________________
૧/-/૨
જે નિરંતર પોતાના જ્ઞાનાદિ પર્યાયોને પ્રાપ્ત કરે છે તે આત્મા, - [શંકા એમ માનવાથી આકાશાદિને પણ આત્મ શબ્દના વ્યપદેશનો પ્રસંગ આવશે. કેમકે આકાશાદિ પણ પોતાના પર્યાયમાં સતત ગમન કરે છે.
[ઉતરવું એવું નથી, કેમકે વ્યુત્પત્તિ માત્રનું નિમિત્તપણું છે, ઉપયોગ જ પ્રવૃતિમાં નિમિત્ત છે, તેથી જીવ જ આત્મા છે, આકાશાદિ નહીં. અથવા સંસારી અપેક્ષાથી વિભિન્ન ગતિમાં સતત ગમનથી અને સિદ્ધની અપેક્ષાએ ભૂતકાળમાં હતો તે જ વર્તમાનમાં હોવાથી આત્મા છે. તેનું એકપણું કથંચિત્ જ છે, તેથી કહે છે : દ્રવ્યાર્થતાથી એકવ છે, કેમકે આત્માનું એક દ્રવ્યપણું છે, પ્રદેશાર્યવથી અસંખ્યય પ્રદેશાત્મકવવી અનેકાણું છે. તેમાં દ્રવ્યરૂપ અર્થનો ભાવ તે દ્રવ્યાર્થતા, પ્રદેશગુણ પર્યાયની આધારતા જે અવયવી તે દ્રવ્યપણું છે.
પ્રદેશ અર્થાત્ નિસ્વયવ અંશરૂપ અર્થનો જે ભાવ તે પ્રદેશાર્થતા-ગુણ અને પર્યાયિની આધારનારૂપ અવયવ લક્ષણ વિશિષ્ટ અર્થપણું જાણવું.
[શંકા અવયવી દ્રવ્ય જ નથી, ઇત્યાદિ • x • x • x ૪ -
[સમાધાન બે વિકલ્પ વડે અવયવી દ્રવ્યનું જે અઘટમાન કહ્યું. તે તમારું કથન અયક્ત છે, અમે એકાંતથી ભેદ કે અભેદનો સવીકાર કરતાં જ નથી. અવયવો જ તથાવિધ એક પરિણામપણે અવયવી દ્રવ્યપણે વ્યવહાર કરાય છે અને તે જ તયાવિધ વિભિન્ન પરિણામોની અપેક્ષાએ અવયવો કહેવાય છે, અવયવી દ્રવ્યનો અભાવ સ્વીકારવાથી આ ઘડાના અવયવો છે, આ વસ્ત્રના અવયવો છે, એમ જે ભિન્નતા અનુભવાય છે, તે થઈ નહીં શકે તથા પ્રતિનિયત કાર્યાર્થીને પ્રતિનિયત વસ્તુ-ઉપાદાન નહીં થાય અને કોઈપણ કાર્યનો નિયમ જ નહીં રહે. ઇત્યાદિ • x - X - X - X -
[શંકા કેવળ અવયવી દ્રવ્ય ભલે હોય, પણ આત્મા વિધમાન નથી કેમકે તેના પ્રત્યક્ષાદિ પ્રમાણો પ્રાપ્ત થતા નથી. તેથી કહે છે - આત્મા અતીન્દ્રિય હોવાથી પ્રત્યક્ષ ગ્રાહ નથી, વળી લિંગ અને લિંગી એ બંનેનો સાક્ષાત્ સંબંધ દેખાતો ન હોવાથી આત્મા અનુમાન વડે પણ ગ્રાહ્ય નથી, આગમ વડે આત્મા જણાતો નથી.
૩૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અસિદ્ધ છે. માટે આ અનુપલંભ હેતુ અસિદ્ધ છે.
તથા અસર્વજ્ઞ હેતુથી બધા મનુષ્યો સર્વદા અને સર્વ સ્થળે આત્માને જોતા નથી એમ કહી ન શકે. • X - X • આત્મા જ્ઞાનથી ભિન્ન નથી કેમકે જ્ઞાન એ આત્માનો ધર્મ છે. જ્ઞાન સ્વસંવેદનરૂપ છે. - x - આત્માથી અભેદ જ્ઞાનરૂપ ગુણનું પ્રત્યક્ષપણું હોવાથી ગુણી એવો આત્મા પ્રત્યક્ષ જ છે. - x • x • ગુણોનું પ્રત્યક્ષપણું છતાં ગુણીનું પ્રત્યક્ષપણું કેમ થાય? એમ જો કહેતા હો તો ગુણોથી ગુણીને ભિન્ન માનો છો કે અભિન્ન ? જો અભિન્ન માનો તો જ્ઞાન આદિ ગુણને ગ્રહણ કરવા માત્રથી ગુણી આત્મા પ્રહણ થશે. જો ગુણોથી ગુણી ભિન્ન છે તો ઘટ આદિ ગુણી તેના રૂપાદિ ગુણોનું પ્રત્યક્ષ થવાથી જે ગ્રહણ થાય છે, તે પણ ન થવું જોઈએ. જો એમ હોય તો જીવનો અભાવ થાય જ કેમ?
જેઓ સર્વ પદાર્થસમૂહર્તા સ્વરૂપના આવિર્ભાવમાં સમર્થ જ્ઞાનીઓ છે તેઓને તો સર્વથા જ પ્રત્યક્ષ છે, અનુમાન પ્રમાણથી પણ આત્મા જણાય છે તે આ રીતે - આ શરીર વિધમાનકત વડે ભોગ્યપણું હોવાથી ઓદન વગેરે માફક છે તે વિધમાનકર્તાપણું તે જીવ છે. - X - X -
[આ રીતે લિંગ-લિંગી આદિ અનુમાન પ્રમાણ ઇત્યાદિ વૃત્તિથી અનુવાદ મvણી સમજી શકાશે નહીં, તે તેના તજજ્ઞ પાસે સમજવા જરૂરી છે.
ને માયા એ વચનથી આત્માનું આગમગમ્યત્વ છે જ, તેને આગમાંતર વડે વિસંવાદ કરવો ન જોઈએ. આ આગમને સુનિશ્ચિત આપ્ત પુરુષે કહેલ છે. બહુ વક્તવ્યતા સ્થાનાંતથી જાણવી. જે આત્માનો અભાવ માનશો તો જાતિસ્મરણ આદિ અને પ્રતીભૂત પિતા, દાદા આદિથી કરાયેલ અનુગ્રહ અને ઉપઘાત પ્રાપ્ત નહીં થાય. આત્માનું સપદેશપણું તો અવશ્ય સ્વીકારવું. અવયવના અભાવમાં હસ્તાદિ અવયવોના એકવાણાનો પ્રસંગ આવશે અને દરેક અવયવ પ્રતિ સ્પશદિની અનુપલબ્ધિનો પ્રસંગ આવે. ગ્રીવાદિ દરેક અવયવમાં જણાતું રૂપ ગુણ વિશિષ્ટ ઘડાની જેમ ચૈતન્ય લક્ષણરૂપ આત્મગુણ સાક્ષાત્કાર થવાથી પ્રદેશ સહિત આભા દરેક અવયવમાં, આ રીતે દ્રવ્યાર્થપણે આત્મા એક છે તેમ સ્થાપિત કર્યુ અથવા આત્મા કથંચિ-પ્રતિક્ષણે સંભવિત ભિન્ન ભિન્ન કાલ વડે કરાયેલ કુમાર-dણ-નરૂનારકવાદિ પર્યાયોથી ઉત્પત્તિ અને વિનાશનો યોગ હોવા છતાં દ્રવ્યાપણે આત્માનું એકપણું છે. જો કે કાલકૃત પર્યાયો વડે વસ્તુ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, તો પણ સ્વપર્યાય અને પરપયયિરૂપ અનંત ધર્માત્મક વસ્તુ હોવાથી વસ્તુનો સર્વથા નાશયુક્ત નથી.
પ્રતિક્ષr ક્ષયો ભાયા - આ વચનથી પ્રતિપાધ વિષયનું જે ક્ષણભંગુર વિજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે ક્ષણિક વિજ્ઞાન વાકચાર્ય ગ્રહણ પરિણામથી અસંખ્યાત સમયો વડે જ થાય છે, પ્રતિ સમય વિનાશ માનો તો ક્ષણિક વિજ્ઞાન તમે કહી જ ન શકો. કેમકે પદ સંબંધી એક-એક અક્ષર પણ સંખ્યાતીત સમયે ઉત્પન્ન થાય છે, સંખ્યાત અક્ષવાળું પદ છે, સંખ્યાત પદવાળું વાક્ય છે, માટે તેના અર્થના ગ્રહણ
(સમાધાન આ પ્રમાણ પ્રાપ્તતા નથી એટલે શું ? તે એક પુરા આશ્રિત છે. કે બધા પુરષ આશ્રિત છે? જો એક પુરુષ આશ્રિત કહેશો તો વધુ હોવા છતાં કોઈ એક પુરુષાશ્રિત અનુપલભ્યપણાનો સંભવ હોવાથી આત્માનો અભાવ સિદ્ધ થતો નથી. કોઈ એક પુરુષને ઘટાદિ વસ્તુનું ગ્રાહક પ્રમાણ પ્રવર્તતુ ન હોય એટલું માત્ર કહેવાથી સર્વત્ર અને સર્વકાળમાં ઘટાદિ અર્થગ્રાહક પ્રમાણનો અભાવ છે, એમ નિર્ણય કરવા તમે શક્તિમાન નથી. પ્રમાણ નિવૃત્તિથી પ્રમેય નિવર્તન થતું નથી કેમકે પ્રમાણના પ્રમેયનું કાર્યપણું છે. કાર્ય અભાવે કારણ અભાવ પણ દેખાતો નથી. માટે અપ્રાપ્તતા હેતુ અનૈકાંતિક દોષવાળો છે. બધાં પુરુષોને આશ્રિત અનુપલંભ પક્ષ