________________
૨૩/૧/૧ થી ૧૦/૮૨૯
શતક-૨૩ — * - * —
૦ શતક-૨૨ની વ્યાખ્યા કરી, હવે અવસર પ્રાપ્ત શતક-૨૩
• સૂત્ર-૮૨૯ - [શ્રુતદેવતા ભગવતીને નમસ્કાર]
આલુક, લોહી, આવક, પાઠા અને માપપર્શી વલ્લી. આ પાંચે વર્ગોના પ્રત્યેકના દશ એ રીતે ૫૦ વર્ગો થાય.
• વિવેચન-૮૨૯ :
(૧) આબુ - આલુક, મૂલકાદિ સાધારણ શરીર વનસ્પતિ ભેદ વિષયક, (૨) નોી - લોહી વગેરે અનંતકાયિક વિષયક, (૩) અવન્ત - અવક, વક વગેરે અનંતકાયિક ભેદ વિષયક, (૪) પાદ - પાઠા, મૃગવાલંકી-મધુરસાદિ વનસ્પતિ ભેદ વિષયક, (૫) માપવર્ણી - માયવર્ણી, મૃદ્મપર્ણી વગેરે વલ્લી વિશેષ વિષયક. આ પાંચેમાં પૂર્વોક્ત દશ-દશ ઉદ્દેશાથી ૫૦ ઉદ્દેશા થાય.
વર્ગ-૧, ઉદ્દેશા-૧ થી ૧૦
— * - * — * - * —
-સૂત્ર-૮૩૦ :
રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું ભગવન્! લુક, મૂલક, શૃંગભેર, હળદર, ટુરુ, કંડરિક, જીરુ, ક્ષીરવિાલિ, કિર્ક, કુટું, કૃષ્ણડસુ, મધુ, પાલઈ, મધુશ્રૃંગી, નિરુહા, સર્પસુગંધા, છિન્નુરુહ, બીજરુહ. આમાં જે જીવો મૂળપણે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે મૂલાદિ દશ ઉદ્દેશા વંશવર્ગ સમાન કહેવા.
વિશેષ એ કે . પરિમાણ, જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટી સંખ્યાત, અસંખ્યાત કે અનંતા ઉપજે છે. હે ગૌતમ ! અપહાર - à voicu સમયમાં (પ્રત્યેક સમયે) એક-એક જીવનો અપહાર કરાતા અનંતી અવસર્પિણી, ઉત્સર્પિણી એટલો કાળ અપહાર કરાતા પણ અપહાર ન થાય. સ્થિતિ જઘન્ય કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂ. બાકી પૂર્વવત્.
-
૨૫
ૢ વર્ગ-૨ થી ૫ [પ્રત્યેકના ૧૦-ઉદ્દેશો
— * - * — * - * —
સૂત્ર-૮૩૧ થી ૮૩૪ :- [અનુક્રમે વર્ગ દીઠ એક સૂત્ર
[૨/૮૩૧] ભગવન્ ! લોહી, નીહૂ, શીહૂ, થીભગ, અશ્વકર્ણી, સિંહકર્મી, સીઉંઢી, મુસુંઢી. આના જીવો ‘મૂળ’રૂપે, એ પ્રમાણે અહીં પણ દશ ઉદ્દેશા ‘આલુવર્ગ' માફક કહેવા. અવગાહના ‘તાલવર્ગ સમાન કહેવી.
[૩/૮૩૨] ભગવન્ ! આય, કાય, કુહણા, કુક્ડ, ઉલ્વેહલિય, સફા, સઝા, છત્તા, વંશાનિકા, કુમાર આ જીવો મૂલપણે ઉત્પન્ન થાય. એ પ્રમાણે આમાં પણ મૂળ' આદિ દશ ઉદ્દેશા આલુવર્ગ' માફક સંપૂર્ણ કહેવા. માત્ર અવગાહના ‘તાલુવર્ગ સમાન કહેવી. ભગવન્ ! તે એમ જ છે.
[૪/૮૩૩] ભગવન્ ! પાઠા, મૃગવાલુંકી, મધુરરસા, રાજવલ્લી, પા, મોઢરી,
૨૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ દંતી, ચંડી આ જીવો મૂલપણે એ પ્રમાણે અહીં પણ ‘મૂલાદિ’ દશ ઉદ્દેશા આલુક વર્ગ સશ કહેવ,ા અવગાહના વલ્લીવત્ કહેવી.
[૫/૮૩૪] ભગવન્ ! માપર્ણી, મુપર્ણી, જીવક, સરસવ, કરેણુકા, કાકોલી, ક્ષીરકાકોલી, ભંગી, નખી, કૃમિરાશી, ભદ્રમુસ્તા, લાંગલી, પયોદકિર્તી, પયોદલા, હરેણુકા, લોહી આ જીવોના ‘મૂલ’રૂપે, એ પ્રમાણે આમાં દશ ઉદ્દેશા સંપૂર્ણ ‘આલુકવર્ગ સમાન કહેવા.
આ પ્રમાણે આ પાંચ વર્ગોના ૫૦ ઉદ્દેશો કહેવા. આ બધામાં દેવો ઉત્પન્ન થતાં નથી, વેશ્યા ત્રણ છે. ભગવન્ ! તે એમ જ છે (ર). • વિવેચન-૮૩૦ થી ૮૩૪ -
વૃત્તિકારે કોઈ વૃત્તિ નોંધી નથી, માત્ર પૂર્વવત્ જાણવું કહ્યું છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૩નો ટીકાનુસાર અનુવાદ પૂર્ણ