________________
૧/૧૬/-/૬૩૨
સુખદુઃખ ભોગવતો એકલો જ પરલોક ગમન કરનારો સદા એકલો જ હોય છે તથા ઉધત વિહારી દ્રવ્યથી-ભાવથી એકલો જ હોય - x - આ આત્મા એકલો જ પરલોકગામી, એકવિ હોય છે. તે જાણે છે કે - મને દુઃખમાં રક્ષણ કરનાર કોઈ સહાયક નથી તેથી એકવિ કહ્યો. અથવા એકાંતથી સંસારનો સ્વભાવ જાણીને જિનેન્દ્રનું શાસન જ સાચું છે, બીજું નહીં એ રીતે એકાંતવિદ્ છે અથવા એક જ મોક્ષ કે સંયમ તેને જાણે છે. બુદ્ધ-તત્ત્વ જાણેલો. કર્માશ્રવદ્વારોને સંવરીને ભાવસ્રોતનો છંદનાર તે છિન્નસ્રોત. કાચબાની જેમ શરીરને સંકોચી નિરર્થક કાયક્રિયા રહિત એવો સુસંયત, પાંચ સમિતિથી સમિત-જ્ઞાનાદિ મોક્ષમાર્ગ પ્રાપ્ત એવો સુસમિત. શત્રુ-મિત્રમાં સમભાવથી સુસામાયિક.
આત્મા, જે ઉપયોગ લક્ષણવાળો છે, અસંખ્યેય પ્રદેશાત્મક છે, સંકોચ-વિકોચ થનાર, સ્વકૃત ફળ ભોગવનાર છે. પ્રત્યેક-સાધારણરૂપે રહેલ, દ્રવ્યથી નિત્ય પર્યાયથી અનિત્ય આદિ અનંત ધર્માત્મક વાદને પ્રાપ્ત તે આત્મવાદપ્રાપ્ત અર્થાત્ સમ્યગ્ યથાવસ્થિત આત્મતત્ત્વ જાણનાર. તથા સર્વ પદાર્થોને જાણનાર, પણ પદાર્થને વિપરીત ન જોનાર વિદ્વાન. કેટલાંક મતવાળા કહે છે - એક જ આત્મા સર્વ પદાર્થના
93
સ્વભાવથી વિશ્વવ્યાપી છે અથવા ચોખા જેટલો અંગુઠાના પર્વ સમાન છે, તેવા ભ્રામક મતનું અહીં ખંડન કરેલ છે. કેમકે તેવા આત્માના પ્રતિપાદકના પ્રમાણનો અભાવ છે. તથા દ્વિધા-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યસ્રોત એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સ્વ પ્રવૃત્તિ અને ભાવસ્રોત એટલે અનુકૂળ-પ્રતિકૂળ શબ્દાદિમાં રાગ-દ્વેષથી ઉત્પન્ન સોતોને સંવૃત્ત ઇન્દ્રિયતાથી અને રાગદ્વેષ અભાવથી છેદી નાંખ્યા છે, તે
પરિચ્છિન્ન સોત છે.
તથા પૂજા સત્કારના લાભાર્થી નહીં, પણ નિર્જરાના હેતુથી સર્વ તપ-ચરણાદિ ક્રિયાને કરનાર છે, તે બતાવે છે - શ્રુતચારિત્રરૂપ ધર્મ, તેના જ પ્રયોજનવાળો તે ધર્માર્થી. અર્થાત્ પૂજાદિ માટે ક્રિયામાં ન પ્રવર્તે પણ ધર્માર્થે પ્રવર્તે તે ધર્માર્થી, કેમકે ધર્મ અને તેના યથાવત્ ફળ એવા સ્વર્ગ અને મોક્ષને સારી રીતે જાણે છે. ધર્મને સમ્યગ્ જાણીને શું કરે ?
મોક્ષમાર્ગ કે સત્સંયમને સર્વથા ભાવથી સ્વીકારે તે નિયાગપતિપન્ન. તે જે કરે તે કહે છે - મિત એટલે સમતા, સમભાવરૂપ - વાંસળા અને ચંદનમાં સમભાવ રાખે.
- કેવો થઈને ? દાંત, દ્રવ્યભૂત, વ્યત્કૃષ્ટ કાયથી. આવા ગુણવાળો થઈને પૂર્વોક્ત માહન, શ્રમણ, ભિક્ષુના ગુણવાળો જે હોય તે નિર્ગુન્થ છે, તે માહન આદિ શબ્દો નિર્ગુન્થ શબ્દની પ્રવૃત્તિ નિમિત્તમાં એકસરખા છે. આ બધાં શબ્દો કંઈક ભેદવાળા
છતાં એકસમાન છે.
હવે ઉપસંહાર કરતા - સુધર્માસ્વામી જંબૂસ્વામી આદિને ઉદ્દેશી કહે છે - મેં જે તમને કહ્યું તે એ પ્રમાણે જ જાણવું. મારા વચનમાં વિકલ્પ કરવો નહીં, કેમકે મેં સર્વજ્ઞની આજ્ઞાથી કહ્યું છે. સર્વજ્ઞ ભગવંતો પરહિતમાં ક્ત ભયથી રક્ષણ કરનાર, રાગ-દ્વેષ મોહમાંના કોઈપણ કારણના અભાવથી તેઓ જૂઠું ન બોલે. તેથી મેં
૪
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
શરૂઆતથી જે કહ્યું તે એ પ્રમાણે જ જાણવું.
કૃતિ - સમાપ્તિ માટે છે, પ્રાપ્તિ - પૂર્વવત્ છે, અનુગમ કહ્યો. હવે નયો કહે છે, તે નૈગમાદિ સાત છે. નૈગમને સામાન્ય-વિશેષરૂપે સંગ્રહ અને વ્યવહારમાં ગણતા છ નય છે. સમભિરૂઢ અને ઇત્યંભૂત એ બંનેને શબ્દ નયમાં ગણતા લૈંગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ એ પાંચ નયો થાય. તૈગમને ભેગો લેતા ચાર નય થાય. વ્યવહારને સામાન્ય-વિશેષરૂપે લઈએ તો તેનો સંગ્રહ અને ઋજુસૂત્રમાં સમાવેશ થતા સંગ્રહ, ઋજુસૂત્ર અને શબ્દ એ ત્રણ નય થાય. તેનો દ્રવ્ય અને પર્યાયમાં સમાવેશ
થતાં દ્રવ્યાસ્તિકાય અને પચિાસ્તિકાય નામક બે નય થાય છે. અથવા બધાંનો જ્ઞાન અને ક્રિયામાં સમાવેશ થતાં જ્ઞાન અને ક્રિયા બે નયો થાય. તેમાં જ્ઞાનનયમાં જ્ઞાન જ મુખ્ય છે, ક્રિયાનયમાં ક્રિયાની મુખ્યતા છે.
નયોને નિરપેક્ષ માનતાં મિથ્યાત્વ છે અને જ્ઞાન-ક્રિયાને પરસ્પર અપેક્ષાવાળા માને તો મોક્ષના અંગરૂપ થવાથી બંનેનું પ્રધાનપણું છે. તે બંને સત્ ક્રિયા યુક્ત સાધુને હોય છે. કહ્યું છે કે - જ્યાં જેની મુખ્યતા હોય ત્યાં તેને લેવો, પ્રધાનપણું ન હોય ત્યાં ગૌણ રાખવું તેનું નામ નય. બધાં નયોનું ઘણાં પ્રકારનું વક્તવ્ય જાણીને સર્વનયથી વિશુદ્ધ જે તત્ત્વ તે ચરણ ગુણયુક્ત સાધુ પાળે.
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૬ ‘ગાથા''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
શ્રુતસ્કંધ-૧ ટીકાસહિત અનુવાદ પૂર્ણ
— * — * - * —