________________
૧ર૦ થી રપ
૪૫
• વિવેચન-૨૦ થી ૨૫ :
સૂણ સુગમ છે. વિશેષ - સ્થિતિ સૂત્રો પૂર્વે ૧૧ સૂત્રો કહ્યા છે. તેમાં વિશિષ્ટ સંહનનવાળા અને શ્રુતવાન્ ભિક્ષની જે પ્રતિમા-અભિગ્રહો તે ભિાપતિમા.. તેમાં એક માસથી સાત માસ સુધીની પ્રતિમા ઉત્તરોત્તર એક માસની વૃદ્ધિવાળી એક એક ભાત-પાણીની દતિ વડે વૃદ્ધિવાળી જાણવી. તથા સાત-સાત સમિદિવસની ત્રણ પ્રતિમાં છે. •x - આ ત્રણેમાં ક્રિયા વડે તફાવત છે. તે આ - આઠમી પ્રતિમામાં ચોથભક્ત તપ, પ્રામાદિની બહાર રહેવું, ઉત્તાન આસનાદિ છે. નવમી પ્રતિમામાં ઉત્કટુકાદિ આસન એ વિશેષ છે. દશમીમાં વીરાસન એ વિશેષ છે. એક અહોસગિકી અગ્યારમીમાં છભક્ત તપ છે. બારમી એકસગિકીમાં અટ્ટમભકત તપ, છેલી રાત્રિએ હાથ લાંબા રાખી, બે પગ ભેગા રાખી, કાયાને કંઈક નમાવી, નિર્નિમેષ રહેવું.
સE - એકીભૂત સમાન સમાચારવાળા સાધુનું ભોજન તે સંભોગ. તે ઉપધિ આદિ લક્ષણ વિષય ભેદથી બાર પ્રકારે છે - X - તેમાં ૩ય - વસ્ત્ર, પાત્રાદિ તે સાંભોગિક સાધુ બીજ સાંભોગિક સાથે ઉદ્ગમ, ઉત્પાદન, એષણા દોષરહિત વિશુદ્ધને ગ્રહણ કરે તો શુદ્ધ અને અશુદ્ધ ગ્રહે કે પ્રેરે તો પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે. આ રીતે ત્રણ વખત સુધી પ્રાયશ્ચિત્ત લે તો સંભોગને લાયક છે, ચોથી વખતે પ્રાયશ્ચિત્ત લેવા છતાં વિસંભોગને યોગ્ય જ છે.
વળી વિસંભોગિક સાથે કે પાર્થસ્થાદિ સાથે અથવા સાધ્વી સાથે રહીને નિકારણ શુદ્ધ કે અશુદ્ધ ઉપધિ ગ્રહણ કરે કે બીજાને પ્રેરીને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે. તો પણ ત્રણવાર પછી અસંભોગ્ય થાય. એ રીતે ઉપધિનું પરિકર્મ કે પરિભોગકર્તા માટે જાણવું. કહ્યું છે કે ત્રણ વખત આલોચના કરે તેનું પ્રાયશ્ચિત થાય, પછી તો તે અસંભોગ્ય જ થાય છે.
સાંભોગિક સાધુ અન્ય સાંભોગિક સાધુ કૃત ભણવા આવે ત્યારે વિધિપૂર્વક વાયના, પૃચ્છનાદિ કરે તો તે શુદ્ધ છે, પણ તે અવિધિથી ઉપસંપન્ન થયો હોય અથવા અનુપસંપન્ન હોય, પાસત્યો કે સ્ત્રી હોય, તેને વાચનાદિ આપે તો તે તેજ પ્રમાણે ત્રણ વાર પછી અસંભોગ્ય થાય.
ભક્ત-પાનના વિષયમાં ઉપધિ પ્રમાણે જાણવું. વિશેષ એ- ત્યાં પરિકર્મ અને પરિભોગ કહ્યા, અહીં ભોજન અને દાન કહેવા.
અંજલિ પ્રગ્રહ - X-X • હાથ જોડવા, અર્થાત્ વંદનાદિ. સાંભોગિક કે અન્ય સાંભોગિક સંવિગ્નને વંદન, અંજલિ જોડવી, ક્ષમા શ્રમણને નમસ્કાર એમ બોલે, આલોચના-સૂત્રાર્થ નિમિતે નિષધા કરે તે શુદ્ધ પણ પાર્થસ્થાદિને કરે તો ઉપર મુજબ સંભોગ્ય-વિસંભોગ્ય જાણવા.
દાન-સાંભોગિક પોતાના સાંભોગિકને શિષ્ય-ગણ સોપે અથવા શિષ્યગણને વઆદિ ઉપગ્રહમાં અસમર્થ હોય તો સોપે. તો તે શુદ્ધ છે. પણ નિકારણ વિસંભોગિક કે પાસસ્થા કે સાધ્વીને સોપે તો પૂર્વવતુ જાણવો.
નિકાચન-છંદન કે નિમંત્રણ, તેમાં શય્યા, ઉપધિ, આહાર વડે તથા
૪૬
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ શિષ્યગણપ્રદાન અને સ્વાધ્યાય વડે સાંભોગિક અન્ય સાંભોગિકને નિમંત્રણ કરે તો શુદ્ધ છે. શેષ સર્વે પૂર્વવત્ જાણવું.
અભ્યસ્થાન-આસન ત્યાગરૂપ, તે બીજું સંભોગ-અસંભોગ સ્થાન છે. તેમાં પાસત્યાદિ સામે જો પોતે અભ્યથાન કરે તો અસંભોગ્ય. અભ્યત્થાનના ઉપલક્ષણથી પ્રાઘર્ણક કે ગ્લાનાદિ અવસ્થામાં - હું તમારી શું વિશ્રામણાદિ કરે ? એ રીતે પ્રસ્ત સ્વરૂપ કિંકરપણું કરે તથા પાસ્યાદિનો ધર્મ જોઈ સ્વધર્મથી ચુત થાય તો ફરીથી સ્વધર્મમાં જ સ્થાપવો તથા અવિભક્ત-અભેદપણાને કરતો સાધુ અશુદ્ધ અને અસંભોગ્ય થાય છે. પરંતુ આ સર્વે આગમાનુસાર કરે તો તે શુદ્ધ અને સંભોગ્ય જાણવો.
કૃતિકર્મ-વંદન, તેને કરવું. તે વિધિથી કરે તો શુદ્ધ અન્યથા અસંભોગ્ય. તેનો વિધિ આ છે - જે સાધુ વાયુ વડે સ્તબ્ધ શરીરી હોવાથી ઉઠવા વગેરેમાં અશક્ત હોય, તે અખલિતાદિ ગુણયુક્ત એવા સૂત્રનો જ માત્ર ઉચ્ચાર કરે, આવર્તશિરોનમનાદિ જે શક્તિ હોય તે કરે. આ રીતે અશઠ પ્રવૃત્તિ કરવી એ જ વંદનવિધિ છે.
વૈયાવૃત્યકરણ-આહાર-ઉપધિ દાનાદિથી, માતૃ માટે માત્રક આપવા વગેરેશી, અધિકરણ દોષના ઉપશમનથી, સહાયદાત કે ટેકો આપવો છે. આ વિષયમાં સંભોગઅસંભોગ થાય છે.
સમોસરણ-જિનેશ્વરનું સ્નાત્ર, સ્થનું અનુગમન આદિમાં ઘણાં સાધુનું એકઠું થવું તે સમોસરણ. ફોનને આશ્રીને અહીં સર્વ સાધુને સાધારણ અવગ્રહ હોય, વસતિને આશ્રીને સાધારણ-અસાધારણ બંને હોય. એ રીતે ઉપલક્ષણથી બીજા પણ અવગ્રહો જાણવા. તે અનેક છે – વર્ષાવગ્રહ, ઋતુબદ્ધાવગ્રહ, વૃદ્ધવાસાવગ્રહ. આ દરેકના સાધારણ અને પ્રત્યેકાવગ્રહ બે ભેદ છે. તેમાં જે ક્ષેત્ર વર્ણાકભાદિ માટે એકસાથે ભિન્ન ગચ્છવાળા બે વગેરે સાધુ અનુજ્ઞાથી ગ્રહણ કરે તે સાધારણ, પણ જે મનો કેટલાક સાધુઓએ અનુજ્ઞા લઈ આશ્રય કર્યો તે પ્રત્યેક.
આ રીતે અવગ્રહમાં હિંસા અને અક્ષય એવા શિષ્યરૂપ સયિત કે વાદિ અચિતને ગ્રહણ કરે કે અનાભોગે ગૃહિતને પરત ન કરે તે સમનોજ્ઞ-સામનોજ્ઞ કહેવાય. તથા પ્રાયશ્ચિત્તવાળા-અસંભોગ્ય થાય. પાર્થસ્થાદિમાં ફોમ નાનું હોય તો ત્યાગ કરે, મોટું હોય તો ત્યાં રહી શકે અને સચિત શિષ્યાદિને ગ્રહણ કરે, તો પ્રાયશ્ચિત્તવાળા થતાં નથી.- ૪ -
સાિપધા-આસન વિશેષ. તે સંભોગ-અસંભોગનું કારણ થાય. તે આ રીતે - સંનિષધામત આચાર્ય નિષઘાત સાંભોગિક આચાર્ય સાથે શ્રુતપરિવર્તન કરે છે શુદ્ધ પણ અમનોજ્ઞ-પાસત્યાદિ સાધ્વી કે ગૃહસ્થ સાથે કરે તો પ્રાયશ્ચિત્તી થાય. તથા અક્ષનિષધા વિના અનુયોગ કરે કે સાંભળે તો પ્રાયશ્ચિત્ત (શિષ્ય) આસને બેસીને સૂત્રાર્થ પૂછે કે અતિચાર આલોવે તો પ્રાયશ્ચિતી થાય.
કથા-વાદાદિ પાંચ પ્રકારે, તેનું જે કરવું તે કથા પ્રબંધન. તેમાં સંભોગઅસંભોગ થાય છે. પાંચ પ્રકારે વાદ આ પ્રમાણે - (૧) કોઈ મતનો સ્વીકાર કરીને