________________
૧૧/-/૧૧/૫૧૫
રાત્રિ હોય છે, જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે.
ભગવન્ ! દિવસ અને રાત્રિ સમાન પણ હોય છે ? હા, હોય છે. ભગવન્ ! દિવસ અને રાત્રિ ક્યારે સમાન હોય છે?
હે સુદર્શન ! ચૈત્ર અને આસોની પૂનમે આ દિવસ અને રાત્રિ બંને સમાન જ હોય છે. પંદર મુહૂર્તનો દિવસ અને પંદર મુહૂર્તની રાત્રિ હોય છે અને દિવસ તથા રાત્રિની પોણાચાર મુહૂર્તની પોરિસી હોય.
આ પ્રમાણકાળ કહ્યો.
• વિવેચન-૫૧૫ :
૧૪૭
ઉત્કૃષ્ટથી - સાડાચાર મુહૂર્તનો એટલે અઢાર મુહૂર્ત દિવસ કે રાત્રિના હોય, તેનો ચોથો ભાગ કરતા સાડાચાર મુહૂર્ત એટલે કે નવ ઘડી થાય. તેથી જેના સાડાચાર મુહૂર્તો છે તેવી. તથા બાર મુહૂર્તના દિવસ કે રાત્રિનો ચોથો ભાગ તે ત્રણ મુહૂર્ત થાય. આ ત્રણ મુહૂર્ત એટલે છ ઘડી.
કેટલા ભાગ રૂપ મુહૂર્ત ભાગ તે કતિભાગ મુહૂર્ત ભાગ, તેના વડે અર્થાત્ કેટલા મુહૂર્ણાંશ વડે. આ સાડાચાર અને ત્રણ મુહૂર્ત વિશેષ, તે ૧૮૩ દિવસ વડે વધે છે કે ઘટે છે, તે સાર્ધ મુહૂર્ત ૧૮૩ ભાગ વડે કરવા, તેમાં મુહૂર્તમાં ૧૨૨ ભાગ થાય ૧૨૨ મુહૂર્ત ભાગ વડે.
છે. તેથી કહે છે
અષાઢ પૂર્ણિમા ઈત્યાદિ. - અહીં જે અષાઢ પૂર્ણિમા કહી તે પાંચ સંવત્સકિ યુગના અંતિમ વર્ષની અપેક્ષાએ જાણવી. કેમકે તેમાં જ અષાઢ પૂર્ણિમામાં ૧૮મુહૂર્તનો દિવસ થાય છે, સાડાચાર મુહૂર્તની તેની પોરિસી થાય છે. બીજા વર્ષોમાં તો જે દિવસે કઈ સંક્રાંતિ હોય, તે દિવસમાં જ આમ થાય, તે જાણવું. પોષી પૂનમમાં આમ જ જાણવું.
-
અહીં રાત્રિ-દિવસનું વૈષમ્ય કહ્યું, હવે તે બંનેનું સમત્વ દર્શાવતા કહે છે – ચૈત્રી, આસોની પૂર્ણિમામાં ઈત્યાદિ - જે કહ્યું તે વ્યવહારનયની અપેક્ષાએ છે,
નિશ્ચયથી કર્ક-મકર સંક્રાંતિ દિવસથી આરંભીને જે ૯૨ અહોરાત્ર, તેના અડધામાં સમાન દિવસ-રાત્રિ પ્રમાણતા છે, તેમાં ૧૫ મુહૂર્ત દિવસના કે રાત્રિના પોરિસી પ્રમાણ હોય છે અને પોણા ચાર મુહૂર્તની તેમાં પોરિસી હોય છે.
- સૂત્ર-૫૧૬,૫૧૭ -
[૫૧૬] તે યથાનિવૃત્તિકાળ શું છે ? યથાનિવૃત્તિકાળ - જે કોઈ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અથવા દેવ વડે જેવા પ્રકારનું આયુ (કર્મ) બાંધેલ હોય, તેનું પાલન કરવું. તે યથાનિવૃત્તિકાળ છે.
તે મરણકાળ શું છે ? શરીરથી જીવનું કે જીવથી શરીરનું (પૃથક્ થવાનો કાળ) તે મરણ કાળ છે.
તે અદ્ધાકાળ શું છે ? અદ્ધાકાળ અનેક પ્રકારે કહ્યો છે. તે સમયાર્થતાથી છે, આવલિકાર્થતાથી છે યાવત્ ઉત્સર્પિણી અર્થતાથી છે. હે સુદર્શન ! જેનું બે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ભાગમાં છંદન ન થઈ શકે તે સમય છે. કેમકે તે સમય સમયાર્થતાથી અસંખ્યાત સમયોનો સમુદય સમિતિસભાગતાથી તે એક આવલિકા. સંખ્યાત આવલિકાથી જેમ ‘શાલિ' ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવત્ એક સાગરોપમનું પરિમાણ થાય છે. હે ભગવન્ ! આ પલ્યોપમ, સાગરોપમ શું પ્રયોજન છે ? સુદર્શન ! આ પલ્યોપમ, સાગરોપમ વડે નૈરયિક, તિચિયોનિક, મનુષ્ય અને દેવોનું આયુષ્ય
માય છે.
૧૪૮
[૫૧૭] ભગવન્ ! નૈરયિકોની કેટલી કાલ સ્થિતિ કહી છે ? અહીં સંપૂર્ણ “સ્થિતિ’ પદ કહેવું યાવત્ અજઘન્ય અનુત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સ્થિતિ કહેલી છે. • વિવેચન-૫૧૬,૫૧૭ :
અહીં નેળું એ સામાન્ય નિર્દેશ છે, પછી જે કોઈ નાકાદિમાંથી કોઈનું જે પ્રકારે આયુષ્ય-જીવિત અંતર્મુહૂદિ યથાયુષ્ય બાંધે.
જીવથી શરીર કે શરીરથી જીવનું જે વિયોજન થાય તે. અહીં બે વખત ‘વા’ શબ્દ શરીર અને જીવના અવધિભાવની ઈચ્છાનુસારિતા પ્રતિપાદનાર્થે છે - - અદ્ધાકાળ શું છે? અદ્ધાકાળ અનેકવિધ કહ્યો તે આ પ્રમાણે - સમય રૂપ અર્થ તે સમયાર્થ, તેનો ભાવ, તેના વડે સમયભાવ એ અર્થ છે. એ પ્રમાણે બીજામાં પણ જાણવું, અહીં ‘ચાવત્' શબ્દથી મુહૂતાર્થતા આદિ જાણવું.
હવે સમયાદિ કાળનું સ્વરૂપ કહે છે
આ અનંતરોક્ત ઉત્સર્પિણી આદિ શ્રદ્ધા હોદા ધ્યેયને ં બે હાર-ભાગ, જેમાં છેદનમાં બે ભાગ, જાર - કરવા તે, તે ખ્રિહાર - બે ભેદ કરવા તે, તેના વડે ખાશે. જ્યારે તે ‘સમય' એમ જાણવું.
અસંખ્યાત સમતિસમાગમ, તેના વડે જે કાલમાન થાય છે, એક આવલિકા કહેવાય છે. ‘શાલિ ઉદ્દેશક' તે શતક-૬-નો ઉદ્દેશ-૭.
પલ્યોપમ, સાગરોપમ વડે નૈરયિકાદિનું આયુષ્ય મપાય છે. તેમ કહ્યું, હવે તે આયુષ્યવાળાને જણાવવા માટે કહે છે – નૈરયિકાદિ. સ્થિતિ પદ એ પ્રજ્ઞાપના સૂત્રનું ચોથું પદ છે.
• સૂત્ર-૫૧૮ થી ૫૨૦ :
હે ભગવન્ ! શું આ પલ્યોપમ, સાગરોપમનો ક્ષય કે અપચય થાય છે ? હા થાય છે. ભગવન્ ! એમ કેમ કહો છો કે આ પલ્યોપમ અને સાગરોપમનો યાવત્ અપચય થાય છે ?
એ પ્રમાણે ખરેખર હે સુદર્શન ! તે કાળે, તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું - વર્ણન. સહસ્રામવન ઉધાન હતું - વર્ણન. તે હસ્તિનાપુર નગરમાં બલ નામે રાજા હતો - વર્ણન. તે બલ રાજાને પ્રભાવતી નામે દેવી (રાણી) હતી, તે સુકુમાલ ઈત્યાદિ હતી તેમ વર્ણન કરવું યાવત્ વિચરતી હતી.
ત્યારે તે પ્રભાવતી રાણીને અન્ય કોઈ દિવસે તેવી, તેવા પ્રકારે વાસગૃહની