________________
૧/-/૧
માફક યથાકામ ભીંત આદિથી દેશનાઓ નીકળે છે." આ કથનનો અસ્વીકાર કરતાં કહે છે કે - ભીંત આદિથી નીકળેલ વચન આપ્ત ઉપદિષ્ટ નહીં હોય, તેમાં વિશ્વાસ પણ નહીં થાય કે આ કોણે કહ્યું છે ?
બધાં પદના સમુદાય વડે પોતાની ઉદ્ધતાઈ છોડીને ગુરુ પણ પ્રભાવનામાં તત્પર પુરષોએ જ શિષ્યો માટે દેશના કરવી, એ રીતે જ ગુરમાં ભક્તિપરતા થાય. તેથી વિધાદિની પણ સફળતા થાય. કહ્યું છે - જિનવરોની ભકિતથી પૂર્વસંચિત કર્મો ખપે છે, આચાર્યને નમસ્કારથી વિધા મંત્રો સિદ્ધ થાય છે. અહીં નમસ્કાર જ ભક્તિ છે. અથવા આ વસંતે શબ્દ ભગવાનનું વિશેષણ છે. આયુષ્યમાન ભગવંત વડે ચિરંજીવી અર્થ છે. એ દ્વારા ભગવાનનું બહુમાન ગર્ભિત ‘મંગલ' કહેલું છે. અથવા મધુબ • પસર્ણ પ્રવૃત્તિ આદિથી પ્રશસ્ત આયુને ધારણ કરીને, મોક્ષ પામીને પણ તીર્થનો તિરસ્કારાદિ જોઈને અભિમાનાદિથી ફરીને આ લોકમાં આવનાની જેમ અપશસ્ત આયુને ધારણ કરતા નથી. - -
એવી જ રીતે રાણાદિ દોષથી તેમનું વચન અપામા જ છે, સગાદિનો સમૂલ નાશ થયા પછી શા માટે ફરી આ લોકમાં આગમન સંભવે? અથવા આયુષ્યમતા એટલે પ્રાણને ધારણ કરનારા, પણ સદા સિદ્ધરૂપે નહીં, તેને કરણપણાથી બોલવાનો અસંભવ છે અથવા તેના એ ‘મા’ શબ્દનું વિશેષણ છે. તેથી મા - એટલે ગુર દર્શિત મર્યાદા વડે વસવું, એ દ્વારા તત્વથી ગુરુની મર્યાદામાં રહેવારૂપ, ગુરુકુલવાસનું વિધાન અર્થથી કહ્યું છે. કેમકે તે જ્ઞાનાદિના હેતુભૂત છે. કહ્યું છે કે - 'ગુરુકુલવાસથી જ્ઞાનનું ભાજન થાય છે, સમ્યકત્વ અને ચારિત્રમાં સ્થિર થાય છે, જેઓ ગુરુકુલવાસને છોડતા નથી તેમને ધન્ય છે. ગીતાર્થ પાસે વસવું, ધર્મમાં પ્રીતિ, અનાયતન વર્જન, કષાયોનો નિગ્રહ આ ધીરપુરષોનું શાસન (શિક્ષા] છે. અથવા ભગવત્ ચરણકમળને ભકિતપૂર્વક હસ્તયુગલાદિ વડે સ્પર્શવા - તે દ્વારા એવું કહે છે કે - સર્વ શાસ્ત્રોને જાણ્યા પછી પણ ગુરુ વિશ્રામણાદિ વિનયકૃત્ય છોડવું ન જોઈએ.
કહ્યું છે કે - જેમ બ્રાહ્મણ અનેક આહુતી વડે અભિષિક્ત અગ્નિને નમન કરે છે, તેમ અનંતજ્ઞાન ઉપગત [શિષ્ય પણ આચાર્ય પાસે ઉપસ્થિત રહે. અથવા
કર્તા - એટલે શ્રવણવિધિની મર્યાદા વડે ગરના સેવનથી. આ અર્થ વડે પણ એવું જ સૂચવે છે કે - વિધિપૂર્વક ઉચિત સ્થાને રહીને ગુરુ પાસે સાંભળવું જોઈએ. જેમ-તેમ [ધમી શ્રવણ ન કરાય. કહ્યું છે કે
નિદ્રા અને વિકથા છોડીને, ગુપ્ત થઈને, અંજલિ કરીને ભકિત અને બહુમાનપૂર્વક, ઉપયોગ રાખીને સાંભળવું જોઈએ. આ રીતે પદનો અર્થ કહ્યો. પદવિગ્રહ એટલે સામાસિક પદ વિષય, તે ‘આખ્યાત’ આદિમાં બતાવ્યો.
ધે ચાલના અને પ્રત્યવસ્થાન [તર્ક અને સમાધાન ને શબ્દથી અને અર્થથી કહે છે - તેમાં શબ્દથી ‘નનું' ના અને જઈ વ્યાખ્યાન કરવા યોગ્ય છે. • x • x • અર્થથી તો રાત્રીના - વસ્તુ નિત્ય છે કે અનિત્ય ? [એવો તર્ક-શંકા કરવી).
૨૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જો નિત્ય હોય તો અપટુત, અનુત્પન્ન, સ્થિર-એક-રવરૂપવ થકી ભગવંતની સમીપમાં શ્રોતૃત્વ સ્વભાવ હતો, તે જ સ્વભાવ શિષ્યને ઉપદેશપણામાં કેમ સંભવે ? વળી તેનું શિષ્યઉપદેશકવ પૂર્વના સ્વભાવ ત્યાગમાં હોય કે અત્યાગમાં ? જો ત્યાગમાં કહેશો વસ્તુનું નિત્યપણું નાશ થયું. વસ્તુનું સ્વભાવથી ભિન્નત્વ નથી, સ્વભાવક્ષયે વસ્તુ ક્ષય થાય. જો ‘અપરિત્યાગ’ કહેશો તો પણ નહીં ઘટે કેમકે એકસાથે બે સ્વભાવનો અસંભવ છે. જો અનિત્ય પક્ષને સ્વીકારશો તો તે પણ યોગ્ય નથી, ઇત્યાદિ • x • X - X -. - ઉક્ત ચર્ચાનું સમાધાન નયના મત વડે કા નયદ્વારનું અવતરણ કરે છે. તે નયો-નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત છે. તેમાં પહેલા ત્રણ નયો દ્વવ્યાર્થિક છે, બીજા ચાર નો પર્યાયાર્થિક છે. એ રીતે ઉભયમતને આશ્રીને દ્રવ્યાર્થપણાથી વસ્તુ નિત્ય અને પર્યાયાપણે અનિત્ય છે. એ રીતે નિત્યાનિત્ય વસ્તુ કહેતા પ્રત્યેક પક્ષે કહેલ દોષનો અભાવ છે. એવી જ રીતે સર્વ વ્યવહારની પ્રવૃત્તિ થાય છે. કહ્યું છે કે - સર્વ વસ્તુ પ્રતિસમય ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને નિત્ય છે. એ પ્રમાણે સુખ, દુ:ખ, બંધ, મોક્ષાદિ સદ્ભાવ ઘટી શકે છે. સૂત્રસ્પર્શિક નિયુક્તિ અનુગમ કહ્યો. એ રીતે સ્વીકારેલ સૂત્રનો આશ્રય કરી સૂઝાતુગમ, સૂગાલાપક નિક્ષેપ, સૂત્રસ્પર્શિક નિયુક્તિ, અનુગમ અને નયો દશવિલા છે. ક્રમપૂર્વક ભાષ્યકાનું વચન આરાધેલ છે. તે આ રીતે
પદચ્છેદ સહિત સૂત્ર કહીને સૂકાનુગમ કૃતાર્થ થાય છે. નામાદિ ન્યાસના વિનિયોગથી સૂપાલાપક ન્યાસ સફળ થાય છે. શેષ પદાર્થ આદિ સૂત્રસ્પર્શિક નિર્યુક્તિમાં ઉપયોગી થાય છે. તે પ્રાયઃ તૈગમાદિ નયના મતે જણાય છે.
આ રીતે દરેક સૂણ સ્વયં અનુસરવું. અમે તો કોઈ સ્થાને કંઈક સંક્ષેપ અને કહેશું. હાલ તો જે ભગવંતે કહ્યું તે કહીએ છીએ - તેમાં સર્વ પદાર્થો જાણવા માટે સમ્યક્ મિથ્યાજ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયા દ્વારા ઉપયોગ જોડવાથી આત્માનું સર્વ પદાર્થમાં પ્રધાનપણું છે તેથી પ્રથમ ‘આત્મા'ને કહે છે.
• સૂત્ર-૨ :આત્મા એક છે. • વિવેચન-૨ :
કોઈ અપેક્ષાએ આત્મા અર્થાત્ જીવ એક છે, બે વગેરે નહીં. ‘ત' ધાતુ સાતત્યગમન અર્થમાં છે, એ વચનથી ‘અતિ ' ધાતુ ગતિ અર્થવાળો છે. ગત્યર્થ ધાતુ જ્ઞાનાર્થવ હોવાથી જે નિરંતર જાણે છે, તે આત્મા (જીવ). શબ્દ નિપાતથી સિદ્ધ છે. ઉપયોગ લક્ષણવથી સિદ્ધ-સંસારી એ બે અવસ્થામાં પણ ઉપયોગભાવથી સતત બોધ ભાવ છે. નિરંતર બોધનો અભાવ માનીએ તો જીવવ પ્રસંગ આવે, જીવપણાથી તેમાં જીવત્વનો અભાવ છે. જીવવ ભાવ સ્વીકારતા આકાશાદિને પણ જીવપણાનો પ્રસંગ આવશે. એ રીતે જીવનું અનાદિપણું સ્વીકારવાનો અભાવ ઉદ્ભવશે. અથવા