________________
૬૪
૯/-/33/૪૬૪ જશે, પછી કોણ જશે ? તેથી હું માતાપિતા ! હું આપની અનુજ્ઞા પામીને ભગવંત મહાવીર પાસે યાવત દીક્ષા લેવા ઈચ્છું છું.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના માતાપિતાએ કહ્યું - હે પુત્ર તર શરીર વિશિષ્ટ રૂ૫, લક્ષણ, વ્યંજન, ગુણથી યુક્ત છે ઉત્તમ બળ, વીર્ય, સત્વ યુકત છે, વિજ્ઞાનમાં વિચક્ષણ, સૌભાગ્ય ગુણથી ઉwત્ત, કુલીન, મહાસમર્થ, વિવિધ વ્યાધિરોગરહિત, નિરુપહત ઉદાd, લષ્ટ, પંચેન્દ્રિય પદુ, પ્રથમ યૌવનસ્થ, અનેક ઉત્તમ ગુણથી સંયુક્ત છે. તેથી હે પુત્રી જ્યાં સુધી તું તેને અનુભવ. પછી અમારા મૃત્યુ બાદ, તું પરીપકવ થઈને, કુલવંશની વૃદ્ધિ કરીને, નિરપેક્ષ થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડ થઈ, ઘરથી નીકળી દીક્ષા સ્વીકાર
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારે માતા-પિતાને આમ કહ્યું - હે માતાપિતા ! તમે જે મને એમ કહો છો કે – હે પુત્ર / તરે આ શરીર ઉત્તમ છે ચાવતું પ્રવજ્યા લેજે નિશ્ચયથી હે માતાપિતા ! મનુષ્યનું શરીર દુ:ખના આયતનરૂપ, વિવિધ સેંકડો વ્યાધિના નિકેતરૂપ, અસ્થિરૂપ કઇ ઉપર રહેલ છે, નાડીસ્નાયુના જળથી વેટિવ છે, માટીના વાસણ જેવું દુર્બળ છે, અશુચિથી સંકિવન્ટ છે, તેને ટકાવી રાખવા, હમેશાં તેની સંભાળ રાખવી પડે છે. સડેલા મડદાની સમાન, જીર્ણ ઘર સરખું છે, સડવું-પડતું-ગળવું તે તેનો સ્વભાવ છે. પહેલા કે પછી અવશ્ય છોડવાનું છે. હે માતા-પિતા ! કોણ જાણે છે કે પહેલા કોણ જવાનું અને પછી કોણ જવાનું છે? ચાવતુ હું દીક્ષા લેવા ઈચ્છું છું.
ત્યારે તે જમાની શિયકુમારને માતાપિતાએ આમ કહ્યું - હે પુત્રી માં તારી ગુણ વલ્લભા, નિત્ય તારામાં ભાવાનુકત, સવગ સુંદરી આઠ પનીઓ છે, જે વિશાળ કુળમાં ઉત્પન્ન નવયૌવન, સદંશ વચા-વચ-લાવણ્ય-રૂપ-ચૌવનગુણોથી યુક્ત છે. ઉત્તમ સર્દેશ કુળમાંથી આણેલી છે. કળા-કુશળસકાળ લાલિત્ય સુખ ઉચિત, માવગુણયુક્ત, નિપુણ, વિનય-ઉપચારમાં કુશળ, વિલક્ષણ છે. મંજુલ-મિતમધુરમણીય-નિપેક્ષિત ગતિ-વિશાળ ચેષ્ટા વિશારદ છે નિર્દોષ કુળ, શીલથી શોભિત છે, વિશુદ્ધ કુળ-વંશ-સંતાન તંતુની વૃદ્ધિ કરવામાં સમર્થ અને પૂર્ણ યૌવનવાળી છે, મનોનુકૂલ અને હૃદયને ઈષ્ટ છે. હે મ ! તું તેને ભોગવ. આમની સાથે વિપુલ માનુષ કામભોગ ભોગવી, પછી ભકત ભોગી થઈ, વિષય-વિકારમાં તરું કુતુહલ સમાપ્ત થઈ જાય, અમે મૃત્યુ પામીએ પછી ચાવ દીક્ષા સ્વીકાર
ત્યારે જમાલી ક્ષત્રિયકુમારે માતા-પિતાને આમ કહ્યું કે - હે માતાપિતા ! તમે જે મને એમ કહો છો કે તારી પત્નીઓ વિપુલ કુલની છે યાવતુ પછી દીક્ષા લે. હે માતા-પિતા ! આ માનુષી કામભોગો અશુચિ, અશાશ્વત, વમનપિત્ત-કફ-શુક્ર-લોહીથી ઉત્પન્ન છે, મળ-મૂત્ર-શ્લેખ-નાકનો મેલ-વમન-પિત્ત-શુક
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ શોણિત યુક્ત છે. અમનોજ્ઞ, દુરૂપ, મુા-મળ આદિથી પૂર્ણ, મૃતક સમાન ગંધવાળા ઉચ્છવાસ અને અશુભ નિઃશ્વાસથી યુક્ત હોવાથી ઉદ્વેગજનક, બીભત્સ, અવાકાલિક, તુચ્છ સ્વભાવી, કલમલના સ્થાનરૂપ, દુઃખરૂ૫, બહુજન સાધારણ, પરિકલેશ યુકત દુઃખ સંજ્ઞા, અજ્ઞાની લોકો દ્વારા સેવિત, સદા સાધુઓ દ્વારા નિંધ, અનંત સંસાર વર્ધક, કટુ ફળ વિપક દેનાર, આગ સમાન, ન મૂકી શકાય તેવું અને દુઃખાનુબંધી, સિદ્ધિગમનમાં વિદનરૂપ છે. હે માતાપિતા. કોણ જાણે છે કે કોણ પહેલા જશે અને કોણ પછી જશે ? તેથી હે માતા-પિતા! ચાવત હું દીક્ષા લેવા ઈચ્છું છું.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારને માતા-પિતાએ આમ કહ્યું - હે પુત્ર! તારા પિતા, દાદા, દાદીમહથી પ્રાપ્ત ઘણું હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, વિપુલ ધન કનક ચાવ4 સારરૂપ દ્રવ્ય છે. આટલું દ્રવ્ય યાવત્ સાત પેઢી સુધી પ્રસુરપણે દેતા-ભોગવતા-ભાણ કરતા પણ ખતમ થાય તેમ નથી. હે પુત્રી વિપુલ માનુષ ઋદ્ધિ સહાર સમુદાયને અનુભવીને પછી કલ્યાણ પામીને, કુલતંતુની વૃદ્ધિ કરીને યાવતુ દીક્ષાdીકર,
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારે માતાપિતાને આમ કહ્યું - હે માતા-પિતા ! જે તમે મને એમ કહો છો કે હે પુત્ર! આ પિતા, દાદા આદિની (સંપત્તિ ભોગવી) ચાવ4 દીક્ષા લે. હે માતાપિતા ! આ હિરણ્ય, સુવર્ણ યાવ4 દ્રવ્ય, અનિ-ચોર-રાજા-મૃત્યુ-દાવાદઅનિ આદિને સ્વાધીન છે, વળી તે અધવ, અનિત્ય, આશાશ્વત છે. પૂર્વે કે પછી અવશ્ય છોડવાનું જ છે. કોણ જાણે છે કે પહેલા કોણ જશે ? યાવત દીક્ષા લેવી છે.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના માતા-પિતા જ્યારે વિષયને અનુકૂળ ઘણી વિજ્ઞપ્તિ, પ્રજ્ઞપ્તિ, સંજ્ઞપ્તિ, વિનવણી વડે કહેવા, બતાડવા, સમજાવવા કે વિનવવામાં સફળ ન થયા, ત્યારે વિષય પ્રતિકૂળ, સંયમ પ્રતિ ભય, ઉદ્વેગજનક પ્રજ્ઞાપનાથી પ્રજ્ઞાપના કરતાં આ પ્રમાણે કહ્યું - હે પુત્રનિશ્ચયથી નિગ્રંથિ પ્રવચન સત્ય, અનુત્તર સંપૂર્ણ જેમ આવશ્યકમાં કહ્યું છે તેમ યાવત્ સર્વ દુઃખાંતકર છે. પણ તે સપની માફક એકાંતદષ્ટિ, અમ જેવું એકધારવાળું, લોઢાના ચણા ચાવવા જેવું, રેતીના કોળીયા જેવું સ્વાદરહિત, ગંગા મહાનદીના પ્રતિસોતમાં ગમન કરવા જેવું, મહાસમુદ્રને ભૂજથી તરવા સમાન, તિક્ષણ ધાર ઉપર ચાલવા જેવું, મહાશીલા ઉપાડવા જેવું, તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. હે પુત્ર! વળી નિર્મળ શ્રમણોને આટલી બાબત અકલય છે -
આધાકર્મિક, ઔશિક, મિશ્રજાત, અદ્વાવક, પ્રતિક, કીત, પામીત્ય, આચ્છધ, અનિકૃષ્ટ, અભ્યાહૂત, કાંતારભક્ત, દુભિક્ષભત, ગ્લાનભકત, વલિકાભકd, પ્રાદુરકિભકત, શય્યાતરપિંડ, રાજપિંs, મૂળભોજન, કંદભોજન, ફળભોજન, બીજભોજન, હરિત ભોજન, ખાવું કે પીવું કલ્પતું નથી. હે પુત્ર ! તું