________________
પ્રકીર્ણક સમવાય-૨૨૩
૧૮૧
આ વિપક શ્રતની પરિા વાચના, સંખ્યાતા અનુયોગદ્વારો, યાવત્ સંખ્યાતી સંગ્રહણીઓ છે, તે અંગાર્થપણે અગ્યામું અંગ છે. તેમાં ર૦-અધ્યયનો, ૨૦-ઉદ્દેશકાળ, ર૦-ન્સમુશાનકાળ, સંખ્યાતા લાખ પદો, સંખ્યાતા અક્ષરો, અનંતગમા, અનંતપચયિો ચાવત ચરણ-કરણની પ્રરૂપણા કહેવાય છે. તે આ વિપાકશુત છે.
• વિવેચન-૨૨૭ :
જે પકાવવું તે વિપાક-શુભાશુભ કર્મનો પરિણામ, તેને કહેનારું શ્રુત તે વિપાકકૃત.સૂત્ર સુગમ છે. વિશેષ એ કે- ફળરૂપ જે વિપાક તે ફળવિપાક. ભગવદ્ ગૌતમનો ભિક્ષાદિ અર્થે નગરમાં પ્રવેશ, આ જ વાતને વિસ્તારથી કહે છે - તેમાં -
પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી કરવી, પરસ્ત્રમૈથુન, સપરિગ્રહતા તે વડે સંચય કરેલા કર્મો એમ યોજવું. વળી મહાતીવ કપાય, ઈન્દ્રિય, પ્રમાદ, પાપપયોગ અને અશુભ અધ્યવસાય વડે સંચિત કરેલ પાપકર્મના પાપાનુભાગ એટલે અશુભ સવાળા જે ફળવિપાક, તે અહીં કહેવાય છે એમ યોજવું. કોના વિપાકોદય કહેવાય છે ?
નક અને તિર્યંચગતિમાં જે ઘણાં પ્રકારના સેંકડો કષ્ટોની પરંપરાથી બંધાયેલા છે, તે જીવોના તથા મનુષ્યપણે આવેલા તે જીવોને જે પ્રકારે શેષ રહેલા પાપકર્મ વડે પાપવાળા કુળવિપાક એટલે અશુભ વિપાકોદય થાય છે, તે અહીં કહેવાય છે. • x - તે આ રીતે –
• લાકડી વગેરે વડે તાડન, વૃષurfવનાશ - ખસી કરવી, તથા નાક-કાનહોઠ-અંગુઠા-હાથ-પગ-નખનું છેદન, જિલ્લાનો છેદ, સૅનન • તપાવેલા લોઢાની સળી વડે નેત્રમાં આંજવું અથવા ખાર, તેલ આદિ વડે શરીરને મસળવું છે. ટ - ફાડેલા વાંસ આદિના અગ્નિ વડે બાળવું તે અર્થાત્ ર વડે વટલાને બાધા ઉપજાવવી તે, હાથીના પગ નીચે દબાવવા, વિદારણ કરવું, વૃક્ષની શાખાદિએ લટકાવવું તે, શૂળલતા-લકુટ-ચષ્ટિ વડે ગાત્રોને ભાંગવા, ગપુ-સીસા-કકડતા તેલ વડે સીંચવા, કુંભીમાં પકાવવા, શીત કાળે શીતળ જળ છાંટી શરીરમાં કંપારી ઉપજાવવી, ગાઢ રીતે મજબૂત બાંધવું, ભાલાદિ શસ્ત્રથી ભેદવું, વર્ધવર્તન - ચામડી ઉતરડવી, ભય ઉત્પન્ન કરનાર કરપ્રદીપન એટલે તેલથી સીચેલાના બે હાથને વિશે અગ્નિ સળગાવવો તે.
પછી વધ, વૃષણ વિનાશથી લઈને પ્રતિભયકર-કપ્રદીપન સુધીના સર્વે શબ્દોનો બંદ્રસમાસ કરવો. તે સર્વે છે આદિ જે દુ:ખોમાં એવા ભયંકર. કોણ ? દુ:ખો. તે દુ:ખો કેવા ? અનુપમ દુઃખવિપાકોને કહે છે એમ જાણવું. તથા આ પણ કહેવાય છે - દુઃખોની ઘણાં પ્રકારની પરંપરા વડે અનુબદ્ધ-નિરંતર આલિંગીત જીવો મૂકાતા નથી. અહીં જીવ શબ્દ અધ્યાહાર છે. કોના વડે મૂકાતા નથી ? તે કહે છે
દુ:ખરૂપ ફળને પ્રાપ્ત કરનારી પાપકર્મરૂપી વેલડી વડે. કેમ ? વેધા વિનાઅનુભવ્યા વિના જીવોનો કર્મચકી વિયોગ ન થાય. શું સર્વથા અનુભવ્યા વિના મોક્ષ નથી જ ? ના, અનશનાદિ વડે પણ થાય. કઈ રીતે ? ધૃતિ - ચિત્ત સમાધાન, તે રૂપ અત્યંત બાંધી છે કે જેને વિશે, એવા તપ વડે કર્મનો વિનાશ થઈ શકે છે. થાય
૧૮૨
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ શબ્દ “સંભવ' અર્થમાં છે અર્થાત્ કર્મના મોક્ષનો બીજો કોઈ ઉપાય નથી.
ત્યારપછી સુખવિપાક - બીજા શ્રુતસ્કંધના અધ્યયનોમાં જે કહેવાય છે તે બતાવે છે - જ્ઞાન - બ્રહ્મચર્ય કે સમાધિ, સંયમ - પ્રાણાતિપાત વિરતિ, નિયE - અભિગ્રહ વિશેષ, ગુગ - શેષ મૂલગુણ અને ઉત્તરગુણ, તપ - અનશન આદિ, આ સર્વેનું ઉપધાન - વિધાન જેઓમાં છે તે તથા આ શીલ આદિ યુક્ત સાધુઓમાં.
વળી તે સાધુ કેવા ? સારું વિહિત એટલે અનુષ્ઠાન છે જેમનું એવા સુવિહિત સાધઓમાં, ભોજનાદિ આપીને જે પ્રકારે બોધિ લાભાદિને મેળવે છે, તે પ્રકારે આ સુખવિપાક કહેવાય છે. • x - અનુપ - દયા, છે મુખ્ય જેમાં એવો આશય, તેનો જે વ્યાપાર તે અનુકંપાશય પ્રયોગ, તેના વડે તથા ત્રણ કાળને વિશે જે મતિ- એટલે કે - “હું આપીશ” એમ વિચારતા સંતુષ્ટ થાય, આપતી વખતે પણ સંતુષ્ટ થાય અને આપ્યા પછી પણ સંતુષ્ટ થાય, તે શૈકાલિક મતિ વડે જે વિશદ્ધ હોય તે ત્રિકાલમતિ વિશુદ્ધ, એવા જે ભક્તપાન, તે અનુકંપાશય પ્રયોગ ત્રિકાલમતિવિશુદ્ધ ભક્તપાન. તેને આપીને એમ ક્રિયાયોગ છે. શા વડે આપીને ?
પ્રયતમન વડે - આદર સહિત ચિત વડે, તિ - અનર્થનો નાશ કરનાર હોવાથી હિતકા, સુખનું કારણ હોવાથી સુખ કે શુભ. કલ્યાણકારી હોવાથી નિઃશ્રેયસ અને તીવ-પ્રકૃષ્ટ એવા પરિણામ-અધ્યવસાય છે જેના એવી સંશયરહિત બુદ્ધિ છે જેઓની છે. તેઓ વડે ભક્તાદિ આપીને..
તે ભક્તાદિ કેવા ? પ્રયોગમાં શુદ્ધ - દાતારના દાનવ્યાપારની અપેક્ષાઓ સમગ્ર આશંસાદિ દોષરહિત અને ગ્રાહક-ગ્રહણ વ્યાપારાપેક્ષાથી ઉદ્ગમાદિ દોષથી રહિત. આવા ભક્તપાનાદિ આપવાથી શો લાભ? તે કહે છે - જે પ્રકારે પરંપરા મોક્ષનું સાધન હોવાથી ભવ્ય પ્રાણીઓ બોધિલાભને પ્રાપ્ત કરે છે. - x - જે પ્રકારે સંસારસાગરને પરિત કરે છે - લઘુ કરે છે. તે સંસારસાગર કેવો છે ? નર-નારકતિર્યંચ-દેવગતિમાં જે જીવોનું પરિભ્રમણ, તે રૂ૫ વિરતીર્ણ, વર્ણ - મસ્યાદિનો અનેક પ્રકારે સંસાર છે જેમાં એવો, તથા અરતિ, ભય, વિષાદ, શોક, મિથ્યાત્વરૂપી. પર્વતો વડે સાંકડો એવો - ૪ -
અહીં વિવાર - માત્ર દિનતા, શોવ - આઝંદાદિ ચિલવાળો. અજ્ઞાનરૂપી તમોડધકાર-મહાંધકાર જેમાં એવો, તથા વિરા - કાદવ, સંસાર પક્ષે ચિકિખલ્લ એટલે વિષય, ધન, સ્વજનાદિમાં આસક્તિ, તેવા કાદવ વડે સુતર એટલે દુ:ખે કરીને પાર પમાય તેવો, તથા જરા, મરણ અને જન્મરૂપી મોટા મત્સ્ય, મગર આદિ અનેક જલતંતુના સમૂહરૂપ સંમર્દ વડે વલોવ્યું છે જળસમૂહ જેને વિશે એવો તથા ૧૬ કષાયો રૂપી વ્યાપદ-મગરાદિ અતિ રૌદ્ર જેમાં છે તેવો • x • અનાદિ અનંત - x • એવા આ પ્રત્યક્ષ દેખાતો સંસારરૂપી સમુદ્ર, તેને લઘુ કરે છે.
તથા જે પ્રકારે સાગરોપમાદિના પ્રકારે સાધુદાન વડે દેવસમૂહમાં જવાના આયુષ્યને બાંધે છે અને જે પ્રકારે અનુપમ એવા દેવવિમાનના સુખને અનુભવે છે અને કાલાંતરે ત્યાંથી વીને અહીં જ આ તિછલોકમાં મનુષ્યભવને પામેલા એવા