________________
૧૧/-/૧૧/૫૧૮ થી પર૦
૧૪૯
અંદર ચિત્રકમથી યુકત તથા બહારથી ધૃષ્ટ, મૃષ્ટ વિચિત્ર ઉd ભાગ, અધોભાગતલમાં મણિ અને રત્નોને કારણે જેનો અંધકાર નાશ થયો છે, તેવા બહુરામ સુવિભકત દેશ ભાગમાં પાંચ વર્ણ, સરસ્ટ અને સુગંધી પુષપુંજોના ઉપચાસ્થી સુકત, કાળો અગ-અવર કુંક્ક - તુરક-ધૂપ મધમધાયમાન થતાં ગંધોધૃત અભિરામ, ઉત્તમ સુગંધથી ગંધિત, ગંધવર્તીભૂત છે, તેવા પ્રકારના શયનીયમાં બંને તરફ તકીયા હતા, તે શા બંને તરફથી ઉrd અને મધ્યમાં ગંભીર હતી. ગંગા નદીની તટવર્તી રેતીની સમાન (કોમળ) હતી. તે મુલાયમ ક્ષૌમિક દુકુલપટ્ટથી આચ્છાદિત હતી, તેને સુવિરચિત રજwાણ હતું, લાલરંગી સૂક્ષ્મ વાથી સંવૃત હતી, તે સુરમ્ય, જિનક રૂ-ભૂર-નવનીત-અકબૂલ સમાન કોમળ વાળી હતી તથા સુગંધી શ્રેષ્ઠ પુષ, ચૂર્ણ અને શયનોપચાર વડે યુક્ત હતી.
આધામિકાળ સમયમાં સુતી-જાગતી અર્ધનિકિતાવસ્થામાં (પ્રભાવતી રાણી) હતી. તેણીને આ આવા પ્રકારના ઉદર, કલ્યાણરૂપ, શિવ, ઘી, મંગલ, સશ્ચિક, મહાસ્વપ્ન જોયું અને તેની જાગી.
| (પ્રભાવતી રાણીએ) સ્વાનમાં એક સિંહને જોયો. હાર, રજત, ક્ષીર સમુદ્ર, ચંદ્ર કિરણ, જલકણ, રજત મહારૌલની સમાન શેતવણય હતો તે વિશાલ, રમણીય, દર્શનીય હતો. તેના પ્રકોષ્ઠ સ્થિર અને સુંદર હતા. તે પોતાના ગોળ, પુષ્ટ, સુશ્લિષ્ટ, વિશિષ્ટ અને તીક્ષ્ણ દાઢાવાળા મુખને ફાડીને રહેલો. તેના હોઠ સંસ્કારિત, જાતિમાન કમળ સમાન કોમળ, પ્રમાણોપેત અને અત્યંત સુશોભિત હતા. તેનું તાજુ અને જીભ રક્ત કમળના સમાન અત્યંત કોમળ હતા. તેના નેત્ર, ભૂસામાં રહેલ અને અગ્નિમાં તપાવેલ તથા આવતું કરતા ઉત્તમ સ્વર્ણ સમાન વાળા. ગોળ અને વિધુત સમાન વિમલ હતા. તેની બંધ વિશાળ, પુષ્ટ હતી. તેના સ્કંધ પરિપૂર્ણ અને વિપુલ હતા તે મૃદુ, વિશદ, સુ, પ્રશસ્ત લક્ષણા કેસરાથી શોભતો હતો. તે સિંહ પોતાની સુંદર, સુનિર્મિત, ઉiwત પુંછને પછાડતો, સૌમ્યાકૃતિવાળો, લીલા કરતો, બગાસા ખાતો, ગગનતલથી ઉતરતો અને પોતાના મુખકમળ સરોવરમાં પ્રવેશ કરતો દેખાયો. આવા સિંહને સ્વપ્નમાં જોઈને પ્રભાવતી રાણી જાગી.
ત્યારે તે પ્રભાવતી રાણી આ આવા પ્રકારના ઉદાર યાવ4 સમીક મહાસ્વપ્નને જોઈને જાગી જતાં જ હર્ષિત, સંતુષ્ટ ચાવત વિકસિતહદયા થઈ, મેઘાની ધારાથી સિંચિત કદંબના પુwાની જેમ તેણીની રોમરાજી વિકસ્વર થઈ, તે વનનું સ્મરણ કરવા લાગી, કરીને શસ્યામાંથી ઉભી થઈ, થઈને આવરિતઅચપળ-સંભાત-અવિલંબિત-રાજહંસ સર્દેશ ગતિથી જ્યાં બળ રાજાની શસ્યા હતી ત્યાં આવે છે, ત્યાં આવીને કાલરાજાને તેવી ઈષ્ટ-કાંત-પ્રિય-મનોજ્ઞમણામઉદાર-કલ્યાણરૂપ-શિવ-ધન્ય-મંગલરૂપ-શોભાથી યુક્ત મિત-મધુર-મંજુલ વાણી
૧૫o
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ વડે ધીમે ધીમે બોલતા જગાડે છે. જમાડીને બલ રાજાની અનુજ્ઞા મેળવ્યા પછી વિવિધ મણિરત્નની રચનાણી ચિત્રિત ભદ્રાસને બેસી, બેસીને પછી આad, વિશ્વસ્ત થઈને ઉત્તમ સુખાસન પર બેસીને બલરાજાને તેવી ઈષ્ટ-કાંત ચાવતું વાણી વડે ધીમે ધીમે બોલતા આમ કહ્યું
એ પ્રમાણે ખરેખર, હે દેવાનુપિય! આજે તેવી, તેવા પ્રકારની શય્યામાં આદિ પૂર્વવત્ યાવત્ મારા મુખમાં પ્રવેશતા એવા સિંહને સ્વપ્નમાં જઈને હું જાગી. તો હે દેવાનુપિય! આ ઉદાર ચાવતું મહાસ્વપ્નનું મને શું કલ્યાણકારી ફળ-વૃત્તિ વિશેષ થશે ?
ત્યારે તે બળરાજ, પ્રભાવતી રાણી પાસે આ વૃત્તાંતને સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ યાવતું વિકસિત હૃદય થયો. મેઘની ધારાથી સિંચિત વિકસિત કદંબના સુગંધી પુષની સમાન તેનું શરીર પુલકીત થયું, તેની રોમરાજી વિકસ્વર થઈ, પછી તે સ્વપ્નનો અવગ્રહ અવગ્રહયો, ઈહામાં પ્રવેશ કર્યો, ઈહામાં પ્રવેશીને, પોતાની સ્વાભાવિક મતિપૂર્વક, બુદ્ધિ વિજ્ઞાનથી, તે સ્વપ્નનું અર્થગ્રહણ કર્યું, તેનું અગ્રહણ કરીને પ્રભાવતી દેવીને, તેવી ઈષ્ટ, કાંત યાવતું મંગલ સ્વરૂપ મિત, મધુર, સગ્રીક, વાણીથી ધીમે ધીમે આ પ્રમાણે કર્યું -
હે દેવી! તમે ઉદાર સ્વપ્નને જોયું, કલ્યાણરૂપ સ્વપ્નને જોયું યાવત છે દેવી! તમે સગ્રીક વનને જોયું. હે દેવી! તમે આરોગ્ય તુષ્ટી-દીધાર્યુંકલ્યાણકારી-મંગલકારી સ્વપ્નને જોયું. (તમને આ વનના ફળરૂપે) છે દેવાનુપિયા/ અર્થનો લાભ થશે, હે દેવાનુપિયાા ભોગનો લાભ થશે, હે દેવાનુપિયા નો લાભ થશે. હે દેવાનુપિયા/ રાજ્યનો લાભ થશે. એ પ્રમાણે નિશ્ચયથી હે દેવાનુપિયા તમે નવ માસ પતિપૂર્ણ અને સાડા સાત રાત્રિદિવસ પસાર થયા પછી, આપ કુલમાં કેતુરૂપ, કુલદીપક, કુલપર્વત, કુલઅવતંસક, કુલતિલક, કુલ કિર્તિકર, કુલનંદિકર, કુલચશકર, કુલાધાર, કુલપાદપ, કુલવિવનિ કર એવા સુકુમાલ હાથ-પગવાળા, અહીન-પૂણ પંચેન્દ્રિયશરીરી. ચાવતું મિસીમાકાર, કાંત, પ્રિયદર્શન, સુરૂપ, દેવકુમારની સમાન પ્રભાવાળા બાળકને જન્મ આપશો.
તે બાળક પણ બાલભાવથી મુક્ત થઈને વિજ્ઞ અને પરિપક્વ થશે, અનુક્રમે યૌવન પ્રાપ્ત થતાં શર વીર, વિક્રાંત, વિત્તિર્ણ વિપુલ સૈન્ય અને વાહનવાળો રાજ્યાધિપતિ રાજા થશે.
હે દેવી ! તમે ઉદાર યાવત સ્વપ્નને જોયેલ છે, હે દેવી ! તમે આરોગ્ય, તુષ્ટિ યાવત મંગલકાક સ્વપ્નને જોયેલ છે. ઈત્યાદિ કહીને પ્રભાવતી દેવીને તેવી ઈષ્ટ યાવત્ મધુર વાણી વડે બે વખત ત્રણ વખત અનુમોદના કરે છે.
ત્યારે તે પ્રભાવતી દેવી, બળ રાજ પાસે આ અતિ સાંભળીને, અવધારીને હર્ષિ-સંતુષ્ટ થઈ, બે હાથ જોડી ચાવતું આ પ્રમાણે કહે છે - હે દેવાનુપિયા