________________
૨૨૫૨
૬૯
(૧) બુર્ભૂજ્ઞા-ભુખ, તે રૂપી પરિવહ, તે દિગંછા પરીષહ, મર્યાદાને ઓળંગ્યા વિના તેને સહેવો તે. આ રીતે બધાં પરીષહોમાં જાણવું.
(૨) પિપાસા-તરસ, (૩,૪) શીત-ઉપ્રસિદ્ધ છે. (૫) દંશ અને મશક, એ બંને ચતુરિન્દ્રિય છે. તેમાં દંશ, મોટા છે અને મશક, નાના છે. દેશ-ભક્ષણ, કરડવું. તે છે પ્રધાન જેને તે મશક એ દંશમશક. એમ કહેતા જ, માંકડ, મંકોડા, માખી પણ જાણવા.. (૬) ચેન - વસ્ત્ર, બહુમૂલ્ય-નવા-નિર્મળ-સારા પ્રમાણવાળાનો અભાવ હોવો તે અરોલત્વ જાણવું.
(૭) અરતિ-મનનો વિકાર, (૮) સ્ત્રી-પ્રસિદ્ધ છે, (૯) ચર્ચા-ગ્રામ આદિમાં અનિયમિત વિહાર કરવો તે, (૧૦) નૈષેધિકી-ઉપદ્રવ સહિત કે રહિતભૂમિ, (૧૧) શય્યા-મનોજ્ઞ, અમનોજ્ઞ વસતિ કે સંસ્તાસ્ક.
(૧૨) આક્રોશ-દુર્વચન, (૧૩) વધ-લાકડી આદિથી મારવું, (૧૪) યાચનાભિક્ષા કે તથાવિધ પ્રયોજને શોધવું તે. (૧૫,૧૬) અલાભ, રોગ પ્રસિદ્ધ છે. (૧૭) તૃણસ્પર્શ-સંસ્તાસ્ક અભાવે તૃણમાં શયન કરનારને તૃણ વાગે તે.
(૧૮) જલ્લ-શરીર, વસ્ત્રાદિનો મેલ. (૧૯) સત્કાર-વસ્ત્રાદિથી પૂજા, પુરસ્કારરૂ ઉભા થવું આદિ વિનય અથવા સત્કાર વડે સન્માન કરવું તે.
(૨૦) જ્ઞાન-સામાન્યથી મતિ આદિ, ક્યાંક ‘અજ્ઞાન’ એવો પાઠ છે. (૨૧) દર્શન-સમકિત દર્શન, સહેવું તે - ક્રિયાવાદી આદિના વિચિત્ર મતને શ્રવણ કર્યા છતાં નિશ્ચલ ચિતે સમ્યકત્વ ધારણ કરવું. (૨૨) પ્રજ્ઞા-સ્વયં વિમર્શપૂર્વક વસ્તુને જણાવનાર મતિજ્ઞાનના વિશેષ ભેદરૂપ.
દૃષ્ટિવાદ-બારમું અંગ, તે પાંચભદે-પકિર્મ, સૂત્ર, પૂર્વગત, પ્રથમાનુયોગ, ચૂલિકા. તેમાં દૃષ્ટિવાદના બીજા પ્રસ્થાનમાં ૨૨-સૂત્રો છે, તેમાં સર્વ દ્રવ્ય, પર્યાય, નય આદિના અર્થના સૂચનથી સૂત્ર કહેવાય. છિન્ન છેદ-જે નય છેદથી છિન્ન સૂત્રને ઈચ્છે-જેમ ધમ્મો મંગલમુર્કી આદિ શ્લોક સૂત્ર અને અર્થથી છેદનયમાં રહીને બીજા વગેરે શ્લોકની અપેક્ષા ન કરે. આ રીતે જે સૂત્રો છિન્નછેદનયવાળા હોય તે છિન્નછેદનયિક. આવા સૂત્રો સ્વસમય-જિનમત આશ્રિત જે સૂત્રોની પરિપાટિ-પદ્ધતિ, તેમાં સ્વસમય
ન
પરિપાર્ટિમાં હોય છે. અથવા તેના વડે સ્વસમયપરિપાટી હોય છે.
અછિન્નછેદનયિક - અહીં જે નય અચ્છિન્ન સૂત્રને છેદ વડે ઈચ્છે છે. જેમધમ્મો મંનમુજ્જુ આદિ શ્લોકાર્થથી બીજા આદિ શ્લોકની અપેક્ષા કરતો હોય તેવા જે સૂત્રો અછિન્ન છેદ નયવાળા હોય તે અછિન્ન છેદનયિક. આવા સૂત્રો આજીવિક સૂત્ર પરિપાટીમાં-ગોશાલકમત સૂત્ર પદ્ધતિમાં કે પદ્ધતિ વડે હોય અર્થાત્ સૂત્રો અક્ષરરચના વડે જુદા રહેલા હોય, તો પણ અર્થથી પરસ્પરની અપેક્ષા રાખનારાં
હોય છે.
ત્રિકનયિક-જે સૂત્રો ત્રણ નયના અભિપ્રાયથી ચિંતવાય તે. ઐરાશિક સૂત્ર પરિપાટી - અહીં ઐરાશિક-ગોશાલક મતાનુસારી કહેવાય છે. કેમકે તેઓ સર્વ વસ્તુ ત્રણ સ્વરૂપવાળી ઈચ્છે છે. જેમકે - જીવ, અજીવ, જીવાજીવ
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આદિ. નય વિચારથી પણ તેઓ ત્રિવિધ નયને ઈચ્છે છે જેમકે પર્યાયાસ્તિક, ઉભયાસ્તિક, ત્રણેને આશ્રીને ત્રિકનયિક.
દ્રવ્યાસ્તિક,
ચતુષ્કનયિક – જે સૂત્રો ચાર નયના અભિપ્રાયથી ચિંતવાય તે. ચાર નય આ રીતે - નૈગમનય બે રીતે – સામાન્યગ્રાહી, વિશેષગ્રાહી. તેમાં સામાન્યગ્રાહી છે, તે સંગ્રહનયમાં સમાય છે અને વિશેષગ્રાહી તે વ્યવહારનયમાં સમાય છે. આ રીતે
90
સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર ત્રણ અને શબ્દાદિ ત્રણ મળીને એક એમ ચાર નય છે.. સ્વ સમયાદિનો અર્થ પૂર્વવત્.
પુદ્ગલ-અણુ આદિનો, પરિણામ-ધર્મ, તે પુદ્ગલ પરિણામ. તે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ સ, આઠ સ્પર્શના ભેદો મળીને ૨૦ ભેદ છે. તથા ગુરુલઘુ, અગુરુલઘુ ઉમેરતા ૨૨ થાય છે. તેમાં વાયુ આદિ તિરંગામી હોય તે ગુરુલઘુ અને સિદ્ધિ ક્ષેત્રાદિ સ્થિદ્રવ્ય તે અગુરુલઘુ છે.
મહિત આદિ છ વિમાનોના નામો છે.
સમવાય-૨૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
સમવાય-૨૩
-
— * - * ==
• સૂત્ર-૫૩ ઃ
સૂયગડના ૨૩-અધ્યયનો છે સમય, વૈતાલિક, ઉપસર્ગપરિજ્ઞા, સ્ત્રીપરિજ્ઞા, નકવિભક્તિ, મહાવીસ્તુતિ, કુશીલપરિભાષિત, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમવસરણ, યાથાતથ્ય, ગ્રંથ, યમકીય, ગાથા, પુંડરીક, ક્રિયાસ્થાન, આહારપરિજ્ઞા, અપ્રત્યાખ્યાનક્રિયા, અનગારશ્રુત, આર્કકીય, નાલંદીય...
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૨૩-જિનેશ્વરોને સૂર્યોદય મુહૂર્તો શ્રેષ્ઠ કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા.
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૨૩ તિર્થંકરો પૂર્વભવમાં અગિયાર આંગના જ્ઞાતા હતા. તે આ — અજિત સાવત્ વર્ધમાન. કેવલ કૌશલિક ઋષભ અર્થ ચૌદપૂર્વી હતા... જંબૂદ્વીપમાં આ અવસર્પિણીમાં ૨૩-તીર્થંકરો પૂર્વ ભવે માંડલિક રાજા હતા, તે આ – અજિત યાવત્ વર્ધમાન. કેવલ કૌશલિક અર્હત્ ઋષભ પૂર્વ ભવે ચક્રવર્તી હતા.
આ રત્નભા પૃથ્વીમાં કેટલાક નારકોની ૨૩-પલ્યોપમસ્થિતિ છે.. અધઃસપ્તમી પૃથ્વીમાં કેટલાક નૈરયિકોની સ્થિતિ ૨૩-સાગરોપમ છે.. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૨૩-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાનકલ્પે કેટલાક દેવોની સ્થિતિ ૨૩-પલ્યોપમ છે.. હેક્રિમ મઝિમ ત્રૈવેયકે દેવોની જઘન્ય સ્થિતિ ૨૩સાગરોપમ છે.. હેક્રિમ હેમ શૈવેયકે ઉત્પન્ન દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૩
સાગરોપમ છે.
તે દેવો ૨૩-અર્ધમાસે આન-પ્રાણ, ઉચ્છ્વાસ-નિઃશ્વાસ લે છે. તેમને
-