________________
૨૦/-/૬/૭૮૯ થી ૭૯૧
૨૨૩
• સૂત્ર-૭૮૯ થી ૭૯૧ :
ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વી અને શકરાભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને સૌધર્મકલ્પમાં પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થાય, તો હે ભગવન્ ! શું પહેલા ઉત્પન્ન થઈને પછી આહાર કરે કે પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય? ગૌતમ ! પહેલા પણ ઉપજે, ઈત્યાદિ, જેમ શતક-૧૭ના ઉદ્દેશા-૬-માં કહ્યું તેમ યાવત્ તે કારણે હે ગૌતમ ! એમ કહ્યું કે પૂર્વે પણ યાવત્ ઉત્પન્ન થાય. વિશેષ એ કે ત્યાં સંપાપ્ત કરીને,
-
અહીં આહાર કરે છે
એમ કહેવું. બાકી પૂર્વવત્.
-
ભગવન્ ! પૃથ્વીકાયિક આ રત્નપભા અને શર્કરાપભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્દાત કરીને જે ઈશાન કલ્પમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય પૂર્વવત્ કહેવું. યાવત્ ઇશ્વત્ પામ્ભારાએ ઉત્પાદ કહેવો.
ભગવન્ ! પૃથ્વીકાયિક શર્કરાષભા અને વાલુકાપ્રભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્દાત કરીને, જે સૌધર્મ યાવત્ શત્ પામારામાં ઉત્પન્ન થવા યોગ્ય હોય એ પ્રમાણે આ ક્રમથી યાવત્ તમા અને અધઃસપ્તમી પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્દાત કરીને ઉત્પાદ કહેવો.
ભગવન્ ! પૃથ્વીકાયિક સૌધર્મ ઈશાન અને સનતકુમાર માહેન્દ્ર કલ્પના અંતરમાં મરણ સમુદ્દાતમાં મરીને જે આ રત્નપ્રભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય, હે ભગવન્ ! તે પહેલાં ઉપજીને પછી આહાર કરે ? ઈત્યાદિ બધું પૂર્વવત્ જાણવું યાવત્ તેથી એ પ્રમાણે કહ્યું છે, યાવત્ નિક્ષેપો કરવો.
ભગવન્ ! પૃથ્વીકાયિક સૌધર્મ-ઈશાન સનકુમાર માહેન્દ્ર કલ્પના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને જે શકરપભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય, ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ અધસપ્તમીમાં ઉત્પાદ કહેવો. એ પ્રમાણે સનત્કુમાર-માહેન્દ્ર અને બ્રહ્મલોક કલ્પના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને, ફરી પણ યાવત્ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો. - એ પ્રમાણે બ્રહ્મલોક અને લાંતક કલાના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને ફરી પણ ચાવતુ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો.
-
એ પ્રમાણે લાંતક અને મહાશુક્ર કલ્પના અંતરમાં મરણ સમુદ્દાત કરીને ફરી પણ યાવત્ અધસપ્તમીમાં, એ રીતે મહાશુક્ર અને સહસ્રાર કલ્પના અંતરમાં સમવહત થઈને ફરી પણ યાવત્ અધઃરાપ્તમીએ એ પ્રમાણે સહસ્રાર અને આનંત-પાણત કલ્પના અંતરમાં યાવત્ અધઃસપ્તીમાં, એ પ્રમાણે આનત-પ્રાણત અને આરણ-અચ્યુત કલ્પના અંતરમાં ફરી પણ યાવત્ અધઃસપ્તીમાં. એ રીતે આરણ-અચ્યુત અને ત્રૈવેયક વિમાનના અંતરમાં યાવત્ અધઃસપ્તમીમાં. એ પ્રમાણે શૈવેયક વિમાન અને અનુત્તર વિમાનના અંતરમાં યાવત્ અધઃસપ્તમીમાં, એ પ્રમાણએ અનુત્તર વિમાન અને ઇષત્યાગભારામાં યાવત્ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
[૯] ભગવન્! કાયિક, આ રત્નપ્રભા અને શરપ્રભા પૃથ્વીના અંતરમાં સમવહત થઈને, જે સૌધર્મ કલ્પમાં અકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય, બાકી બધું પૃથ્વીકાયિક મુજબ કહેવું. ાવત્ તેથી એ પ્રમાણે પહેલા અને બીજા કલ્પના અંતરમાં સમવહત થઈને યાવત્ ઈષવા ભારામાં ઉત્પાદ કહેવો. એ રીતે આ ક્રમથી યાવત્ તમા અને અધસપ્તમી પૃથ્વીના અંતરમાં સમવહત થઈને યાવત્ ઈપમારામાં અકાયિકત્વથી ઉત્પાદ કહેવો. ભગવન્ ! જે અાયિક સૌધર્મ-ઈશાન સનકુમાર-માહેન્દ્ર-કલ્પના અંતરમાં મરણ સમુદ્દાત કરે, કરીને જે રત્નપભા પૃથ્વીમાં ઘનોદધિ વલયમાં અકાયિકપણે ઉત્પાદ કહેવો, એ પ્રમાણે યાવત્ અનુત્તર વિમાન અને ઇત્ પ્રાગમારા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને યાવત્ અધઃસપ્તમીના ઘનોદધિ વલયમાં ઉત્પાદ કહેવો.
૨૨૮
[૧] ભગવન્ ! વાયુકાયિક, આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરાપા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાતથી મરીને જે સૌધર્મકલ્પમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય એ પ્રમાણે જેમ શતક-૧૭માં વાયુકાયિક ઉદ્દેશકમાં કહ્યું, તેમ અહીં પણ કહેવું. વિશેષ એ કે અંતરમાં સમુદ્દાત જાણવો, બાકી પૂર્વવત્ યાવત્ અનુત્તર વિમાન અને ઇષાગભારા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાતથી સમવહત થઈને જે ઘનવાત-તનુવાત, ઘનવાત તનુવાત વલયોમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય. બાકી પૂર્વવત્ જાણવું. યાવત્ તેથી એમ કહેવું યાવત્ ઉત્પન્ન થાય છે.
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૭૮૯ થી ૭૯૧ :
-
શતક-૧૭, ઉદ્દેશો-૬, આના વડે સૂચવે છે - પૂર્વે ઉત્પન્ન થઈ પછી
આહાર કરે કે પહેલા આહાર કરી પછી ઉપજે - ૪ - પહેલા ઉત્પન્ન થઈ પછી શરીર પ્રાયોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે. - x - અથવા ઉત્પત્તિ ક્ષેત્રમાં પ્રદેશ પ્રક્ષેપણ કરીને પૂર્વે આહાર ગ્રહણ કરે, પછી પૂર્વના ક્ષેત્રથી પ્રદેશો સંહરે. વાચનાંતર અભિપ્રાયથી પૃથ્વી-અ-વાયુ વિષયત્વથી ઉદ્દેશક ત્રય, અહીંથી આઠમો છે.
શતક-૨૦, ઉદ્દેશો--“બંધ' છે
— x — * - * - * — x — * -
૦ ઉદ્દેશા-૬-માં પૃથ્વી આદિનો આહાર નિરૂપેલ છે અને તે કર્મનો બંધ હોવાથી જ થાય છે, તેથી અહીં બંધ નિરૂપણ કરે છે.
• સૂત્ર-૭૯૨ -
ભગવન્ ! બંધ કેટલા ભેદે છે? ગૌતમ ! ત્રણ ભેટે. તે આ જીવ પ્રયોગબંધ, અનંતર પ્રયોગબંધ, પરંપરબંધ - - ભગવન્ ! નૈરયિકને કેટલા ભેટે બંધ છે? - પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ વૈમાનિક.
ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા પ્રકારે છે ? ગૌતમ ! બંધ ત્રણ ભેદે છે. તે આ - જીવપયોગબંધ, અનંતરબંધ, પરંપરબંધ.