________________
૯/-/૮૬૯,૮૭૦
૧૩૯
થનાર તીર્થંકરો કહ્યા. હવે સિદ્ધ થનાર જીવોને કહે છે– • સૂત્ર-૮૭૧ :
હે આર્યો ! કૃષ્ણ વાસુદેવ, રામ બલદેવ, ઉદય પેઢાલ પુત્ર, પોટ્ટિલ, શતક ગાથાપતિ, દારુક નિગ્રન્થ, સત્યકી નિગ્રન્થી પુત્ર, શ્રાવિકાથી બોધિત અંબડ પરિવ્રાજક, પાર્શ્વનાથના પ્રશિયા સુપાર્શ્વ આયાં, આ નવ આગામી ઉત્સર્પિણીમાં ચાર મહતતરૂપ ધર્મ પ્રરૂપી સિદ્ધ થશે યાવત્ અંત કરશે.
• વિવેચન-૮૭૧ :
વાસુદેવોમાં છેલ્લો, અનંતર કાળે થયેલ કૃષ્ણ. અન્નો - આમંત્રણ વચન છે, ભગવંત મહાવીરે સાધુઓને આમંત્રીને કહ્યું – હે આર્યો ! સૂત્રકૃતના બીજા શ્રુતસ્કંધમાં નાલંદીય અધ્યયન છે – ઉદક નામે સાધુ, પેઢાલનો પુત્ર, પાર્શ્વનજિનના શિષ્ય, રાજગૃહી બહાર નાલંદા પાડામાં ઈશાન ખૂણે હસ્તિદ્વીપ વનખંડમાં રહ્યો. ગૌતમ સ્વામી પાસે સંશયને નિવારીને ચાયામ ધર્મ છોડી પંચમહાવ્રત ધર્મ સ્વીકાર્યો.
પોન્ટ્રિલ અને શતક ગત સૂત્રમાં કહ્યા. દારુક અણગાર વાસુદેવનો પુત્ર અને ભગવંત અષ્ઠિનેમિનો શિષ્ય, અનુત્તરોષપાતિક સૂત્રમાં કહેલ છે. સત્યકી એ નિર્ગુન્થી પુત્ર છે. તે આ રીતે – ચેટક રાજાની પુત્રી સુજ્યેષ્ઠા વૈરાગ્યથી દીક્ષિત થઈ ઉપાશ્રયમાં આતાપના લેતી હતી. પેઢાલ નામે વિધા સિદ્ધ પરિવ્રાજકે - x - વીર્યનો પ્રક્ષેપ કર્યો, પુત્ર જન્મ્યો. - ૪ - તે સત્યકી. - ૪ - સાધ્વી પાસેથી અપહરણ કરી પિતા વિધાધરે તેને વિધા ગ્રહણ કરાવી. રોહિણી વિધાએ તેને પૂર્વે પાંચ ભવોમાં મારી નાંખેલ. છટ્ટે ભવે છ માસનું જ આયુ બાકી રહેતા તેને તે વિધા ઈષ્ટ ન હતી, તે આ સાતમા ભવમાં સત્યકીને સિદ્ધ થઈ. તેના કપાળમાં છેદ કરી વિધા પ્રવેશી દેવીએ ત્યાં ત્રીજી આંખ કરી. - ૪ - તેણે વિધાધર ચક્રવર્તીત્વ પ્રાપ્ત કર્યુ. પછી બધાં તીર્થંકરોને વાંદી, નાટ્ય દેખાડી રમણ કરતો હતો.
સુલસા શ્રાવિકા ધર્મમાં ભાવિત છે એમ જાણેલ તે શ્રાવિકાબુદ્ધ મડ
પરિવ્રાજક વિધાધર શ્રાવક. તે આ - ૪ - મડ વિધાધર શ્રાવક મહાવીરસ્વામી પારો ધર્મ સાંભળી ચંપાનગરીથી રાજગૃહી તરફ ચાલ્યો. ઘણાં જીવોના ઉપકારને માટે ભગવંતે કહ્યું – સુલસા શ્રાવિકાને કુશળ વાર્તા કહેજે. મડે વિચાર્યુ કે – આ શ્રાવિકા પુન્યવતી છે, જેને ત્રિલોકના નાથ કુશલ વાર્તા કહે છે, તેણીમાં શો ગુણ હશે ? માટે તેના સમ્યકત્વની પરીક્ષા કરું. પરિવ્રાજક વેશે સુલસા પાસે જઈ કહ્યું – તને ધર્મ થશે, માટે અમને ભક્તિથી ભોજન આપ. સુલસાએ કહ્યું – જેને આપવાથી ધર્મ થાય. તેને હું જાણું છું. મડ આકાશમાં કમળ આસન વિચી લોકોને વિસ્મય પમાડતો હતો - x - X - તો પણ સુલસાએ કહ્યું કે મારે પાખંડીથી શું પ્રયોજન ? મડે પણ કહ્યું કે આ શ્રાવિકા પરમ સમ્યગ્દષ્ટિ છે કેમકે મહાન્ અતિશય જોવા છતાં દૃષ્ટિમોહને ન પામી. પછી મડ લોકો સાથે તેના ઘેર નિસીહી કહીં, નમસ્કાર મંત્ર બોલતા પ્રવેશ્યો. સુલસાએ પણ ઉઠીને તેની ભક્તિ કરી, અંમડે પણ તેની પ્રશંસા કરી, ઉવવાઈ સૂત્રનો મડ બીજો સંભવે છે.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3
સુપાર્શ્વ આર્યા, પાર્શ્વનાથના શિષ્યાની શિષ્યા છે.. જેમાં ચાર મહાવ્રત રૂપ ધર્મ છે તે ચતુમ, તેને પ્રરૂપીને સિદ્ધ થશે. આ નવમાં કેટલાંક વચ્ચેના તીર્થંકરપણે થશે, કેટલાંક કેવલીપણે થશે. - ૪ -
અનંતર સૂત્રમાં શ્રેણિકના તીર્થંકત્વને કહે છે
• સૂત્ર-૮૭૨ થી ૮૭૬ :
[૮૭૨] હે આર્યો ! ભિંભિસાર શ્રેણિક રાજા કાળ માટે કાળ કરીને રત્નપ્રભા પૃથ્વીમાં સીમંતક નકવારામાં ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિમાં નારકોને વિશે નૈરયિકપણે ઉત્પન્ન થશે. તે ત્યાં નૈરયિક થશે, સ્વરૂપથી કાળો, કાળો દેખાતો યાવત્ વર્ણથી પરમકૃષ્ણ થશે. તે ત્યાં એકાંત દુઃખમય યાવત્ વેદનાને ભોગવશે. તે નરકમાંથી નીકળીને આવતી ઉત્સર્પિણીમાં આ જ જંબૂદ્વીપમાં ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતના પાદમૂલે પુંડ્ર જનપદમાં શતદ્વાર નગરમાં સમુદિત કુલકરની ભદ્રાભાાંની કૂક્ષિમાં પુરુષપણે અવતરશે. પછી તે ભદ્રા નવ માસ પૂર્ણ અને સાડા સાત રાત્રિદિન વીતી ગયા બાદ જેના હાથ-પગ સુકુમાલ છે, અહીં પ્રતિપૂર્ણ-પંચેન્દ્રિય શરીર છે જેનું એવા લક્ષણ, વ્યંજન યુક્ત યાવત્ સુષુપ
બાળકને જન્મ આપશે.
૧૪૦
જે રાત્રિએ તે બાળક જન્મશે તે રાત્રિમાં શતદ્વાર નગરમાં બાહ્ય-અંદર ભારાગ્ર અને કુંભાગ પડાવર્ષા અને રત્નવર્ષા થશે. પછી તે બાળકના માતાપિતા ૧૧-મો દિવસ વીતતા યાવત્ બારમે દિવસે આવું ગૌણ અને ગુણનિષ્પન્ન નામ સ્થાપન કરશે. જ્યારે અમારે આ બાળકનો જન્મ થયો તે સમયે શતદ્વાર નગર બાહ્યાચંતર ભારાગ્ર કુંભાગ પત્ર અને રત્નવર્ષા થઈ માટે અમારા બાળકનું “મહાપદ્મ” એવું નામ થાઓ. પછી તે બાળકના માતાપિતા “મહાપદ્મ” નામ કરશે. પછી મહાપા બાળક સાધિક આઠ વર્ષનો થયો જાણીને મહા રાજ્યાભિષેકથી સિંચિત કરશે. તે ત્યાં મહા હિમવંત મહા મલય અને મેરુ સમાન રાજાના ગુણ વર્ણન વાળો રાજા થશે - ૪ -
પછી તે મહાપડા રાજાને અન્યદા કયારેક બે દેવો મહાદ્ધિક યાવત્ મહાસૌખ્ય સેનાકર્મ કરશે. તે - પૂર્ણભદ્ર અને માણિભદ્ર. ત્યારે શતદ્વાર નગરમાં ઘણાં રાઈસર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈત્મ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરે એકમેકને બોલાવીને એમ કહેશે કે – જે કારણે હે દેવાનુપિયો આપણા મહાપા રાજા બે મહર્ષિક યાવત્ મહાસૌખ્ય દેવ સેનાકર્મ કરે છે - પૂર્ણભદ્ર અને માણિભદ્ર, તેથી હે દેવાનુપ્રિયો ! આપણા મહાપડા રાજાનું બીજું નામ દેવસેન થાઓ. પછી તેમનું બીજું નામ દેવસેન થશે.
-
પછી તે દેવસેન રાજાને અન્ય કોઈ દિવો શ્વેત, શંખતલવ, નિર્મલ અને ચતુર્દન્ત હસ્તિરત્ન ઉત્પન્ન થશે. ત્યારે તે દેવસેન રાજા કોઈ દિવસે શ્વેતશંખતલ-વિમલરૂપ ચતુર્દન્ત હસ્તિન પર બેસીને શતદ્વાર નગરની વચ્ચોવચ્ચ થઈને વારંવાર આવશે-જશે. ત્યારે શતદ્વાર નગરના ઘણા રાજા, ઈશ્વર યાવત્