________________
૧૪/-/l૨૦
ભાવ ભતિકિત ભાવને ભાવથી તુલ્ય નથી. એ પ્રમાણે પાર્મિક, ક્ષાયિક, યોપથમિક, પારિણામિક, સંનિપાતિક ભાવમાં જાણવું. • x • ભાવતુલ્ય કહ્યું.
ભગવન! સંસ્થાન તુલ્યને સંસ્થાનત કેમ કહે છે? ગૌતમાં પરિમંડલ સંસ્થાન, બીજ પરિમંડલ સંસ્થાનને સંસ્થાનથી તુલ્ય છે, પણ પરિમંડલ સંસ્થાન
વ્યતિકિત સંસ્થાનને તુચ નથી. એ પ્રમાણે વૃત્ત, ઐસ, ચતુસ્ત્ર, આયત સાનમાં પણ કહેવું. સમચતુરસ્ત્ર સંસ્થાન, બીજ સમચતુસ્ત્ર સંરથાનને સંસ્થાની તુલ્ય છે, પરંતુ સમચતુસ્ત્ર સંસ્થાન વ્યતિકિત સંસ્થાનને તુલ્ય નથી. એ પ્રમાણે પશ્ચિંડલ ચાવતુ હુંડક સંસ્થાનમાં પણ જાણતું. તેથી સંસ્થાનતુલ્ય કહ્યું
• વિવેચન-૬૨૦ :
તુલ્ય - સમ. દ્રવ્યતુલ્ય-દ્રવ્યથી એક અણુકાદિ અપેક્ષાથી તુલ્ય. અથવા દ્રવ્ય એવું તે તુચ, બીજા દ્રવ્ય સાથે તુલ્ય ન હોય.
ક્ષેત્રતુલ્ય - ોગથી એક પ્રદેશાવગાઢવાદિથી તુલ્ય, એ રીતે બાકીના તુલ્યો પણ જાણવા. વિશેષ એ - 4 - નારકાદિ ભવ, બા - વણિિદ કે ઔદયિકાદિ, fથાન • પરિમંડલાદિ. આ બધાં તુલ્ય વ્યતિરિક્ત તે અતુલ્ય થાય છે. “તુલ્ય સંખ્યાત પ્રદેશિક”- સમાન સંખ્યાતા પ્રદેશો જેમાં છે, તે. અહીં તુલ્યગ્રહણ સંખ્યાતવના સંખ્યાતભેદસ્વી છે, માત્ર સંખ્યાતપણાથી તુચતા નથી, પણ સમાન સંખ્યત્વથી આને પ્રતિપાદનાયેં કહેલ છે. એ રીતે બીજે પણ જાણવું.
અહીં જે અનંતોત્ર પ્રદેશાવગાઢત્વ અને અનંતસમય સ્થાયિત્વ કહેલ નથી, તે અવગાહપ્રદેશ અને સ્થિતિ સમયોનું પુદ્ગલને આશ્રીને અનંતત્વના અભાવથી, કહેલ છે.
- ભવ એ જ અર્થ, તેનો ભાવ, તે ભવાર્થતા. ઔદયિક ભાવ - ઉદય એટલે કર્મોનો વિપાક, તે જ દયિક - ક્રિયા મામ, અથવા ઉદય વડે નિષ્પ તે ઔદયિક ભાવ- નારકવાદિ પર્યાય. ઔદયિક ભાવના - નાકવ આદિ ભાવથી ભાવ સામાન્યને આશ્રીને તુચવ છે. એ પ્રમાણે પથમિક પણ કહેવું - X - X • ઉપશમ એટલે ઉદીર્ણ કમનો ક્ષય અને અનુદીર્ણના વિડંભિત ઉદયવ, તે જ પથમિક - ક્રિયા માત્ર અથવા ઉપશમથી નિવૃત્ત, - સમ્યગ્દર્શનાદિ.
W - ક્ષય એટલે કમભાવ, તે જ ક્ષાયિક કે ક્ષય વડે નિવૃત. ક્ષાયિક - કેવળજ્ઞાનાદિ. વસfપણ - ક્ષય વડે - ઉદય પ્રાપ્ત કર્મના વિનાશ વડે તથા ઉપશમ - ઉદયત્વ શાંત હોય, તે ક્ષયોપશમ, તે જ ાયોપથમિક - X - મતિજ્ઞાનાદિ પર્યાય વિશેષ. (શંકા) ઔપશમિક અને ક્ષાયોપથમિકમાં શો ભેદ છે ? કેમકે બંનેમાં ઉદીણનો ક્ષય, અનુદીનો ઉપશમ છે. (સમાધાન) ક્ષાયોપથમિકમાં વિપાક વેદના નથી, પ્રદેશવેદન જ હોય છે, પરામિકમાં તો પ્રદેશવેદન પણ નથી. પાછriષણ - પરિણમન તે પરિણામ, તે જ પરિણામિક છે.
વાડું - ઔદયિકાદિ ભાવોમાં બે વગેરે ભાવોનો સંયોગ.
સંસ્થાન-આકૃતિ વિશેષ. તે જીવ-અજીવ બે ભેદથી છે, તેમાં જીવ સંસ્થાના પાંચ ભેદે છે. તેમાં પરિમંડલ સંસ્થાન બહારથી વૃતાકાર, મધ્યમાં પોલું વલય જેવું
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ છે, તે ઘન, પ્રતા બે ભેદે છે. વટ્ટ - વૃત, પરિમંડલ જ પણ અંદરથી પોલાણરહિત, જેમકે કુલાલચક. આ પણ ઘન, પ્રતર બે ભેદે છે. વળી તે એકૈક બે ભેદે છે - સમસંગ અને વિશ્વમસંખ્ય પ્રદેશ ભેદથી. એ પ્રમાણે ચય, ચતુરસ. ગસ-શૃંગાટકવતું છે, ચતુરસ તે ચતુષ્કોણ છે, જેમકે કુંભિકા. માયત - દંડની જેમ લાંબુ છે, તે ત્રણ ભેદે છે . શ્રેણી, પ્રતર, ઘન. તે એકૈક - સમસંખ્ય અને વિશ્વમસંખ્ય પ્રદેશ ભેદથી છે. આ પાંચે વિશ્રસા પ્રયોગથી થાય છે.
જીવ સંસ્થાન - સંસ્થાન નામ કર્મની ઉત્તર પ્રવૃત્તિ ઉદયથી સંપાઘ જીવોનો આકાર છે. તે છ ભેદે છે – (૧) સમચતુરસ - તુલ્ય આરોહ પરિણાહ, સંપૂર્ણ માંગ અવયવ, પોતાના અંગુલ વડે ૧૦૦ આંગળ ઉંચા છે તુલ્ય આરોહ પરિણાહત્વથી સમપણે, પૂર્ણ અવયવતથી ચતુરસત્વ છે. એ પ્રમાણે પરિમંડલ, (૨) જેમ સમચતુસ્ત્ર છે, તેમ ચણોધ પરિમંડલ જાણવું જણોધ-વટવૃક્ષ માફક પરિમંડલ, નાભિની ઉપર ચતુસ્ય લક્ષણ યુક્ત પણ નીચેનો ભાગ પ્રમાણથી હીનતર હોય. (3) સાદિ-નાભિની નીચે ચતુરસલક્ષણ યુક્ત, પણ ઉપસ્નો ભાગ તદનુરૂપ ન હોય. (૪) કુજ-ગ્રીવા આદિ, હાથ-પગ ચતુસ્ય લક્ષણયુક્ત સંક્ષિપ્ત, વિકૃત મધ્ય. (૫) વામન-મધ્ય ગ્રીવાદિ, હાથ-પગ પણ આદિ લક્ષણ ન્યૂન. (૬) હુંડ-સર્વે અવયવોમાં આદિ લક્ષણ વિસંવાદ યુક્ત હોય. •• સંસ્થાન વક્તવ્યતા કહી, હવે સંસ્થાનવાળા અણગારની વકતવ્યતા વિશેષ જણાવવા કહે છે –
• સૂત્ર-૬૨૧ -
ભગવન્! ભકત પ્રત્યાખ્યાન કરનાર અણગાર મૂર્શિત યાવતું અમુww થઈ આહાર રે છે, પછી સ્વાભાવિક રૂપે કાળ કરે છે અને પછી અમૂર્શિત, અમૃદ્ધ યાવતુ અનાસક્ત થઈને આહાર કરે છે ? હા, ગૌતમ ! ભક્ત પચ્ચકખાણકત આણગાર - x • એ રીતે આહાર કરે છે, માટે પૂર્વવત્ કહ્યું.
• વિવેચન-૬૨૧ -
ભક્ત પચ્ચખાયક એટલે અનશની, મૂછિત - મૂછ પામેલ, આહાર સંરક્ષણાનુબંધ થયેલ અથવા તેના દોષના વિષયમાં મૂઢ. ચાવતું શGદથી ગ્રથિત - આહાર વિષયક નેહતંતુ વડે સંદર્ભિત, વૃદ્ધ-પ્રાપ્ત આહારમાં આસકત અથવા અતૃપ્તવથી તેમાં આકાંક્ષાવાળો. અધ્યપન્ન - અપાત આહાર ચિંતામાં અધિકતાથી ઉપપs. ATMIT - - x - તીવ્ર સુધાવેદનીય કર્મના ઉદયથી અસમાધિમાં તેના ઉપશમન માટે પ્રયુક્ત. સાદી રતિ - ઉપભોગ કરે. આહાર કરીને સ્વભાવિક મારણાંતિક સમુઘાતને કરે છે. તેની - x - પછી તેનાથી નિવૃત્ત થાય. અમૂર્શિતાદિ વિશેષણ યુક્ત આહારને કરે છે, પ્રશાંત પરિણામના સદ્ભાવથી, એ પ્રશ્ન છે. ઉત્તર છે - હા, તેમ કરે. કોઈક ભક્તપત્યાખ્યાન કર્તાને આવો ભાવ થાય છે.
ભકતપ્રત્યાખ્યાનકત કદાચિત્ અનુત્તર દેવમાં ઉપજે તેથી કહે છે - • સૂત્ર-૬૨૨,૬૨૩ -
[૬૨] ભગવત્ / લવસતમ દેવ શું લવસપ્તમ હોય છે હા, હોય છે. • : ભગવાન ! એમ કેમ કહ્યું - x - ગૌતમ! જેમ કોઈ પુરુષ તરુણ યાવતું