________________
૩/૧/૧૩૭ થી ૧૩૯
૧૫૫
[૧૩૯] તિર્યંચયોનિકો ત્રણ ભેદે છે સ્ત્રી, પુરુષ, નપુંસક. • વિવેચન-૧૩૭ થી ૧૩૯ :
[૧૩૭] આ સૂત્રો સુગમ છે વિશેષ એ કે - ઇંડાથી જન્મેલ તે અંડજ, પોતવસ્ત્ર તે જરાયુ વર્જિત હોવાથી વસ્ત્ર માફક ઉત્પન્ન થયેલા તે પોતજ. અથવા વહાણની માફક ઉત્પન્ન થયેલા તે પોતજ. ગર્ભરહિત ઉત્પન્ન થાય તે સંમૂકિમ. સંમૂચ્છિમમાં સ્ત્રી આદિ ભેદો ન હોય, તેઓને નપુંસકત્વ જ હોય તેથી સૂત્રમાં કહ્યા નથી.
પક્ષીઓમાં અંડજ-હંસ આદિ, પોતજ-વલ્ગુલી આદિ, સંમૂછિમ. ખંજક-આદિ. ઉદ્ભિજ્જત્વ હોવા છતાં પણ તેઓનો સંમૂચ્છિમપણે વ્યપદેશ થાય છે. કેમકે ઉદ્ભિજ્જ આદિનો સંમૂર્ચ્છનપણે ઉત્પન્ન થવારૂપ વિશેષ હોય.
છ્યું. એટલે - પક્ષી માફક. આ પ્રત્યક્ષ અભિલાપ વડે ઉપરિસર્પ-સર્પ આદિના ત્રણ સૂત્રો કહ્યા. ઉરસ એટલે છાતી વડે, સરકે છે તે - ઉરપરિસર્પ-સર્પ વગેરે - કહેવા. તથા ભુજપરિસર્પ-ભુજા એટલે હાથ વડે ચાલનારા. તે નોળીયા વગેરે કહેવાય. છ્યું.- પક્ષીની માફક જાણવા. અહીં પણ ત્રણ સૂત્રો કહેવા તે ભાવ છે.
[૧૩૮] તિર્યંચ વિશેષોનું દૈવિધ્ય કહ્યું, હવે સ્ત્રી, પુરુષ, નપુંસકોને કહે છે - એ નવ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - હ્યું એટલે આકાશ. કૃષિ આદિ કર્મપ્રધાન ભૂમિ તે કર્મભૂમિ. - ભરત આદિ પંદર ભેદે, તેમાં જન્મેલા તે કર્મભૂમિજ. એ રીતે અકર્મભૂમિજ. વિશેષ એ કે - અકર્મભૂમિ એટલે ભોગભૂમિ - દેવકુરુ આદિ ત્રીશ ભેદે છે. અંતર્ એટલે મધ્ય. સમુદ્રના દ્વીપો, તેમાં જન્મેલ તે અંતર્તીપજ.
[૧૩૯] વિશેષથી ત્રણ ભેદ કહી સામાન્યથી તિર્યંચોને કહે છે - તે સુગમ છે. સ્ત્રી વગેરેની પરિણતિ જીવોને લેશ્યાના કારણે થાય છે. લેશ્યાઓ સ્ત્રી આદિ બંધક કર્મનું કારણ છે. તેથી નાકાદિમાં લેશ્યાઓનું ત્રણ સ્થાન વડે કથન– • સૂત્ર-૧૪૦ :
-૧-નૈરયિકોને ત્રણ વેશ્યાઓ કહી છે - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા. -૨-અસુકુમારોને ત્રણ લેશ્યાઓ સંકિલિષ્ટ કહી છે - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કોતલેશ્યા. -૩ થી ૧૧- એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારો જાણવા. એ પ્રમાણે -૧૨-પૃથ્વીકાયિક, -૧૩-અકાયિક, -૧૪-વનસ્પતિકાયિક, ૧૫-તેઉકાયિક, -૧૬-વાયુકાયિક, ૧૭-બેઇન્દ્રિય, -૧૮-પેઇન્દ્રિય, -૧૯-ચરિન્દ્રિય, એ બધાંને નૈરયિકોની માફક ત્રણ લેશ્યાઓ કહેલી છે.
-૨૦-પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને ત્રણ લેશ્યાઓ સંક્લિષ્ટ કહી છે. - કૃષ્ણ àા, નીલલેશ્યા, કાપોતલેશ્યા. -૨૧-પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોને ત્રણ લેશ્યા અસંક્લિષ્ટ કહેલી છે - તેજોવેશ્યા, પલેશ્યા, શુક્લલેશ્યા. -૨૨- એ રીતે મનુષ્યોને પણ જાણવું. -૨૩-વ્યંતરોને અસુકુમારની જેમ જાણવું.
-૨૪-વૈમાનિકોને ત્રણ લેશ્યાઓ કહી છે
-
તેોલેશ્યા, પાલેશ્યા,
શુક્લલેશ્યા.
૧૫૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
• વિવેચન-૧૪૦ :
આ દંડક સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - નૈરયિકોને કૃષ્ણાદિ ત્રણ લેશ્યાનો જ સંભવ હોવાથી વિશેષણ રહિત કહેલ છે. અસુકુમારોને ચાર લેશ્યાનો સદ્ભાવ હોવાથી ‘સંક્લિષ્ટ' એમ વિશેષિત કરી. તેમને ચોથી તેજોલેશ્યા છે, પણ તે સંક્લિષ્ટ નથી. પૃથ્વી આદિને અસુકુમારના સૂત્રાર્થનો અતિદેશ કરતા કહ્યું કે - પૃથ્વી - અપ્ - વનસ્પતિમાં દેવના ઉત્પાના સંભવથી ચોથી તેજોલેશ્યા છે. આ કારણથી વિશેષણ સહિત લેશ્માનું કથન અતિદેશ કર્યુ છે. તેઉ, વાયુ, બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોને વિશે દેવોત્પત્તિ ન હોવાથી તેજોલેશ્યાનો અભાવ છે, તેથી તેને વિશેષણરહિત કહેલ છે.
પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને છ લેશ્યાઓ પણ છે, આ કારણથી સંક્લિષ્ટ અને અસંક્લિષ્ટ વિશેષણથી ચાર સૂત્રો કહેલ છે. વિશેષ એ કે - મનુષ્યસૂત્રમાં અતિદેશથી કહેલી છે. વ્યંતરસૂત્રમાં સંલિષ્ટ લેશ્યાઓ જાણવી. વૈમાનિક સૂત્ર વિશેષણરહિત જ છે, કારણ કે તેમાં ત્રણ અક્લિષ્ટ લેશ્માનો જ સદ્ભાવ હોવાથી
નિષેધ કરવા યોગ્યના અભાવ વડે વિશેષણનો સંબંધ નથી. જ્યોતિકોને તેજોલેશ્યા
હોવાથી ત્રણ સ્થાનમાં સદ્ભાવના અભાવે- કહેલ નથી. હાલ વૈમાનિકોને - ૪ -
કહ્યા.
હવે જ્યોતિકોને - X - ચલન સ્વભાવથી કહે છે–
- સૂત્ર-૧૪૧ -
ત્રણ સ્થાન વડે તારા પોતાના સ્થાનેથી ચલિત થાય છે - વિષુર્વણા કરતા, પરિચારણા કરતા, એક સ્થાનથી બીજા સ્થાને સંક્રમણ કરતા...ત્રણ સ્થાને દેવો વિધુત્કાર કરે - વિકુણા કરતા, પરિચારણા કરતા, તથારૂપ શ્રમણ કે માહણને ઋદ્ધિ, કાંતિ, યશ, બલ, પુરસ્કાર, પરાક્રમ બતાવતા દેવ વિધુત્કાર કરે... ત્રણ સ્થાને દેવ ાનિત શબ્દ કરે - વિષુર્વણા કરતો ઇત્યાદિ સૂત્ર વિધુત્કાર સૂત્રવત્ જાણવું.
• વિવેચન-૧૪૧ :
તારા માત્ર પોતાના સ્થાનને છોડે. [ક્યારે ?] વૈક્રિયને વૈક્રિયને કરતા, પરિચારણા કરતા - મૈથુન માટે તીવ્ર અભિલાષયુક્ત બનતા અને એક સ્થાનેથી બીજા સ્થાને જતા. જેમ ધાતકીખંડાદિના મેરુ પ્રત્યે પરિહરે અથવા ચમરેન્દ્ર માફક કોઈક મહદ્ધિક દેવાદિ વૈક્રિયાદિ કરે તો તેને માર્ગ આપવા ખસે છે. કહ્યું છે કે - તે બંનેમાં વ્યાઘાતવાળું અંતર, તે જઘન્યથી ૬૬ યોજન અને ઉત્કૃષ્ટથી ૧૨,૦૦૦ યોજન છે, તેમાં વ્યાઘાતિક અંતર, મહદ્ધિક દેવને માર્ગ આપવાથી થાય છે. તારા દેવની ચલનક્રિયાના કારણો કહ્યા, હવે દેવના જ વીજળી અને મેઘગર્જનાની ક્રિયાના કારણો બે સૂત્રો વડે કહે છે–
સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - વીજળી કરાય છે તે જ કાર્ય અથવા વિજળીનું જે કરવું તે ક્રિયા, તે વિધુત્કાર સમજવું. વૈક્રિયનું કરવું આદિ અહંકારવાળાને જ