________________
૩/૧/૧૪૨
૧૫
લોકાંતિક દેવોનો અતિ પ્રધાનપણારૂપ ભેદ વડે મનુષ્યક્ષેત્રમાં આવવા સંબંધી કારણો કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - બ્રહ્મલોકની સમીપે કૃષ્ણરાજી ક્ષેત્રમાં નિવાસ કરનારા લોકાંતિકો અથવા ઔદયિક ભાવલોકના અંતે થનાર, અનંતર ભવે મોક્ષમાં જનાર હોવાથી લોકાંતિકો - હવે કહેવાશે તેવા સારસ્વતાદિ આઠ પ્રકારે છે - - હવે શા માટે દેવો અહીં આવે છે ? તે કહે છે - અર્હન્તોનું ધર્માચાર્યપણાએ મહાન્ ઉપકાર હોવાથી પૂજાદિ અર્થે આવે છે, જેના ઉપકારનો બદલો ન વાળી શકાય એવા ધર્માચાર્યો છે, તેથી
• સૂત્ર-૧૪૩ :
હે આયુષ્યમાન શ્રમણો ! ત્રણ દુષ્પતિકાર - [ઉપકારનો બદલો વાળી ન શકાય તેવા છે. - માતા-પિતાનો, ભતનો, ધર્માચાર્યનો. કોઈ પુરુષ દરોજ માતાપિતાનું શતપાક, સહસ્રપાક તેલ વડે મર્દન કરીને, સુગંધિ દ્રવ્યના ચૂર્ણ વડે ઉદ્ધર્તન કરીને, ત્રણ પ્રકારના પાણી વડે સ્નાન કરાવે, સવલિકાર વડે વિભૂષિત કરીને મનોજ્ઞ વાસણમાં સારી રીતે પકાવેલ નિર્દોષ અઢાર જાતિના વ્યંજન યુક્ત ભોજન જમાડીને, જીવનપર્યન્ત કાંધે બેસાડીને લઈ જાય તો પણ તે માતાપિતાના ઉપકારનો બદલો ન વાળી શકે. પણ જો તે પુરુષ તે માતાપિતાને કેવલિપજ્ઞપ્ત ધર્મ કહીને, સમજાવીને, પરૂપીને, સ્થાપિત કરે તો તે માતાપિતાના ઉપકારનો બદલો હે આયુષ્યમાનૢ શ્રમણો! વાળી શકે.
કોઈ મહાઋદ્ધિવાળો દરિદ્રને ધન આપીને તેનો સમુત્કર્ષ કરે. ત્યારે તે દરિદ્ર સમુત્કર્ષ પામીને પછી તે શ્રેષ્ઠીની સામે કે પાછળ વિપુલ ભોગસામગ્રી વડે યુક્ત થઈને રહે, ત્યારપછી તે શ્રેષ્ઠી અન્ય કોઈ વખત દરિદ્રી થઈને તે પે'લા દરિદ્ર પાસે શીઘ્ર આવે, ત્યારે તે દરિદ્રી તે ભર્તા [ધનાઢ્ય] ને પોતાનું સર્વસ્વ આપી દે તો પણ શ્રેષ્ઠીના ઉપકારનો બદલો ન વાળી શકે, પણ તે દારિદ્રી તે શ્રેષ્ઠીને કેવલીપજ્ઞપ્ત ધર્મ કહીને, સમજાવીને, રૂપીને, સ્થાપીને તે અવશ્ય તે શ્રેષ્ઠીના ઉપકારનો બદલો વાળનાર થાય.
કોઈક તપ શ્રમણ કે માહણની પાસેથી એક પણ આર્ય-ધાર્મિક સુવચન સાંભળીને, સમજીને યોગ્ય અવસરે મૃત્યુ પામીને કોઈ એક દેવલોક દેવપણે ઉત્પન્ન થાય, ત્યારે તે દેવ તે ધર્માચાર્યને દુર્ભિક્ષવાળા દેશમાંથી સુભિક્ષવાળા દેશમાં લઈ જાય, કોઈ અટવીમાંથી વસતિમાં લઈ જાય, દીર્ધકાલીન રોગાતંકથી અભિભૂત થયેલા તેમને વિમુક્ત કરાવે, તો પણ તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી ન શકે, પણ જો તે ધર્માચાર્યને કેવલિપજ્ઞપ્ત ધર્મથી ભ્રષ્ટ થતા હોય તો વારંવાર કેવલિપજ્ઞપ્ત ધર્મ કહીને યાવત્ ધર્મમાં સ્થાપિત કરે તો તેના વડે તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી શકે.
• વિવેચન-૧૪૩ :
જેના પર ઉપકાર કરાયેલ છે તે પુરુષ વડે તે ત્રણનો દુઃખે કરીને પ્રતિ ઉપકાર
૧૬૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
કરાય છે. - ૪ -
. - X - પ્રત્યુપકાર કરવા માટે અશક્ય સમજવું. હે શ્રમણ ! હે આયુષ્યમાન્ ! અથવા સમાસસહિત કથન - હે શ્રમણાયુષ્યમાન્ ! એ રીતે ભગવંત વડે શિષ્યને સંબોધન કરાયું. માતાસહિત પિતા અર્થાત્ માતાપિતા, જન્મદાતાપણાની એકત્વ વિવક્ષાથી તેનું એક સ્થાન. તથા ભત્તુપોષક - સ્વામીનું બીજું સ્થાન. ધર્મદાતા આચાર્ય તે ધર્માચાર્ય તે ત્રીજું સ્થાન. કહ્યું છે કે - આ લોકમાં માતાપિતા, સ્વામી, ગુરુ દુઃતિકાર છે. તેમાં ગુરુ તો આલોક અને પરલોકમાં પણ અતિ દુષ્પ્રતિકારક છે. તેમાં માતાપિતાના દુષ્પ્રતિકાર૫ણા સંબંધિ કહે છે - પ્રાતઃ તે પ્રભાત, પ્રભાત સહિત તે સંપ્રાપ્ત અને સંપાતર તે પ્રભાતકાળ. અર્થાત્ “જ્યારે પ્રભાત થયું ત્યારે જ” એ અર્થ છે. આ શબ્દ વડે બીજા કાર્યમાં અવ્યગ્રતા દેખાડે છે. અથવા ‘સ’ શબ્દનો અતિશય અર્થ હોવાથી અતિ પ્રભાતમાં અર્થાત્ પ્રતિ શબ્દથી પ્રતિપ્રભાત - ‘દરરોજ’ એ ભાવ સમજવો. કોઈ કુલીન પુરુષ-મનુષ્ય કેમકે દેવ અને તિર્યંચોને આવા વ્યતિકરનો અસંભવ છે - તે શતપાક - તે ૧૦૦ ઔષધ યુક્ત તેલના પાકમાં, અથવા ૧૦૦ ઔષધિ સાથે જે પકાવાય છે તે શતપાક, અથવા ૧૦૦ રૂપિયાના ખર્ચથી જે પકાવાય તે શતપાક. એવી રીતે સહસપાક તેલ જાણવું. આ બંને તેલ વડે મર્દન કરીને, સુગંધી ચૂર્ણ વડે ઉદ્વલન કરીને, ગંધોદક - ઉષ્ણોદક - શીતોદક વડે સ્નાન
કરાવીને, મનોજ્ઞ-ભાત આદિ, ચાલીમાં જેનો પાક છે, તે થાલીપાક. અહીં વાસણ સિવાય કાચું-પાકું થાય તેથી આ વિશેષણ મુકેલ છે. શુદ્ધ-ભોજનના દોષરહિત થાલીમાં પકાવેલું એવું જે શુદ્ધ, વળી લોકપ્રસિદ્ધ અઢાર પ્રકારના શાક તથા દાળ કે છાસ વગેરેથી વ્યાપ્ત છે અથવા અઢાર ભેદ વિશિષ્ટ વ્યંજન [ભોજન] આવું ભોજન જમાડીને - વ્યંજન [ભોજન] ના અઢાર ભેદ આ પ્રમાણે છે—
દાળ, ભાત, જવ-અન્ન, ત્રણ માંસ, ગોરસ, જૂસ-ઓસામણ, ભક્ષ્ય-મીઠાઈ, ગોળપાપડી, મૂળ-ફળ, હરિત, શાક, રસાલુ, પાન, પાણી, પાનક, છાશથી રાંધેલું શાક. આ અઢાર પ્રકારનો આહાર બે પ્રકારે છે - નિર્દોષ, લૌકિક, જેમકે ત્રણ પ્રકારે માંસ વગેરે વિવેકીને ત્યાજ્ય છે. જૂસ એટલે મગ, ચોખા, જીસ્ક આદિનો રસ. ભક્ષ્ય એટલે ખાંડના ખાજા વગેરે. ગુલલાવણિકા એટલે ગોળ ધાણા કે ગોળ પાપડી. મૂલ અને ફળને એક પદ રૂપે લીધા. શાક-વત્યુલાદિની ભાજી, - x - X - ઇત્યાદિ. જ્યાં સુધી પ્રાણ ધારણ કરે ત્યાં સુધી ખભા ઉપર વહન કરવા વડે પણ તે માતાપિતાનો બદલો વાળવો અશક્ય છે, કેમકે તે અનુભવેલ ઉપકાર વડે તે માતાપિતાનો પ્રત્યુપકાર
કરનાર હોય છે.
કહ્યું છે કે - જેના ઉપર ઉપકાર કરેલ છે એવો માણસ સજ્જન થાય તેમાં તેનો શો ગુણ ? જે અનુપકારી પ્રત્યે ઉપકાર કરે તે સજ્જન કહેવાય. જો તે પુરુષ, માતાપિતાને ધર્મને વિશે સ્થાપે તો બદલો વાળી શકે. કેવી રીતે સ્થાપે ? અનુષ્ઠાનથી સ્થાપે છે. શું કરીને? ધર્મ કહીને, સમજાવીને, વિશેષ ભેદથી પ્રરૂપીને અથવા સામાન્યથી કહીને - જેમકે ધર્મ કરવો જોઈએ. વિશેષથી પ્રરૂપીને એટલે કે ધર્મ