________________
પ્રકીર્ણક સમવાય-૨૨૬
૧૩૯
કહે છે - વિવિધ મહાપ્રગ્નવિધા - વાણી વડે જ પ્રશ્ન કરતા ઉત્તરને આપનારી હોય તે, મન:પ્રશ્નવિધા - મનથી પૂછેલા અર્થને જે ઉત્તર આપનારી હોય છે, આ બંનેના અધિષ્ઠાતા દેવતાના પ્રયોગની પ્રધાનતાથી વિવિધ અર્થનો સંવાદ કરનારા ગુણને લોકમાં પ્રકાશ કરનારી. - x - વળી તે કેવી છે ?
તાત્વિક અને દ્વિગુણ તથા ઉપલક્ષણત્વથી લૌકિક પ્રશ્નવિધાના પ્રભાવની અપેક્ષાથી બહુગુણ વડે કે પાઠાંતરથી વિવિધ ગુણવાળા પ્રભાવ વડે મનુષ્યોના સમૂહની બુદ્ધિને ચમકાર કરનારી. વળી - અત્યંત અતીત થયેલા કાળ સમયને વિશે અર્થાત અતિવ્યવહિત કાળે દમ અને શમ વડે પ્રધાન એવા અન્ય દર્શનોને શાસિત કરનારા તીર્થકરોમાં ઉત્તમ એવા જિનેશ્ચનું સ્થાપન કરનારી. અતીતકાળમાં 38અતિશય સહિત, જ્ઞાનાદિ ગુણવાળા અને સમગ્ર શામકતના મસ્તકના મુગટ સમાન પુરષ વિશેષ હતા. અન્યથા આવી પ્રગ્નવિધાની ઉપત્તિ ન થાય, એવું જે સ્થાપન કરવું, તેના કારણરૂપ એવી, વળી તેને જ વિશેષિત કરે છે
દુરભિગમ - દુઃખે કરીને જાણી શકાય તેવું - સૂમ ને લીધે ગંભીર અને દુરસ્વગાહ - દુ:ખેથી ભણી શકાય તેવું, સર્વે સર્વજ્ઞોને સંમત અથવા સર્વ એવું જે સર્વજ્ઞ સંમત - પ્રવચન તત્વ, તે વળી અજ્ઞાનજનને બોધ કરનારું એટલે એકાંત હિતકારક તત્વને જ્ઞાન વડે સાક્ષાત્ જે પ્રત્યય કે- “આ જિનપ્રવચન સર્વાતિશયનિધાન છે અને અતીન્દ્રિય પદાર્થોને દેખાડવામાં વ્યભિચાર દોષરહિત છે.” એવી પ્રતિપતિ અથવા પ્રત્યક્ષ એવા જ ના વડે પદાર્થો જાણવામાં આવે છે માટે આ પ્રથા જેવું જ છે એવો જે પ્રત્યય, તેને જે કરવાના સ્વભાવવાળી તે પ્રત્યક્ષક પ્રત્યયકારણી કહી.
કોને પ્રત્યક્ષ કરનાર ? પ્રગ્નવિધા તથા ઉપલક્ષણથી બીજી પણ વિધા કે જે પ્રથમ ૧૦૮ કહી છે, તે સર્વે વિવિધ ગુણવાળા એટલે બહુવિધ પ્રભાવવાળા એવા જે મહાય - શુભાશુભને સૂચવનારા પદાર્થો. કેવા ? જિનવરે કહેલા એવા, કહેવાય છે. શેષ સૂત્રનો અર્થ પૂર્વવતું. વિશેષ એ કે - જો કે અહીં દશ અધ્યયન હોવાથી દશ ઉદ્દેશન કાળ જ છે. તો પણ બીજી વાચનાની અપેક્ષાએ ૪૫-હશે એમ સંભવે છે. કુલ સંખ્યાતા લાખ પદો છે. એટલે ૯૨,૧૬,૦૦૦ પદો છે. [દશ ઉદ્દેશofકાળ વર્તમાન અપેક્ષાએ છે અથવા મૂળ “gutવ્યાકરણ દસા” નામક સૂઝણી હોય.]
• સૂઝ-૨૨૩ -
તે વિપકડ્યુત શું છે ? વિપાકકૃતમાં સુકૃત અને દુષ્કૃત કર્મના ફળવિપાક કહેવાય છે. તે સંક્ષેપથી બે પ્રકારે છે - દુઃખવિપક અને સુખવિપાક. તેમાં દશ દુઃખવિપાક અને દશ સુખવિક છે. તે દુ:ખ વિપક કેવા છે ? દુ:ખવિપાકમાં દુઃખવિપાકી જીવોના નગઢ, ઉધાન, ચૈત્ય, વનખંડ, રાજ, માતાપિતા, સમવસરણ, ધમચિાર્ય, ધમકથા, નગર પ્રવેશ, સંસારનો વિસ્તાર અને દુઃખની પરંપરા કહેવાય છે. • x -
તે સુખ વિપાક કેવા છે ? સુખવિપાકમાં સુખવિપાકી જીવોના નગર, ઉદ્યાન, ત્ય, વનખંડ, રાઇ, માતાપિતા, સમવસરણ, ધર્માચાર્ય, ધમકથા,
૧૮૦
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આલોક-પરલોક સંબંધી વિશેષ પ્રકારની સમૃદ્ધિ, ભોગત્યાગ, dયા, ચુતગ્રહણ, તપોપઘાન, દીક્ષાપયયિ, પ્રતિમા વહન, સંલેખના, ભક્તપચ્ચક્ખાણ, પાદપોપગમન, દેવલોકગમન, સકુલમાં જન્મ, પુનઃબોધ અપ્તિ અને અંતક્રિયા એ સર્વે કહેવાય છે.
દુઃખવિપાકમાં પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, પરદામૈથુન. પરિગ્રહસહિત તથા મહાતીતકાય, ઈન્દ્રિય, પ્રમાદ, પાપપયોગ, શુભ અધ્યવસાયથી સંચિત કરેલા આભ કમના અશુભ રસવાળા ફળવિપાક કહે છે - તે જીવોએ નરકગતિ અને તિયચયોનિમાં બહુવિધ સેંકડો દુઃખોની પરંપરા વડે બાંધેલા અને મનુષ્યપણામાં આવેલા તે જીવોના શેષ પાપકમોં વડે જે પ્રકારે પાપ-ફળનો વિપાક તે કહે છે. તે આ રીતે –
વધ, વૃષણછેદ, નાસિકા-ક-ઓછ-ગુછ-હાથ-પગ અને નખનું છેદન, જિલ્લા કેદ, અંજન, ફાડેલ વાંસના અગ્નિ વડે બાળવું, હાથીના પગ નીચે મર્દન, ફાડવું, લટકાવવું, શૂળ-ઉતા-લાકડી-સૌંટીથી શરીરને ભાંગવું, બધું-સીસું-તપાવેલ તેલ વડે અભિષેક કરવો, કુંભીમાં પકાવવું, કંપાવવું, સ્થિબંધન કરવું, વેધ કરવો, ચામડી તોડવી, ઈત્યાદિ ભયંકર અને અનુપમ એવા દુઃખો કહ્યા છે. બહુવિધ દુઃખ પરંપરાથી બંધાયેલા જીવો પાપકર્મરૂપ વેલથી મૂકાતા નથી કેમકે કર્મ ફળ વેધા વિના મોક્ષ નથી અથવા - x • તપ વડે કર્મ શોધન થઈ શકે છે.
સુખવિપાકમાં શીલ, સંયમ, નિયમ, ગુણ, તપમાં સુવિહિત સાધુ અનુકંપાવાળા ચિપયોગ તથા ઝિકાલિકમતિથી વિશુદ્ધ એવા તથા પ્રયોગશુદ્ધ એવા ભાત પાણીને હિત-સુખ-કલ્યાણકારી તીવ આવ્યવસાયવાળી અને સંશયરહિત બુદ્ધિવાળા, આદયુક્ત ચિત્ત વડે જે રીતે બોધિલાભને ઉત્પન્ન કરે છે, તથા જે રીતે નર, નાક, તિયચિ, દેવગતિમાં ગમન કરવારૂપ મોટા આવતાળા આરતિ, ભય, વિષાદ, શોક અને મિથ્યાત્વરૂપી પર્વતો વડે સાંકડા, અજ્ઞાનરૂપી અંધકારવાળા, કાદવમુકત, સ્તર, જરા-મરણ-જન્મરૂપ ક્ષોભ પામ્યું છે કdia જેમાં એવા ૧૬-કપાયરૂપી અત્યંત પ્રચંડ શાપદો છે જેમાં એવા આ અનાદિ અનંત સંસાર સમુદ્રને પરિમિત કરે છે.- તથા -
જે પ્રકારે દેવસમૂહના આયુષ્યને બાંધે છે, જે રીતે દેવના વિમાનના અનમ સુખોને ભોગવે છે અને કાલાંતરે ઍવીને આ જ મનુષ્યલોકમાં આવીને વિશેષ પ્રકારના આયુ, શરીર, વર્ણ, રૂપ, જાતિ, કુળ, જન્મ, આરોગ્ય, બુદ્ધિ અને મેધા તથા વિશેષ પ્રકારના મિત્રજન, સ્વજન, ધન, ધાન્યના વૈભવ તથા સમૃદ્ધિસારનો સમુદય, બહવિધ કામભોગથી ઉત્પણ વિશેષ સુખો આ ઉત્તમ એવો સુખવિપાક છે.
તથા અનુક્રમે અશુભ અને શુભ કર્મના નિરંતર પરંપરાના સંબંધવાળ ઘણા પ્રકારના વિપકો આ વિપાકકૃતમાં ભગવંત જિનવરે સંવેગ કારણાર્થે કહ્યા છે. આ તથા અન્ય પણ પદાથદ કહ્યા છે. પ્રમાણે ઘણા પ્રકારની પદાર્થની પ્રરૂપણા વિસ્તારથી કહેવાય છે.