________________
૩/૨/૧૬૮ થી ૧૭૪
વડે કહે છે. તેમાં ગત્યા - કોઈક વિહાર ક્ષેત્રાદિમાં જઈને - ૪ - કોઈ એક હર્ષિત થાય છે. તેમજ અન્ય કોઈ એક શોચ-દુઃખ પામે છે. અન્ય કોઈ એક સમભાવે રહે છે. આ ભૂતકાળના સૂત્રની જેમ વર્તમાન અને આગામી કાળ સૂત્ર જાણવું. વિશેષ એ કે ખામીતેશે - ઇત્યાદિમાં કૃતિ શબ્દ હેતુ અર્થમાં છે.
વમાંતે - આદિ પ્રતિષેધ સૂત્રો અને આગમ સૂત્રો સુગમ છે. ઉક્ત આલાવા વડે બાકીના સૂત્રો કહેવા. હવે કહેલ-ન કહેલ સૂત્રો પાંચ ગાથા વડે કહે છે– [૧૬૯ થી ૧૭૩] ગૂંતા-જઈને, અનંતા ન જઈને, આગંતા-આવીને, કહ્યા. અનાગંતા - ન આવીને એક સુમન થાય છે, ન આવીને એક દુર્મન થાય છે. ન આવીને એક મધ્યસ્થ થાય છે. આ રીતે - “હું આવતો નથી”ના ત્રણ આલાવા, “હું આવીશ નહીં” એના ત્રણ આલાવા જાણવા.
ત્રિવૃિત્ત - ઉભા રહીને સુમન, દુર્મન અને મધ્યસ્થ થાય છે. એ રીતે હું ઉભો છું, ઉભો રહીશ. અત્રિવ્રુત્તા - ઉભો ન રહીને, અહીં પણ કાળથી ત્રણ સૂત્ર છે. એ રીતે બધે સ્થાને કહેવું. [આ રીતે ત્રણ સૂત્રો કહા. હવે વિશેષ કહે છે
-૪- બેસીને, ન બેસીને. -૫- વિનાશીને, નહીં વિનાશીને. -૬- બે ભાગ કરીને, બે ભાગ ન કરીને. -૭- પદ વાક્યાદિ કહીને, ન કહીને. -૮- કહેવા યોગ્ય કોઈને સંભાષણ કરીને, કોઈને ભાષણ ન કરીને. -૯ આપીને, નહીં આપીને. -૧૦ખાઈને, ન ખાઈને. -૧૧- મેળવીને, ન મેળવીને, -૧૨- પીને, ન પીને, -૧૩- સૂઈને, ન સૂઈને. -૧૪- યુદ્ધ કરીને, યુદ્ધ ન કરીને.
-૧૫- બીજાને જીતીને, ન જીતીને, -૧૬- અતિશય જીતીને કે બીજાના પરિભંગ પ્રાપ્ત કરીને હર્ષિત થાય છે. કેમકે ભાવિમાં વૃદ્ધિ પામનાર શત્રુથી ઘણા પૈસાના વ્યય વડે નિમુક્ત થવાથી અથવા પ્રતિવાદીનો પરાભવ કરીને રાજી થાય છે, કેમકે સંભાવિત અનર્થ વડે મૂકાયેલ હોય છે, - પરાજય ન કરીને. શબ્દાદિ ગાથા સૂત્રથી જ જાણવી. કેમકે ત્યાં તે વિસ્તારી છે.
આ રીતે શત્તા આદિ સૂત્રોક્ત ક્રમથી એક-એક શબ્દાદિ વિષયમાં વિધિ અને નિષેધ વડે દરેકમાં ત્રણ-ત્રણ આલાપક સૂત્રો કાળ વિશેષાશ્રયથી સુમના, દુર્મના, નોસુમનાનોદુર્મના આ ત્રણ પદવાળા કહેવા. તે જ બતાવે છે - શબ્દ આદિનો અર્થ કહ્યો છે, એ રીતે રૂપ, ગંધાદિ કહ્યા છે. જેમ શબ્દમાં વિધિ, નિષેધ વડે ત્રણ ત્રણ આલાપકો કહ્યા, એમજ રૂપાદિના ત્રણ ત્રણ બતાવવા. આ પ્રમાણે કરવાથી જે થાય છે તે કહે છે - એક એક વિષયમાં છ આલાપકો કહેવા યોગ્ય છે. તે શબ્દમાં
૧૭૭
બતાવેલ જ છે. રૂપાદિમાં આ પ્રમાણે - રૂપ જોઈને સુમન, દુર્મન, સમભાવે રહે. એ રીતે હું જોઉં છું, હું જોઈશ. એ રીતે ન જોઈને, નહીં જોઉં છું, જોઈશ નહીં એ રીતે છ ભેદ. એ રીતે ગંધને સૂંઘીને, રસને આસ્વાદીને, સ્પર્શોને સ્પર્શીને છ-છ ભેદો કહ્યા. [૧૭૪] જે સ્થાનો સંગ્રહ સ્થાનમાં કહ્યા છે, તેને વિચારતા કહે છે. ત્રણ સ્થાનો નિઃશીલને એટલે સામાન્યથી શુભ સ્વભાવરહિતને, વિશેષથી પ્રાણાતિપાત આદિથી 5/12
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
નિવૃત્ત ન થઈને, ઉત્તગુણની અપેક્ષાએ નિર્ગુણ, લોક-કુલ આદિની અપેક્ષાએ મર્યાદા રહિતને અને પોિિસ આદિ નિયમ તથા પર્વદિનમાં ઉપવાસરહિતને નિંદનીય
૧૩૮
થાય છે. તે આ રીતે - આલોક એટલે આ જન્મ ગતિ થાય છે, કેમકે પાપની પ્રવૃત્તિ દ્વારા વિદ્વાનો વડે જુગુપ્સિત બને છે. તથા ઉપપાત - અકામ નિર્જરાદિથી જનિત કિલ્બિષિકાદિ દેવભવ કે નકભવમાં - x - ઉપપાત હોય છે. તે કિલ્બિષિક, આભિયોગિકાદિપણે ગર્ભિત થાય છે અને ત્યાંથી ચવીને કે ઉદ્ધર્તીને કુમાનુષ્યત્વ કે તિર્યંચરૂપે ગહિત થાય છે.
ગહિતથી વિપર્યય પ્રશસ્તને કહે છે, તે સૂત્રપાઠથી સિદ્ધ છે.
આ ગતિ અને પ્રશસ્ત સ્થાનો સંસારીને જ હોય છે, તેથી સંસારી જીવનું નિરુપણ કરવા માટે કહે છે–
• સૂત્ર-૧૭૫ :
સંસારી જીવ ત્રણ પ્રકારે છે - સ્ત્રી, પુરુષ, નપુંસક સર્વે જીવો ત્રણ પ્રકારે કહ્યા છે . સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદષ્ટિ અથવા સર્વ જીવો ત્રણ પ્રકારે કહ્યા છે . પર્યાપ્તકો, અપર્યાપ્તકો, નોપર્યાપ્તકનોઅતિક.
એ રીતે સમ્યગ્દષ્ટિ - - પરિત્ત, પતિક, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવ્ય [એ પ્રત્યેક ત્રણ-ત્રણ ભેટે જાણવા.
• વિવેચન-૧૭૫ :
સૂત્ર સિદ્ધ છે. જીવના અધિકારથી સર્વે જીવોને ત્રણ સ્થાનકના અવતાર દ્વારા છ સૂત્રો વડે કહે છે. સૂત્ર સુગમ છે. વિશેષ એ કે :- નોપર્યાપ્તકનોઅપર્યાપ્તક એટલે સિદ્ધ પૂર્વક્રમ વડે સચિદ્ધિ - આદિ અર્ધ ગાથા કહેલ - ન કહેલ સૂત્રના સંગ્રહ માટે છે. સર્વે જીવો ત્રણ પ્રકારે છે - પત્તિ, અપત્તિ, નોપત્તિનોઅપત્તિ. તેમાં પત્તિ એટલે પ્રત્યેક શરીરી, અપરિત્ત તે સાધારણશરીરી. ‘પરિત’ શબ્દનો આગમમાં અર્થ વ્યત્યય છે. સૂક્ષ્મ - જીવો ત્રણ ભેદે છે - સૂક્ષ્મ, બાદર, નોસૂક્ષ્મનોબાદર. આ રીતે સંજ્ઞી અને ભવ્યો વિચારવા, સર્વત્ર ત્રીજા પદમાં સિદ્ધો કહેવા.
આ બધાં જીવો લોકમાં રહેલા છે, તેથી હવે લોકસ્થિતિને કહે છે– - સૂત્ર-૧૭૬ :
લોકસ્થિતિ ત્રણ ભેદે છે - આકાશને આધારે વાયુ છે, વાયુને આધારે ઉદધિ છે, ઉદધિને આધારે પૃથ્વી છે...ત્રણ દિશાઓ કહી છે - ઉર્ધ્વ, આધો, તિ...ત્રણ દિશામાં જીવોની ગતિ પ્રવર્તે છે. એ રીતે આગતિ, ઉત્પત્તિ, આહાર વૃદ્ધિ, નિવૃદ્ધિ, ગતિશયિ, સમુદ્દાત, કાળસંયોગ, દર્શનાભિગમ, જ્ઞાનાભિગમ, જીવાભિગમ [જાણવા]. ત્રણ દિશામાં જીવોને અજીવોનું જ્ઞાન હોય છે - ઉર્ધ્વ, અધો અને તિર્કી. આ રીતે આગતિ આદિ તેર સૂત્રો પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને હોય છે.