________________
૧/-૩૮૧,૩૮૨
૧૩૯
- પૃથ્વી આદિ જીવલિકાય ભગવંતે કહ્યા છે -x - આ પૃથ્વીકાયાદિ પ્રાણીમાં સુખ જાણ અર્થાત્ આ સર્વે જીવો સુખના ઇચ્છુક અને દુ:ખના હેપી છે. તેમ જાણીને કુશાગ્ર બુદ્ધિથી વિચાર કે આ જીવ-કાયના આરંભમાં, પીડવામાં આત્મા દંડાય છે અર્થાત્ આવા સમારંભથી આત્મદંડ થાય છે અથવા આવા કાર્યોથી આ તવંતું થાય છે. મતલબ કે ઉક્ત જીવ-કાયોને જે દીર્ધકાળ પીડે છે, તેમને શું ફળ મળે તે બતાવે છે - આ પૃથ્વી આદિ કાયોમાં અનેક પ્રકારે સર્વ પ્રકારે શીઘ જાય છે - તે જ પૃથ્વી આદિ કાયોમાં અનેક પ્રકારે વારંવાર ઉત્પન્ન થાય છે - અથવા - જીવો પોતાના સુખને માટે પૃથ્વીકાયાદિનો સમારંભ કરે છે, તે સમારંભથી દુ:ખ જ પામે છે પણ સુખ પામતા નથી. અથવા કdીર્થિકો મોક્ષાર્ગે આવા કાર્યો વડે જે ક્રિયા કરે છે, તેનાથી સંસાર જ વધે છે.
હવે આમતદંડ મોક્ષાર્થી તે આરંભથી સંસાર વધારે છે, તે કહે છે• સૂત્ર-૩૮૩,૩૮૪ -
પૂર્વોક્ત બસ અને સ્થાવર જીવોની હિંw કરનાર જીવ વારંવાર તે જ જાતિમાં ભ્રમણ કરે છે, વારંવાર જન્મ લઈને કુષ્કર્મ કરનાર અજ્ઞાની જીવ જે કર્મ કરે છે, તેનાથી જ મૃત્યુ પામે છે...પાણી આલોકમાં કે પરલોકમાં તે રૂપે કે અન્યરૂપે સંસારમાં આગળ-આગળ પરિભ્રમણ કરતા દુકૃતોનું બંધન અને વેદન કરે છે.
• વિવેચન-૩૮૩,૩૮૪ -
- એકેન્દ્રિયાદિનો જે પંથ તે જાતિપંથ છે અથવા જાતિ એટલે જન્મ અને વધ એટલે મરણ. તે જાતિવધમાં વારંવાર વતતો અર્થાત્ એકેન્દ્રિયાદિમાં ભટકતો વારંવાર જન્મ-જરા-મરણને અનુભવતો ગસ-તેઉ, વાય, બેઈન્દ્રિય આદિમાં અને સ્થાવર - પૃથ્વી, અપ, વનસ્પતિમાં ઉત્પન્ન થઈને બીજા કાયોને દુઃખ દેવાથી બંધાયેલા કમ વડે વારંવાર વિનાશ પામે છે. તેવો ‘આયતદંડ' જીવ ફરી જન્મી જન્મીને દારુણ અનુષ્ઠાન કરતો બહુ કુકર્મી બને છે. તે આવો નિર્વિવેકસઅસ વિવેકરહિત હોવાથી બાળ જેવો છે. તે એકેન્દ્રિયાદિમાં જન્મીને જે પ્રાણિ-ઉપમÉકારી કર્મો કરે છે, તે તે જ કર્મો વડે મરે છે કે પૂરાય છે. અથવા તે હિંસા કરે છે અથવા બહુ કુકર્મી હોય, તે “આ ચોર છે, આ લંપટ છે” એમ પોતાના કર્મોથી મપાય છે.
- કયા સ્થાને કર્મો વડે મપાય છે ? તે કહે છે - જે શીઘફળ દેનારા કર્મો છે, તે તો જ જન્મમાં ફળ આપે છે અથવા બીજા જન્મે નરકાદિમાં તે કમોં ફળ આપે છે. એટલે એક જ જન્મમાં તીવ્ર ફળ આપે છે અથવા ઘણા જન્મોમાં આપે છે. જેવા પ્રકારે અશુભને આચરે તેવા જ પ્રકારે ફળ ઉદયમાં આવે છે અથવા બીજી રીતે. એટલે કોઈ કર્મ તે ભવે ફળ આપે, કોઈ બીજા ભવે. જેમ મૃગાપુત્રનું દુઃખ વિપાકશ્રુત નામક આગમસૂત્રમાં કહ્યું છે.
- જો દીર્ધકાળની સ્થિતિનું કર્મ હોય તો બીજા જન્મોમાં વેદાય છે. તે પણ એકવાર કે અનેકવાર ભોગવે છે અથવા અન્ય પ્રકારે રોકવાર કે હજાર વાર
૧૮૦
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ શિરચ્છેદ આદિ અને હાથ-પગનું છેદનાદિ અનુભવે છે. આ પ્રમાણે તે કુશીલ પુરષો આયતદંડવાળા ચાર ગતિવાળા સંસારમાં વારંવાર • x • ભટકતા પ્રકૃટ-પ્રકૃષ્ટ દુ:ખ અનુભવે છે. પૂર્વજન્મોમાં કરેલા કર્મોના ફળ અનુભવતા આર્તધ્યાનથી ઉપહત થઈ, બીજા કર્મો બાંધે છે અને વેદે છે દુષ્ટતાથી કરેલ તે દુકૃત. આવા પોતે કરેલા દુકૃતો જન્ય કર્મોનો વિનાશ થતો નથી. તે જ કહે છે- હે જીવ! તું ખેદ ન કર, તું વિમનસ્ક દુર્મનક દીન શા માટે થાય છે? કારણ કે ચિંતા કરવા માત્રથી પૂર્વે કરેલા કર્મો નાશ થતા નથી. કદાચ તું પાતાળમાં પેશીશ, જંગલમાં -દરિમાં - ગુફામાં કે સમુદ્રમાં છૂપાઈશ. તો પણ પૂર્વે કરેલા કર્મો નાશ નહીં પામે, વ્યર્થ તારા આત્માનો ઘાત કરીશ. આ પ્રમાણે ઓઘથી કુશીલોનું વર્ણન કર્યું, હવે પાખંડી-વિશે કહે છે.
• સૂત્ર-૩૮૫,૩૮૬ -
જે માતા-પિતાને છોડીને મuત લઈને અનિકાયનો આરંભ કરે છે, પોતાના સુખ માટે જે જીવોની હિંસા કરે છે, તે લોકમાં કુશીલધર્મી કહેવાય છે...અનિ સળગાવનાર અનેક જીવોનો ઘાત કરે છે, અગ્નિ બુઝાવનાર અનિ જીવોનો ઘાત કરે છે. તેથી મેધાવી પંડિત પુરષ ધર્મને જાણીને અનિકાયનો આરંભ-હિંસ ન કરે.
• વિવેચન-૩૮૫,૩૮૬ :
- જે કોઈ પરમાઈને ન જાણનારા ધમર્યને માટે ઉસ્થિત થઈ માતા, પિતાને ત્યાગીને, કેમકે માતા-પિતાનો ત્યાગ કુકર છે. તેમના ગ્રહણથી ભાઈ, પુગાદિને પણ ત્યાગે એમ જાણવું. એમ શ્રમણવ્રત ગ્રહણ કર્યું છે, એવું સ્વીકારીને અગ્નિકાયનો આરંભ કરે, સંઘે-રંધાવે એ રીતે કરવા-કરાવવાઅનુમોદવા થકી શિકાદિ દોષિત આહાર વાપરી અગ્નિકાય સમારંભ કરે. તીર્થકર, ગણધરાદિએ એવું કહ્યું છે કે - આ પાખંડી કે ગૃહસ્થ લોક અગ્નિકાય સમારંભ કરવાથી તેઓ કુશીલ ધર્મી છે. તે કેવા છે ? તે કહે છે
જે થયા છે, થાય છે અને ચશે, માટે તે ભૂત છે - અર્થાતુ પ્રાણી છે, તેને આત્મ સુખાર્થે હણે છે - પીડે છે. તે બતાવે છે કે - પંચાગ્નિ તપકરી દેહને તપાવે તથા અગ્નિહોત્રાદિ ક્રિયા વડે પાખંડીઓ સ્વર્ગ પ્રાપ્તિને ઇચ્છે છે તથા લૌકિકધર્મી પચન-પાયનાદિ વડે અગ્નિકાયની હિંસા કરીને સુખની ઇચ્છા કરે છે. અગ્નિકાયના આરંભથી થતી હિંસાને કહે છે
- તપન, તાપન, પ્રકાશાદિ હેતુ કાઠાદિ બાળીને જે અગ્નિકાયનો સમારંભ કરે છે, તે અગ્નિકાય તથા પૃથ્વી આદિ આશ્રિત સ્થાવર અને ત્રસ જીવોને હણે છે. અથવા મન-વચન-કાયથી કે આયુ-બળ-ઇન્દ્રિયોથી હીન બનાવે - હશે. તથા અનિકાયને પાણી આદિથી ઝાવા જતાં તે પાણીના જીવોને તથા તેના આશ્રિત જીવોને હણે છે. હવે તે આગ સળગાવનાર તથા બુઝાવનાર બંને આરંભક છે, પણ સળગાવનાર વધુ હિંસક છે.