________________
૧૨/-/૧૦/૫૬૦,૫૬૧
યોગાત્મા - - મન વગેરે વ્યાપારથી પ્રધાન આત્મા, યોગવાળાને જ યોગાત્મા કહે છે - - ઉપયોગાત્મા - ઉપયોગ સાકાર અને અનાકાર બે ભેદથી છે, તત્પ્રધાન આત્મા, તે સિદ્ધ, સંસારી સ્વરૂપ સર્વે જીવોને હોય છે અથવા વિવક્ષિત વસ્તુના ઉપયોગની અપેક્ષાએ ઉપયોગાત્મા કહેવાય છે.
છે.
૨૧૫
જ્ઞાનાત્મા - જ્ઞાન વિશેષિત ઉપસર્જની કૃત્ દર્શનાદિ આત્મા સમ્યગ્દષ્ટિને જ્ઞાનાત્મા છે. એ પ્રમાણે દર્શનાત્માદિ પણ કહેવા. વિશેષ એ કે - સર્વ જીવોને દર્શનાત્મા હોય છે. વિરતોને ચાસ્ત્રિાત્મા હોય છે. વીર્ય-ઉત્થાનાદિ, સર્વે સંસારીને આ આત્મા હોય છે. કહ્યું છે - જીવોને દ્રવ્યાત્મા જાણવો. સકષાયીનો કપાયાત્મા છે. સયોગીને યોગાત્મા છે. સર્વે જીવોને ઉપયોગાત્મા છે. સમ્યક્ દૃષ્ટિનું દર્શન જ્ઞાન છે, તે સર્વે જીવોનો હોય છે. ચાસ્ત્રિ વિસ્તોને અને વીર્ય સર્વે સંસારીઓને હોય છે - આ રીતે આઠ પ્રકારે આત્માને પ્રરૂપ્યો.
હવે આત્માના ભેદના અન્ય આત્મ ભેદાંતર થાય છે કે નથી થતાં તેને દર્શાવવા માટે કહે છે – અહીં આઠ પદો સ્થાપીએ છીએ.
તેમાં પ્રથમ પદને બાકીના સાત સાથે વિચારીએ છીએ – તેમાં જે જીવને દ્રવ્યાત્મત્વ અર્થાત્ જીવત્વ છે. તેને કષાયાત્મા સકષાયાવસ્થામાં કદાચ હોય છે, ક્ષીણ ઉપશાંત કષાયાવસ્થામાં કદાચિત્ હોતો નથી. વળી જેને કષાયાત્મા હોય છે, તેને દ્રવ્યાત્મત્વ અર્થાત્ જીવત્વ નિયમથી હોય છે. જીવત્વ વિના કષાયોનો અભાવ છે.
જેને દ્રવ્યાત્મા છે, તેને યોગાત્મા હોય છે, યોગવાની જેમ, આ જ પૂર્વસૂત્ર ઉપમાનથી દર્શાવે છે - “એ પ્રમાણે જેમ દ્રવ્યાત્મા.' તથા જે જીવને દ્રવ્યાત્મા છે, તેને નિયમથી ઉપયોગાત્મા છે, જેને ઉપયોગાત્મા છે, તેને નિયમથી દ્રવ્યાત્મા છે. - - જે જીવને દ્રવ્યાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, જેમકે સમ્યગ્દષ્ટિઓને. કોઈકને ન હોય, જેમકે મિથ્યાર્દષ્ટિઓને, તેથી અહીં ભજના એમ કહ્યું છે. જેમને જ્ઞાનાત્મા છે તેને દ્રવ્યાત્મા નિયમથી હોય છે, જેમકે સિદ્ધોને.
જેમને દ્રવ્યાત્મા, તેમને દર્શનાત્મા નિયમથી હોય છે. જેમ સિદ્ધોનું કેવલદર્શન. જેને દર્શનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમા છે જેમ - ચક્ષુર્દર્શનાદિ દર્શનવાળાને જીવત્વ છે. તથા જેને દ્રવ્યાત્મા છે. તેને ચાસ્ત્રિાત્મા ભજનાએ છે, કેમકે સિદ્ધને કે અવિસ્તને દ્રવ્યાત્મત્વ હોવા છતાં ચારિત્રાત્મા હોતી નથી, વિસ્તોને હોય છે. તેથી ભજના કહી.
જેને ચારિત્રાત્મા છે તેને દ્રવ્યાત્મા નિયમા છે, કેમકે ચારિત્રવાને જીવવ અવ્યભિચારિત્વ છે. એ રીતે વીર્યાત્મા સાથે પણ છે જેમ દ્રવ્યાત્માની ચાસ્ત્રિાત્મા સાથે ભજના કહી, નિયમથી વીર્યાત્મના સાથે પણ છે. તેથી કહે છે – જેને દ્રવ્યાત્મા છે, તેને વીર્યાત્મા નથી, જેમ સકરણ વીર્ય અપેક્ષાથી સિદ્ધને, તેનાથી અન્યને હોય છે, તેથી ભજના કહી. વીર્યાત્મનને દ્રવ્યાત્મા હોય જ છે, જેમકે
૨૧૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
સંસારીને.
હવે કષાયાત્મા સાથે બીજા છ પદોને વિચારે છે - જેને કપાયાત્મા છે, તેને યોગાત્મા હોય જ છે, કેમકે સકષાયી અયોગી નથી જ હોતા. જેને યોગાત્મા છે, તેને કષાયાત્મા હોય કે ન હોય. કેમકે સયોગી સકષાયવાળા અને અકષાયવાળા બંને હોય છે, એવો ભાવ છે.
જેને કષાયાત્મા છે, તેને ઉપયોગાત્મા અવશ્ય હોય છે, કેમકે ઉપયોગરહિતને કષાયોનો અભાવ હોય છે. વળી જેને ઉપયોગાત્મા છે, તેને કષાયાત્મા ભજનાએ હોય છે, કેમકે ઉપયોગાત્મા હોવા છતાં કષાયીને જ કષાયાત્મા હોય છે, નિષ્કષાયીને તે હોતો નથી, માટે ભજના કહી.
કપાયાત્મા અને જ્ઞાનાત્મા પરસ્પર બંને ભજનાએ હોય છે. કઈ રીતે ? જેને કષાયાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, કદાચ ન હોય, કેમકે કાચી સમ્યગ્દષ્ટિને જ્ઞાનાત્મા હોય છે, મિથ્યાર્દષ્ટિને તે નથી હોતો માટે ભજના કહી છે. તથા જેને જ્ઞાનાત્મા છે, તેને કષાયાત્મા હોય કે ન પણ હોય. જ્ઞાનીને કષાયભાવથી, તેના અભાવથી ભજના છે.
જેમ કપાયાત્મા અને ઉપયોગાત્મા કહ્યો, તેમ કપાયાત્મા અને દર્શનાત્મા કહેવો એ અતિદેશ છે. તેથી આમ થાય છે - જેને કષાયાત્મા તેને દર્શનાત્મા નિયમા હોય છે. કેમકે દર્શનરહિત ઘટાદિને કષાયાત્માનો અભાવ હોય છે. વળી જેને દર્શનાત્મા છે, તેને કષાયાત્મા કદાચ હોય કદાચ ન હોય. કેમકે દર્શનવાનને કષાયનો સદ્ભાવ કે અભાવ હોય છે.
કષાયાત્મા અને ચારિત્રાત્મા બંને પરસ્પર ભજનાઓ છે. તે આ રીતે - જેને કષાયાત્મા છે, તેને ચાસ્ત્રિાત્મા હોય કે ન હોય. કઈ રીતે ? કષાયવાળાને ચાત્રિના સદ્ભાવથી પ્રમત્ત યતીની માફક. તેના અભાવે અસંયતોની માફક છે તથા જેને ચારિત્રાત્મા છે, તેને કષાયાત્મા હોય કે ન હોય. કઈ રીતે ? સામાયિકાદિ ચાસ્ત્રિીને કપાય હોય છે, યથાખ્યાત ચારિત્રીને કષાયનો અભાવ હોય છે.
જેમ કપાયાત્મા અને યોગાત્મા છે, તેમ કપાયાત્મા અને વીર્યાત્મા કહેવો. - ૪ - જેને કપાયાત્મા, તેને વીર્યાત્મા નિયમા છે, કષાયવાળો વીર્યરહિત છે. વળી જેને વીર્યાત્મા છે, તેને કષાયાત્મા ભજનાએ છે. કેમકે વીર્યવાન્ સકષાયી પણ હોય, જેમકે-રાંયત. તે અકષાયી પણ હોય, જેમકે કેવલી.
હવે યોગાત્માની સાથે આગળના પાંચ પદોની વિચારણા કરે છે - તેમાં લાઘવાર્થે અતિદેશ કર્યો છે - જેમ કપાયાત્માની વક્તવ્યતા કહી તેમ યોગાત્માને ઉપરના પદો સાથે કહેવો - તે આ રીતે - જેને યોગાત્મા છે, તેને ઉપયોગાત્મા નિયમથી છે, જેમ સયોગીને, વળી જેને ઉપયોગાત્મા છે, તેને યોગાત્મા હોય છે જેમકે - સયોગીને કદાચ ન હોય, જેમકે અયોગીને અને સિદ્ધોને. તથા જેને યોગાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, સમ્યક્ દૃષ્ટિની જેમ. કદાચ ન હોય -