________________
૧/-/૧૦/૫૬૭,૫૬૧
મિથ્યાદૃષ્ટિની જેમ.
જેને જ્ઞાનાત્મા છે, તેને યોગાત્મા કદાચ હોય, સયોગીની જેમ. કદાચ ન હોય, અયોગીની જેમ, તથા જેને યોગાત્મા છે, તેને દર્શનાત્મા હોય જ છે. યોગીની જેમ. જેને દર્શનામાં છે, તેને યોગાત્મા કદાચ હોય, યોગવાળાની જેમ. કદાય ના હોય, અયોગીની જેમ. તથા જેને યોગાત્મા છે, તેને ચાસ્ટિાત્મા હોય છે, વિરતોની જેમ. કદાચ ન હોય, અવિરતિ માફક. જેને ચારિત્રાત્મા છે, તેને યોગાત્મા કદાચ હોય, સયોગીચાીિ માફક, કદાચ ન હોય, અયોગીની જેમ. વાચનાંતરમાં આમ દેખાય છે - જેને ચાત્રિાત્મા છે, તેને યોગાત્મા નિયમ છે. તેમાં ચાસ્ત્રિના પ્રત્યુપેક્ષણાદિ વ્યાપાર રૂપના વિવક્ષિતત્વથી અને યોગ અવિનાભાવિત્વથી. જેને ચાસ્મિાત્મા તેને યોગાત્મા નિયમથી હોય છે, જેને યોગાત્મા તેને વીર્વાત્મા હોય જ, કેમકે યોગના સદભાવમાં વીર્યનો અવશ્ય ભાવ છે. જેને વીત્મા તેને યોગાભા ભજનાએ હોય કેમકે વીર્યવિશેષવાનું સયોગી પણ હોય. જેમ સયોગી કેવલી આદિ, અયોગી પણ હોય, જેમ-અયોગી કેવલી..
હવે ઉપયોગાત્મા સાથે આગળના ચાર વિચારે છે - તેમાં અતિદેશ કરતા કહે છે . જેને ઉપયોગાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, જેમ સગર્દષ્ટિ, કદાચ ન હોય, જેમ-મિથ્યાદેષ્ટિ. જેને જ્ઞાનાત્મા છે તેને અવશ્ય ઉપયોગાત્મા હોય, સિદ્ધોની માફક. જેને ઉપયોગાત્મા છે. તેને દર્શનાત્મા અવશ્ય હોય, જેને દર્શનાત્મા છે, તેને ઉપયોગાત્મા હોય જ. જેમ • સિદ્ધાદિ. જેને ઉપયોગાત્મા છે, તેને ચાસ્મિામાં કદાચ હોય, કદાચ ન હોય. જેમ સંયતોને અને અસંયતોને. જેને ચારિત્રાત્મા છે, તેને ઉપયોગાત્મા હોય જ. જેમ સંયતોને. જેને ઉપયોગાત્મા છે, તેને વીયમાં કદાચ હોય, સંસારીની જેમ, કદાચ ન હોય, સિદ્ધોની જેમ. જેને વીર્વાત્મા હોય, તેને ઉપયોગાત્મા હોય જ, સંસારીની માફક.
- હવે જ્ઞાનાત્મા સાથે આગળના ત્રણનો સંબંધ વિચારે છે - જેને જ્ઞાનાત્મા છે, તેને દર્શનાત્મા હોય જ, સમ્યગ્દષ્ટિની જેમ. જેને દર્શનાત્મા છે, તેને જ્ઞાનાભા કદાચ હોય, સમ્યગ્દષ્ટિની જેમ. કદાચ ન હોય - મિથ્યાષ્ટિની જેમ. તેથી ભજનાએ એમ કહ્યું છે. જેને જ્ઞાનાત્મા છે, તેને ચામ્રિામા કદાચ હોય, સંયતની જેમ. કદાચ ન હોય, અસંયતની જેમ. વળી જેને ચારિત્રાત્મા છે, તેને જ્ઞાનાત્મા છે, તેને વીર્યાત્મા કદાચ હોય કેવલી આદિની જેમ. કદાચ ન હોય, સિદ્ધોની જેમ. જેને વયભિા છે તેને જ્ઞાનાત્મા કદાચ હોય, સમ્યગુર્દષ્ટિની જેમ. કદાચ ન હોય, મિથ્યાર્દષ્ટિવતું.
હવે દર્શનાત્મા સાથે બે આત્માનો સંબંધ વિચારીએ - જેને દર્શનાત્મા છે, તેને ચાસ્ટિાત્મા કદાચ હોય, સંયતો માફક. કદાચ ન હોય, અસંયતોની જેમ. જેને ચારિત્રાત્મા છે, તેને દર્શનાભા હોય જ, સાધુની જેમ. જેને દર્શનાત્મા છે, તેને વીયત્મિા કદાચ હોય, સંસારીની માફક. કદાય ન હોય, સિદ્ધોની માફક. જેને
૨૧૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 વીત્મા છે. તેને દર્શનાત્મા હોય જ.
હવે છેલ્લા બે પદની યોજના - જેને ચાસ્ટિાત્મા છે, તેને વીર્યાત્મા હોય જ, કેમકે વીર્ય વિના ચાસ્ત્રિનો અભાવ છે. વળી જેને વીર્ધાત્મા છે, તેને ચારિત્રાત્મા કદાચ હોય, સાધુની જેમ. કદાય ન હોય. - ૪ -
- હવે આ બધાંનું અલાબદુત્વ કહે છે - ચાીિ સંખ્યાતા હોવાથી તે સૌથી થોડાં છે, જ્ઞાનાત્મા અનંતગુણા છે, કેમકે સિદ્ધાદિ અને સમ્યગૃષ્ટિ ચાસ્ત્રિીથી અનંતગુણ છે. કષાયાત્મા અનંતગુણા છે, કેમકે સિદ્ધોથી કષાય ઉદયવાળા અનંતગણા છે. યોગાત્મા વિશેષાધિક છે, કષાય ચાલ્યા ગયા પછી યોગવાળા અધિક હોય છે. વીયમા વિશેષાધિક છે, અયોગી વડે અધિક હોવાથી, યોગીના વીર્યત્વથી આમ કહ્યું. ઉપયોગ-દ્રવ્ય-દર્શનાત્મા ગણે તુલ્ય, વિશેષાધિક છે. પરસ્પર અપેક્ષાએ તુલ્ય છે, બધાં સામાન્ય જીવ રૂપવથી કહ્યું. વીર્યાત્માથી ઉપયોગ-દ્રવ્ય-દર્શનાત્મા વિશેષાધિક છે, કેમકે વીત્મા અને સિદ્ધોના મળવાથી ઉપયોગાદિ આત્મા થાય છે. તે વયત્મિ અને સિદ્ધ રાશિથી અધિક હોય છે.
[અહીં ઉક્ત અeઈને જ જણાવતી ત્રણ ગાણા છે, જે અમે નોંધી મળી.]
હવે આત્માનું જ સ્વરૂપ નિરૂપવા કહે છે - આત્મા જ જ્ઞાન છે. આ આત્મા અને આ જ્ઞાન એવો ભેદ નથી. હવે આત્માથી અન્ય જ્ઞાન છે એવો પ્રશ્ન છે, ઉત્તર આ છે - આત્મા કદાચ જ્ઞાન છે, સમ્યકત્વ હોય ત્યારે મત્યાદિજ્ઞાન સ્વભાવવથી, કદાચ અજ્ઞાન છે, મિથ્યાત્વથી તેના મતિ અજ્ઞાનાદિ સ્વભાવથી. જ્ઞાન નિયમથી આત્મા છે, જ્ઞાનના આત્મ ધર્મત્વને લીધે. કેમકે સર્વચા ધર્મ અને ધર્મીનો ભેદ ન થાય. સર્વથા ભેદ કરતાં વિપકૃષ્ટગુણીને ગુણ માત્ર ઉપલબ્ધિમાં પ્રતિનિયત ગુણવિષયે સંશય ન થાય, તેનાથી અન્યમાં પણ તેના ભેદ વિશેષથી કહ્યું. * * * * * સર્વયા ભેદમાં સંશયની ઉત્પત્તિ જ ન થાય. ગુણના ગ્રહણથી ગુણવાનું પણ ગ્રહણ કરવાથી, કથંચિત ભેદ પાને આશ્રીને વળી જ્ઞાન નિયમથી આત્મા એમ કહેલ છે. અહીં આત્મા જ્ઞાનને વ્યભિચરતું નથી. જ્ઞાન આત્માને વ્યભિચરતું નથી. ખદિર વનસ્પતિવતું.
આ અર્થે જ દંડક નિરૂપવા કહે છે – આત્મા આદિ. નાકોનો આત્મ જ્ઞાન છે કે અજ્ઞાન ? ઉત્તર છે - નારકોનો આત્મા કદાચ જ્ઞાન છે, સમ્યગ્દર્શનના ભાવથી. કદાય અજ્ઞાન છે, મિથ્યાદર્શનના ભાવથી. જ્ઞાન જ તે નાક સંબંધી આત્મા છે, તેનાથી વ્યતિરિક્ત નથી.
પૃથ્વીકાયિકનો આત્મા અજ્ઞાન છે કે તેનાથી ભિ છે ? ઉત્તર છે - તેના આત્મા અજ્ઞાનરૂપ છે, તેનાથી અન્ય નથી.
આ પ્રમાણે દર્શન સૂત્ર પણ છે. વિશેષ એ કે- સમ્યગ્રÊષ્ટિ અને મિથ્યાર્દષ્ટિના દર્શનના અવિશિષ્ટવથી આભા દર્શન છે, દર્શન પણ આત્મા છે, એમ કહેવું. જેમ ધર્મમાં વિપરીતતા નથી, - x• તેમ અહીં દર્શનમાં જ્યાં વિપર્યય છે, તેમાં વ્યભિચાર