________________
૧/૫/૦૩૩૫,૩૩૬
૧૬૧
૧૬૨
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
હણાય છે. નરકના પ્રભાવથી મૂચ્છ પામીને વારંવાર પીસાવા છતાં મરતા નથી, પણ પારાની જેમ મળી જાય છે.
પૂર્વે દુકૃત કરનાર-નાકને લોઢાની તીક્ષ્ણ શૂળો વડે પરમાધામી નકમાં વીંધે છે. જેમ વશમાં આવેલ મૃગ કે સુવર આદિ જંગલી પશને શિકારી પીડે, તેમ નારકોને શૂળાદિથી વિંધે છે, છતાં તે મરતા નથી માગ કરુણ રૂદન કરે છે. તેમને બચાવવા કોઈ સમર્થ નથી, તેઓ એકાંત અંદર બહાથી હર્ષરહિત થઈને સદા દુઃખને અનુભવે છે.
• સૂત્ર-૩૩૭ થી ૩૪૦ :
નકમાં સદા વાળતું રહેતું એક વાત સ્થાન છે. જેમાં કાષ્ઠ વિના અગ્નિ ભળે છે. બહુ ફુસ્કમાં ત્યાં બંધાય છે, તેઓ ચિત્કાળ ત્યાં રૂદન કરે છે.
પરમાધામી મોટી ચિતા બનાવી, તેમાં રોતા નારકને ફેંકે છે. આગમાં પડેલ વી પીગળે તેમ તે આગમાં પડેલ કાપી દ્રવીભૂત થઈ જાય છે.
ત્યાં નિરંતર તપ્ત એક ગરમ સ્થાન છે. ગાઢ કમોંથી પ્રાપ્ત છે અતિ દુઃખદાયી છે. ત્યાં હાથ, પગ બાંધીને શત્રુની જેમ દંડ વડે તેને મારે છે.
અજ્ઞાની-નાસ્કોની પીઠ મારીને તોડી નાંખે છે, લોઢાના ઘણથી માથું પણ ભાંગી નાંખે છે. તે ભિન્ન દેહીને લાકડાથી છોલે છે. તપ્ત સીસુ પાય છે.
• વિવેચન-૩૩૭ થી ૩૪૦ :
ત્યાં હંમેશા દેદીપ્યમાન ઉણરૂપ સ્થાન છે. જેમાં કર્મવશ નારક જીવો હણાય છે. અર્થાત્ તે આઘાતસ્થાન છે. ત્યાં લાકડા વિનાનો અગ્નિ બળતો હોય છે. વિસ્તીર્ણ એવા આ સ્થાનમાં પૂર્વભવે બહુ કર્મ કરેલ હોવાથી તે કર્મોના વિપાકના ઉદયથી આવતાં તે પાપથી બંધાયેલા ત્યાં રહે છે - કેવા બનીને ? બરાડા પાડતા ત્યાં ઘણો કાળ રહે છે.
મોટી ચિતા સળગાવીને પરમાધામીઓ તે રડતા અને દીનતાથી બરાડતા નારકોને તેમાં ફેંકે છે. તે અસાધુકમ-નારકી તે યિતામાં જઈને પીગળી જાય છે. જેમ અગ્નિમાં પડેલ ઘી પીગળી જાય છે. તેમ નાકની દશા થાય છે. તો પણ ભવાનુભાવ-જીવનથી મુક્ત થતાં નથી.
ધે નક્ક યાતનાના બીજા પ્રકારો કહે છે
વળી સદાકાળ સંપૂર્ણ બીજું ઉણસ્થાન છે. દૃઢ નિધત્ત, નિકાચિત અવસ્થાવાળા કમોં વડે આવેલું અતિ દુ:ખરૂપ સ્વભાવવાળે છે. આવા યાતના સ્થાનમાં તે અશણ નાકોને હાથ-પગ બાંધીને ફેંકે છે તથા તેમાં નાંખીને શત્રુ માફક દંડ વડે મારે છે.
વળી તે બીયારા નાફોને લાકડી આદિના પ્રહારથી મારી તેમની પીઠ ભાંગી નાંખે છે, તથા લોખંડના ઘણથી તેમનું માથું છુંદી નાંખે છે. ઉપ શબ્દથી તેના બીજાબીજા અંગોપાંગને ઘણના ઘાથી ચૂર્ણ કરી નાંખે છે. પાટીયાની માફક નારકીના પડખાના કરવતથી છોલી નાંખે છે, પછી તપેલા આરાથી પીડીને ગરમ કરેલ સીસ પીવડાવવા પ્રવૃત્ત થાય છે.
• સૂત્ર-૩૪૧ થી ૩૪૪ -
તે અસાધુકમ નાસ્કોને રમાધામીઓ પૂર્વકૃત પાપ યાદ કરાવી ભાણોના પ્રહાર દ્વારા હાથીની જેમ ભાર વહન કરાવે છે. એક નાસ્કીની પીઠ ઉપર એક, બે, ત્રણ દિને બેસાડીને ચલાવે છે. ક્રોધથી મર્મસ્થાને મારે છે.
પરમાધામી તે અજ્ઞાની-નારકોને કીચડ અને કાંટાવાળી વિશાળ ભૂમિ ઉપર ચલાવે છે. અનેક પ્રકારે બાંધે છે, મૂર્શિત થાય ત્યારે તેના શરીરના ટુકડા કરીને બલિની માફક ચોતરફ ફેંકી દે છે.
ત્યાં અંતરીક્ષમાં મહાભિતપ્ત વૈતાલિક નામક એક લાંબો પર્વત છે. બહુક્કમ-નારકો ત્યાં હારો મુહૂર્વોથી અધિક કાલ હણાય છે.
રા-દિન પરિતાપ પામતાં તે નિરંતર પીડિત, પાપી જીવો ફંદન કરે છે. તેઓ એકાંત કૂટ, મોટા અને વિષમ નરકમાં બાંધવામાં આવે છે.
• વિવેચન-૩૪૧ થી ૩૪૪ -
વળી તે રૌદ્ધકર્મી બીજ નાસ્કોને હણવા આદિમાં જોડીને અથવા પૂર્વભવે કરેલ જીવહિંસાના કાર્યને યાદ કરાવીને પૂર્વભવે કરેલા અશુભ કર્મવાળા નાકોને તીર મારીને પ્રેરણા કરીને, જેમ મહાવત હાથીને દોડાવે તે રીતે પરમાધામી નારકોને દોડાવે છે અથવા હાથીની જેમ તે નાકો મહાભાર વહે છે. ઉપલક્ષણથી ઉંટસવાર થઈને ઉંટ માફક દોડાવે છે - કેવી રીતે? - નારકની ઉપર એક, બે, ત્રણ ચડીને તેને દોડાવે છે, ઘણો ભાર લાગવાથી તે નાક ન ચાલી શકે તો ક્રોધ કરીને પરોણા આદિથી મારે છે અને તે નારકીના કોમળ ભાગને વિંધે છે - વળી -
તે બાળક જેવા પરતંગ નારકી જીવો લોહી આદિ યુક્ત તથા કાંટાવાળી ભૂમિ પર ન ચાલે, ધીમે ચાલે તો પરમાધામી તેને બળાકારે ચલાવે છે, તથા બીજા મછિત થયેલા • X • ને અનેક પ્રકારે બાંધીને પરમાધામીઓ પાપકર્મથી પ્રેરિત તે નાકોના ટુકડા કરી નગરબલિ માફક આમતેમ ફેંકે છે અથવા કોમ્બલિ કરે છે - વળી -
• x • સંભવ છે કે આ નસ્કોના અંતરીક્ષમાં પરમાધામીએ કરેલો મહાદુઃખ એક હેતુવાળો એક શીલાથી રચેલો દીધ વૈતાલિક પર્વત છે, ત્યાં અંધકારરૂપથી એક હાથના સ્પર્શથી ચડતાં નાસ્કી જીવો પીડાય છે. પૂર્વ જન્મના કરેલા ઘણાં કૂર કર્મોવાળા નાસ્કો હજારો વર્ષો સુધી પીડાય છે.
એકીભાવે પીડાયેલા નાસ્કો, દુષ્ટ કૃત્યો કરનારા મહાપાપી રાત-દિન અતિ દુ:ખથી પીડાતા કરુણ સ્વરે આક્રંદ કરે છે. તથા એકાંત દુ:ખદાયી વિસ્તારવાળા નકમાં પડેલા પ્રાણીઓ તે ગલચંગના ફાંસાદિ કે પાષાણસમૂહ લક્ષણવાળા તે વિષમસ્થાને હણાઈ ફક્ત રડ્યા કરે છે.
• સૂત્ર-3૪પ થી ૩૪૮ :
પરમાધામીઓ રોષથી મુગર અને મૂસળના પ્રહારથી નાકના દેહને તોડી નાંખે છે, તે બિદેહી લોહી વમતા અધોમુખ થઈ પૃથ્વી પર પડે છે.
તે નક્કમાં સદા ક્રોધિત, ભૂખ્યા, વૃષ્ટ, વિશાળકાય શિયાળો રહે છે.
3િ/11]