________________
૬/-/૫૫૧ થી ૫૬૦
[૫૫] નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા ધરણની છ અગ્રમહિષીઓ કહી આલા, શક્રા, શહેરા, સૌદામિની, ઇન્દ્રા, ધનવિધુતા... નાગકુમારે નાગકુમાર રાજા ભૂતાનંદની છ અગ્રમહિષીઓ કહી - રૂપા, રૂપાંશા, સુરૂપા, રૂપવતી, રૂપકાંતા, રૂપા... જેમ ધરણની તેમ સર્વે દક્ષિણ દિક્કેન્દ્રની યાવત્ ઘોષની અને જેમ ભૂતાનંદની તેમ સર્વે ઉત્તર દિશ્કેન્દ્રની યાવત્ મહાઘોષની અગ્રમહિષીઓ જાણવી,
[૫૬૦] નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા ધરણના ૬૦૦૦ સામાનિક દેવો. કહેલા છે, એ રીતે ભૂતાનંદ યાવત્ મહાઘોષ ઇન્દ્રના પણ જાણવા. • વિવેચન-૫૫૧ થી ૫૬૦ ઃ
૨૯
-
[૫૫૧,૫૫૨] છ ભેદે ઉક્ત લક્ષણ પ્રમાદથી પ્રત્યુપેક્ષા તે પ્રમાદપ્રત્યુપેક્ષા કહી, તે આ - કરમટા - વિતથ કરવારૂપ અથવા શીઘ્ર બધું કરનારની, અથવા એક વસ્ત્ર અર્ધ પડિલેહી અન્ય-અન્ય વસ્ત્રને ગ્રહણ કરવું તે. તે સદોષ હોવાથી વર્ષનીય છે. આ પ્રમાણે બધે સંબંધ યોજવો.
સમ્મÎ - જેમાં વસ્ત્રના મધ્યભાગે સળ પડેલ ખૂણા થાય અથવા જેમાં પ્રત્યુપેક્ષણીય ઉપધિના વીંટલા પર બેસીને પડિલેહણા કરે તે.
મોમની - પડિલેહણ કરાતા વસ્ત્રના ભાગથી તિર્કો, ઉર્ધ્વ, અધોના સંઘન રૂપ ત્રીજી... પાઠાંતથી ગુરુના અવગ્રહાદિ અસ્થાને પડિલેહિત ઉપધિનું સ્થાપવું તે અસ્યાન સ્થાપના... પ્રોટના - રજવાળા વસ્ત્રની જેમ વસ્ત્રને કંપાવવું તે ચોથી... વિવિત્ત - વસ્ત્ર પડિલેહીને વસ્ત્રના પડદા આદિ પર મૂકવું કે વસ્ત્રના છેડા વગેરેને ઉંચે ઉછાળવું તે.
વેડ્સ - વેદિકા પાંચ ભેદે - ઉર્ધ્વવેદિકા - જેમાં બંને જાનુ પર બંને હાથ રાખી પડિલેહણ કરે.. અધો વેદિકા - બંને જાતુ નીચે બંને હાથ રાખી પડિલેહણ કરે.. તિર્કી વેદિકા - બંને જાવુ પડખે હાથ રાખી કરે.. દ્વિધા વેદિકા - બંને બાહુ અંદર બંને જાનુ રાખે.. એકતો વેદિકા - એક જાનુને બંને બાહુ અંદર કરીને કરે... આ પાંચ પ્રકારે છઠ્ઠી પ્રમાદ પડિલેહણા કહી.- ૪ - ૪ - .
[૫૫૩,૫૫૪] ઉક્ત વિપરીત પ્રત્યુપેક્ષણા કહે છે - છ પ્રકારે પ્રમાદથી વિપરીત અપ્રમાદથી પ્રત્યુપેક્ષણા. તે આ... (૧) અતિતા - વસ્ત્ર કે શરીરને ન નચાવે તેવી પ્રત્યુપેક્ષણા. વસ્ત્ર અને શરીર નચાવવા રૂપ ચાર ભાંગા છે.. (૨) અહિત - જેમાં વસ્ત્ર કે શરીને વાળેલ નથી તે ચૌભંગી, (૩) અનનુબંધી . જેમાં નિરંતર પ્રસ્ફોટકાદિનો અનુબંધ વિધમાન નથી તે. (૪) મોતી - ઉક્ત લક્ષણ મોસલી જેમાં નથી તે.. (૫) છપ્પુરિમા નવ લોક - તેમાં વસ્ત્ર પ્રસારિત કરી તેનાં પ્રથમ ભાગને ચક્ષુ વડે જોઈને, તેને પાછું ફેરવીને અને જોઈને ત્રણ પ્રસ્ફોટક કરે, પુનઃ ફેરવીને આંખોથી જોઈ ફરી બીજા ત્રણ પ્રસ્ફોટક કરે. આ રીતે છ તથા નવ ખોટક - તે ત્રણ
ત્રણ પ્રમાર્જનાના ત્રણ ત્રણ અંતરથી અંતરિત કરવા તે પાંચમી પડિલેહણા.
વૃત્તિમાં વસ્ત્ર અને શરીરને નચાવવાની ચૌભંગી બતાવતી ગાથા છે. [૫૫૫] પ્રમાદ-અપ્રમાદ યુક્ત પ્રત્યુપેક્ષા લેફ્યા વિશેષથી થાય છે, માટે લેશ્મા
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩
સૂત્ર કહેલ છે. લેશ્યાધિકારથી જ પંચેન્દ્રિયતિય, મનુષ્ય, દેવના સૂમો છે... [૫૫૬ થી ૫૬૦] દેવતા સંબંધી શક આદિની અગ્રમહિષી સંબંધી વગેરે. અવગ્રહમતિ સૂત્રથી પ્રથમવર્તી સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ એ કે - દેવોની જાતિ અપેક્ષાએ અવસ્થિતરૂપ છ લેશ્યા સમજવી.
30
દેવ વક્તવ્યતા કહી, દેવો વિશિષ્ટ મતિવાળા હોય, તેથી મતિ સૂત્ર - સૂત્ર-૫૬૧ :
અવગ્રહમતિ છ ભેદે છે - પિ ગ્રહણ કરે, બહુ ગ્રહણ કરે, બહુવિધ ગ્રહણ કરે, ધ્રુવ ગ્રહણ કરે, અનિશ્રિત ગ્રહણ કરે, અસંદિગ્ધ ગ્રહણ કરે... ઈહામતિ છ ભેદે છે - પિ યાવત્ અસંદિગ્ધ ગ્રહણ કરે... અવાયમતિ છ ભેટે - પિ ચાવત્ અસંદિગ્ધ... ધારણા છ ભેદે કહી - બહુ - બહુવિધ - પુરાણ - દુર્ધર - નિશ્રિત - અસંદિગ્ધ ધારણ કરે.
• વિવેચન-૫૬૧ :
મતિ - આભિનિબોધિક છે, તે ચાર ભેદે અવગ્રહ, ઈહા, અપાય, ધારણા. તેમાં સામાન્ય અર્થનું ગ્રહણ તે અવગ્રહ, તદ્રુપ મતિ તે અવગ્રહમતિ. તે બે ભેદે - વ્યંજનાવગ્રહમતિ, અર્થાવગ્રહમતિ. અર્થાવગ્રહમતિ બે ભેદે - નિશ્ચયથી અને વ્યવહાસ્ત્રી. વ્યંજનાવગ્રહનતા ઉત્તસ્કાલ પછી એક સમય સ્થિતિક પહેલી નૈિૠયિકી] બીજી અંતર્મુહૂર્ત પ્રમાણવાળી અપાયરૂપ છતાં પણ તે ઉતસ્કાળરૂપ ઈહા અને અપાયના કારણત્વથી અવગ્રહમતિ રૂપે ઉપચાર કરેલ છે. - [અહીં વૃત્તિકારે વિશેષાવશ્યકની બે ગાથા મૂકેલી છે.]
અર્થાવગ્રહ પછી ઈહા, પછી અપાય એ રીતે સામાન્ય-વિશેષાપેક્ષાએ છેલ્લા ભેદ સુધી જાણવા. સામાન્યને મૂકીને સર્વત્ર નિશ્ચયથી ઈહા અને અપાય છે, પણ સંવ્યવહાર માટે સર્વત્ર અપાય તે અવગ્રહ છે. તરતમ યોગ અભાવે અભાવ થાય અને અંતે ધારણા થાય, કાલાંતરે સ્મૃતિ થાય.
વ્યવહારથી અવગ્રહરૂપ મહિને આશ્રીને પ્રાયઃ પવિધત્વનું વ્યાખ્યાન કરવું. તે આ - શીઘ્ર ગ્રહણ કરે અર્થાત્ ક્ષયોપશમની પટુતાથી મતિ તળાઈ આદિના સ્પર્શન તુરંત જાણે છે અથવા મતિ વિશિષ્ટ પુરુષ જાણે છે...
બહુ—શય્યા પર બેસતો પુરુષ તેમાં રહેલ સ્ત્રી, પુષ્પ, ચંદન અને વસ્ત્રાદિના સ્પર્શન ભિન્ન-ભિન્ન જાતિય છતાં દરેકને જાણે છે...
બહુવિધ-જેના ઘણા ભેદો છે તે - સ્ત્રી આદિના ભિન્ન ભિન્ન શીત, સ્નિગ્ધ, મૃદુ, કઠિન આદિ ભેદરૂપ સ્પર્શને જાણે છે... ધ્રુવ - અત્યંત, સર્વદા. જ્યારે જ્યારે સ્ત્રી આદિ સાથે સ્પર્શ વડે યોગ થાય ત્યારે ત્યારે તે સ્પર્શાદને જાણે છે અર્થાત્
ઇન્દ્રિય અને ઉપયોગ હોય ત્યારે જાણે છે.
અનિશ્રિત - ચિહ્નથી નિશ્ચિત તે નિશ્રિત. જૂઈના પુષ્પોનો અતિ શીત, મૃદુ, સ્નિગ્ધાદિરૂપ સ્પર્શ અનુભવેલ છે તે અનુમાન વડે તે વિષયને ન જાણતો છતાં જ્ઞાન થાય છે ત્યારે ચિહ્ન સિવાય અનિશ્રિતને ગ્રહે છે.