________________
૧/૧/૨/૩૧,૩૨
૫o
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
• વિવેચન :
પૂર્વે કહેલાં નિયતિવાદના વચનો બોલનારા સ-અસનો વિવેક ન જાણનાર અજ્ઞાની પોતાને પંડિત માનનારા બોલે છે કે સુખ-દુ:ખ જે કંઈ છે, તે નિયતિનું કરેલું છે. એટલે જે થવાનું છે તે ઉદયમાં આવેલ છે. તથા અનિયત તે આત્મપુરુષાકાર, ઇશ્વરાદિ થકી મળેલ, તે બધું પણ નિયતિનું કરેલું જાણવું. આવું એકાંત માને છે, તેથી તેઓ સુખદુ:ખના કારણોથી અજાણ છે, બુદ્ધિહીન છે.
જો કે જૈિન આઈ મતમાં કિંચિત્ સુખ-દુઃખાદિ નિયતિથી જ થાય છે, તેનું કારણ કર્મનો કોઈપણ અવસરે અવશ્ય થનાર ઉદયના સદ્ભાવથી નિયતિ કહેવાય છે. તથા કિંચિત્ અનિયતિ કૃત તે પુરુષાર્થ, કાળ, ઇશ્વર, સ્વભાવ, કમદિનું કરેલું છે. તેમાં કંઈક અંશે સુખ-દુઃખનું પુરુષાકારચી સાધ્યપણું પણ સ્વીકારેલ છે. કારણ કે ક્રિયાથી ફળ થાય છે અને ક્રિયા તે પુરુષકાર સાધન છે.
તેથી કહ્યું છે કે - નસીબને વિચારી પોતાનો ઉધમ ન છોડવો. ઉધમ વિના તલમાંથી તેલ કેવી રીતે મળશે?
વળી સમાન પુરષ વ્યાપારમાં ફળનું વૈવિચ પણ પુરૂષકારના વૈચિરાથી થાય છે. સમાન પુરપાકારમાં ફળનો અભાવ અદૈટકૃત જાણવું. તે અટને પણ અમે કારણરૂપે જ માનેલ છે.
કાળ પણ કત છે, કેમકે બકુલ, ચંપક આદિ વૃક્ષો રોપવા છતાં અમુક કાળે જ તેને કુલ-ફળ થાય છે, સર્વદા નહીં. કાળના એકરૂપપણાથી જગતનું વૈચિપણું ન ઘટે તેમ તમે કહો છો, તે દુષણ અમને લાગ્યું ન પડે કેમકે અમે એકલા કાળને કર્તા માનતા નથી, પણ કર્મ સાથે લઈએ છીએ. તેથી જગતું વૈવિધ્યનો દોષ નથી.
- તથા ઇશ્વર પણ કત છે, ઇશ્વર એટલે આત્મા, ઉત્પતિદ્વાર વડે સકલ જગત્માં વ્યાપવાથી તે ઇશ્વર છે. તેનું સુખ-દુ:ખનું ઉત્પત્તિ કતૃત્વ સર્વવાદીઓના કહ્યા વિના જ સિદ્ધ છે. • x -
સ્વભાવનું પણ કંઈ અંશે કતપણું છે જ. જેમકે - જીવનું ઉપયોગ લક્ષણ અને અસંખ્યયપદેશપણું, પુદ્ગલોનું મૂર્તવ, ધમસ્તિકાયનું ગતિ, અધમસ્તિકાયનું સ્થિતિ વગેરે સ્વભાવપણું છે. તમે આત્માનું વ્યતિક્તિ, અત્યતિરિક્તપણાનું પણ કહ્યું તે પણ ખોટું છે, કેમકે સ્વભાવ આત્માથી અવ્યતિક્તિ છે. આત્માનું કતપણું અમે પૂર્વે સ્વીકાર્યું છે, તે પણ સ્વભાવથી જ છે.
તથા કર્મનું પણ કતપણું છે. કેમકે તે કર્મ જીવપદેશ સાથે એકમેકપણે રહેલું છે, તે કંઈક અંશે આત્માથી અભિન્ન છે, તેને વશ થઈ આત્મા નકાદિ ચારે ગતિમાં ભ્રમણ કરી સુખ-દુઃખ અનુભવે છે. આ રીતે નિયતિ-અનિયતિનું કર્તૃત્વ યુક્તિથી જાણ્યા પછી નિયતિનું જ કતપણું સ્વીકારનાર બુદ્ધિરહિત જ છે.
આ પ્રમાણે નિયતિવાદનું ખંડન કરી વાદીને થતાં દુ:ખ બતાવે છે. • x - સર્વ વસ્તુમાં નિયત-અનિયત છતાં કેટલાંક વાદી -x • નિર્દેતુકપણે નિયતિવાદને માને છે. તે નિયતિવાદી - x - પાર્થસ્થા અથવા પરલોક માટે થતી ક્રિયાથી દૂર છે. [3/4].
અથવા નિયતિને જ માનવાથી તેમની પરલોક આશ્રી ક્રિયા વ્યર્થ છે અથવા પાશ એટલે કર્મબંધન, યુતિરહિત નિયતિવાદ પ્રરૂપણામાં સ્થિત તે પાશસ્થા છે. અન્ય પણ કાળ, ઇશ્વર આદિને માનનારા એકાંતવાદી પાર્થસ્થા કે પાશસ્થા જાણવા.
પુનઃ નિયતિવાદીને આશ્રીને કહે છે - તેઓ પરલોકસાઘક ક્રિયામાં પ્રવર્તે છે, તે તેમનું ધૃષ્ટપણું છે. કેમકે નિયતિવાદીને તો થવાનું હોય તે જ થાય છે પછી સંયમાદિ કષ્ટ ક્રિયા શા માટે કરવી? અસખ્ય ક્રિયામાં પ્રવર્તવાથી તેઓ આત્માને દુ:ખથી મૂકાવી શકતા નથી. નિયતિવાદનું ખંડન કર્યું, હવે અજ્ઞાનવાદીનું દષ્ટાંત
• સૂત્ર-૩૩ થી ૩૬ :
જેવી રીતે ત્રણહીન, સંચળ મગ શંકાની અયોગ્ય સ્થાનમાં શંકા કરે છે અને શંકાયુકત સ્થાનમાં શંકા કરતાં નથી...તેમ રક્ષિત સ્થાનમાં શંકિત અને પાશના સ્થાનમાં નિ:શંક, અજ્ઞાન અને ભયથી ઉદ્વિગ્ન થયેલ તે મૃગ પાશયુક્ત સ્થાનમાં ક્યાય છે... તે સમયે તે મગ કદી તે બંધનને ઉલ્લંઘી જાય અથવા બંધનની નીચેથી નીકળી જાય તો તે બચી શકે છે, પણ તે મૂર્ખ મૃગ આ જાણતા નથી...તે અહિતાત્મા અને અહિતપ્રજ્ઞા મૃગો તે વિનાશ બંધનવાળા સ્થાને જઈ વિનાશને પ્રાપ્ત થાય છે.
• વિવેચન-૩૩ થી ૩૬ :
[33] જેમ દોડતા મૃગો રાણરહિત હોય અથવા પકડવાની જાળ વડે ભયભીત થયા હોય, તે ભયભાંત લોયનવાળા, આકુળ અંત:કરણવાળા, વિવેકશૂન્ય બની પાશરહિત એવા શંકાના સ્થાનમાં શંકા કરી ત્યાં જતા નથી અને જ્યાં શંકા યોગ્ય એવા ફસાવવાના સ્થાનમાં શંકારહિત જઈ પાશાદિમાં ફસાઈ દુ:ખ પામે છે.
[૩૪] અતિ મૂઢપણાથી અને બુદ્ધિરહિત બની તે મૃગ રક્ષણ આપનાર પ્રતિ શંકા લાવી, ભય પામી દૂર ભાગી જે પકડવાની જાળવાળા છે, તેમનામાં શંકારહિત બની અજ્ઞાન અને ભયથી તેમને વશ થાય છે. શંકનીય કે અશકનીય તથા રક્ષણા દાતા કે પાશાદિ અનર્થયાના સખ્યણ વિવેકથી અજ્ઞાન મુગો શિકારી જાળના બંધનમાં ફસાઈ જાય છે. આ જ દેટાંત નિયતિવાદાદિ એકાંત અજ્ઞાનવાદી માટે ઘટાવે છે. તે આ રીતે - રક્ષણ આપનાર એવા અનેકાંતવાદને છોડીને એકાંતવાદી બની સર્વદોષરહિત એવા જૈનદર્શન શંકનીય ન હોવા છતાં તેમાં શંકા કરીને પોતાના માનેલા એકાંતવાદમાં શંકા લાવતા નથી. એ રીતે તેઓ રક્ષણ સ્થાન અનેકાંતવાદને ત્યાગીને યુક્તિથી અસિદ્ધ, અનબહુલ એવા એકાંતવાદને પકડવાથી મૃગની માફક કર્મબંધ સ્થાનોમાં ફસાય છે. જૈનાચાર્યો આગળ કહે છે
[૩૫] હવે તે પાશ-જાળ બંધન પાસે આવેલ મૃગ ઉપર કુદે કે નીચેથી નીકળી જાય તો પણ તે વાગુરાદિ બંધનથી બચી જાય. કોઈ પર પાર પાઠ કહે છે, ત્યાં મrfક શબ્દથી વધ, તાડન, મારણથી પણ બચી જાય. પણ તે જડ-અજ્ઞાનમૃગ અનર્થરૂપ બંધનથી બચવાનો ઉપાય જોતો નથી.
- તે મૃગ કેવી અવસ્થા પામે? તે કહે છે