટાપેક્ષાએ ધનુષ પૃથકત્વ જઘન્યથી કહ્યું. ઉત્કૃષ્ટ બે ગાઉ કહ્યું તે ગાઉ પ્રમાણ મનુષ્ય હોય ત્યારે હાથી આદિની અપેક્ષાએ કહ્યું. - - સંખ્યાતાયુ પંચેન્દ્રિય તિર્યંચાધિકા←
અહીં મિશ્રસૃષ્ટિનો નિષેધ કર્યો, કેમકે જઘન્ય સ્થિતિકને તે ન સંભવે, અજઘન્ય સ્થિતિવાળાને ત્રણે દૃષ્ટિ સંભવે. તે રીતે જ્ઞાનમાં જાણવું.
હવે મનુષ્યાધિકારમાં - પહેલાના ગમકોમાં બધે ધનુપૃથકત્વ, જઘન્ય અવગાહના, ઉત્કૃષ્ટથી છ ગાઉં. ત્રીજા ગમમાં બંને સ્થિતિમાં ત્રણ ગાઉં. ચોથા ગમકમાં - X - બંને સ્થિતિમાં એક ગાઉ. એ રીતે બીજું પણ જાણવું.
૩૫
ઈશાનક દેવાધિકારમાં - સાતિરેક કહ્યું, કેમકે તેમની સ્થિતિ જઘન્યથી સાતિરેક પલ્યોપમ હોય છે. જે સાતિરેક પલ્યોપમાયુ તિર્યંચ સુષમામાં ઉદ્ભવેલ હોય, તે ક્ષુદ્ર પ્રાણી અપેક્ષાએ જઘન્યાવગાહના ધનુષ પૃથકત્વ કહી. જે સાતિરેક બે ગાઉ ઉત્કૃષ્ટ અવગાહના કહી તે સાતિરેક ગાઉ પ્રમાણ મનુષ્યના કાળના હાથીની અપેક્ષાએ છે. અસંખ્યાત વર્ષાયુ મનુષ્યોની સ્થિતિ મુજબ - x - તેમની અવગાહના જાણવી. સનત્કુમાર દેવાધિકારમાં - જઘન્ય સ્થિતિક તિર્યંચ ઉત્પન્ન થાય - ૪ - તો તેની સ્થિતિના સામર્થ્યથી કૃષ્ણાદિ ચાર લેશ્યામાંની કોઈમાં પરિણત થઈ મરણકાળે પદ્મલેશ્યા પામી મરે. - ૪ - તેથી પાંચ લેશ્યા કહી. લાંતકાદિમાં પણ આમ વિચારવું. છેદવર્તી સંહનનવાળાને ચાર દેવલોકોનું ગમન બંધ થાય, માટે બ્રહ્મલોકાદિમાં પાંચ સંઘયણ કહ્યા.
આનતાદિ દેવો મનુષ્યથી આવીને મનુષ્યમાં પાછા જાય છે, તેથી જઘન્યથી ત્રણ ભવ કહ્યા. ઉત્કૃષ્ટથી સાત ભવ કહ્યા. - - આનત દેવોનું ઉત્કૃષ્ટથી ૧૯ સાગરોપમ આયુ છે. તે ત્રણ ભવથી ૫૭-સાગરોપમ અને ચાર મનુષ્યભવનું ચાર પૂર્વ કોટી આયુ અધિક છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
મૈં શતક-૨૫
— * - * —
૦ શતક-૨૪ની વ્યાખ્યા કરી, હવે ૨૫-મું આરંભે છે. તેના આ સંબંધ છે - પૂર્વના શતકમાં ઉત્પાદાદિ દ્વારે જીવને વિચાર્યા, અહીં લેશ્યાદિથી –
• સૂત્ર-૮૬૧ :
લેશ્યા, દ્રવ્ય, સંસ્થાન, યુગ્મ, પર્વત, નિગ્રન્થ, શ્રમણ, ઔઘ, ભવ્ય, અભવ્ય, સમ્યક્, મિથ્યા આ બાર ઉદ્દેશા અહીં છે. • વિવેચન-૮૬૧ :
(૧) લેશ્યા - લેશ્યાદિ પદાર્થો કહેવા. - ૪ - (૨) દ્રવ્ય-દ્રવ્યો કહે છે (3) સંસ્થાન-સંસ્થાનાદિ પદાર્થ (૪) યુગ્મ-મૃતયુગ્માદિના અર્થો. (૫) પર્યવ-પર્યવ વિવેચના, (૬) નિગ્રન્થ - પુલાકાદિ નિર્ગુન્થો, (૭) શ્રમણ-સામાયિકાદિ સંયત આદિ પદાર્થો, (૮) ઓઘ-નાકાદિ જે રીતે ઉત્પન્ન થાય તેમ કહેવા. કઈ રીતે ? ઓથે - સામાન્યથી વર્તમાન ભવ્ય, અભવ્યાદિ વિશેષણથી અવિશેષિત, (૯) ભવ્ય - ભવ્ય વિશેષણા નાકાદિ જે રીતે ઉત્પન્ન થાય તે કહે છે, (૧૦) અભવ્ય-અભવ્યત્વમાં વર્તતા, (૧૧) સમ્યક્સમ્યગ્દષ્ટિ વિશેષણા (૧૨) મિથ્યા-મિથ્યાત્વમાં વર્તમાન.
આ રીતે આ પચીસમાં શતકમાં બાર ઉદ્દેશા છે.
ઉદ્દેશો-૧-“વેશ્યા” Ð
— * — * =
૦ તેમાં પહેલા ઉદ્દેશાની વ્યાખ્યા કરે છે, તેનું આ પહેલું સૂત્ર. - સૂત્ર-૮૬૨ :
તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું – ભગવન્ ! લેશ્યાઓ કેટલી છે ? ગૌતમ ! છ. તે આ - કૃષ્ણલેશ્યા આદિ, જેમ શતક-૧, ઉદ્દેશો-રમાં કહ્યા મુજબ લેશ્યા વિભાગ, અલ્પબહુત્વ યાવત્ ચાર પ્રકારના દેવોનું મીશ્ર અબહુત્વ સુધી જાણવું.
• વિવેચન-૮૬૨ :
જેમ પહેલા શતકમાં - ભગવન્ ! આ જીવો સલેશ્ય, કૃષ્ણલેશ્ય ઈત્યાદિ, ક્યાં સુધી તે કહેવું – ચતુર્વિધ દેવોના આદિ. તે આ રીતે - ભગવન્ ! આ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિક દેવોના અને દેવીના કૃષ્ણલેશ્યા ચાવત્ શુક્લલેશ્યામાં કોણ કોનાથી ચાવત્ વિશેષાધિક છે ? પ્રથમ શતકમાં આ સ્વરૂપ કહ્યું છે, તો પણ પ્રસ્તાવથી આવેલ હોવાથી અહીં કહે છે – આ સંસાર સમાપન્ન જીવોનું યોગ અલ્પબહુત્વ કહ્યું. તેના પ્રસ્તાવથી લેશ્યા અલ્પબહુત્વ પ્રકરણ કહ્યું. હવે આ જીવોનું યોગ અાબહુત્વ કહે છે –
- સૂત્ર-૮૬૩ :
સંસારી જીવ કેટલા પ્રકારે છે ? ગૌતમ ! ચૌદ પ્રકારે છે. તે આ – ૧સૂક્ષ્મ અતિક, ૨-સૂક્ષ્મ પ્રાપ્તિક, ૩-ભાદર પાપ્તિક, ૪-બાદર પતિક,