________________
૧૩/-/૬/૫૮૫
શતક-૧૩, ઉદ્દેશો-૬ “ઉપપાત” છે
— * — * - * — * -
૩૯
ઉદ્દેશા-૫-માં નારકાદિ કથન કર્યુ, અહીં પણ તે જ કહે છે –
• સૂત્ર-૫૮૫ -
રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – નૈરસિક સાંતર ઉપજે છે કે નિરંતર ? ગૌતમ ! નૈરયિકો સાંતર પણ ઉપજે અને નિરંતર પણ ઉપજે છે. એ પ્રમાણે અસુકુમારો પણ જાણવા. એ પ્રમાણે જેમ ‘ગાંગેય'માં છે, તેમ બે દંડકો કહેવા. યાવત્ વૈમાનિક નિરંતર પણ અવે છે.
• વિવેચન-૫૮૫ ઃ
‘ગંગેય' શતક-૯, ઉદ્દેશો-૩૨મો છે. ઉત્પત્તિ અને ઉદ્ધર્તાના દંડક. વૈમાનિકનું ચ્યવન કહ્યું, તે દેવો છે, દેવાધિકારથી ‘ચમર' કથન -
• સૂત્ર-૫૮૬ ઃ
ભગવના અસુરેન્દ્ર અસુરરાજ સમરનો સમયંચા નામે આવાસ ક્યાં છે? ગૌતમ! બુદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણમાં તિર્છા અસંખ્ય દ્વીપસમુદ્ર આદિ જેમ શતક-૨-માં સભા ઉદ્દેશકની વતવ્યતા છે, તે સંપૂર્ણ જાણવી. વિશેષ એ કે – આ પ્રમાણે જાણવું - ચાવત્ તિગિચ્છફૂટના ઉત્પાત્ પતિની સમસ્યંચા રાજધાનીમાં સમસ્યા નામે આવાસપર્વતનો અને અન્ય ઘણાં દ્વીપ આદિ સુધી બાકી બધું વર્ણન કરવું યાવત્ કિંચિત્ વિશેષાધિક સાડાતુર અંગુલ પરિધિ છે. તે ચમસંચા રાજધાનીની દક્ષિણ-પશ્ચિમમાં ૬૫૫ કરોડ, ૩૫-લાખ, ૫૦ હજાર યોજન દૂર અરુણોદક સમુદ્રમાં તીંછાં જઈને આ સુરેન્દ્ર અસુકુમારરાજ સમરના ચમસંચા નામે આવાસ પર્વત છે. તે ૮૪,૦૦૦ યોજન લાંબો છે, પરિધિ ૨,૬૫,૬૩૨ યોજનની અધિક છે. આ આવાસ એક પાકાર વડે ચોતરફથી ઘેરાયેલ છે, તે પ્રાકાર ઉંચાઈમાં ૧૫૦ યોજન છે, આ રીતે ચમાંચા રાજધાનીની વતવ્યતા સભાને છોડીને યાવત્ ચાર પ્રસાદ પંક્તિઓ છે, સુધી કહેવી.
ભગવન્ ! રામરેન્દ્ર, શું તે સમરસંગ આવાસમાં નિવાસ કરીને રહે છે? આ અર્થ સમર્થ નથી. ભગવન્ ! તો કયા કારણથી સમરેન્દ્રનો આવાસ ચમાંચ’ આવારા કહેવાય છે ? ગૌતમ ! જેમ આ મનુષ્ય લોકમાં ઉપકારીલયન, ઉધાનલયન, નિયણિયલયન, ધારાવાસ્કિલયન હોય છે, ત્યાં ઘણાં મનુષ્યો, માનુષીઓ બેરો છે, સુવે છે આદિ જેમ રાયપોથઈયમાં યાવત્ કલ્યાણ ફળવૃત્તિ વિશેષ અનુભવતા
વિચરે છે, પણ તેઓ વસતિ અન્યત્ર સ્વીકારે છે, એ પ્રમાણે ગૌતમ ! સમરેન્દ્રનો 'ચમાંચ' આવાસ કેવળ ક્રિડારતિપ્રતિક છે, પણ નિવાસ અન્યત્ર કરે છે માટે પૂર્વવત્ કહ્યું. ભગવત્ તે એમ જ છે.
• વિવેચન-૫૮૬ :
-
સમાવિળ૰ સુધર્માદિ પાંચ સભા અહીં ન કહેવી. આ સમરવંચા રાજધાની વક્તવ્યતા ક્યાં સુધી કહેવી ? ચાર પ્રાસાદ પંક્તિ પર્યન્ત. - x - ઉ૫કારિકાલયન પ્રાસાદાદિ પીઠ સમાન. ઉધાનિક લયન - ઉધાનમાં ગયેલ લોકોને ઉપકારી ગૃહ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
કે નગર પ્રદેશગૃહ. નિયનિક લયન - નગરનિર્ગમ ગૃહ, ધારિવારિક લયન - ધારાપ્રધાન જળ, જેમાં છે, તે ધારાવાકિ લયન. તેમાં (આ ગૃહોમાં)
આમયંતિ - કિંચિત્ આશ્રય કરે, સયંતિ - વિશેષ આશ્રય લે છે. અથવા આયંતિ - કંઈક સુવે છે, સયંતિ - વિશેષ સુવે છે. જેમ રાયપોણઈચમાં કહ્યું – તે દ્વારા આમ સૂચવે છે - નિવ્રુતિ - ઉર્ધ્વસ્થાને ઉભા રહે છે. નિીયંતિ - બેસે છે, તુકૃતિ - પડખાં બદલે છે. સંતિ - પરિહાસ કરે છે, અંતે - અક્ષાદિ વડે રમે છે. તત્કંતિ - કંઈ ક્રિયા વિશેષ કરે છે. શ્રીનંતિ - કામક્રીડા કરે છે. કુિંતિ - ક્રિડા કરે છે, મોર્યંતિ - મોહિત કરે છે - વિમુગ્ધ થઈ પ્રણય કરે છે.
વરૢિ વંતિ - વાસ કરે છે - આ પ્રમાણે, મનુષ્યોના ઔપકારિકાદિ લાનવત્
ામના સમચેંચ આવાસ, નિવાસસ્થાન નથી, કેવળ ક્રીડામાં આનંદ અથવા ક્રીડા અને રતિ, જેનું નિમિત્ત છે તે ક્રીડારતિ પ્રત્યયે, ત્યાં આવે છે.
અસુરકુમાર વિશેષાવાસ વક્તવ્યતા કહી, અસુરકુમારમાં વિરાધિત દેશ સર્વ સંયમી ઉત્પન્ન થાય છે, તેથી તેને દર્શાવ છે - • સૂત્ર-૫૮૭,૫૮૮ :
[૫૮૭] ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે રાજગૃહી નગરીના ગુણશીલ ચૈત્યથી યાવત્ વિહાર કર્યો.
४०
તે કાળે, તે સમયે ચંપા નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યારે ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી ચાલતા યાવત્ વિચરતા ચંપાનગરીમાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં આવ્યા. આવીને યાવત્ વિચરે છે.
તે કાળે, તે સમયે સિંધુસૌવીર જનપદમાં વીતીભય નામે નગર હતું. તેની બહાર પૂર્વ દિશામાં મૃગવન ઉધાન હતું. સર્વઋતુક આદિ વર્ણન કરવું તે વીતીભય નગરમાં ઉદાન રાજા હતો, તે મહાન હતો આદિ વર્ણન કરવું.
તે ઉદાયન રાજાને પ્રભાવતી નામે રાણી હતી. સુકુમાલ ઈત્યાદિ વર્ણન કરવું. તે ઉદાયન રાજાનો પુત્ર, પ્રભાવતી દેવીનો આત્મજ એવો અભિચિકુમાર હતો. સુકુમાલ હતો યાવત્ શિવભદ્રકુમારવત્ યાવત્ અનુભવતો વિચરતો હતો, તે ઉદાયન રાજાને કૈશીકુમાર નામે ભાણેજ સુકુમાલ ચાવત્ સુરૂપ હતો.
તે ઉદાયન રાજા સિંધુ સૌવીર પ્રમુખ ૧૬-જનપદોના, વીતીભય પ્રમુખ ૩૬૩ નગરો અને આકરોનો, મહોન આદિ દશ મુગટબદ્ધ, તથા છત્ર ચામર, બાલવીઝનક-વાળા રાજાનો અને બીજા ઘણાં રાજા-ઈશ્વ-તલવર યાવત્ સાર્થવાહ આદિનું આધિપત્ય યાવત્ કરતો, પાલન કરતો હતો. જીવાજીવનો જ્ઞાતા એવો શ્રાવક હતો યાવત્ વિચરતો હતો.
ત્યારે તે ઉદાયન રાજા અન્ય કોઈ દિવસે પૌષધશાળામાં આવ્યો, શંખ શ્રાવક માફક વિચરવા લાગ્યો. ત્યારે તે ઉંદાયનને મધ્યરાત્રિએ ધર્મજગરિકાથી જાગતા આ આવા પ્રકારનો મનોગત યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો - તે ગ્રામ, આકર, નગર, ખંડ, કડ, મબ, દ્રોણમુખ, પણ, આશ્રમ, સંબાહ, સંનિવેશાદિ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિચરે છે. તે રાજા, ઈશ્વર, તલવર યાવત્