________________
૭/-/૧/૩૩૫ થી ૩૩૭
૧૦૩
. સૂત્ર-૩૩૫ થી ૩૩૭ :
ભગવન્ ! અનુપયુક્ત અણગાર ચાલતા, ઉભતા, બેસતા, સુતા, અનુપયુક્ત વસ્ત્ર-પત્ર-કંબલ-રજોહરણ લેતા કે મૂકતા, તેને હે ભગવન્ ! ઐયપિથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ? ગૌતમ! ઐયપિથિકી નહીં પણ સપરાયિકી ક્રિયા લાગે. એમ કેમ ? ગૌતમ! જેનાં ક્રોધ, માન, માયા, લોભ બુચ્છિન્ન થયા છે, તેને ઔપથિકી ક્રિયા લાગે, સાંપરાયિકી નહીં. જેના ક્રોધાદિ વ્યુચ્છિન્ન થયા નથી, તેને સાંપરાયિકી ક્રિયા લાગે, ઐયપિથિકી નહીં. યથાસૂત્ર ચાલનારને ઐયપિથિકી ક્રિયા લાગે, ઉત્સૂત્રથી ચાલનારને સાંપરાયિકી ક્રિયા લાગે. અનુપયુક્ત છે તે ઉત્સૂત્રથી જ વર્તે છે, માટે પૂર્વવત્ કહ્યું.
[૩૩૬] ભગવન્ ! આંગાર, ધૂમ, સંયોજના દોષથી દૂષિત પાન-ભોજનનો શો અર્થ કહ્યો છે? ગૌતમ ! જે સાધુ કે સાધ્વી પામુક, ઔષણીય અશનાદિ ગ્રહીને મૂર્છિત-ગૃદ્ધ-ગ્રથિત-અધ્યુપન્ન આહાર આહારે છે, તો હે ગૌતમ ! તે અંગારદોષયુકત પાન, ભોજન છે. જે સાધુ-સાધ્વી પાણુક, એષણીય અશનાદિ ગ્રહીને અત્યંત પ્રીતિ વડે, ક્રોધથી, ખિન્નતાથી આહારને આહારે, તે હે ગૌતમ ! ધૂમ દોષયુક્ત પાન-ભોજન છે. જે સાધુ-સાધ્વી યાવત્ ગ્રહીને ગુણોત્પાદન હેતુ અન્ય દ્રવ્ય સાથે સંયોજીને આહાર કરે, તે હે ગૌતમ ! સંયોજના દોષ દુષ્ટ પાન-ભોજન છે. હૈ ગૌતમ ! આ તેનો - x અર્થ કહ્યો.
-
ભગવન્ ! અંગાર-ધૂમ-સંયોજના દોષરહિત પાન-ભોજનનો શો અર્થ કહ્યો છે ? ગૌતમ ! જે સાધુ-સાધ્વી યાવત્ ગ્રહણ કરીને મૂર્છિત થઈ યાવત્ આહારે છે, તે હે ગૌતમ ! અંગાર દોષરહિત પાન-ભોજન. જે સાધુ-સાધ્વી યાવત્ ગ્રહીને અત્યંત પ્રીતિ ન કરતો આહારે, તે ધૂમદોષરહિત પાન-ભોજન. જે સાધુ-સાધ્વી યાવત્ જેવું પ્રાપ્ત થાય તેવું જ આહારે, તે સંયોજના દોષથી મુક્ત પાન-ભોજન છે. હે ગૌતમ ! આ તેનો - ૪ - અર્થ કહ્યો.
[૩૩] ભગવન્ ! ક્ષેત્ર-કાળ-માર્ગ-પ્રમાણથી અતિક્રાંત પાન-ભોજનનો શો અર્થ કહ્યો? ગૌતમ ! જે સાધુ-સાધ્વી પામુક, એષણીય અશનાદિને સૂર્ય ઉગ્યા પહેલા ગ્રહે, સૂર્ય ઉગ્યા પછી તે આહાર કરે, તે હે ગૌતમ ! ક્ષેત્રાતિક્રાંત પાન ભોજન છે. જે સાધુ-સાધ્વી યાવત્ પહેલી પોિિસએ ગ્રહીને છેલ્લી પોરિસિ સુધી રાખીને પછી તે આહાર કરે, તે કાલાતિક્રાંત પાન-ભોજન છે. જે સાધુસાધ્વી યાવત્ ગ્રહણ કરીને અર્ધ યોજન મર્યાદા ઓળગીને તે આહાર કરે, તે માગતિક્રાંત પાન-ભોજન છે. જે સાધુ-સાધ્વી પ્રાણુક, એષણીય અશનાદિ ગ્રહીને કુકડીના ઠંડા પ્રમાણ માત્ર એવો ૩ર કોળીયાથી અધિક આહાર કરે તે પ્રમાણતિક્રાંત પાન-ભોજન. આઠ કોળીયા પ્રમાણ લે તો તે અાહારી છે, ૧૨ કોળીયા પ્રમાણ લે તો અપાર્ક અવમોદરિકા, ૧૬-કોળીયા પ્રમાણ લે તો દ્વિભાગ પ્રાપ્ત, ૨૪ કોળીયા લે તો તે ઉણોદરિકા વાળો છે, ૩૨ કોળીયા પ્રમાણ લે તો પ્રમાણ પ્રાપ્ત. તેનાથી એક પણ કોળીયો ઓછો આહાર કરે તો તે શ્રમણ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ નિર્ણન્ય પ્રકામરસ ભોજી છે, તેમ કહેવાય છે. હે ગૌતમ ! ક્ષેત્રાતિક્રાંતાદિ - x - નો આ અર્થ છે.
• વિવેચન-૩૩૫ થી ૩૩૭ :
લોધ્નિ - અનુદિત, ચારિત્રરૂપી ઈંધનમાં અંગાર સમાન જે ભોજન વિષયમાં રાગરૂપ અગ્નિ કરે, તે અંગાર દોષ તેના સહિત જે પાનકાદિ તે સ-અંગાર. ચાસ્ત્રિરૂપ ઈંધનમાં ધૂમના હેતુરૂપ તે ધૂતમ દોષ, તે સહિત પાનકાદિ તે સધૂમ. દ્રવ્યના ગુણ વિશેષાર્થે બીજા દ્રવ્યનું યોજવું, તે સંયોજના દોષ. - x - મૂતિ - મોહવાળા, શિદ્ધ
- તેની વિશેષ આકાંક્ષાવાળા. થિત - તેમાં રાગ વાળા, મોવવન્ન - તેમાં જ એકાગ્ર થયેલ. આહારમાારેડ - ભોજન કરે. - ૪ - મહા અપ્રીતિ, ક્રોધથી કલાંત. મુળુબાય - રસ વિશેષ ઉત્પાદનાર્થે. વીજ્ઞાન - જેમાંથી રાગ ગયો છે તે. શ્વેત્તાધાંતાવિ - સૂર્યરસંબંધી તાપ ક્ષેત્ર, તેને ઓળંગી ગયેલ તે. કાળ એટલે દિવસના ત્રણ પ્રહરને ઓળંગી ગયેલ. - ૪ - બીશ કવલ લક્ષણ પ્રમાણને ઓળંગી ગયેલ. દ્વ્રાફળાવિત - પ્રાપ્ત કરે. અર્ધ યોજનની મર્યાદાથી ઉપર લઈને જાય. કિમંડપમાન - કુકડીના ઇંડાનું જે માપ તે અથવા જીવના આશ્રયત્વથી કુટિર માફક જુદી - શરીર, અશુચિ પ્રાયત્વથી કુત્સિત, પેટ પુરતો આહાર. તેની ૩૨ અંશરૂપ તે કુક્કુટી-અંડક પ્રમાણ માત્રા. અહીં એમ કહે છે
૧૦૪
-
જેટલો જે પુરુષનો આહાર, તે આહારનો ૩૨મો ભાગ. તે પુરુષની અપેક્ષાથી કોળીયો કહેવાય. તેને આશ્રીને - ૪ - પ્રમાણ પ્રાપ્ત - ૪ - પહેલી વ્યાખ્યા પ્રાયિક
પક્ષ અપેક્ષાએ જાણવી. ૩૨નો ચોથો ભાગ આહાર કરે તે સાધુ અલ્પાહારી કહેવાય અથવા કુકડીના ઈંડાના માપથી આઠ કવલ માત્ર આહાર કરે તે અલ્પાહારી છે. પેટને ઓછું પડે તેમ આહાર કરવો તે અવમોદસ્કિા. કિંચિત્ ઉણ-અડધું જે છે તે અપાઈ. ૩૨-કોળીયાની અપેક્ષાએ બાર એ અપાર્ધરૂપ છે. - ૪ - અથવા ધર્મ અને ધર્મીના અભેદથી અપાદ્ધ અવૌદકિ એવો સાધુ થાય તેમ જાણવું. દ્વિભાગ એટલે અડધું, તે પ્રાપ્તથી દ્વિભાગ પ્રાપ્ત આહાર થાય છે. અથવા જેનાથી દ્વિભાગ પ્રાપ્ત થાય તે દ્વિભાગ પ્રાપ્ત આહાર થાય છે. અથવા જેનાથી દ્વિભાગ પ્રાપ્ત થાય તે દ્વિભાગ પ્રાપ્ત
સાધુ થાય છે. - x - પ્રામ - અત્યર્થ. મધુરાદિ સનો ભોગી તે પ્રકામસભોગી. • સૂત્ર-૩૩૮ -
ભગવન્ ! શસ્ત્રાતીત, શસ્ત્રપરિણામિત, એષિત, શ્રેષિત, સામુદાનિક પાન-ભોજનનો શો અર્થ કહ્યો છે ? ગૌતમ ! જે સાધુ-સાધ્વી શસ્ત્ર-મુરસલાદિનો ત્યાગ કરેલ છે, માળા-વર્ણક-વિલેપનરહિત છે, તેઓ જો એવા આહારને કરે જે કૃમિ આદિથી રહિત, જીવચ્યુત અને જીવમુક્ત છે, જે સાધુ માટે કરેલકરાવેલ નથી, જે અસંકલ્પિત-અનાત-અકીતકૃત-અનુષ્ટિ છે, નવકોટિ પરિશુદ્ધ
છે, દશ દોષથી મુક્ત છે. ઉદ્ગમ્-ઉત્પાદન-એષણા દોષોથી રહિત છે, અંગારધૂમ-સંયોજના દોષરહિત છે, સુરસુર-ધવરાવ શબ્દરહિત છે, અદ્વૈત-અવિલંબિત છે, પરિશાપ્તિ, ગાડીની ઘૂરીના અંજન કે અનુલેપનરૂપ છે, સંયમ યાત્રા માત્રા