________________
૨/૬/ભૂમિકા
મિત્રને એકાંતમાં આપજો. તે મંત્રી પણ સંમત થયા. આર્દ્રકપુરે જઈને રાજાનું ભેટણું રાજાને આપ્યું. બીજે દિવસે આર્દ્રકકુમારને અભયકુમારની ભેટ અને સંદેશો આપ્યો. આર્દ્રકકુમારે એકાંતમાં જઈને તે પ્રતિમાને સ્થાપી. તેને સ્થાપતા ઇહા-અપોહવિમર્શથી જાતિસ્મરણ જ્ઞાન થયું. તેને થયું કે અભયકુમારે મારા ઉપર મહાન ઉપકાર કર્યો કે મને સદ્ધર્મનો બોધ પમાડ્યો. વળી તે જાતિસ્મરણથી તેણે વિચાર્યુ કે - મને દેવલોકના ભોગોથી તૃપ્તિ ન થઈ, તો હવે આ અવાકાલીન તુચ્છ મનુષ્ય ભોગોમાં ક્યાંથી તૃપ્તિ થશે ? આવું વિચારી કામભોગથી ખેદ પામીને, યથોચિત પરિભોગ કરતો ન હતો. રાજાને ભય લાગ્યો કે આ ક્યાંક ભાગી જશે, તેથી ૫૦૦ રાજપુત્રોને તેની રક્ષા માટે મૂક્યા. આર્દ્રકુમારે ઘોડા ખેલવવાના બહાને તેઓને વિશ્વાસમાં લીધા. પછી સારા ઘોડા પર બેસી ભાગી ગયો.
૨૦૯
પછી જ્યારે [વયં] પ્રવ્રજ્યા લીધા, તે વખતે દેવીએ [આકાશવાણી] કરી કે - તને ઉપસર્ગ થશે, માટે હાલ દીક્ષા ન લે. આર્દ્રકે વિચાર્યુ કે હું રાજ્ય નહીં કરું, મને છોડીને બીજો કોણ દીક્ષા લેશે? એમ નિશ્ચય કરી, તે દેવીને અવગણીને દીક્ષા લીધી. વિચરતા-વિચરતા કોઈ વખતે તે વસંતપુરે કાયોત્સર્ગ ધ્યાને કોઈ પ્રતિજ્ઞા સ્વીકારી રહ્યા. તેના પૂર્વભવના પત્ની સાધ્વી દેવલોકથી ચ્યવી ત્યાં શ્રેષ્ઠી પુત્રીરૂપે ઉત્પન્ન થયેલી. બીજી સખીઓ સાથે રમતાં આર્દ્રમુનિના [પગ પકડી] આ મારા પતિ છે, તેમ કહ્યું ત્યારે નીકટવર્તી દેવીએ ૧૨ કરોડ સુવર્ણની વૃષ્ટિ કરી કહ્યું કે - આ કન્યાએ સારો વર પસંદ કર્યો. રાજા તે ધન લેવા આવ્યો ત્યારે દેવીએ કહ્યું - આ ધન આ બાલિકાનું છે, તેના પર બીજાનો હક્ક નથી. તેથી કન્યાના પિતાએ તે ધન યાપણરૂપે સ્વીકાર્યુ.
આર્દ્રક મુનિ તેને અનુકૂલ ઉપસર્ગ માની તુરંત ત્યાંથી બીજે ચાલ્યા ગયા. સમય જતાં તે કન્યાને પરણવા અનેક ‘કુમારો’ આવ્યા. ત્યારે માતા-પિતાને કન્યાએ પૂછ્યું કે આ કુમારોના આગમનનું પ્રયોજન શું છે ? તેમણે કહ્યું કે તારી સાથે લગ્ન કરવા. કન્યાએ કહ્યું - કન્યા એકને અપાય છે, અનેકને નહીં. તમે જેનું ધન લીધું છે, તેને હું પરણેલી છું. ત્યારે પિતાએ કહ્યું - તું તેને કેવી રીતે ઓળખીશ ? કન્યાએ કહ્યું કે - તેના પગના ચિન્હો ઉપરથી હું તેને ઓળખીશ. પિતાએ તેણીને બધાં ભિક્ષુને દાન દેવાનું કાર્ય સોંપ્યું. પછી બાર વર્ષ ગયા. કોઈ વખતે આર્દ્રકમુનિ ભવિતવ્યતા યોગે વિહાર કરતાં ત્યાં આવ્યા. પગના ચિન્હથી કન્યાએ તેમને જાણ્યા. ત્યારે તે કન્યા પોતાના પરિવાર સાથે તેમની પાછળ ત્યાં આવી.
આર્દ્રક મુનિને પણ દેવીનું વચન યાદ આવ્યું. પૂર્વ કર્મના ઉદયથી અને અવશ્યભાવિ ભવિતવ્યતા યોગથી પ્રતિભગ્ન થઈને તે કન્યા સાથે ભોગ ભોગવવા માંડ્યા. પુત્ર થયો. આર્દ્રકુમારે તે સ્ત્રીને કહ્યું, હવે આ પુત્ર તારો બીજો આધાર થયો છે, તેથી હું મારું દીક્ષા-કાર્ય સાધું. તે સ્ત્રીએ પુત્રને વ્યુત્પાદિત કરવા રૂની પુણી કાંતવાનું શરૂ કર્યુ. પુત્રે પૂછ્યું - આ ગરીબને યોગ્ય કાર્ય તું કેમ કરે છે ? તેણી બોલી તારા પિતા દીક્ષા લેવા ઇચ્છે છે, તું નાનો છે. અસમર્થ છે. તારા પાલન-પોષણ 4/14
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
માટે આ કાર્ય કરું છું.
તે બાળકે ઔત્પાતિકી બુદ્ધિ વડે તે કાંતેલા સૂતરને લઈને તેના પિતા આર્દ્રકુમારને વીંટી દીધા, હવે તમે ક્યાં જશો ? આર્દ્રકુમારે વિચાર્યુ કે આ સૂતરના જેટલા આંટા હોય તેટલા વર્ષ મારે અહીં રહેવું. તે તાંતણા બાર હતાં. તેથી બાર વર્ષ ઘરમાં રહ્યા. પછી ઘેરથી નીકળી દીક્ષા લીધી. તે સૂત્રાર્થ નિષ્પન્ન આર્દ્રક મુનિ એકાકી વિચરતા રાજગૃહી પ્રતિ ચાલ્યા. રસ્તામાં તેને તેના પિતાએ નીમેલ ૫૦૦ અંગરક્ષકો મળ્યા. જેઓ રાજાના ભયથી પાછા ગયા ન હતા. અટવીમાં ચોરી-લૂટથી પેટ ભરતા હતા. - x - આર્દ્રકમુનિના વચનથી તેઓ બોધ પામ્યા, દીક્ષા લીધી.
રાજગૃહ નગરના પ્રવેશ વખતે તેમણે ગોશાલક, હસ્તિતાપસ અને બ્રાહ્મણોને વાદમાં હરાવ્યા. તેમના દર્શનથી હાથી બંધન તોડીને ભાગ્યો. આર્દ્રકમુનિથી પ્રતિબોધ પામી હસ્તિતાપસાદિએ દીક્ષા લીધી. વિસ્મય પામેલા રાજાએ પૂછ્યું કે - તમારા દર્શનથી હાથી કેમ ભાગ્યો-સંવૃત્ત થયો ? ત્યારે આર્દ્રક મુનિએ કહ્યું - આ હાથીનું માણસોએ વનમાં બાંધેલ બંધન તોડવું દુષ્કર ન હતું. પણ મને મારે પુત્રે તાંતણાથી બાંધેલ તે તોડવા દુષ્કર હતા. અર્થાત્ લોહસાંકળ કરતા સ્નેહના તંતુઓ પ્રાણી માટે તોડવા વધુ દુષ્કર છે. આર્દ્રક કથા પુરી થઈ. - ૪ - હવે સૂત્ર કહે છે - x -
• સૂત્ર-૭૩૮ થી ૭૪૦ પૂર્વાર્ધ
૨૧૦
[ગોશાલકે કહ્યું-] હે આર્દ્રક ! આ સાંભળ, શ્રમણ મહાવીર પહેલા એકાંતચારી શ્રમણ હતા. હવે તે અનેક ભિક્ષુઓને સાથે લઈ, જુદી જુદી રીતે વિસ્તારથી ઉપદેશ આપે છે...તે અસ્થિર મહાવીરે તેને આજીવિકા બનાવી છે, સભામાં જઈને અનેક ભિક્ષુ મધ્યે, ઘણાં લોકોને ઉપદેશ દે છે, તેનો વ્યવહાર પૂર્વના વ્યવહાર સાથે મેળ નથી ખાતો...આ રીતે તેમનું એકાંત વિચરણ કાં તો યોગ્ય હતું અથવા વર્તમાન વ્યવહાર યોગ્ય છે પણ બંને પરસ્પર વિરુદ્ધ આચરણ સારા ન હોઈ શકે.
• વિવેચન-૭૩૮ થી ૭૪૦ પૂર્વાર્ધ -
[૩૮] ગોશાલકનો આર્દ્રક સાથે થયેલ વાદ, આ અધ્યયનમાં કહે છે - તે પ્રત્યેક બુદ્ધ આર્દ્રમુનિને ભગવંત પાસે આવતા જોઈને ગોશાળો બોલ્યો - હૈ આર્દ્રક! તું સાંભળ, તારા આ તીર્થંકરે પહેલાં શું કર્યુ? તેઓ એકાંતજનરહિત પ્રદેશમાં વિચરતા એકાંતચારી હતા તથા શ્રમ પામે તે શ્રમણતપ, ચરણમાં ઉધુક્ત હતા. હવે તે ઉગ્ર તપ
ચાસ્ત્રિથી હારીને, મને છોડીને દેવાદિ મધ્યે જઈને ધર્મ કહે છે. તથા ઘણાં શિષ્યોથી પવિરીને તારા જેવા ભોળા જીવોને હવે જુદી-જુદી રીતે વિસ્તાથી ધર્મ કહે છે.
[૩૩૯] ગોશાળો ફરી કહે છે - તારા ગુરુએ ઘણાં લોકો વચ્ચે ધર્મદેશના આરંભી છે, તે આજીવિકા માટે સ્થાપી છે, એકલા હોવાથી લોકો વડે પરાભવ થાય એમ માનીને તેણે મોટો પરિવાર બનાવ્યો છે. કહે છે - છત્ર, શિષ્ય, પાત્ર, વસ્ત્ર, લાઠી આદિ વેશ અને પરિવાર વિના કોઈ ભિક્ષા પણ ન આપે. આ બધો દંભ મહાવીરે આજીવિકા માટે કર્યો છે. તે અસ્થિર છે, પહેલાં મારા સાથે એકલો અંતઃપ્રાંત અશન