________________
૧૧/૧૯
સુધર્માસ્વામીએ જંબુસ્વામીને સંબોધીને કહ્યું - અર્થાત્ - પૂર્વોક્ત સર્વે ગુણે સહિત, અસ્ત્રાથી મુંડન કરે કે લોચ કરે, સાધુવેષ ધારણ કરે, ઇસમિતિ આદિ સાધુ ધર્મને પાળે, ભિક્ષાર્થે ગૃહસ્થકુળમાં પ્રવેશે ત્યારે “પ્રતિમા પ્રતિપન્ન શ્રાવકને (મને) ભિક્ષા આપો.'' એમ બોલે. કોઈ પૂછે – “તું કોણ છે ?” કહે કે – ‘‘હું પ્રતિમા પ્રતિપન્ન શ્રાવક છું.’’ આ રીતે ૧૧-માસ સુધી કરે તે અગ્યારમી પ્રતિમા છે. - - પુસ્તકાંતરમાં
વાચના - -
૪૩
(૧) દર્શન શ્રાવક, (૨) કૃતવતકમાં, (૩) કૃત સામાયિક, (૪) પૌષધોપવાસ
નિત, (૫) રાત્રિભક્ત પરિજ્ઞાત, (૬) સચિત પરિજ્ઞાત, (૭) દિવા બ્રહ્મચારી રો પરિમાણકૃત, (૮) દિવસે અને રાત્રે પણ બ્રહ્મચારી-સ્નાનરહિત-કેશ રોમ નખ ન ઉતારે, (૯) આરંભ પરિજ્ઞાત-પ્રેષણ પરિજ્ઞાત, (૧૦) ઉદ્દિષ્ટભક્તવર્જક, (૧૧) શ્રમણભૂત - X - ક્વચિત્ત (૯) આરંભપરિજ્ઞાત (૧૦), પેય્યારંભ પરિજ્ઞાત અને (૧૧) ઉદ્દિષ્ટભક્તવર્જક શ્રમણભૂત કહી છે.
જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતથી ૧૧૨૧ અધિક યોજન અંતરે જ્યોતિષુ ચક્ર ચાર - પરિભ્રમણ, ક્ષતિ - કરે છે. - x - લોકાંતથી ૧૧૧૧ યોજન બાધારહિત-અંતરે કરીને જ્યોતિષુ ચક્ર પર્યન્ત કહ્યો છે. આ વાંચનાંતર વ્યાખ્યા છે. કહ્યું છે - ૧૧૨૧ અને ૧૧૧૧ યોજન મેરુ અને અલોકની અબાધાએ જ્યોતિષુ ચક્ર ચાર સરે છે અને રહેલું છે.
અધિકૃત્ વાચનામાં આ હમણાં વ્યાખ્યાન કરેલ બે આલાવા ઉલટા પણ દેખાય છે. - ૪ - ૧૧૧ વિમાન હોય છે એમ જાણીને એટલે ભગવંતે તથા બીજા
કેવલીઓએ કહ્યું છે, એવું સુધર્માસ્વામીનું વચન છે.
મેરુના ભૂતલથી આરંભી શિખરના ઉપરના ભાગ સુધી વિખંભ અપેક્ષાએ અંગુલાદિના ૧૧-૧૧મા ભાગે હાનિ પામતો ઉપર-ઉપર છે. અહીં એમ કહે છે – મેરુ પર્વતનો વિખંભ ભૂમિતલે ૧૦,૦૦૦ યોજન છે, ત્યાંથી એક અંગુલ ઉંચે જતા તેનો ૧૧મો ભાગ ઓછો થાય છે. એ રીતે ગણતાં ૧૧ અંગુલ ઉંચે જતા એક આંગળ ઘટે છે. આ ન્યાયે ૧૧-યોજન જતાં એક યોજન ઘટે છે. એ રીતે ૧૧,૦૦૦ યોજને
૧૦૦૦ યોજન ઘટે છે અને ૯૯૦૦૦ યોજને ૯૦૦૦ યોજન ઘટે છે. તેથી શિખરે ૧૦૦૦ યોજન વિખંભ રહે છે. ઇત્યાદિ - x - બ્રહ્મ આદિ બાર વિમાનો છે.
સમવાય-૧૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
૪૪
સમવાય-૧૨ 3
— * — * —
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
- સૂત્ર-૨૦ :
બાર ભિક્ષુ પ્રતિમાઓ કહી છે માસિકી ભિક્ષુપ્રતિમા, બે માસની ભિક્ષુપતિમા, ત્રણ માસની ભિક્ષુપતિમા, ચઉમાસી ભિક્ષુપતિમા, પંચમાસી ભિક્ષુ પ્રતિમા, છમાસી ભિક્ષુપતિમા, સત્તમાસી ભિક્ષુપતિમા, પહેલી સાત રાત-દિનની ભિક્ષુપતિમા, બીજી સાત રાત-દિનની ભિક્ષુપતિમા, ત્રીજી સાત રાત-દિનની ભિક્ષુપ્રતિમા, અહોરાત્રિક ભિક્ષુપતિમા, એકરાત્રિકી ભિક્ષુપ્રતિમા.
-
સૂત્ર-૨૧,૨૨ :
[સંભોગ બાર ભેદે કહ્યો −] [૨] ઉપધિ, શ્રુત, ભક્તપાન, અંજલિપગ્રહ, દાન, નિકાસ, અભ્યુત્થાન... [૨૨] કૃતિકમકરણ, વૈયાવચકરણ, સમવસરણ, સંનિષધા, કથાપ્રબંધ.
* સૂત્ર-૨૩,૨૪ ઃ
[૨૩] ભાર આવવિાળું કૃતિકર્મ કહ્યું છે. [૨૪] બે અર્ધનમન, યથાજાત, દ્વાદશાવર્ત કૃતિકર્મ, ચાર શિરોનમન, ત્રણ ગુપ્ત, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણ [આ રીતે ૨૫-આવશ્યક થાય છે.]
• સૂત્ર-૨૫ ઃ
(૧) વિજયા રાજધાની લંબાઈ-પહોળાઈથી ૧૨,૦૦૦ યોજન કહી છે – (૨) રામ બલદેવ ૧૨૦૦ વર્ષનું સર્વયુ પાળીને દેવપણું પામ્યા. (૩) મેરુ પર્વતની ચૂલિકા વિષ્ફભથી મૂળમાં ૧૨-યોજન છે. (૪) જંબુદ્વીપની વેદિકા મૂળમાં વિખુંભથી ૧૨ યોજન છે. (૫) સર્વ જઘન્ય રાત્રિ બાર મુહૂર્તની છે. (૬) એ જ પ્રમાણે દિવસ પણ જાણવો. (૭) સથિસિદ્ધ મહાવિમાનથી ઉપરની સ્તૂપના અગ્ર ભાગથી ૧૨-યોજન ઉંચે જતા છાત્ પ્રભારા પૃથ્વી છે. (૮) ઈશúાભાર પૃથ્વીના બાર નામ કહા છે - (૯) ઈત્, ઈષત્ પામાર, તનુ, તનુકતર, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, બ્રહ્મ, બ્રહ્માવતંસક, લોકપ્રતિપૂરણા, લોકાગચૂલિકા.
આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકોની સ્થિતિ બાર પલ્યોપમ છે.. પાંચમી પૃથ્વીમાં કેટલાક નારકોની બાર સાગરોપમ સ્થિતિ છે.. કેટલાક અસુકુમારોની બાર પલ્યોપમ સ્થિતિ છે.. સૌધર્મ-ઈશાન કલ્પે કેટલાક દેવોની
બાર પલ્યોપમ સ્થિતિ છે.. લાંતક કરે કેટલાક દેવોની બાર સાગરોપમ સ્થિતિ
છે. જે દેવો માહેન્દ્ર, માહે ધ્વજ, કંબુ, કંબુગ્રીવ, પુંખ, સુપુંખ, મહાપુંખ, કુંડ, સુપુંડ, મહાપુંડ, નરેન્દ્ર, નરેન્દ્રકાંત, નરેન્દ્રાવતંસક વિમાને દેવ થયેલાની સ્થિતિ બાર સાગરોપમ છે.
તે દેવો બાર અર્ધમાસે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૧૨,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો બાર ભવ વડે સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે.