________________
૮|-|/૨/૩૯૫,૩૯૬
૧૬૯
ભગવન્ ! અવધિજ્ઞાનીનો વિષય કેટલો છે? ગૌતમ ! સંક્ષેપથી ચાર પ્રકારે – દ્રવ્યથી અવધિજ્ઞાની રૂપી દ્રવ્યોને જાણે, જુઓ એ પ્રમાણે નંદી સૂત્રમાં કહ્યા મુજબ ભાવથી' સુધી જાણવું. દ્રવ્યથી ઋજુમતિ અનંત અનંત પદેશિક આદિ ‘નંદી' મુજબ ભાવ સુધી જાણવું.
ભગવન્ ! કેવળજ્ઞાનનો વિષય કેટલો છે ? ગૌતમ ! તે સંક્ષેપથી ચાર ભેદે છે - ૪ - દ્રવ્યથી કેવળજ્ઞાની સર્વે દ્રવ્યોને જાણે, જુએ. એ પ્રમાણે કાળ, ક્ષેત્ર, ભાવથી જાણવું. ભગવન્ ! મતિજ્ઞાનીનો વિષય કેટલો છે ? ગૌતમ ! સંક્ષેપથી ચાર ભેદે - દ્રવ્યથી તે મતિઅજ્ઞાન પરિંગત દ્રવ્યોને જાણે છે, એ પ્રમાણે સાતત્ ભાવથી જાણવું.
ભગવન્ ! શ્રુત જ્ઞાનનો વિષય કેટલો છે ? ગૌતમ ! તે સંક્ષેપથી ચાર ભેદે છે. દ્રવ્યથી શ્રુતજ્ઞાની શ્રુત અજ્ઞાન પરિંગત દ્રવ્યોને કહે, બતાવે, પ્રરૂપે. એ પ્રમાણે ક્ષેત્રથી, કાળથી, ભાવથી કહેવું.
ભગવન્ ! વિભગજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? ગૌતમ ! તે સંક્ષેપથી ચાર પ્રકારે છે દ્રવ્યથી વિભંગજ્ઞાની વિભંગજ્ઞાન પરિંગત દ્રવ્યોને જાણે, જુએ છે. એ પ્રમાણે કાળથી, ક્ષેત્રથી, ભાવથી જાણવું.
-
[૩૬] ભગવન્ ! જ્ઞાની, ‘જ્ઞાનીરૂપે કેટલો કાળ રહે છે ? ગૌતમ ! જ્ઞાની, બે ભેદે કહ્યા. સાદિ અપવિસિત, સાદિ પર્યવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ સુધી જ્ઞાની રહે. ભગવન્ ! ભિનિબોધિક જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાનીરૂપે કેટલો કાળ રહે ? (ગૌતમ !) જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાની યાવત્ કેવળજ્ઞાની, અજ્ઞાની, મતિજ્ઞાની યાવત્ વિભંગજ્ઞાની, આ દશનો કાળ કાયસ્થિતિ' પદમાં કહ્યા મુજબ જાણવો તે બધાંનું અંતર “જીવાભિગમમાં કહ્યા મુજબ જાણવું. બધાંનું અલ્પબહુત્વ “બહુવક્તવ્યતા” પદ મુજબ જાણવું.
ભગવન્ ! આભિનિબોધિક જ્ઞાનપર્યાયો કેટલા કહ્યા છે ? ગૌતમ ! અનંત છે, એ જ પ્રમાણે શ્રુત યાવત્ કેવલજ્ઞાન પર્યાયો છે. એ પ્રમાણે મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિભુંગજ્ઞાનના પર્યાયો જાણવા.
ભગવન્ ! આ આભિનિબોધિકજ્ઞાન પર્યાયો યાવત્ કેવલ જ્ઞાનપયોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં મન:પર્યાયજ્ઞાન પર્યાયો છે, તેથી અવધિના અનંતગુણા, તેથી શ્રુતના અનંતગુણા, તેથી આભિનિબોધિકના અનંતગુણા, તેનાથી કેવળજ્ઞાનના પર્યાયો અનંતગુણા છે. ભગવન્ ! આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિભંગજ્ઞાનના પર્યાયોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા વિભંગ જ્ઞાનના પર્યાયો છે, શ્રુતજ્ઞાનના પર્યાયો તેથી અનંતગુણા છે, મતિ અજ્ઞાનના પર્યાયો તેથી અનંતગુણા છે.
ભગવન્ ! આ આભિનિબોધિક વિભંગ જ્ઞાનના પ્રયોમાં કોણ, કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં મન:પર્યવજ્ઞાનના પર્યાયો છે, તેથી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
વિભંગજ્ઞાન પર્યાયો અનંતગુણા, તેથી અવધિજ્ઞાન પાયો અનંતગુણા, તેથી શ્રુતજ્ઞાનના પર્યાયો અનંતગુણા, તેથી શ્રુતજ્ઞાનપર્યાયો વિશેષાધિક, તેથી મતિઅજ્ઞાનપર્યાયો અનંતગુણા, તેથી આભિનિબોધિક જ્ઞાનના પર્યાયો વિશેષાધિક. તેથી કેવલજ્ઞાનપર્યાયો અનંતગુણા છે. ભગવન્ ! તે એમજ છે. (૨) • વિવેચન-૩૯૫,૩૯૬ ઃ
-
કેટલો ગ્રાહ્ય અર્થ છે? તે ભેદ પરિમાણથી કહે છે – આભિનિબોધિક જ્ઞાનનો વિષય અથવા આભિનિબોધિક જ્ઞાન સંક્ષેપથી ભેદ દ્વારા ચાર પ્રકારે છે - દ્રવ્ય - ધર્માસ્તિકાયાદિ આશ્રીતે, ક્ષેત્ર - દ્રવ્યના આધારરૂપ આકાશ માત્ર ક્ષેત્રને આશ્રીને, જ્ઞાન - દ્રવ્યપર્યાય અવસ્થિતિ આશ્રીતે, ભાવ - ઔદયિકાદિ ભાવ કે દ્રવ્ય
પર્યાયોને આશ્રીને.
૧૭૦
દ્રવ્યથી આભિનિબોધિક જ્ઞાનવિષય દ્રવ્ય, તેમાં આદેશ - પ્રકાર, સામાન્ય
વિશેષરૂપ, તેમાં સામાન્યથી માત્ર દ્રવ્યથી, પણ તેમાં રહેલ સર્વગત વિશેષાપેક્ષાથી નહીં, અથવા શ્રુતપસ્કિર્મતતાથી ધર્માસ્તિકાયાદિ અપાય, ધારણા અપેક્ષાએ જાણે છે. કેમકે જ્ઞાનનું અપાય, ધારણા રૂપત્વ છે અને અવગ્રહ, ઈહા અપેક્ષાથી જાણે તેને પતિ કહ્યું છે.
-
ભાષ્યકારે કહ્યું છે અપાય, ધારણા તે જ્ઞાન, અવગ્રહ, ઈહા તે દર્શન, તત્વરૂચિ તે સમ્યક્ત્વ, જેનાથી રુચે તે જ્ઞાન તથા જે સામાન્ય ગ્રહણ તે દર્શન, જે વિશેષ ગ્રહણ તે જ્ઞાન, અવગ્રહ-ઈહા સામાન્ય અર્થગ્રહણરૂપ છે, અપાય-ધારણા વિશેષ ગ્રહણરૂપ છે. (શંકા) ૨૮ ભેદે આભિનિબોધિક કહેવાય છે, તેનું શું ? કેમકે આભિનિબોધિક જ્ઞાનની ૨૮ પ્રકૃતિ કહી છે - આ વ્યાખ્યાનમાં શ્રોત્રાદિ ભેદથી છ ભેદે અપાય-ધારણાનું ૧૨ ભેદે મતિજ્ઞાન પ્રાપ્ત છે. તથા શ્રોત્રાદિ ભેદથી જ છ ભેદ વડે અર્થાવગ્રહ-ઈહા તથા વ્યંજનાવગ્રહથી ચાર ભેદે એમ ૧૬ ભેદે ચક્ષુ આદિ દર્શન પ્રાપ્ત છે. તો તેમાં વિરોધ કેમ નથી ? સત્ય છે. પણ વિવક્ષાથી મતિજ્ઞાન અને ચક્ષુ આદિ દર્શનમાં ભેદ છે. પૂજ્યો મતિજ્ઞાનને ૨૮-ભેદે કહે છે.
ક્ષેત્રને આશ્રીને આભિનિબોધિક જ્ઞાન વિષય, તેમાં ઓઘથી શ્રુતપકિર્મિતતાથી લોકાલોકરૂપ સર્વ ક્ષેત્ર જાણે. એમ કાળ અને ભાવથી છે ભાષ્યકાર કહે છે – સામાન્ય દેશથી ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને જાણે છે, સર્વભાવથી નહીં, લોકાલોક ક્ષેત્ર, સર્વ અથવા ત્રિવિધકાળ, ઔદયિકાદિ પાંચ ભાવ આટલું જાણે. અથવા આદેશ એટલે શ્રુત, શ્રુતોપલબ્ધોમાં તે મતિજ્ઞાન પ્રસરે છે. આ સૂત્ર ‘નંદી'માં વાચનાંતરે ન પાડ઼ એવો પાઠ છે, તેની ટીકામાં પણ કહે છે – દ્રવ્ય જાતિ સામાન્યદેશથી ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને જાણે, વિશેષથી પણ ધર્માસ્તિકાય, તેનો દેશ આદિને જાણે પણ સર્વે ધર્માસ્તિકાયાદિને ન જુએ. ઈત્યાદિ - ૪ - ૪ -
ધર્માસ્તિકાયાદિ સર્વે દ્રવ્યોને જાણે, શ્રુતજ્ઞાનના તે સ્વરૂપ થકી વિશેષથી જાણે, શ્રુતાનુવર્તી માનસથી અચક્ષુર્દર્શનથી જુએ. સર્વે દ્રવ્યોને અભિલાપથી જ જાણે. (પરંતુ) અભિન્ન દશપૂર્વધરાદિ શ્રુતકેવલી તેને જુએ. તેની નજીકનાને ભજના, તે મતિવિશેષથી જાણવું. વૃદ્ધોએ વળી જુએ છે એમ કહ્યું – કઈ રીતે જુએ ? સકલ