________________
૧/૬/-/૩૬,૩૭૭
૧૫
અભય દાન દેવાયી અને સદુપદેશના દાનથી જીવોના આધારરૂપ છે. અથવા જેમ પૃથ્વી બધાં સ્પર્શીને સહે છે તેમ ભગવંત પરીષહ-ઉપગને સમ્યક સહે છે. તથા આઠે પ્રકારના કર્મોને દૂર કરે છે. બાહ્ય-અત્યંતર વસ્તુમાં વૃદ્ધિઅભિલાષા રહિત હોવાથી વિગયગેહી છે, પાસે રાખવું તે સંનિધિ. તેમાં દ્રવ્ય સંનિધિ - ધન, ધાન્ય, સુવર્ણ, દ્વિપદ, ચતુષ્પદરૂપ છે. ભાવ સંનિધિ-માયા, ક્રોધાદિ કષાયો છે. તે બંને સંનિધિ ભગવંતે કરેલ નથી. તથા સર્વત્ર, સદા ઉપયોગવાળા હોવાથી, છાસ્થ માફક મનથી વિચારીને પદાર્થ પરિચ્છેદ કરતા નથી. એવા ભગવંત સમુદ્ર તરવા માફક ચતુર્ગતિક સંસારસાગર, જે બહુ વ્યસનોથી ભરેલ છે, તેને તરીને સર્વોત્તમ નિવણને પામ્યા છે. વળી તે ભગવંત પ્રાણીઓના પ્રાણની રક્ષારૂપ, પોતે કે બીજાને સદુપદેશ દાન આપે છે માટે અભયંકર છે. આઠે પ્રકારના કર્મો વિશેષથી દૂર કરે છે માટે વીર છે. તથા અનંત શેય પદાર્થો અને અનંતજ્ઞાનની નિત્યતાથી અનંતગણું સમાન કેવળજ્ઞાનના ધાક છે - વળી -
નિદાનના ઉચ્છેદથી નિદાનીનો ઉચ્છેદ થાય છે" એ ન્યાયે સંસારમાં સ્થિતિના કારણરૂપ ક્રોધાદિ કષાયો છે. તેથી અધ્યાત્મ દોષોરૂપ ચારે કષાયોને સર્વથા તજીને આ ભગવંત અરહંત-તીર્થંકર થયા. તથા મહર્ષિ બન્યા. કેમકે જેના અધ્યાત્મ દોષો દૂર થાય તે જ મહર્ષિ છે, અન્યથા નહીં તથા સ્વયં તે પાપ-સાવધ અનુષ્ઠાન કરતા નથી કે બીજા પાસે કરાવતા નથી.
• સુગ-૩૩૮ થી ૩૮૦ -
ક્રિાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદીના પક્ષની પ્રતીતિ કરી એ સર્વ વાદોને શણીને ભગવંત આજીવન સંયમમાં સ્થિર રહil.
તે ભગવતે દુ:ખના ક્ષયને માટે સ્ત્રીસંગ તથા ભોજનનો ત્યાગ કર્યો હતો. તપમાં પ્રવૃત્ત હતા. આલોક-પરલોક જાણીને સર્વે પાપોને સર્વથા તજેલા.
સમાહિત અર્થ અને પદથી વિશુદ્ધ અરહંત ભાર્ષિત ધર્મ સાંભળી, શ્રદ્ધા કરી દરd મોક્ષ મળે છે અથવા ઈન્દ્રસમાન દેવાધિપતિ બને - તેમ હું કહું છું.
• વિવેચન-૩૩૮ થી ૩૮૦ :
- ભગવંતે ક્રિયાવાદી, અક્રિયાવાદી, વૈતયિક અને અજ્ઞાનવાદીના પાને જમ્યો છે અથવા જેમાં સ્થિરતા થાય તે દુર્ગતિગમનાદિ સ્થાનને સમ્યક રીતે જાણીને - જેનું સ્વરૂપ હવે બતાવીશું, તે અહીં સંક્ષેપમાં કહીએ છીએ
પરલોકના હિતને માટે ક્રિયા જ પ્રધાન છે, એવું જે માને તે કિયાવાદી છે, તેમના મત મુજબ દીક્ષાગી - દીક્ષાની ક્રિયાથી જ મોક્ષ થાય છે. અક્રિયાવાદી તે જ્ઞાનવાદી છે. તેઓ કહે છે - યથાવસ્થિત વસ્તુના પરિજ્ઞાનથી જ મોક્ષ છે. તેઓ કહે છે - શાએ બતાવેલા-૨૫ તત્વોનો જ્ઞાતા, ગમે તે આશ્રમમાં રહે, તે ચોટી રાખે, મુંડાવે કે જટા રાખે તો પણ તે મોક્ષે જશે તેમાં કોઈ સંશય નથી.
- તથા વિનયથી જ મોક્ષ છે, તેવું ગોશાલક મતાનુસાર માનનાર વિનયથી વિચારે છે માટે વૈયિક છે. તથા જ્ઞાન જ આલોક-પશ્લોકના હિતને માટે સારું છે
૧૩૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તેમ માનનાર અજ્ઞાનવાદી છે. આ પ્રમાણે તેઓના મંતવ્યો પોતાના નિર્મળ બોધથી જાણીને તથા તે વર્ધમાનસ્વામીએ બૌદ્ધાદિક અન્ય પણ બધાં વાદો જાણીને જીવોને યથાવસ્થિત તવ ઉપદેશ વડે બોધ આપીને પોતે પણ સમ્યક રીતે સંયમમાં રહ્યા, બીજાઓ બોલે છે છતાં પાળતા નથી, તે જ કહે છે - હે પ્રભો ! તમારા કથનમાં તે દોષ નથી, જે અન્યમાં છે, બીજાને માત્ર બોધ દેવામાં કુશળ તેઓ શાસ્ત્રો રચીને લઘુતા પામ્યા છે. કેમકે તેઓ પોતે સભ્ય વર્તન રાખતા નથી. આપે તો ચાવજીવ સંયમ પાલન કર્યું છે.
- વળી ભગવંતે આ પરિભોગ - મૈથુન અને રાત્રિભોજનને ત્યાગીને ઉપલાણથી પ્રાણાતિપાત આદિનો નિષેધ જાણવો. ઉપધાન-તપ, તેવો તપને પોતે આદર્યો-કાયાને તપાવી. - શા માટે? દુ:ખ અર્થાત્ આઠ પ્રકારના કર્મનો ક્ષય કરવા માટે. વળી લોકને જાણીને તથા આલોક-પરલોક અથવા મનુષ્ય લોક અને નારકાદિ; તેનું સ્વરૂપ તથા તે પ્રાપ્ત થવાના કારણો જાણીને તેને નિવારવાના ઉપાયો ઘણી રીતે બતાવ્યા. સારાંશ એ કે પ્રાણાતિપાતાદિનો નિષેધ જાતે પણ કર્યો અને બીજાને પણ અટકાવ્યા. કેમકે પોતે અટકે નહીં ત્યાં સુધી બીજાને અટકાવવા સમર્થ ન થાય.
કહ્યું છે કે - ન્યાયની વાતો કરી, સ્વ વયન વિરુદ્ધ વર્તતો, પોતે દાંત ન હોય તે બીજાનું દમન કરવા સમર્થ ન થાય. આપે એવો નિશ્ચય મનમાં કરી પોતાના
દાંત આત્માને સંપૂર્ણ રીતે દમવાનો ઉધમ કર્યો. વળી - તીર્થકર ચાર જ્ઞાનવાળા, દેવતા પજિત, તિશે સિદ્ધ થનારા છે, તો પણ પોતાના બળ અને વીર્યને ગોપવ્યાં વિના બધી રીતે તપ-ધર્મમાં ઉધમ કરનારા હોય છે.
- સુધમસ્વિામીએ વીપ્રભુના ગુણો સ્વશિષ્યોને કહીને જણાવ્યું કે - દુર્ગતિને ઘારવાથી ધર્મ છે, તે શ્રુત-ચારૂિપ, અહંક્માષિત, સમ્યક્ રીતે કહેવાયેલ, યુકિતહેતુથી શુદ્ધ - X - X - નિર્દોષ છે. તે સાંભળી, શ્રદ્ધા કરીને તે રીતે વર્તનારા આયુકમ દૂર થવાથી સિદ્ધ થાય છે, જો આયુ બાકી રહેતો ઇન્દ્રાદિ દેવાધિપતિ થાય છે. આ પ્રમાણે મેં સાંભળ્યું કે તમને કહ્યું છે.
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૬ “વીરસ્તુતિ”નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ