________________
૮/-/૯/૪૨૪
કરતા અને તેનાથી પ્રતિનિવૃત્ત થતા વચ્ચેના માર્ગે રહેલ કેવલજ્ઞાની અણગારના તૈજસ અને કાર્પણ શરીરનો જે બંધ સંપન્ન થાય છે, તેને પ્રત્યુત્પન્ન પ્રયોગ પ્રત્યયિક બંધ કહે છે. તે સમયે પ્રદેશ એકીકૃત થાય છે, જેનાથી બંધ થાય છે. આ છે શરીરબંધ
૨૧૧
તે શરીર પ્રયોગબંધ શું છે? શરીરયોગબંધ પાંચ ભેદે કહ્યો છે. તે આ – ઔદારિક, વૈક્રિય, આહારક, વૈજસ, કાર્પણ-શરીર પ્રયોગ બંધ. - - ભગવન્! ઔદારિક શરીરપયોગ બંધ કેટલા ભેદે કહ્યો છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ – એકેન્દ્રિય ઔદારિક શરીરપયોગ બંધ યાવત્ પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ.
ભગવન્ ! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગબંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ ! પાંચ ભેદે કહ્યો છે. તે આ – પૃથ્વીકાયિક એકેન્દ્રિય એ પ્રમાણે આ અભિલાપ વડે જેમ “અવગાહના સંસ્થાન”માં ઔદારિક શરીરના ભેદો કહ્યા, તેમ અહીં પણ કહેવા - સાવત્ - પર્યાપ્ત ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ અને અતિ ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્ય, યાવત્ બંધ. (સુધી કહેવું.)
ભગવન્ ! ઔદારિક શરીર પ્રયોગબંધ, કયા કર્મના ઉદયથી થાય છે ? ગૌતમ ! વીર્ય, સંયોગ, સદ્રવ્યતા પ્રમાદને કારણે કર્મ, યોગ, ભવ, આયુને આશ્રીને ઔદારિક શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી ઔદારિક શરીરપ્રયોગ બંધ થાય છે.
ભગવન્ ! એકેન્દ્રિય ઔદારિક શરીરયોગબંધ, કયા કર્મના ઉદયથી થાય છે? પૂર્વવત્ જાણવું. પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરપયોગબંધ પણ એ પ્રમાણે. એ રીતે યાવત્ વનસ્પતિકાયિક. એ પ્રમાણે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ યોનિકને જાણવા. - - ભગવન્ ! પોન્દ્રિય ઔદાકિ શરીરપયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે ? એ જ પ્રમાણે જાણવું. • - ભગવન્ ! મનુષ્ય પોન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય ? ગૌતમ ! વીર્ય, સંયોગ, સદ્ભવ્યતા તથા પ્રમાદના કારણે યાવત્ યુની અપેક્ષાએ મનુષ્ય પંચેન્દ્રિય ઔદાકિ શરીરપયોગ નામકર્મના ઉદયથી ઔદાકિ શરીર-પ્રયોગ બંધ થાય છે. - - ભગવન્ ! ઔદારિક શરીર પ્રયોગ બંધ શું દેશબંધ છે કે સર્વબંધ? ગૌતમ ! દેશબંધ પણ છે, સર્વબંધ પણ છે. - - ભગવન્ ! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ એ દેશબંધ છે કે સર્વબંધ ? પૂર્વવત્. એ પ્રમાણે પૃથ્વીકાયિક, એમ જ યાવત્ મનુષ્ય પંચેન્દ્રિય શરીર પ્રયોગ બંધ? ગૌતમ ! દેશબંધ પણ છે, સર્વબંધ પણ છે.
ભગવન્ ! ઔદારિક શરીર પ્રયોગ બંધ કાલથી કેટલો હોય ? ગૌતમ ! સર્વ બંધ એક સમય. દેશબંધ, જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન પલ્યોપમકાળ. ભગવન્ ! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કાળથી કેટલો હોય ? ગૌતમ ! સબંધ, એક સમય. દેશબંધ, જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી એક સમયન્યૂન ૨૨,૦૦૦ વર્ષ. પૃથ્વીકાય એકેન્દ્રિય પૃચ્છા. ગૌતમ ! સર્વબંધ, એક સમય. દેશબંધ, જઘન્યથી ક્ષુલ્લક ભવગ્રહણમાં ત્રણ સમય ન્યૂન, ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન ૨૨,૦૦૦ વર્ષ. એ પ્રમાણે બધાંનો સર્વબંધ એક સમય, દેશબંધ, જેને વૈક્રિય શરીર નથી તેને ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટથી જેની જે સ્થિતિ હોય, તેમાં એક સમય ન્યૂન રહે છે, જેને વૈક્રિયશરીર છે, તેને દેશબંધ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી જેની જે સ્થિતિ હોય, તેમાં એક સમય ન્યૂન કહેવો. યાવત્ મનુષ્યનો દેશબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી સમયન ત્રણ પલ્યોપમ.
ભગવન્! ઔદારિક શરીરના બંધનો અંતકાળ કેટલો છે? ગૌતમ! સર્વ બંધ અંતર જઘન્યથી ક્ષુલ્લક ભવગ્રહણમાં ત્રણ સમય ન્યૂન, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ અને સમયાધિક પૂર્વ કોડ, દેશબંધ આંતર. જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ત્રણ સમય અધિક ૩૩-સાગરોપમ છે. એકેન્દ્રિય ઔદારિક પૃચ્છા. ગૌતમ! સર્વ બંધ આંતર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટથી સમયાધિક ૨૨,૦૦૦ વર્ષ, દેશબંધ અંતર જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પૃથ્વીકાય એકેન્દ્રિય પૃચ્છા. ગૌતમ! સર્વ બંધ અંતર, એકેન્દ્રિયવત્ કહેવું. દેશબંધ અંતર જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ત્રણ સમય. જેમ પૃથ્વીકાયનું તેમ યાવત્ ઉરિન્દ્રિયનું, વાયુકાયને વર્જીને કહેવું. વિશેષ આ સર્વ બંધ અંતર ઉત્કૃષ્ટથી જેની જેવી સ્થિતિ, તે સમાધિક કહેવી. વાયુકાયનું સર્વ બંધ અંતર જઘન્યથી ત્રિસમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી સમયાધિક ૩૦૦૦ વર્ષ, દેશબંધ આંતર, જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પંચેન્દ્રિય તિસયોનિક ઔદાકિ પૃચ્છા, સર્વ બંધ અંતર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભૂત ગ્રહણ, ઉત્કૃષ્ટથી સમયાધિક પૂર્વકોડી, દેશબંધ અંતર જેમ એકેન્દ્રિયનું છે, તેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકનું કહ્યું, એ પ્રમાણે મનુષ્યનું પણ સંપૂર્ણ કહેવું યાવત્ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. [ત્યાં સુધી બધું કહેવું.]
ભગવન્ ! એકેન્દ્રિયવ જીવ નોએકેન્દ્રિયત્વમાં રહીને ફરી એકેન્દ્રિયવમાં આવે, તો એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ અંતર કાળથી કેટલું થાય ? ગૌતમ ! સર્વ બંધ અંતર જઘન્યથી ત્રિસમય ન્યૂન બે ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી બે હજાર સાગરોપમ અને સંખ્યાત વિિધક. દેશબંધ અંતર જઘન્યથી સમયાધિક ઝુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી સંખ્યાત વિિધક બે હજાર સાગરોપમ. ભગવન્ ! પૃથ્વીકાયિકત્વ સ્થિત જીવ નોપૃથ્વીકાયિકત્વમાં રહીને ફરી પૃથ્વીકાયિકત્વમાં આવે તો પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરપયોગ બંધ અંતર કાળથી કેટલું થાય ? ગૌતમ ! સર્વ બંધ આંતર જઘન્યથી ત્રિસમયન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી અનંતકાળ, અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અનંતલોક, અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત છે. તે પુદ્ગલ પરાવર્ત આવલિકાના
૨૧૨
-