________________
૧/ગ-૩૮૫,૩૮૬
૧૮૧
૧૮૨
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
આગમ પાઠ - હે ભગવંત! બે પુરુષો એકબીજા સાથે અગ્નિકાયનો સમારંભ કરે છે, તેમાં એક પુરષ અગ્નિકાય સળગાવે છે, બીજો અગ્નિકાય બુઝાવે છે. તે બંનેમાં કયો પુરુષ મહાકર્મી છે ? કયો પુરુષ અને કર્મી?
હે ગૌતમ ! જે પુરષ અગ્નિકાય સળગાવે છે, તે પુરુષ બહતર પૃથ્વીકાય, અકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયનો અને અાતર અગ્નિકાયનો આરંભ કરે છે. જે પુરષ અગ્નિકાયને બુઝાવે છે, તે પૃથ્વીકાયાદિનો આરંભ અકા કરે છે અને અગ્નિકાયનો ઘણો આરંભ કરે છે. માટે એમ - X - કહ્યું.
વળી કહ્યું છે કે - આ અગ્નિનો સમારંભ જીવોનો નાશક છે, તેમાં સંશય નથી. આવું જાણીને સારા-નરસાનો વિવેકવાળો મેધાવી, સકૃતિક, ધર્મને સમજી પાપથી દૂર રહે તે પંડિત અગ્નિકાયનો આરંભ કરતો નથી, તે જ પરમાર્થથી પંડિત છે જે અગ્નિકાયના સમારંભથી થતા પાપથી દૂર રહે છે.
- અનિકાયના સમામથી પ્રાણીવધ કઈ રીતે થાય? • સૂત્ર-૩૮૭ થી ૩૯૦ -
પૃdી જીવ છે, પાણી પણ જીવ છે. અગ્નિ સળગાવતા આ પૃથ્વી, પાણી, સંપાતિમ, સંવેદજ અને કાષ્ઠ આશ્રિત જીવો બળે છે.
હરિતકાય આકાર ધારણ કરે છે, પૃથફ હોય છે, આહારથી દેહ વધે છે [માટે તે જીવ છે) જે વ સુખ માટે તેને છેદે છે, તે ધૃષ્ટ ઘણાં જીવો હણે છે.
જે બીજનો, બીજ દ્વારા ઉત્પન્ન કે વૃદ્ધિગત જીવોનો નાશ કરે છે તે અસંયત આત્મદંડી છે, આત્મસુખર્ચે બીજનો હિંસક લોકમાં અનાધિમ કહ્યો છે.
તેઓ ગર્ભમાં, બોલવા-ન બોલવાની સ્થિતિમાં, પંચશિખીકુમારપણે, કે યુવાની, પૌઢ, વૃદ્ધાવસ્થામાં ગમે ત્યારે આયુષ્ણયથી મૃત્યુ પામે છે.
• વિવેચન-3૮૭ થી 30 :
- કેવલ પૃથ્વી આશ્રિત બેઇન્દ્રિયો જ જીવ નથી, પણ માટી વગેરે પૃથ્વી પણ જીવ છે, પ્રવાહી લક્ષણ પાણી પણ જીવ છે. તેને આશ્રિત પણ જીવ છે. શલભ આદિ સંપાતિમ-ઉડતા જીવો તેમાં પડે છે, તથા ઇંધણમાં રહેલા સર્વેદ જ જીવો - ધુણ, કીડી, કૃમિ આદિ અને કાષ્ઠાદિ આશ્રિત જે કોઈ સ્થાવર, જંગમ જીવો છે, તે બધાંને અનિકાયનો સમારંભક બાળે છે. તેથી કહ્યું છે કે અગ્નિકાયનો સમારંભ મહાદોષને માટે થાય છે.
- આ પ્રમાણે અગ્નિકાયના સમારંભક તાપસો તથા પાકથી અનિવૃત્ત શાક્યાદિને બતાવ્યા. હવે તેઓ અને બીજા વનસ્પતિ સમારંભથી અનિવૃતને બતાવતા કહે છે - Kવનિા અંકુરા દિને પણ યોગ્ય આહાર મળતાં વધતા દેખાય છે, તેથી તે જીવ છે તથા તે જીવનો આકાર ધારણ કરે છે, જેમકે - કલલ, અર્બુદ, માંસપેશી. જેમ મનુષ્ય ગર્ભ, પ્રસવ, બાલ, કુમાર, યુવા, મધ્યમ, સ્થવિર અવસ્થા પામે છે. તેમ શાલિ આદિ વનસ્પતિ પણ જન્મે છે, અભિનવરૂપ પામે છે, રસવાળી બને છે, ચૌવનવાળી, પરિપક્વ, જીર્ણ, પરિશુદ્ધ અને મૃત સ્થિતિ પામે છે. વૃક્ષો પણ કુરા
અવસ્થાથી ઉત્પન્ન થઈને મૂળ, સ્કંધ, શાખા, પ્રશાખા આદિ વિશેષરૂપે વધતા યુવાન થાય છે. એ રીતે બીજી અવસ્થા પણ જાણવી. આ રીતે વનસ્પતિ આદિ પણ જીવાકાર ધારણ કરે છે. વળી એ વૃક્ષના મૂળ, સ્કંધ, શાખા, પત્ર, પુષ્પાદિ સ્થાનોમાં પ્રત્યેકના જુદા જુદા જીવો છે, તે વૃક્ષાનો સમુદિત એક જ જીવ નથી. તેમાં સંખ્યય-અસંખ્યયા કે અનંત જીવો રક્ષા છે.
વનસ્પતિકાય આશ્રિત આ જીવોનો આહાર માટે, દેહની વૃદ્ધિ માટે, દેહના ઘાવને રૂઝવવા માટે કે આત્મસુખ માટે જે છેદે છે, તે ધૃષ્ટતાને ધારણ કરી ઘણાં પ્રાણીઓની હિંસા કરે છે. આ જીવહિંસાચી દયા-અનુકંપા ન રહેવાથી તેને ધર્મ અને [ચાધિમ] આત્મસુખનો લાભ થતો નથી.
- વનસ્પતિની ઉત્પતિ તે તેનો જન્મ છે અંકુર, પગ, મૂલ, સ્કંધ, શાખા, પ્રશાખા ભેદ વડે તેની વૃદ્ધિ છે. તેના બીજોનો વિનાશ કરીને, તેના ફળોનો વિનાશ કરતો તે લીલી વનસ્પતિને છેદે છે, તે અસંયત-ગૃહસ્થ હોય કે પ્રવજિત-સાધુ હોય, તો પણ બંને સમાન કૃત્ય કરવાથી ગૃહસ્થ જ છે. તે હરિત-છેદ કરનારો આત્માને દંડે છે માટે તે આત્મદંડી છે. પરમાર્થથી તો તે બીજાનો ઉપઘાત કરતા આત્માને જ હણે છે. તેવું જ્ઞાનીઓ કહે છે - શું કહે છે ? તે દશવિ છે . જે હરિતાદિનો છેદક નિર્દય છે, તે આ લોકમાં અનાર્યધર્મી - કુકર્મી છે - એવો કોણ છે? જે ધર્મોપદેશ વડે કે આત્મસુખાર્થે બીજોને અને ઉપલક્ષણથી વનસ્પતિને હણે છે, તે પાખંડીલોક કે અન્ય અનાર્યધર્મી જાણવો. હવે હરિતદના ક્રમ-વિપાકને કહે છે
- આ વનસ્પતિકાયના પ્રમર્દકો ઘણાં જન્મો સુધી ગભદિ અવસ્થામાં કલલ, અર્બુદ, માંસપેશીરૂપે જ મૃત્યુ પામે છે, તથા કોઈક બોલતા શીખ્યા પહેલા કે પછી મટે છે. કેટલાક પંચશિખાવાળા કુમારપણે મરે છે, તો કોઈ યુવાન, મધ્યમ કે સ્થવિર વયમાં મરે છે. કોઈ પ્રતમાં ન રામપાસાય એવો પાઠ છે, તેનો અર્થ છે - મધ્યમવયવાળા, ચરમાવસ્થા પ્રાપ્ત પુરુષ અર્થાત્ અત્યંત વૃદ્ધ, એ રીતે બધી જ અવસ્થામાં બીજ આદિના ઘાતકો રવ-આયુ ક્ષય થતા પલીન બનીને દેહને તજે છે. આ પ્રમાણે જ સ્થાવર-જંગમના હણનારાઓનું અનિયત આયુ હોય છે, તે સમજી લેવું. – વળી –
• સૂત્ર-૩૧ થી ૩૯૪ :
હે જીવો! તમે બોધ પામો, મનુષ્યત્વ અતિ દુર્લભ છે. ભયને જોઈને અજ્ઞાન છોડો. આ ોક વDી એકાંત દુ:ખરૂપ છે, જીવ સ્વકમણી વિષયસિ પામે છે.
આ લોકમાં કોઈ મુઢ આહારમાં નમક ભાગથી મોક્ષ માને છે, કોઈ ઠંડા પાણીના સેવનથી, તો કોઈ હોમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ માને છે.
પ્રાતઃકાળે સ્નાનાદિથી મોક્ષ નથી કે ક્ષાર-મીઠાના ન ખાવાથી મોક્ષ નથી, તેઓ મધ, માંસ, લસણ ખાઈને મોક્ષને બદલે સંસારમાં ભ્રમણ કરે છે.
કોઈક સવાર-સાંજ જળનો સ્પર્શ કરી જળથી સિદ્ધિ થાય તેમ બતાવે છે, પણ છે જળસ્પર્શથી સિદ્ધિ મળે તો અનેક જળચરો મોક્ષે જતા હોય.