________________
૧૨/-/૬/૫૪૭,૫૪૮
યુક્તપણાથી લોકોને વલ્લભ. પિવયંસળ - પ્રેમકારીદર્શન, આ પ્રમાણે કેમ છે ? સુપ છે. તે કારણથી કહે છે ‘મી’ શ્રી સહિત વર્તે છે માટે સશ્રી, આ દેવાદિની પોતાની કાંત્યાદિ યુક્તતાથી છે આ રીતે ‘સસી' સિદ્ધ થાય છે - હવે આદિત્ય શબ્દનો અન્વર્ય કહે છે - -
૨૦૧
સૂર-વિ: - પ્રથમ જેમાં છે તે સૂરાદિ, કોની ? તે કહે છે – સમય - અહોરાત્રાદિ કાળ વિભાગનો નિર્વિભાગ અંશ. તેથી કહે છે – સૂર્યોદયની મર્યાદા વડે કરીને અહોરાત્રનો આરંભક સમય ગણાય છે, આવલિકા અને મુહૂર્ણાદિ ગણાય છે. તેથી અર્થ વડે સૂર - આદિત્ય કહેવાય છે. આદિમાં અહોરાત્ર સમયાદિનું થવું તે આદિત્ય એમ વ્યુત્પત્તિ થાય છે.
હવે ચંદ્ર-સૂર્યની અગ્રમહિષી આદિ દેખાડવા કહે છે -
• સૂત્ર-૫૪૯ :
ભગવન્ ! જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્રની કેટલી અગ્રમહિષીઓ છે? જેમ દશમાં શતક યાવત્ મૈથુનનિમિત્ત ભોગ ન ભોગવે. સૂર્યનું પણ તેમજ જાણવું. - - જ્યોતિષેન્દ્રો જ્યોતિષુ રાજાઓ ચંદ્ર અને સૂર્ય કેવા પ્રકારના કામભોગો અનુભવતા વિચરે છે ?
ગૌતમ ! જેમ કોઈ પુરુષ પ્રથમ યૌવનમાં ઉત્થાન બલસ્થ, પ્રથમ યૌવન ઉત્થાન બલસ્થા ભાઈ સાથે નવો જ વિવાહ કરીને, અર્થોપાર્જન કરવાને ૧૬ વર્ષ સુધી વિદેશમાં વસે, તે ત્યારપછી ધન પ્રાપ્ત કરી, કાર્ય સંપન્ન કરી, નિર્વિઘ્નરૂપે, ફરી પોતાના ઘેર પાછો આવે, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, સવલિંકાર વિભૂષિત થઈને, મનોજ્ઞ, સ્થાલિપાક શુદ્ધ ૧૮ વ્યંજનયુક્ત ભોજન કર્યા પછી તે, તેવા પ્રકારના વાસગૃહમાં - મહાબલકુમારના વારાગૃહનું વર્ણન જાણવું યાવત્ શયનોપચાર યુક્ત થઈ, તેવી તેવા પ્રકારની શ્રૃંગારના ગૃહ જેવી, સુંદર વેશવાળી યાવત્ લલિતકલાયુક્ત, અનુત, અવિત, મનોનુકુલ પત્ની સાથે ઈષ્ટ શબ્દ, સ્પર્શ યાવત્ પંચવિધ માનુષી કામભોગને અનુભવતો વિચારે, તેમ હે ગૌતમ ! તે પુરુષ વેદ ઉપશમનના સમયે કેવા પ્રકારના સાતા સૌખ્ય અનુભવે ?
હે આયુષ્યમાનૢ શ્રમણ ! તે ઉદાર સુખને અનુભવે છે.
હે ગૌતમ ! તે પુરુષ આ કામભોગોથી વ્યંતર દેવોના કામ ભોગો અનંતગુણ વિશિષ્ઠતર કામભોગથી છે, વાણમંતર દેવોના કામભોગોથી અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવોના કામભોગો આનાથી વિશિષ્ઠતર છે. અસુકુમાર દેવોના કામભોગો આનાથી વિશિષ્ઠતર અનંતગુણથી છે, તેનાથી ગ્રહ-ગણ-નક્ષત્રતારારૂપ જ્યોતિદેવોના નાથ અનંતપુરા વિશિષ્ઠર—કામભોગ છે તેના કામભોગોથી જ્યોતિષ્કના જ્યોતિષ રાજ ચંદ્ર-સૂર્યના કામભોગ આનાથી અનંતગુણ વિશિષ્ટતર છે. હે ગૌતમ ! જ્યોતિષેન્દ્ર, જ્યોતિષુ રાજ ચંદ્ર-સૂર્ય
૨૦૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
આવા પ્રકારના કામભોગને અનુભવતા વિચરે છે.
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ ગૌતમ વિચરે છે. • વિવેચન-૫૪૯ :
પ્રથમ ચૌવનના ઉદ્ગમમાં, જેનું બળ-પ્રાણ, તેમાં જે રહે છે તે તથા નવા જ વિવાહકાર્યને કરેલા મહાબલના ઉદ્દેશામાં વાસગૃહનું જેમ વર્ણન દેખાય છે તે. અનુત્તા - અનુરાગવાળી, વિત્ત - વિપ્રિય કરવા છતાં પણ અવિતા. મનાનુબૂત - પતિના મનને અનુકૂલવૃત્તિ કરનારી. વિસમાનસમયંમિ - પુરુષવેદના વિકારનો ઉપશમ, તેનો કાળ-સમય - ૪ - ૪ - ઉક્ત સ્વરૂપ કરતાં વ્યંતર દેવો અનંતગુણ વિશિષ્ટતાથી કામભોગને ભોગવે છે.
છે શતક-૧૨, ઉદ્દેશો--“લોક”
— x — x — x — x − x — x -
૦ ઉદ્દેશા-૬-માં ચંદ્રાદિના અતિશય સૌખ્યને કહ્યું, તે લોકાંશમાં થાય છે, લોકાંશમાં જીવની જન્મ-મરણ વક્તવ્યતા બતાવે છે –
- સૂત્ર-૫૫૦ :
તે કાળે, તે સમયે યાવત્ આમ કહ્યું – ભગવન્ ! લોક કેટલો મોટો છે ? ગૌતમ ! અતિ મહાત્ છે. પૂર્વમાં અસંખ્યાત કોડાકોડી યોજન, દક્ષિણમાં અસંખ્યાત, એ પ્રમાણે પશ્ચિમમાં અને ઉત્તરમાં પણ છે, એ પ્રમાણે ઉપર અને નીચે પણ અસંખ્યાત કોડાકોડી યોજન લંબાઈ અને પહોળાઈથી છે.
ભગવન્ ! આટલા મોટા લોકમાં શું કોઈ પરમાણુ પુદ્ગલ જેટલો પણ આકાશ પ્રદેશ છે, જ્યાં આ જીવે જન્મ-મરણ કરેલ ન હોય ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ભગવન્ ! એમ કેમ કહો છો કે આટલા મોટા લોકમાં કોઈ પરમાણુ પુદ્ગલ માત્ર પ્રદેશ નથી, જ્યાં આ જીવે જન્મ કે મરણ કરેલ ન હોય ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ, બકરીઓ માટે એક મોટો ધ્વજ બનાવે. તે ત્યાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી એક હજાર બકરીઓને રાખે, ત્યાં તેમને માટે પ્રચુર ગોચર અને પ્રચુર પાણી હોય. જો તે કરીઓ ત્યાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી રહે તો હે ગૌતમ ! તે અજવજનો કોઈ પણ પરમાણુ-પુદ્ગલ માત્ર પ્રદેશ એવો રહે કે જ્યાં તે બકરીઓના મળ-મૂત્ર, શ્લેષ્મ, નાકનો મેલ, વમન, પિત્ત, શુક્ર, લોહી, રામ, રોમ, શ્રૃંગ, ખુર અને નખોથી અસ્પૃષ્ટ ન રહ્યો હોય ? ભગવન્ ! તે અર્થ સમર્થ નથી.
હે ગૌતમ ! કદાચ તે વાડામાં કોઈ એક પરમાણુ પુદ્ગલ માત્ર પ્રદેશ એવો રહી પણ શકે કે, જે તે બકરીના મલ-મૂત્ર યાવત્ નખોથી દૃષ્ટ થયો ન હોય, પણ આટલા મોટા લોકમાં, લોકના શાશ્વતભાવની દૃષ્ટિથી, સંસારના