________________
૨/૬/-/૭૩૮ થી ૭૪૦
વડે, શૂન્યગૃહાદિમાં આજીવિકા કરતો હતો. તેવું કઠિન અનુષ્ઠાન ચાવજીવ કરવા અશકત થયો, તેથી મને છોડી ઘણાં શિષ્યોનો આડંબર કરી વિચરે છે. તેણે પૂર્વચર્ચા ત્યાગીને હવે આ ઢીલો માર્ગ લીધો છે. દેવ-મનુષ્યની સભામાં બેસે છે.
ઘણાં સાધુની વચ્ચે બેસે છે. ઘણાં લોકોના હિતને માટે ઉપદેશ દે છે. પહેલાના તેના કૃત્ય સાથે આનો મેળ નથી. તે હાલ ત્રણ વૃત્ત પ્રાકારના સિંહાસન, અશોકવૃક્ષ, ભામંડલ, ચામરાદિ ભોગવે છે. જો તે મોક્ષનું અંગ હોય તો પૂર્વે એકલા ફરી કષ્ટ ભોગવ્યું તે કલેશને માટે જ થયું જો તે પરમાર્થરૂપ કર્મનિર્જરા હેતુક હતી તો વર્તમાન અવસ્થા બીજાને ઠગવા દંભરૂપ છે. પહેલાં મૌનવ્રતી હતો હવે ઉપદેશ દે છે. તે કેવું?
[૪૦ પૂર્વાદ્ધ] વળી, જે પૂર્વે આચર્યુ, તે એકાંતચારી શોભન હતું, તો તે નિરપેક્ષપણે કરવું જોઈએ. જો હાલ મહાપરિવારવૃત્ત સારું માને છે, તો પૂર્વે જ આચર્યુ હોત. આ બંને આચરણ છાયા-આપ માફક અત્યંત વિરોધી છે, તે સાથે ન રહે. જો મૌનમાં ધર્મ છે, તો આ મોટી દેશના શા માટે ? જો આ ધર્મ છે, તો પૂર્વે મૌન કેમ રાખ્યું? તે પૂર્વાપરમાં વિરોધ છે. હવે આર્દ્રકમુનિ ગોશાળાને ઉત્તર આપે છે. • સૂત્ર-૭૪૦ ઉત્તરાર્ધ્વથી ૭૪૩ :
[હે ગોશાલક! ભગવંત મહાવીર] પૂર્વે, હાલ કે ભાતિમાં હંમેશા એકાંતને જ અનુભવે છે...લોકને જાણીને ત્રણ-સ્થાવરોને કલ્યાણકારી એવા શ્રમણ-માહણ ભગવંત હજારો લોકો વચ્ચે ધર્મ કહેતા પણ એકાંતને જ રાઘે છે. કેમકે તેમની ચિત્તવૃત્તિ જ એવી છે...ધર્મ કહેતા પણ તેમને દોષ નથી. કેમકે તેઓ જ્ઞાંત, દાંત, જિતેન્દ્રિય, ભાષાના દોષોને વનાર છે, તેથી ભગવંતને ભાષાનું સેવન ગુણ જ છે...કર્મથી દૂર રહેનાર ભગવંતે શ્રમણો માટે પાંચ મહાવ્રતો, શ્રાવક માટે પાંચ અણુવ્રતો, પાંચ આશ્રવ અને સંવર તથા વિતિની શિક્ષા પામે છે. તિબેનિ
• વિવેચન-૭૪૦ ઉત્તરાદ્ધથી ૪૩ :
૨૧૧
[હે ગોશાલક !] ભગવંત પહેલાં મૌની કે એકચારી હતાં તે ઘાતિકર્મના ક્ષયાર્થે હતા. હવે જે દેશના આપે છે તે ભવોગ્રાહી કર્મોના ક્ષય માટે, વિશેષથી તીર્થંકર નામકર્મના વેદનાર્થે છે - x - તથા અન્ય શુભકર્મો ભોગવવાને છે. અથવા ત્રણે કાળમાં રાગદ્વેષરહિતપણે, એકત્વ ભાવના ન છોડવાથી એકત્વને જ સેવે છે. ભગવંત સર્વજનના હિતાર્થે ધર્મ કહી પૂર્વાપર કરણીને સાંધે છે. પૂર્વપર ક્રિયા આશંસારહિત કરવાથી ભેદ નથી. તેથી પૂર્વાપરના વિરોધની તમારી શંકા દૂર થાય છે. [૪૧] જીવોને ધર્મોપદેશ દાનથી થતો ઉપકાર કહે છે - કેવલજ્ઞાનથી છ દ્રવ્યાત્મક લોકનું સ્વરૂપ જાણીને - સમજીને બેઇન્દ્રિયાદિ ત્રસ તથા પૃથ્વી આદિ સ્થાવર જીવોને શાંતિ-રક્ષણ કરનારા છે, બાર પ્રકારના તપથી તપ્ત દેહવાળા, કોઈને ન હણો તેવી પ્રવૃત્તિ હોવાથી માહણ કે બ્રાહ્મણ એવા ભગવંત રાગદ્વેષરહિત, પ્રાણિના હિતાર્થે-પોતાના લાભ, ખ્યાતિ માટે નહીં, ધર્મ કહેતા પણ પૂર્વેના મૌનવ્રત માફક વાયમી જ છે. દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થતાં ભાષાના ગુણ-દોષને જાણીને બોલે છે, દિવ્યજ્ઞાન પૂર્વે તેઓ મૌનવ્રતી હોય છે. દેવાદિની સભા મધ્યે બેસે છતાં કમળની જેમ
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ નિર્લેપ રહે. આશંસારહિત હોવાથી એકાંતને જ સાધે છે.
૦ શંકા - એકાકી અને પરિવારસહિત બંને પ્રત્યક્ષ જુદા છે, તે કેમ ?
૦ સમાધાન - સત્ય છે, પણ તે બાહ્યથી, અંતર્ભી કોઈ ભેદ નથી, તે કહે છે - તે ભગવંત શુક્લધ્યાનરૂપ લેશ્યાવાળા છે અથવા તેમનું શરીર પૂર્વવત્ છે, તે કહે છે - તેઓ અશોકવૃક્ષાદિ અષ્ટ પ્રાતિહાર્યયુક્ત છતાં તે ગષ્ઠ નથી. પૂર્વવત્ શરીર સંસ્કાર કરતા નથી. રાગ-દ્વેષરહિત ભગવંત એકલા હોય કે પરિવારવાળા, છતાં એકલા જ છે. તેમને બંને અવસ્થામાં કોઈ ભેદ નથી. કહ્યું છે કે રાગ-દ્વેષ જીત્યા પછી વનમાં વસવાથી શું? - ૪ - બાહ્ય ભેદ હોવા છતાં કષાયજય આદિ
કારણે અંતરથી ભેદ નથી.
૨૧૨
[૪૨] રાગદ્વેષ રહિતતાથી બોલવા છતાં દોષનો અભાવ છે, તે કહે છે - તે ભગવંતને ઘાતિકર્મો દૂર થતાં, બધાં પદાર્થોનું જ્ઞાન થયું છે, જગત્ ઉદ્ધાર કરવા અને પરહિત પ્રવૃત્તને સ્વાર્થ ન હોવાથી ધર્મ કહેવા છતાં દોષ નથી. તેઓ ક્ષમા પ્રધાન હોવાથી ક્રોધરહિત છે. ઉપશાંતતાથી માનરહિત છે, સ્વ-વિષય પ્રવૃત્તિ નિષેધી ઇન્દ્રિયોને જીતી છે, વચ્ચેન્દ્રિયતાથી લોભ નિવાર્યો છે, લોભત્યાગથી માયાત્યાગ થયો. કેમકે માયા લોભનું મૂળ છે. અસત્યા, સત્યામૃષા, કર્કશ શબ્દો આદિ ભાષાના દોષને છોડેલા છે. ભાષાના ગુણો - હિત, મિત, દેશકાલોચિત, અસંદિગ્ધાદિ બોલવું આદિ ગુણવાનને બોલવા છતાં દોષ નથી. છાસ્થાને મૌન-કેવલીને ભાષણ ગુણકારી છે.
[૪૩] ભગવંત કેવો ધર્મ કહે છે - સાધુને માટે પ્રાણાતિપાતાદિથી વિરમવું તે પાંચ મહાવ્રત કહ્યા. તેની અપેક્ષાએ લઘુ-અણુવ્રત શ્રાવકોને માટે કહ્યા. હિંસા આદિ પાંચ આશ્રવો, તેનો સંવર, ૧૭-પ્રકારે સંયમ કહ્યો. સંવવાળાને જ વિસ્તી છે, તેથી વિરતી બતાવી. '=' શબ્દથી તેના ફળરૂપ નિર્જરા અને મોક્ષ બતાવ્યા. આ પ્રવચનમાં કે લોકમાં શ્રામણ્ય તે સંપૂર્ણ સંયમ છે, તેમાં કરવા યોગ્ય મહાવ્રત-અણુવ્રતરૂપ મૂલગુણો તથા સંવરવિરતિ આદિ રૂપ ઉત્તગુણો પૂર્ણ સંયમમાં આદરવા. એવું પ્રજ્ઞાવાને કહ્યું છે. તે ભગવંત મહાવીર કર્મને દૂર કરનારા, તપ-ચરણયુક્ત શ્રમણ છે, તેમ હું કહું છું. ભગવંત સ્વયં પંચ મહાવ્રતયુક્ત, ઇન્દ્રિય અને મનથી ગુપ્ત, વિરત, કર્મ દૂર કરનારા થઈ બીજાને તેવો ઉપદેશ આપ્યો. અથવા આર્દ્રક મુનિના વચન સાંભળીને ગોશાલકે કહ્યું તમે જે કહ્યું તેનો પ્રતિપક્ષ હું કહું છું તે સાંભળ.
• સૂત્ર-૭૪૪ થી ૭૪૭ :
[ગોશાલક-] અમારા મતમાં ઠંડુ પાણી, બીકાય, આધાકર્મ અને સ્ત્રી સેવનમાં પણ એકાંતારી તપરવીને પાપ માનેલ નથી... [આર્દ્રક-] સચિત પાણી, બીજકાય, આધાકર્મ અને સ્ત્રી આનું સેવન કરનારા ગૃહસ્થ છે, શ્રમણ નથી...જો સચિત્ત બીજ-પાણી અને સ્ત્રીનું સેવન કરનારા પણ શ્રમણ માનીએ તો ગૃહસ્થ પણ શ્રમણ મનાશે. કેમકે તેઓ પણ તેમનું સેવન કરે છે...જે સાધુ થઈને પણ બીજ અને સચિત પાણીનો ભોગી છે, તે જીવિતાર્થે જ ભિક્ષાવૃત્તિ કરે છે. તે જ્ઞાતિ સંયોગ છોડી કાયાને પોષે છે, અંતકર ન બને.