________________
૨૧/૫૧
તે આ
દુષમા, દુશ્મા.
આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકોની ૨૧-પલ્યોપમ સ્થિતિ છે.. છટ્ઠી પૃથ્વીમાં કેટલાક નાસ્કોની ૨૧-સાગરોપમ સ્થિતિ છે.. કેટલાક અસુર કુમારોની ૨૧-પલ્યોપમની સ્થિતિ છે.. સૌધર્મ-ઈશાન કલ્પે કેટલાક દેવોની ૨૧-પલ્યોપમ સ્થિતિ છે. આરણકો દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૧-સાગરોપમ છે.. અમ્રુત કલ્પે દેવોની જઘન્યસ્થિતિ ૨૧-સાગરોપમ છે.. જે દેવો શ્રીવત્સ, શ્રીદામદંડ, માલ્ય, દૃષ્ટિ, ચાપોન્નત, આરણાવર્તક વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયેલાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૧-સાગરોપમ છે.
૬૭
તે દેવો ૨૧-અર્ધમાસે આન-પ્રાણ, ઉચ્છ્વાસ-નિઃશ્વાસ લે છે, તેમને ૨૧,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે.. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨૧-ભવને ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુઃખતકર થશે.
• વિવેચન-૫૧ :
હવે ૨૧-મું સ્થાનક-તેમાં સ્થિતિસૂત્ર સિવાયના ચાર સૂત્રો સુગમ છે. વિશેષ - રૂાવન - કાબરચીતરું, જે ક્રિયા વિશેષ વડે થાય તે શબલ, તેના યોગે સાધુ પણ શબલ કહેવાય. તે આ પ્રમાણે –
એ
(૧) હસ્તકર્મ-વેદવિકાર વિશેષ, કરતો કે કરાવતો, સાધુશબલ થાય. (૨) અતિક્રમાદિ ત્રણ પ્રકારે મૈથુન સેવતો.. (૩) રાત્રિભોજન-દિવસે ગૃહીત દિવસે ખાધું ઈત્યાદિ ચાર ભાંગે અથવા અતિક્રમાદિ વડે ભોજન કરનાર.
(૪) આધાકર્મ, (૫) સાગાસ્કિ-સ્થાનદાતાનું પિંડ, (૬) ઔદેશિક, ક્રીત, લાવેલું આપનારને ખાનાર, ઉપલક્ષણથી પ્રામિત્વ, આધ, અનિસૃષ્ટ લેવું.
(૭) ચાવત્થી ગ્રહણ કરેલ પદોનો અર્થ આ છે – વારંવાર પ્રત્યાખ્યાન કરીને અશનાદિ ખાનાર, (૮) છ માસમાં એક ગણમાંથી બીજા ગણમાં જતો, (૯) એક માસમાં ત્રણ વખત નાભિપ્રમાણ જળમાં અવગાહ કરનાર. (૧૦) એક મારામાં ત્રણ માયાસ્થાન-ભેદ કરનાર. (૧૧) રાજપિંડખાનાર-શબલ થાય.
આકુટ્ટિ-જાણી જોઈને, (૧૨) પૃથ્વી આદિની હિંસાને કરતો. (૧૩) જુઠું બોલતો, (૧૪) અદત્તાદાન ગ્રહણ કરતો, (૧૫) આસન પાથર્યા વિના સ્થાન કે કાયોત્સર્ગ અને સ્વાધ્યાય ભૂમિને કરતો, (૧૬) સ્નિગ્ધ અને સચિત્ત રજવાળી પૃથ્વી ઉપર, શિલા કે ઢેફા ઉપર, ધુણાવાળા કાષ્ઠ ઉપર, (૧૭) તેવા પ્રકારના પ્રાણ-બીજાદિ સહિતના સ્થાને બેસવું આદિ કરતો. (૧૮) મૂળ-કંદ વગેરેને ખાતો [આ બધું આકુદ્ધિથી કરતા રાબલ દોષ થાય છે.
(૧૯) વર્ષમાં દશ વખત નાભિપ્રમાણ જળમાં અવગાહન કરતો તથા (૨૦) વર્ષમાં દશ વખત માયા સ્થાનને કરતો. (૨૧) વારંવાર શીતોદકલક્ષણ જળ વડે વ્યાપ્ત થયેલા હાથથી અશનને ગ્રહણ કરતો સાધુ શબલ થાય.
નિવૃત્તિબાદર-અપૂર્વકરણ નામે આઠમા ગુણઠાણે વર્તનાર. ક્ષીણસપ્તકઅનંતાનુબંધી ચતુષ્ક અને ત્રણ દર્શન લક્ષણ, તેને મોહનીય કર્મની ૨૧ પ્રકૃત્તિ
૬
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
એટલે અપ્રત્યાખ્યાનાદિ ૧૨ અને નોકષાય-૯ રૂપ ઉત્તર પ્રકૃતિઓ સત્કર્મ-સત્તા અવસ્થાવાળું કર્મ કહેલું છે.
શ્રીવત્સ, શ્રીદામદંડ આદિ છ વિમાનોના નામો છે.
સમવાય-૨૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
સમવાય-૨૨
— * - * =
• સૂત્ર-૫૨ - :
બાવીશ પરીષહો કહા - - (૧) સુધા, (૨) પિપાસા, (૩) શીત, (૪)
ઉષ્ણ, (૫) દંશમશક, (૬) અચેલ, (૭) અરતિ, (૮) સ્ત્રી, (૯) ચર્ચા, (૧૦) નૈપેધિકી, (૧૧) શય્યા, (૧૨) આક્રોશ, (૧૩) વધ, (૧૪) યાચના, (૧૫) અલાભ, (૧૬) રોગ, (૧૭) તૃણસ્પર્શ, (૧૮) જલ્લ, (૧૯) સત્કાર-પુરસ્કાર, (૨૦) પ્રજ્ઞા, (૨૧) જ્ઞાન, (૨૨) દર્શન [આ બાવીસ પરીષહો જાણવા
દૃષ્ટિવાદમાં ૨૨ સૂત્રો છિન્નછેદ નયવાળા, સ્વસમય સૂત્ર પરિપાટીમાં છે... ૨૨-સૂત્રો Ðિછેદ નયવાળા, આજીવિક સૂત્ર પરિપાટીમાં છે... ૨૨-સૂત્રો ત્રણ નયવાળા, ઐરાશિક સૂત્ર પરિપાટીમાં છે, ૨૨-સૂત્રો ચાર નયવાળા સમય સૂત્ર પરિપાટીમાં છે.
પુદ્ગલ પરિણામ ૨૨ ભેદે છે – (૧ થી ૫) કૃષ્ણ-નીલ-લોહિત-હાલિકશુક્લવર્ણ પરિણામવાળા, (૬,૭) સુરભિગંધ-દુરભિગંધ પરિણામવાળા. (૮ થી ૧૨) તિત-કટુક-કષાય-આંબિલ-મધુર રસ પરિણામવાળા. (૧૩ થી ૨૨) કર્કશ મૃદુ-ગુરુ-લઘુ-શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રુક્ષ સ્પર્શ પરિણામી,
આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાંક નારકોની ૨૨-પલ્યોપમ સ્થિતિ છે.. છટ્ઠી પૃથ્વીમાં નાસ્કોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨-સાગરોપમ છે.. અધઃ સપ્તમી પૃથ્વીમાં નાસ્કોની જઘન્ય સ્થિતિ ૨૨-સાગરોપમ છે. કેટલાક અસુકુમારોની સ્થિતિ ૨૨-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાન કો કેટલાક દેવોની સ્થિતિ ૨૨-પલ્યોપમ છે..
અમ્રુત કલ્પે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ રર-સાગરોપમ છે.. હેક્રિય હેર્ણિમ ગ્રેવેયકે દેવોની જઘન્ય સ્થિતિ-૨૨-સાગરોપમ છે.. જે દેવો મહિત, વિશ્રુત, વિમલ, પ્રભાસ, વનમાલ અને અણુતાવતુંસક વિમાને દેવ થાય છે, તેમની સ્થિતિ ૨૨
સાગરોપમ છે.
તે દેવો ૨૨-અર્ધમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૨૨,૦૦૦ વર્ષે આહારેછા થાય છે.. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨૨-ભવના ગ્રહણ વડે સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુઃખાંતકર થશે.
• વિવેચન-૫૨ -
૨૨-મું સ્થાન પ્રસિદ્ધાર્થ છે. વિશેષ એ – સ્થિતિ પૂર્વે છ સૂત્રો છે. તેમાં માર્ગથી
ભ્રષ્ટ ન થઈને નિર્જરાર્થે સહન કરાય તે પરીષહ કહેવાય.