________________
૧૬/-/૬/૬૭૬
ભગવન્ ! ગંગદત્ત દેવ, તે દેવલોકથી આયુનો ક્ષય થતાં યાવત્ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ ત કરશે.
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૬૭૬ :
અહીં શક્ર પૂર્વભવમાં કાર્તિક નામે અભિનવ શ્રેષ્ઠી થયો, ગંગદત્ત જીર્ણ શ્રેષ્ઠી. તેને પ્રાયઃ ઈર્ષ્યા હતી, તે અસહનનું કારણ સંભવે છે. ની મૂરિયામ - દ્વારા આમ કહે છે – સમ્યગ્દષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ, પતિ સંસારી કે અનંત સંસારી, સુલભબોધિ કે દુર્લભ બોધિ, આરાધક કે વિાધક, ચરમ-અચરમ ઈત્યાદિ (પ્રશ્નો જાણવા). શતક-૧૬, ઉદ્દેશો-૬ “સ્વપ્ન”
— — — — x — x — —
૧૩૫
૦ ગંગદત્તની સિદ્ધિ કહી. તે કેટલાંકને સ્વપ્નથી સૂચિત થાય, માટે – • સૂત્ર-૬૭૭ થી ૬૭૯ :
[૬૭] ભગવન્ ! સ્વનદર્શન કેટલા પ્રકારે છે ? ગૌતમ ! પાંચ પ્રકારે છે યથાતથ્ય, પ્રાન, ચિંતા, તદ્વિપરીત, અવ્યકત દર્શન.
ભગવન્! સુતા સ્વપ્ન જુએ, જાગતા સ્વપ્ન જુએ કે સુતા-જાગતાં સ્વપ્ન જુઓ? ગૌતમ! સુતા કે જાગતાં સ્વપ્ન ન જુએ, સુતા-જાગતાં સ્વપ્ન જુએ છે. - - - ભગતના જીવો, સુતા છે, જાગતા છે કે સુતા-જાગતા? ગૌતમ! જીવો ત્રણે છે. ભગવન્! નૈરયિકો સુતા છે? પ્રશ્ન. ગૌતમ! નૈરયિકો સુપ્ત છે, જાગૃત કે સુપ્તજાગૃત નથી. એ પ્રમાણે ઉરિન્દ્રિય સુધી કહેવું. ભગવા પંચેન્દ્રિય તિર્યંચયોનિક શું સુતા છે? પ્ર. ગૌતમ! સુપ્ત અને સુપ્તજાગૃત છે, જાગૃત નહીં, મનુષ્યોને જીવની માફક જાણવા. વ્યંતર, જ્યોતિક, વૈમાનિકને નૈરયિકવર્તી જાણવા.
[૬૮] ભગવન્ ! સ્વપ્નને સંવૃત્ત જુએ, અસંવૃત્ત જુએ, સંવૃત્તા-સંવૃત્ત જુએ. ગૌતમ ! ત્રણે સ્વપ્નોને જુએ છે. સંવૃત્ત જીવ જે સ્વપ્ન જુએ તે યથાતથ્ય જુએ છે. અસંવૃત્ત જે સ્વપ્ન જુએ. તે તથ્ય પણ હોય અતથ્ય પણ હોય. સંવૃત્તાસંવૃત્ત જે સ્વપ્ન જુએ તે અસંવૃત્ત સમાન જાણવું.
ભગવન્ ! જીવો શું સંવૃત્ત છે, અસંવૃત્ત છે કે સંવૃત્તાસંવૃત્ત ? ગૌતમ ! જીવો ત્રણે પ્રકારે હોય, એ પ્રમાણે જેમ સુપ્તદંડક છે તેમ કહેવું. ભગવન્ ! સ્વપ્નો કેટલા ભેદે છે ? ગૌતમ ! ૪૨ સ્વપ્નો છે. ભગવન્ ! મહાવન કેટલા ભેદે છે ? ગૌતમ! ૩૦-ભેટે છે. ભગવન્ ! સર્વે સ્વના કેટલા ભેટે છે ? ગૌતમ! ૭૨-ભેદે કહેલા છે.
--
ભગવન્ ! તિર્થંકરની માતા તિર્થંકર ગર્ભમાં આવે ત્યારે કેટલા મહારવાનો જોઈને જાગે છે? ગૌતમ ! - ૪ - ૩૦ મહા સ્વપ્નોમાંથી ૧૪-મહાવાનો જોઈને જાગે છે. તે આ હાથી, વૃષભ, સીંહ, અભિષેક ઈત્યાદિ.
ભગવન્ ! ચક્રવર્તીની માતા ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે કેટલા મહાવનો
૧૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ જોઈને જાગે છે ? ગૌતમ ! - x તીર્થંકર માતવત્ જાણવું.
-
ભગવન્! વાસુદેવની માતા વિશે પ્રશ્ન. ગૌતમ! વાસુદેવ માતા યાવત્ વાસુદેવ ગર્ભમાં આવતા આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ સાત મહાસ્વપ્ન જોઈને જાગે છે. . . બલદેવની માતા વિશે પ્ર. ગૌતમ! બલદેવની માતા યાવત્ આ ભગવન્! માંડલીકની માતા વિશે પ્રા. ગૌતમ! માંડલીકની માતા યાવત્ આ ચૌદમાનું
ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ ચાર મહાસ્વપ્ન જોઈને જાગે છે.
કોઈ એક સ્વપ્ન જોઈને જાગે.
[૬૭] શ્રમણ ભગવંત મહાવીર પોતાના છાથ કાળની અંતિમ રાત્રિએ આ દશ મહારવનો જોઈને જાગ્યા. તે આ પ્રમાણે –
(૧) એક મહા ઘોર અને તેજસ્વીરૂપવાળા તાલપિશાચને સ્વપ્નમાં પરાજિત કર્યો, જોઈને જાગ્યા. (ર) એક મહાનૂ શ્વેત પાંખવાળા પુંસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. (૩) એક મહાન ચિત્રવિચિત્ર પાંખવાળા પુસ્કોકીલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. (૪) એક મહાત્ માળાયુગલ જે સર્વરનમય હતું, તે સ્વપ્નમાં જોઈને જાગ્યા. (૫) એક મોટો શ્વેતવર્ગ સ્વપ્નમાં જોઈને જાગ્યા.
(૬) એક મોટા પસરોવર જે ચોતરફ કુસુમિત હતું, તે જોઈને જાગ્યા. (૭) એક મોટો સાગર, જે હજારો તરંગો અને કલ્લોલોથી યુક્ત હતો, તેને ભૂજાથી તર્યા, તેવું સ્વપ્ન જોઈને જાગ્યા. (૮) પોતાના તેજથી જાજવલ્યમાન્ એક મહાનૢ સૂર્યને જોઈને જાગ્યા. (૯) એક મોટા માનુષોત્તર પર્વતને નીલ ધૈર્ય મણિ સમાન પોતાના આંતરડાથી ચોતરફથી આવેષ્ટિત-પરિવેષ્ટિત જોઈને જાગ્યા. (૧૦) એક મહાન મંદપર્વતની મેરુ ચૂલિકા ઉપર શ્રેષ્ઠ સીંહાસન ઉપર પોતાને સ્વાનમાં બેસેલા જોઈને જાગ્યા.
(૧) ભગવંતે ઘોર, તેજસ્વી રૂપવાળા તાલપિશાચને સ્વપ્નમાં પરાજિત કર્યો, તેથી ભગવંત મહા મોહનીય કર્મને મૂળથી નાશ કરશે.
(૨) ભગવંતે જે મોટુ શુક્લ પાંખવાળુ પુસ્કોકીલ જોયું તેથી તેઓ શુક્લ
ધ્યાનવાળા થઈને વિચરશે.
(૩) ચિત્રવિચિત્ર પાંખાળુ પુસ્તકોકીલને જોયું, તેથી ભગવંત સ્વામય
પરસમયિક વિચિત્ર દ્વાદશાંગી ગણિપિટકને કહેશે. પ્રજ્ઞપ્ત કરશે, પ્રરૂપિત કરશે, દેખાડશે - નિર્દેશશે - ઉપનિર્દેશશે. તે આચાર, સૂત્રકૃત્ યાવત્ દૃષ્ટિવાદ.
(૪) ભગવંતે એક મહાત્ માળા યુગલ જોયું - x - તેથી બે ધર્મો પ્રરૂપશે. તે આ - આગાર ધર્મ, અણાગાર ધર્મ.
(૫) ભગવંતે જે મોટો શ્વેત ગોવર્ગ જોયો - ૪ - તેથી ભગવંતને ચાતુર્વણ શ્રમણસંઘ થશે - x - X -
(૬) ભગવંતે એક મહા પાસરોવર જોયું - x - તેથી ભગવંત ચાર પ્રકારે દેવોની પ્રરૂપણા કરશે ભવનવાસી, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક,
(૭) ભગવંત એક મહાસાગર તર્યા - ૪ - તેથી ભગવંત મહાવીર અનાદિ