________________
૮|-|૭૧૨
કેમકે સામાન્ય સર્વથા નથી એમ નહીં. કેમકે અભિન્ન જ્ઞાનના કથનના અભાવનો પ્રસંગ આવવાથી. વળી સર્વથા ભિન્ન છતાં એક સિવાયના બધા પરમાણુને અપરમાણુપણાનો પ્રસંગ આવે તથા અવયવી અને ધર્મી સિવાય પ્રતિનિયત અવયવ
અને ધર્મની વ્યવસ્થા નહીં થાય ઇત્યાદિ - ૪ -
૧૦૧
(૩) જીવોનું અનંતાનંતત્વ છતાં પણ મિતાન્ - પરિમાણવાળા કહે છે – જગત્ ઉચ્છેદ પામવાવાળું થશે. એમ સ્વીકારવાથી કે જીવઅંગુષ્ઠપર્વ માત્ર કે શ્યામાક તંદુલ માત્ર છે તેમ કહે છે, પણ અપરિમિત અસંખ્યેય પ્રદેશાત્મકતાથી કે અંગુલના અસંખ્યેય ભાગથી આરંભી યાવત્ લોકને પૂરે છે. એ રીતે અનિયત પ્રમાણપણે સ્વીકારતા નથી. અથવા મિત - સપ્તદ્વીપ સમુદ્રાત્મક લોકને કહે છે, અન્યથા ભૂત પણ કહે છે તે મિતવાદી. તેનું પણ અક્રિયાવાદીત્વ - ૪ - જાણવું.
(૪) નિર્મિત - ઈશ્વર, બ્રહ્મ, પુરુષાદિ વડે કરાયેલ લોક્ને કહે છે, તે નિર્મિતવાદી. તેઓ કહે છે – તમોભૂત. અપ્રજ્ઞાત, અલક્ષણ, અતર્ક્સ, અવિજ્ઞેય, સર્વથા સૂતેલા જેવું આ જગત્ હતું. તેમાં એક સમાન, સ્થાવર-જંગમરહિત, દેવ-મનુષ્યરહિત, નાગરાક્ષસરહિત, કેવળ ગુફા જેવું, મહાભૂત રહિત, અચિંત્યાત્મા વિભુ તેમાં સુતો છતો તપને તપે છે. તેની નાભિથી કમળ નીકળ્યું - x - તે કમળમાં દંડ-જનોઈ યુક્ત ભગવંત બ્રહ્મા ત્યાં ઉત્પન્ન થયા, તેણે જગત્ની માતાઓ સર્જી. દેવોની માતા અદિતિ, અસુરોની દિતિ, મનુષ્યોની મનુ, પક્ષીની વિનતા, સરીસૃપોની કટ્ટુ, નાગની સુલસા, પશુની સુરભિ, બીજોની ઈલા.
-
પ્રમાણિત કરે છે કે – બુદ્ધિમત્ કારણકૃત્ આ જગત્ છે. ઘટવત્ આકારવાળું છે આદિ. તેનું અક્રિયાવાદીપણું તો - x - - અકૃત્રિમ જગની અકૃત્રિમતાનો નિષેધ કર્યો છે. કેમકે ઈશ્વરાદિ વડે જગનું કર્તાપણું નથી. તેથી - ૪ - કુંભારાદિ વત્ બુદ્ધિમાન કારણભૂત ઈશ્વરાદિને અનીશ્વરસ્તાનો પ્રસંગ આવશે. વળી અશરીરત્વથી ઈશ્વરને કારણાભાવે ક્રિયામાં અપ્રવૃત્તિ થાય આદિ - ૪ - અનવસ્થા પ્રસંગ થાય.
(૫) સાત - સુખ ભોગવવું એમ કહે છે, તે સાતવાદી. એ રીતે કોઈ વાદી હોય છે. સુખના અર્થીએ સુખ ભોગવવું, પણ અસાતારૂપ તપ, નિયમ, બ્રહ્મચર્યાદિ નહીં, કેમકે કાર્યનું કારણને અનુરૂપત્વ હોય છે. શુક્લ તંતુથી આરંભેલ વસ્ત્ર સ્ક્વ ન થાય, શુક્લ જ રહે છે. એમ સુખના સેવનથી સુખ જ થાય. કહ્યું છે – કોમળ શય્યા, સવારે ઉઠીને પેય, મધ્યાહ્ને ભોજન, અપરાણે પાનકાદિમાં મોક્ષ જોયેલ છે. આ અક્રિયાવાદીત્વ તો તેના પારમાર્થિક પ્રશમ સુખરૂપ સંયમ અને તપને દુઃખપણે સ્વીકારવાથી છે અને કારણાનુરૂપ કાર્યનો સ્વીકાર તો વિષય સુખને અનુરૂપ નહીં એવા નિર્વાણ સુખના બાધકત્વથી છે.
(૬) સમુચ્છેદ-પ્રત્યેક ક્ષણે નિરન્વય નાશને જે કહે છે તે સમુચ્છેદવાદી. વસ્તુનું કાર્યકરવાપણું સત્ છે. કાર્ય ન કરવામાં પણ વસ્તુતત્વ સ્વીકારતા ‘ખરવિષાણ’ને પણ ‘સાપણાનો પ્રસંગ થશે અને નિત્ય વસ્તુ કાર્યને ક્રમશઃ કરે નહીં કેમકે નિત્યનું એક સ્વભાવપણું હોવાથી કાલાંતરે થનાર બધાં કાર્યના ભાવપ્રસંગ આવે.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
એમ ન માનો તો દરેક ક્ષણે સ્વભાવાંતર ઉત્પત્તિથી નિત્યત્વની હાનિ થશે. - Xx - ક્ષણિક વસ્તુ જ કાર્ય કરે છે, એ રીતે અર્થક્રિયાકારીત્વથી ક્ષણિક વસ્તુ છે. આ અક્રિયાવાદી એવી રીતે જાણવો - નિન્વયનાશના સ્વીકારથી જ પરલોકનો અભાવ ઉત્પન્ન કરે છે. ફલના અર્શીને ક્રિયામાં અપવૃત્તિ ઉત્પન્ન કરે છે. - x - ક્ષણિક મતથી અર્થક્રિયા ન ઘટે - x -
૧૦૨
(૭) નિયત એટલે વસ્તુને જે નિત્ય કહે તે નિત્યવાદી. તે આ રીતે – લોક નિત્ય છે કેમકે ઉત્પાદ અને વિનાશના આવિર્ભાવ, તિરોભાવ માત્રત્વી - ૪ - અસટ્નો ઉત્પાદ ન થવાથી અને ઘટની જેમ સત્નો વિનાશ ન થવાથી, કેમકે ઘટ સર્વથા નાશ પામેલ નથી. કેમકે કપાલ આદિ અવસ્થા વડે તેનું પરિણતત્વ છે. વળી કપાલાદિનું અપારમાર્થિકત્વ હોવાથી માટી રૂપ સામાન્યનું જ પારમાર્થિકત્વ છે. માટીના અવિનષ્ટત્વથી સ્થિરૈકરૂપતાથી એકાંત નિત્ય સ્વીકારવાથી સકલક્રિયા લોપ સ્વીકારથી આ અક્રિયાવાદી છે.
(૮) નથી વિધમાન શાંતિ-મોક્ષ અને પરલોક-જન્માંતર, એવું જે કહે છે તે “ન શાંતિ-પરલોકવાદી.' આત્મા નથી, કેમકે પ્રત્યક્ષાદિ પ્રમાણનો અવિષયભૂત છે. આત્માના અભાવે પુણ્ય-પાપ લક્ષણ કર્મ નથી. કર્મના અભાવે પરલોક કે મોક્ષ નથી. જે આ ચૈતન્ય છે તે ભૂતનો ધર્મ છે. આની અક્રિયાવાદિતા પ્રગટ જ છે. તેમનો મત સંગત નથી. કેમકે પ્રત્યક્ષાદિ અપવૃત્તિ વડે આત્માદિનું ખંડન કરવાનું અશક્ય છે.
- ૪ - આગમથી તે સિદ્ધ છે, તથા ભૂતધર્મતા ચૈતન્ય નથી. કેમકે વિવક્ષિત ભૂત
અભાવે પણ જાતિસ્મરણાદિ દેખાય છે. - - અહીં આઠે વાદીનો નિર્દેશ માત્ર છે.
ઉક્તવાદી શાસ્ત્રસંસ્કૃત બુદ્ધિ હોય છે, માટે શાસ્ત્રોને કહે છે– • સૂત્ર-૭૧૩ થી ૭૨૨ :
[૧૩] આઠ પ્રકારે મહાનિમિત્તો કહ્યા છે - ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન
- શાસ્ત્ર.
[૧૪] આઠ પ્રકારે વચનવિભક્તિઓ કહી છે – ... [૧૫] નિર્દેશમાં પ્રથમા, ઉપદેશમાં દ્વિતિયા, કરણમાં તૃતિયા, સંપ્રદાનમાં ચતુર્થી... [૭૧૬] અપાદાનમાં પંચમી, સ્વસ્વામી સંબંધે પડી, સન્નિધાનમાં સપ્તમી અને આમંત્રણમાં
અષ્ટમી... [૭૧] તેમાં પ્રથમા વિભક્તિ નિર્દેશમાં-તે, આ, હું - આમ કહું છું. બીજી ઉપદેશક્રિયામાં - ભણ, કર તેમ 'તું' કહે છે...
[૧૮] ત્રીજી કરણમાં - કરાયુ, લઈ જવાયું, તેના વડે, મારા વડે આદિ... નમો, સ્વાહાના યોગે ચોથી સંપદાન થાય... [૧૯] અપનયન, ગ્રહણ, ત્યાંથી, અહીંથીમાં પંચમી અપાદાન. તેનું આનું, ગયેલાનું, સ્વામી સંબંધે છટ્ઠી... [૨૦] સાતમી-તેમાં, આમાં, આધાર, કાળ, ભાવમાં થાય છે... આઠમી આમંત્રણીજેમકે હે યુવાન, હે રાજા આદિ.
[૨૧] આઠ સ્થાનોને છાસ્થ સર્વભાવથી જાણતો નથી, જોતો નથી. તે ધર્માસ્તિકાય થાવત્ ગંધ અને વાયુ... આ આઠેને ઉત્પન્ન જ્ઞાન-દર્શન
Vill