________________
૧/-/૧ /૧૧,૧૨
પ્રાર્થના કરવાના સ્વભાવવાળા કે પ્રયોજનવાળા તે અર્થી કહેવાય. માર - ભોજન, તે વડે કે તેના જેઓ અર્થી હોય તેઓ આહારાર્થી કહેવાય. ચોથા ઉપાંગ પ્રજ્ઞાપનાના ૨૮માં આહાર પદના પહેલા ઉદ્દેશામાં છે, તેમ અહીં કહેવું. ત્યાં નાસ્કોની આહાર વક્તવ્યતામાં ઘણાં દ્વારો કહ્યા છે. તેના સંગ્રહાર્ચે પૂર્વોક્ત સ્થિતિ, ઉચ્છ્વાસ બંને દ્વારોને બતાવવાપૂર્વક ગાથા કહે છે .
[૧૨] નારકોની સ્થિતિ અને ઉચ્છ્વાસ - ૪ - કહ્યા. આહાર વિષયક વિધિ આ પ્રમાણે – હે ભગવન્ ! નૈરયિકો આહારાર્થી છે ? હા, ગૌતમ ! છે. હે ભગવન્ ! વૈરયિકોને કેટલે કાળે આહારેચ્છા ઉત્પન્ન થાય? હે ગૌતમ ! નૈરયિકોને બે ભેદે આહાર કહ્યો છે – આભોગ નિર્તિત, અનાભોગ નિર્તિત. ગોળ - અભિપ્રાય, નિવૃતિત - કરાયેલ. હું આહાર કરું છું એમ ઈચ્છાપૂર્વક આહાર તે આભોગ નિર્વર્તિત આહાર, ઈચ્છારહિત તે અનાભોગનિર્વર્તિત.
૩૯
વર્ષાકાળમાં પ્રચુર મૂત્રાદિ થાય, તેથી અભિવ્યક્ત થાય છે કે શરીરમાં શીત પુદ્ગલો અધિક ગયા હોય. તે જેમ અનાભોગ નિર્વર્તિત છે, તેમ નૈરયિકોનો આહાર અનાભોગ નિર્તિત છે. તેમાં આહારની ઈચ્છા અનુસમયે - નિરંતર ઉત્પન્ન થાય છે. અતિ તીવ્ર ક્ષુધા વેદનીય કર્મના ઉદયથી ઓજાહારાદિ પ્રકારે પ્રતિસમય અવિરહિત ઉત્પન્ન થાય છે અથવા દીર્ઘકાળે ઉપભોજ્ય આહારને એક વખત ગ્રહણ કરે માટે અહીં ગ્રહણના સાતત્યને પ્રતિપાદિત કરવા અવિરહિત કહ્યું.
તેમાં જે આભોગ નિર્વર્તિત આહાર છે, તેની ઈચ્છા અસંખ્યાત સમયે થાય છે. અસંખ્યાત સમય કાળ પલયોપમાદિ પરિમાણવાળો હોય તેથી અહીં ‘અંતમīહૂર્તિક' એમ કહ્યું છે. અર્થાત્ પૂર્વગૃહિત આહારના પરિણામ વડે અતિ દુઃખ ઉત્પન્ન થતાં અંતમુર્હુતમાં આહારની ઈચ્છા થાય છે. - - નાસ્કો કેવા સ્વરૂપની વસ્તુ આહારે છે ?
હે ગૌતમ ! દ્રવ્યથી અનંત પ્રદેશવાળા પુદ્ગલો આહારે છે, કેમકે અન્ય પુદ્ગલો અયોગ્ય છે. ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાવગાઢ પુદ્ગલો, કેમકે તેથી ન્યૂન ગ્રહણ યોગ્ય નથી, અનંત પ્રદેશાવગાઢ હોતા નથી. કેમકે સમસ્તલોક અસંખ્ય પ્રદેશ પરિણામવાળો છે. કાળથી જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટમાંથી કોઈપણ સ્થિતિક પુદ્ગલોનો આહાર કરે છે. સ્થિતિ-પુદ્ગલોનું આહાર યોગ્ય સ્કંધનું પરિણામરૂપે અવસ્થાન.. ભાવથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળા પુદ્ગલો આહારે છે.
હે ભગવન્ ! તે એકવર્ષીય પુદ્ગલો આહારે છે કે ચાવત્ પંચવર્ષીય પુદ્ગલોને ? હે ગૌતમ ! સ્થાન માર્ગણાને આશ્રીને એકવર્ષીય ચાવત્ પંચવર્ષીય પુદ્ગલોને આહારે છે. વિધાન માર્ગણાને આશ્રીને કૃષ્ણ યાવત્ શુક્લ વર્ષીય પુદ્ગલોને આહારે છે. જેમાં સ્થિત રહે તે સ્થાન-સામાન્યથી એક વર્ણ, બે વર્ણ આદિ. વિધાન-વિશેષ, કાળો વગેરે. વર્ણથી કાળા વર્ણવાળા જે પુદ્ગલો આહારે, તે શું એકગુણ કાળા ચાવત્ - x - અનંતગુણ કાળા પુદ્ગલોને આહારે છે ? હે ગૌતમ ! એક ગુણ કાળાનો યાવત્ અનંતગુણ કાળા પુદ્ગલોનો પણ આહારે છે. એ પ્રમાણે ચાવત્ શુક્લ પુદ્ગલો, ગંધ, રસ આદિ સમજી લેવા.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
ભાવથી-જેઓ સ્પર્શવાળા પુદ્ગલો છે. તેઓ સ્થાનમાર્ગણાને આશ્રીને એક સ્પર્શવાળા પુદ્ગલોને આહારે છે. એકથી ત્રણ સ્પર્શવાળાનો નહીં, કેમકે એક સ્પર્શવાળાનો સંભવ નથી, બે-ત્રણ સ્પર્શવાળા અલ્પ પ્રદેશી અને સૂક્ષ્મ પરિમાણવાળા હોવાથી ગ્રહણ અયોગ્ય છે. તેથી ચારથી આઠ સ્પર્શવાળા પુદ્ગલોને આહારે છે. કેમકે તે બહુપદેશી અને બાદર પરિણામી હોય છે. વિશેષ માર્ગણાને આશ્રીને કઠોર સ્પર્શવાળા પુદ્ગલોને આહારે છે ચાવત્ રૂક્ષસ્પર્શ પુદ્ગલોને પણ.
સ્પર્શથી કર્કશ સ્પર્શવાળામાં એકગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલોને આહારે છે કે ચાવત્ અનંતગુણ કર્કશને ? હે ગૌતમ ! એકગુણ યાવત્ અનંતગુણ કર્કશ સ્પર્શવાળાને આહારે છે. એમ આઠે સ્પર્શ કહેવા. અનંતગુણ રુક્ષ પુદ્ગલોને આહારે છે તો સૃષ્ટને આહારે છે કે અસ્પૃષ્ટ પુદ્ગલોને ? હે ગૌતમ ! સૃષ્ટને આહારે છે, અસ્પૃષ્ટને નહીં. સ્પષ્ટ - આત્મપ્રદેશને સ્પર્શેલા... હે ભગવન્ ! જે સ્પષ્ટ પુદ્ગલોને
આહારે છે તે અવગાઢ કે અનાવગાઢ ? હે ગૌતમ ! અવગાઢને પણ અનાવગાઢને નહીં.. અવાજ - આત્મપ્રદેશ સાથે એક ક્ષેત્રમાં મળેલા.
હે ભગવન્ ! અવગાઢ પુદ્ગલોને આહારે તે અનંતરાવગાઢ કે પરંપરાવાઢ. હે ગૌતમ ! અનંતરાવગાઢને આહારે છે. પરંપર અવગાઢને નહીં. જે પ્રદેશમાં આત્મા અવગાઢ હોય, તે જ પ્રદેશોમાં પુદ્ગલો અવગાઢ હોય તે અનંતરાવગાઢ કહેવાય.
- X » X -
४०
હે ભગવન્ ! જે અનંતરાવગાઢ પુદ્ગલોનો આહાર કરે છે તે સૂક્ષ્મ છે કે બાદર ? હે ગૌતમ ! સૂક્ષ્મ અને બાદર બંને આહારે છે. તેને વિશે અણુ [સૂક્ષ્મ)પણું અને બાદરપણું આપેક્ષિક છે. આ સૂક્ષ્મત્વ આદિ પ્રદેશવૃદ્ધિથી વધેલા આહાર યોગ્ય સ્કંધોનું સમજવું. ભગવન્ ! જો અણુ કે બાદર પુદ્ગલ આહારે, તો તે ઉર્ધ્વ-અધોતીર્છા પુદ્ગલો સમજવા ? હે ગૌતમ ! ઉર્દાદિ ત્રણે પુદ્ગલોને આહારે છે.
ભગવન્ ! જો ઉર્ધ્વ-અધો-તિર્છા પુદ્ગલોને આહારે તો આદિ-મધ્ય કે અંત સમયમાં આહારે ? હે ગૌતમ ! ત્રણે રીતે કરે. અર્થાત્ અંતર્મુહૂર્ત સમય પ્રમાણ આભોગ નિર્વર્તિત આહારને કોઈ પણ સમયે આહારે છે. ભગવન્ ! પુદ્ગલોને ત્રણે
સમયે આહારે તો તેઓને સ્વવિષયમાં આહારે કે અસ્વ વિષયમાં ? ગૌતમ ! સ્વ વિષયમાં આહારે છે, અસ્વવિષયમાં નહીં. સ્વ એટલે દૃષ્ટાવગાઢ અને અનંતરાવગાઢ નામે સ્વવિષયક. તેમાં આહાર કરે છે.
હે ભગવન્ ! સ્વવિષયમાં જે પુદ્ગલોને આહારે છે, તે આનુપૂર્વી આહાર કરે છે કે અનાનુપૂર્વી ? ગૌતમ ! આનુપૂર્વી આહારે છે, અનાનુપૂર્વી નહીં. આનુપૂર્વી - પાસેના પુદ્ગલોનો આહાર કરવો. ભગવન્ ! આનુપૂર્વી આહારે તો ત્રણ દિશામાં રહેલ ચાવત્ છ દિશામાં રહેલ પુદ્ગલો આહારે છે ? હે ગૌતમ ! નિયમથી છ દિશામાં રહેલ પુદ્ગલો આહારે છે. કેમકે નૈરયિક લોકમધ્યવર્તી હોવાથી ઉર્દાદિ છ એ દિશા અલોકથી ઢંકાયેલ ન હોવાથી કહ્યું કે નિયમથી છ દિશામાં આહાર કરે છે - x - ત્રણ દિશાદિનો વિકલ્પ લોકાંતવર્તી પૃથ્વીકાયાદિમાં હોય.