________________
૧/૩/૧/ભૂમિકા
કુશીલ સેવનથી. તિર્યચનો - ભય, દ્વેષ, આહાર, સંતાન ક્ષણથી. આત્મસંવેદન - ઘનથી, લેશથી; તે આંગળી વગેરેના સ્પર્શરૂ૫, તથા સ્તંભન અને પ્રપાતનથી. અથવા વાત, પિત, ગ્લેમ, સંનિપાતળી. આ દિવ્યાદિ ચારે ને ચારે વડે ગુણતાં ૧૬ભેદ થાય. પ્રાપ્ત થતાં - x - આ ઉપસર્ગો સમ્યક્ પ્રકારે સહેવા અંગે - x - પછી કહેશે.
[નિ.૪૯,૫૦-] પહેલા ઉદ્દેશામાં પ્રતિકૂળ ઉપસર્ગોનું વર્ણન છે, બીજામાં સ્વજનાદિએ કરેલા અનુકૂળ ઉપસર્ગો છે, ત્રીજામાં આત્માનું વિષીદન અને પરવાદીનું વચન છે...ચોથામાં હેત્વાભાસ વડે અન્યતીર્થિકો જૈન સાધુને બહેકાવે અને વ્યામોહિત કરે તો તેમને યથાવસ્થિત અર્થપ્રરૂપણા થકી સ્વસમય પ્રતીત નિપૂણ હેતુઓ વડે બોધ આપેલ છે.
| અધ્યયન-3 - ઉપસર્ગપરિજ્ઞા - ઉદ્દેશો-૧ . o હવે સાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહે છે• સૂઝ-૧૬૫,૧૬૬ -
કોઈ વિજેતાનું દર્શન ન થાય ત્યાં સુધી કાયર પોતાને શૂરવીર સમજે છે. જેમ શિશુપાળ ઢઘમ મહારથ કૃષ્ણને યુદ્ધમાં આવતા જઈને ક્ષોભ પામ્યો...સંગ્રામમાં ઉપસ્થિત, પોતાને શૂર માનનાર યુદ્ધના અગ્રભાગે તો જાય છે, પણ જેમ માતા યુદ્ધ વિક્ષિપ્ત પુત્રનું ભાન ભૂલી જાય છે, તેમ તે પુરુષ વિજયી પરષ દ્વારા છેદન-ભેદન થતાં દીન બને છે.
વિવેચન-૧૬૫,૧૬૬ -
કોઈ અલબુદ્ધિ સંગ્રામમાં જતાં પોતાને શૂરવીર માને છે, પાણી વિનાનાં કોસ વાદળ માફક આત્મપ્રશંસામાં તત્પર બની વયન ગર્જના કરે છે. જેમકે - બુ સૈન્યમાં મારા જેવો કોઈ લડવૈયો નથી. સામે કોઈ ખુલ્લી તલવારે લડવાવાળો ન આવે ત્યાં સુધી જ બોલે છે. કહ્યું છે - સિંહની ગુફામાંથી પૂછડું પછાડવાનો અવાજ ન સાંભળે,
ત્યાં સુધી જ હાથીના મદ ઝરે છે અને અકાળ વૃષ્ટિ માફક ગાજે છે. - x - તેથી દેહાંત કહે છે
માદ્રી પુગ શિશુપાળ, વાસુદેવના દર્શન પૂર્વે બડાશ હાંકતો હતો પછી જ્યારે શસ્ત્રો ચલાવતો, ગુસેના ભંગ કરવામાં સમર્થ, મહારથી નારાયણને લડવા આવતો જોયો ત્યારે બોલવામાં બહાદુર એવો શિશુપાલ પણ ક્ષોભ પામ્યો. આ દૈટાંતનો સાર સમજવો-યોજવો.
ભાવાર્થ માટે કથાનો સાર કહે છે - દમઘોષ રાજા અને વસુદેવની બહેન માદ્રીનો પુત્ર શિશુપાલ, અદ્ભુત બળવાળો અને કલકપ્રિય હતો. આવા નઈ પુત્રને જોઈને ભય-હાથિી વિલખા મુખવાળી માતા જોશીને પૂછે છે ત્યારે જોશીએ વિચારીને. કહ્યું કે - x " તારો પુત્ર લડાઈમાં દુર્જય અને મહાબલી થશે. આ તારા ચતુર્ભુજ પુત્રને, જેના જોવાથી બે ભુજા જ રહેશે, તેનાથી તારા પુત્રને ભય થશે. •x માતાએ
૧૦૦
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કૃણને દેખાડ્યા ત્યારે શિશુપાલને બે જ ભૂજાઓ રહી. તેથી કૃષ્ણની ફોઈએ શિશુપાલને કૃષ્ણના પગે પાડ્યો. કૃષ્ણ સો અપરાધ ક્ષમા કરીશ તેમ વચન આપ્યું • x • x • જ્યારે શિશુપાલના સો અપરાધ થયા ત્યારે શિશુપાલનું મસ્તક સુદર્શન ચક વર્ડ છેદી નાંખ્યું. હવે વર્તમાન દષ્ટાંત કહે છે
જેમ વયન વડે ગાજતા-શૂર બનીને લડાઈના અગ્ર ભાગે અને પોતાને શૂરવીર માનતા સુભટો, તે સંગ્રામમાં ઉપસ્થિત શત્રુ સૈન્યના તલવારના ઘા આવતાં ભયથી સર્વત્ર આકળ-વ્યાકળ થતાં હોય ત્યારે કમરેથી પડી ગયેલા બાળકને પણ માતા ભૂલી જાય છે. એ રીતે ભાલા કે તીરથી ઘાયલ થઈ કોઈ શૂર બનેલ સુભટ નીચે પડે છે અને કોઈ જ સત્વવાળો દીન બનીને પલાયન થઈ જાય છે.
- હવે બોધ આપે છે— • સબ-૧૬૪,૧૬૮ -
એ જ રીતે ઉપયગોંથી પૃષ્ટ ન થયેલો, ભિક્ષાચયમાં કુશલ શિષ્ય પોતાને શુરવીર માને પણ રક્ષ સંયમને પાળી શકતો નથી.
જેમ હેમંતઋતુમાં ઠંડી બધા અંગોને સ્પર્શે ત્યારે મંદ સાધુઓ રાજ્ય ભ્રષ્ટ ક્ષત્રિયની માફક વિષાદને પામે છે.
• વિવેચન-૧૬૭,૧૬૮ :
ઉપર કહ્યા મુજબ પોતાને શૂર માનતો સિંહનાદ કરતો સંગ્રામના મોખરે ઉભો રહેલો, પછી વાસદેવ કે તેવો બીજો જીતનારને લડતો જોઈને દીનતા ધારણ કરે છે, એ રીતે નવ દીક્ષિતને પરીષહો આવ્યા ન હોય ત્યારે બોલે કે દીક્ષામાં શું દુષ્કર છે ? તે અકુશલ ભિક્ષાર્થે કે અન્યત્ર જતાં સાધુના આચારમાં પ્રવીણ હોવાથી પોતાને શિશુપાલની જેમ ત્યાં સુધી જ શૂર માને છે, જયાં સુધી રક્ષ સંયમ ન સ્પર્શે-અશુભ કર્મ ઉદયમાં ન આવે, પણ તેમ થતા તે ઘણા ભારેકર્મી અા સવવાળા દીક્ષા છોડી દે છે - હવે સંયમની રક્ષતા કહે છે
હેમંત ઋતુ - પોષ અને મહામાં હિમ જેવો વાયુ લાગે, તે અસહ્ય શીત સ્પર્શ લાગે ત્યારે તે જs, ભારે કર્મી સાધુ રાજ્યભ્રષ્ટ ક્ષત્રિયની માફક દીન-ભાવને ધારણ કરે છે - હવે ઉષ્ણ પરીષહ કહે છે.
• સૂત્ર-૧૬૯,૧૭૦ -
ગ્રીષ્મઋતુના તીવ્ર તાપથી નવદીક્ષિત સાધુ વિમનસ્ક અને તૃષાતુર થાય છે, ત્યારે જળરહિત મત્સ્યની જેમ તે મંદ વિષાદ પામે છે.
દd-એષણા સદા દુ:ખરૂપ છે, યાચના દુઃખેથી થાય છે, સાધારણ જન એમ કહે છે કે દુભાંગી પાપકર્મનું ફળ ભોગવી રહેલ છે.
• વિવેચન-૧૬૯,૧૩૦ :
ગ્રીષ્મ ઋતુ - જેઠ આદિ માસના તાપથી તપેલો વિમનસ્ક, તસવી અભિભૂત થઈ ઘણી દીનતાને પામે છે - તે બતાવે છે - તે ઉણ પરીષહના ઉદયથી જડ, અશક્ત સાધુ વિષાદ પામે છે. જેમ પાણીના અભાવે મત્સ્ય વિષાદ પામે છે, બીજે