________________
૩/-/૬/૧૯૧,૧૯૨
અવધિજ્ઞાનલબ્ધિથી રાજગૃહ અને વારાણસી વચ્ચે એક મોટો જનપદસમૂહ વિષુવે, પછી - ૪ - તે જનપદસમૂહને જાણે-જુએ ? ગૌતમ ! હા, જાણે-જુએ. ભગવન્ ! તે તેને યથાભાવે જાણે-જુઓ કે અન્યથાભાવે ? ગૌતમ ! તે યથાભારે જાણે-જુએ. અન્યથાભાવે નહીં.
૨૧૫
ભગવન્ ! તેનું શું કારણ ? ગૌતમ ! તેને એમ થાય છે કે તે રાજગૃહ કે વારાણસી કે તેની વચ્ચેનો જનપદસમૂહ નથી, પણ એ મારી વી-વૈક્રિયઅવધિજ્ઞાન લબ્ધિ છે, મેં લબ્ધ-ત-સન્મુખ કરેલ ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ છે. તેનું દર્શન અવિપરીત હોય છે, તે કારણથી ગૌતમ ! પૂર્વવત્ કહેલું છે.
ભગવના ભાવિાત્મા અણગાર બાહ્ય પુદ્ગલો લીધાં સિવાય એક મોટા ગામ-નગર યાવત્ - સંનિવેશના રૂપને ર્વિવા સમર્થ છે? ના, સમર્થ નથી. એ પ્રમાણે બીજો આલાવો પણ કહેવો. વિશેષ આ - બાહ્ય પુદ્ગલો લઈને તેવા રૂપ વિકુર્તાને સમર્થ છે. ભગતના ભાવિતાત્મા અણગાર કેવા ગ્રામાદિરૂપ વિકુર્વવા સમર્થ છે? જેમ કોઈ યુવાન, યુવતીના હાથને હાથ વડે દૃઢ ગ્રહણ કરે આદિ પૂર્વવર્તી, યાવત્ એ રીતે વિષુવશે નહીં એમ સંનિવેશરૂપ સુધી જાણવું.
- વિવેચન-૧૯૧,૧૯૨ -
ગૃહવાસના ત્યાગથી-અણગાર, સ્વસિદ્ધાંતાનુસારી પ્રશમાદિથી-ભાવિતાત્મા. માવી - ઉપલક્ષણથી કષાયવાળો. - ૪ - મિથ્યાદૃષ્ટિ એટલે અન્યતીર્થિક. કાર્યમાં પ્રવૃત્ત વીર્ય આદિ લબ્ધિ વડે, વારાણસી નગરીએ વિર્ચીને, રાજગૃહનગરમાં પશુ, પ્રાસાદ, પુરુષાદિ વિભંગજ્ઞાનલબ્ધિ વડે જાણે અને જુએ.
તથામાવ - જેવી વસ્તુ, તેવા ભાવવાળું જ્ઞાન અથવા જેવું જણાય, તેવું જ અનુભવે તે તથાભાવ, તેનાથી ઉલટું તે અન્યથાભાવ, તે વિક્ર્વણા કરનાર માને છે કે મેં રાજગૃહનગરની વિકુર્વણા કરી છે અને હું વારાણસીના રૂપોને જાણું છું - જોઉં છું, તે અણગારનું આ દર્શન ઉલટું છે કેમકે તે બીજારૂપોને બીજી રીતે કલ્પે છે. જેમ દિગ્મૂઢ મનુષ્ય પૂર્વ દિશાને પશ્ચિમ દિશા માને છે. ક્યાંક આ પાઠ બીજી રીતે પણ છે - ૪ - ૪ - એ પ્રમાણે બીજું સૂત્ર પણ જાણવું. ત્રીજા સૂત્રમાં વારાણસી અને રાજગૃહ નગરીના માર્ગમાં દેશસમૂહ વિકુર્વેલ છે. તે જ રૂપે તે વિભંગ જ્ઞાનથી જાણે છે - જુએ છે. માત્ર તે તથાભાવે નથી, કેમકે તે વૈક્રિયરૂપોને સ્વાભાવિક રૂપો માને છે. નસે - યશનો હેતુ હોવાથી યશ. નરપૂર્વ - અહીં યાવત્ શબ્દથી નિગમ-રાજધાની-ખેડકબ્બડ-મડંબ-દ્રોણમુખ-પટ્ટણ-આકર-આશ્રમ-સંબાહના રૂપો કહેવા... વિક્ર્વણા અધિકાર અને તેના સામર્થ્યથી વિશેષ પ્રરૂપણા કરે છે.
• સૂત્ર-૧૯૩ -
ભગવન્ ! સુરેન્દ્ર અસુરરાજ રામરના કેટલા હજાર આત્મરક્ષક દેવો છે ? ગૌતમ ! ૨,૫૬,૦૦૦. આત્મરક્ષક દેવોનું વર્ણન, રાયપોળિય સૂત્ર મુજબ કહેવું. એ રીતે બધાં ઈન્ક્રોના, જેના જેટલા આત્મરક્ષક દેવો છે તે કહેવા.
૨૧૬
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. * વિવેચન-૧૯૩ :
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
આત્મરક્ષક દેવોનું વર્ણન – સન્નદ્ધ, બદ્ધ, બખ્તરવાળા, દોરી ચડાવી ધનુષ્યને તૈયાર કરેલ, શરાસન પટ્ટી બાંધેલા, ત્રૈવેયક પહેરેલા, ચિંધોને બાંધેલા, આયુધઅસ્ત્ર ગ્રહણ કરેલા, ત્રિનમિત, ત્રિસંધિક, વજ્રમયકોટિક ધનુષ્ય ગ્રહણ કરેલ, મર્યાદાવાળા તીર સમૂહને ધારણ કરેલા, નીલ-પીત-રક્તપાણિ, ચારુ ચાપચર્મદંડ ખડ્ગપાશપાણિ, - x - આત્મરક્ષક, રક્ષોપગક, ગુપ્ત, ગુપ્તપાલિત, યુક્ત, યુક્તપાલિત એ બધા દેવો વારા ફરતી એક એક, ઉચિત કાળે કિંકર પેઠે રહે છે. વૃતિકાર મહર્ષિએ “સન્નદ્ધથી યુક્તપાલિત' શબ્દના પ્રત્યેના અર્થ નોધેલ છે, જે અમે અહીં નોંધતા નથી. રાયપસેજિયમાં તે જોવા.
પુસ્તકાંતરમાં આ પાઠ મૂળમાં જ છે. ચમરની જેમ બધાં ઈન્દ્રોના સામાનિક કરતાં ચારગણા આત્મરક્ષક દેવો હોય છે.
સામાનિક દેવો આ રીતે – રામરેન્દ્રના ૬૪,૦૦૦, બલીન્દ્રના ૬૦,૦૦૦, બાકીના ભવનપતિના પ્રત્યેના છ-છ હજાર. શકના ૮૪,૦૦૦, ઈશાનના ૮૦,૦૦૦, સનકુમારના ૭૨,૦૦૦, માહેન્દ્રના ૭૦,૦૦૦, બ્રોન્દ્રના ૬૦,૦૦૦, લાંતકે ૫૦,૦૦૦, શુકે ૪૦,૦૦૦, સહસ્રારે ૩૦,૦૦૦, પ્રાણતે ૨૦,૦૦૦, અચ્યુતે ૧૦,૦૦૦ સામાનિકો છે. - x + X - શતક-૩, ઉદ્દેશો-૬-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
શતક-૩, ઉદ્દેશો-૭ “લોક્પાલ”
— x — * - * — * -
૦ ઉદ્દેશા-૬-માં આત્મરક્ષક દેવો કહ્યા, અહીં લોકપાલ કહે છે. - સૂત્ર-૧૯૪ :
રાજગૃહનગરમાં યાવત્ પાસના કરતા આ રીતે કહ્યું – ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શકને કેટલાં લોકપાલ છે? ગૌતમ! ચાર, તે આ - સોમ, યમ, વરુણ, વૈશ્રમણ... એ ચાર લોકપાલને કેટલા વિમાનો છે? ગૌતમ! ચાર, તે આ - સંધ્યાપભ, વરશિષ્ટ, સ્વયંજલ, વણુ... ભગવન્! કેન્દ્રના સોમલોકપાલનું સંધ્યાપભ નામક મહાવિમાન ક્યાં છે? ગૌતમ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે આ રત્નાભા પૃથ્વીના બહુરામરમણીય ભૂમિભાગથી ઉંચે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારાપોથી ઘણાં યોજન ઉંચે યાવત્ પાંચ અવતંસકો છે. તે આ અશોકાવŕસક, સપ્તપણવિર્તક, ચંપકાવતંક, ચૂતવર્તક, મધ્યે સૌધમવિહંસક. તે સૌધવિતંસક મહાતિમાનની પૂર્વે સૌધર્મકલ્પ છે. તેમાં અસંખ્ય યોજન દૂર ગયા પછી શકેન્દ્રના સોમ લોકપાલનું સંધ્યાપભ નામે મહાવિમાન કહ્યું છે.
આ વિમાનની લંબાઈ-પહોળાઈ ૧૨ લાખ યોજન છે, તેનો ઘેરાવો સાધિક-૩૯,૫૨,૮૪૮ યોજન છે. અહીં સૂયભિદેવની વિમાન વક્તવ્યતા માફક બધું કહેવું યાવત્ અભિષેક. વિશેષ એ કે સૂચભિને બદલે સોમદેવ કહેવો.
-
-