________________
૧૨/-/૧/૫૩૦ થી ૫૩૨
પાલન કરતા વિચરીએ.
ત્યારે તે શંખ શ્રાવકે પુકલી શ્રાવકને આમ કહ્યું – હે દેવાનુપિય ! તે વિપુલ અશનાદિનું આસ્વાદન યાવત્ ધર્મ જાગરીકા કરતાં વિચરવું કલ્પતું નથી, મને પૌષધશાળામાં પૌષધસહ યાવત્ વિચારવું ક૨ે છે. હે દેવાનુપિયો ! તમે બધાં સ્વ ઈચ્છાનુસાર તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું વાદન કરતા યાવત્ વિચરો.
૧૭૩
ત્યારે તે પુશ્કેલી શ્રાવક, શંખ શ્રાવક પાસેથી પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચ થઈ જ્યાં તે શ્રાવકો હતા, ત્યાં આવ્યો, આવીને તે શ્રાવકોને આમ કહ્યું – હે દેવાનુપિયો ! શંખશ્રાવક પૌષધશાળામાં પાક્ષિક પૌષધ ગ્રહીને યાવત્ રહ્યો છે, (તેણે કહ્યું છે કે–) હે દેવાનુપિયો ! તમે સ્વેચ્છાથી તે વિપુલ અશનાદિને આવાદતા યાવત્ વિચરો, શંખ શ્રાવક હાલ આવતો નથી.
ત્યારે તે શ્રાવકોએ તે વિપુલ અશનાદિને આવાદતા યાવત્ રહ્યા. ત્યારે તે શંખ શ્રાવકને મધ્યરાત્રિએ ધર્મ જાગરીકા કરતા આ, આવા પ્રકારનો યાવત્ સંકલ્પ સમુત્પન્ન થયો. - મારે કાલે યાવત્ સૂર્ય જાજ્વલ્યમાન થતાં શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી યાવત્ પપાસના કરીને, ત્યાંથી પાછા ફરીને પાક્ષિક પૌષધ પારવો શ્રેયસ્કાર છે. આ પ્રમાણે વિચારીને, એ પ્રમાણે યાવત્ પૌષધશાળાથી નીકળે છે, નીકળીને પ્રવેશયોગ્ય શુદ્ધ, મંગલ, વસ્ત્રોને સારી રીતે પહેર્યા, પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને પગે ચાલતો શ્રાવસ્તીનગરીની વચ્ચોવચથી થઈને યાવત્ પપાસે છે. તેને અભિગમ નથી.
ત્યારે તે શ્રાવકો કાલ સૂર્ય જાજ્વલ્યમાન થતાં, સ્નાન કર્યું, બલિકર્મ કર્યુ યવત્ શરીરને અલંકૃત્ કરીને પોત-પોતાના ઘરોથી નીકળ્યા, એક સ્થાને ભેગા થયા, થઈને બાકીનું પૂર્વવત્ યાવત્ પપાસે છે.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે, તે શ્રાવકોને તથા પર્યાદાને ધર્મકથા કહી યાવત્ તેઓ આજ્ઞાના આરાધક થયા. ત્યારપછી તે શ્રાવકો ભગવંતની પાસે ધર્મ સાંભળી, વધારી, હર્ષિત-સંતુષ્ટ થઈ ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને ભગવંતને વાંદી-નમીને જ્યાં શંખ શ્રાવક છે ત્યાં આવીને, શંખ શ્રાવકને આમ કહ્યું – હે દેવાનુપિય ! કાલે તે અમને એમ કહ્યું કે – દેવાનુપિયો ! તમે સ્વેચ્છાથી વિપુલ અશનાદિ કરતા યાવત્ વિચારો, ત્યારે તું એકલો પૌષધશાળામાં યાવત્ રહ્યો, હે દેવાનુપિય ! તમે ઠીક અમારી હેલના કરી. - - • હે આર્યો! એમ ભગવંતે તે શ્રાવકોને આમંત્રીને કહ્યું – હે આર્યો ! તમે શંખ શ્રાવકની હીલના-નિંદાહિંસા-ગહા-અવમાનના ન કરો. શંખ શ્રાવક પ્રિયધર્મી, દૃઢધર્મી છે, તેણે સુદક્ષ જાગરીકા કરી છે.
[૫૩૨] ભગવન્ ! એમ કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! જાગરિકા કેટલા ભેદે છે ? ગૌતમ ! જાગરિકા ત્રણ ભેટે છે, તે આ - બુદ્ધ જાગરિકા, બુદ્ધ જાગરિકા, સુદક્ષ જાગરિકા. • ભગવન્ ! ત્રણ જાગરિકા કેમ કહીં ?
ગૌતમ ! જે આ આરહંત ભગવંત ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર આદિ જેમ ‘સ્કંદકમાં કહ્યા, યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી તે બુદ્ધ છે, બુદ્ધ-જાગરિકા જાગે છે, જે આ અણગાર ભગવંતો ઈ/ સમિત, ભાષા સમિત, યાવત્ ગુપ્ત બ્રહ્મચારી છે, તેઓ અબુદ્ધ જાગરિકાથી જાગે છે. જે આ શ્રાવકો જીવાજીવના જ્ઞાતા યાવત્ વિચરે છે, તેઓ સુદક્ષ જાગરિકા જાગે છે. તેથી હે ગૌતમ ! એમ કહે છે કે ત્રિવિધા જાગરિકા યાવત્ સુક્ષ જાગરિકા છે.
• વિવેચન-૫૩૦ થી ૫૩૨ :
૧૭૪
ઞામાÇાળ - કિંચિત્ સ્વાદ લેતો, ઘણાંને છોડતો, શેરડીના ટુકડાની જેમ. વિશ્માÇળ - વિશેષ સ્વાદ લેતો, થોડાંને છોડતો, ખજુરવત્. પરિમામાળ - દેતા, પરિમુંનેમાળ - બધું ખાતાં, કંઈ પણ ન છોડતા. પછી તે વિપુલ અશનાદિ ખાઈને, પવિશ્વયંપોતપ્૰ પક્ષ એટલે અર્ધ માસ, તેમાં થાય તે પાક્ષિક. પૌષધ - અવ્યાપાર પૌષધ, પ્રતિજાગ્રત-પાલન કરતાં, વિહાિમ - રહીશું, અહીં ભોજન પછી જે પૌષધસ્વીકારવાનું જણાવે છે, આ પ્રમાણે આગળ પણ ગમનિકા કરવી. બીજા કહે છે – આ પૌષધ એ પર્વદિને અનુષ્ઠાન છે, તે બે ભેદે - ઈષ્ટજન ભોજનદાનાદિ રૂપ, આહારાદિ પૌષધરૂપ. તેમાં શંખે ઈષ્ટજન ભોજન દાનરૂપ પૌષધ કરવાની ઈચ્છાથી જે કહેલું, તે દર્શાવવા માટેનું વિધાન સૂત્રમાં છે - તદ્ ાં અદ્રે આદિ.
ફરી શંખ પોતે સંવેગ વિશેષ વશ થઈને, બીજા પ્રકારે પૌષધ કરવાનું વિચારે, તે દર્શાવે છે - - બાહ્ય સહાય અપેક્ષા વિના, વિત્ત્વ - તથાવિધ ક્રોધાદિ સહાય વિના. ‘એક' એટલે એકલો જ પૌષધ કરવો ક૨ે તેમ વિચારવું નહીં, આ ચરિત્રાનુવાદ સ્વરૂપે કહ્યું. ગ્રંથાંતરમાં ઘણાં શ્રાવકોનું પૌષધશાળામાં એકઠા થવામાં દોષનો અભાવ, પરસ્પર સ્મારણાદિ ગુણવિશેષ સંભવે છે. ઈપિથિકી પ્રતિક્રમવી તે ગમનાગમન પ્રતિક્રમણ.
વેળ - સ્વાભિપ્રાયથી, મારી આજ્ઞાથી નહીં. પૂર્વત્ર - રાત્રિનો પૂર્વભાગ, અપર રાત્રિ-રાત્રિનો પશ્ચિમ ભાગ, તે રૂપ કાળ સમય. ધમનારિયા - ધર્મ કે ધર્મચિંતાને માટે, જાગરિકા એટલે જાગરણ. પત્તિર્ - પારવાને માટે, પાર લઈ જવાને. વં સંપ્રેક્ષતે - આ રીતે આલોચે છે. કૃતિ વર્તુમ્ - આ અર્થને કરવાને માટે. અભિગમો નસ્થિ - પૂર્વોક્ત પાંચ પ્રકારનો અભિગમ અહીં નથી, કેમકે સચિત્તાદિ દ્રવ્યના છોડવાનો અહીં અભાવ છે.
ના પઢમં - જેમ તેનો પહેલો નિર્ગમ કહ્યો, તેમ બીજો નિર્ગમ પણ કહેવો. જિનો - ગઈ કાલે, મુશ્યુ - જેનું સારું દર્શન છે તેની ખારિયા - પ્રમાદ, નિદ્રા છોડીને જાગવું તે. તેવી જાગરિકા કરી. યુદ્ધ - કેવલ જ્ઞાની, તે બુદ્ધોની - ૪ -