________________
૧/૧૪/-/૫૮૪ થી ૫૮૭
ખલિત થયેલ સાધુને કહ્યું - તમારા આગમમાં આવું અનુષ્ઠાન કહ્યું નથી, છતાં તમે કેમ આચરો છો? અથવા સંયમથી પતિત સાધુને, કોઈ બીજા પતિત સાધુએ કહ્યું - અરિહંત પ્રણીત આગમાનુસાર મૂલ-ઉત્તરગુણમાં ખલિતને આગમ બતાવી કહ્યું - આ રીતે ઉતાવળે ચાલવાનું સાધુને જૈનધર્મમાં નથી કહ્યું. અથવા મિથ્યાર્દષ્ટિ આદિ, નાના શિષ્ય કે વૃદ્ધ કોઈ સાધુના ખોટા આસાર જોઈને શીખામણ આપી. તુ શદથી સમવયસ્કે ધમકાવ્યો હોય. અથવા હલકું કામ કરનાર કે દાસીની પણ દાસી કે જે પાણી ભરનારી હોય તે ભૂલ બતાવે, તો સાધુએ ક્રોધ ન કરવો. કહે છે કે - અત્યંજ અતિ કોપ કરીને ભૂલ બતાવે તો પણ સાધુ સ્વહિતકર માની કોપે નહીં, તો બીજા કોઈ પરત્વે કોપવાનો પ્રશ્ન જ ક્યાં છે ? તેમજ ગૃહસ્થોનો પણ જે ધર્મ, તે ભૂલે તો તેને ઠપકો મળે. * * * મારી ભૂલ બતાવે તેમાં મારું જ કલ્યાણ છે એમ માનતો મનમાં જરા પણ દુભાય નહીં. - તે જ કહે છે -
• સૂઝ-૫૮૮ થી પ૯૧ -
તેના પર ક્રોધ ન કરે, વ્યથિત ન થાય, કંd કઠોર વચન ન બોલે, “હd હું તેમ કરીશ તે માટે શ્રેયસ્કર છે", એમ સ્વીકારી પ્રમાદ ન કરે..જેમ વનમાં કોઈ માર્ગ ભૂલેલાને કોઈ સાચો માર્ગ બતાવે ત્યારે માર્ગ ભૂલેલો વિચારે કે આ મને જે માર્ગ બતાવે છે, તે મારા માટે શ્રેય છે...તે માર્ગ ભૂલેલા મુઢે અમૂઢની વિશેષરૂપે પૂજા કરવી જોઈએ. આ ઉપમા વીરે આપી છે, તેનો અર્થ ાણી સાધુ સમ્યફ સકર કરે..જેમ માર્ગદિશક પણ રાત્રિના અંધકારમાં ન જોઈ શકવાથી મર્મ નથી જાણતો, તે સૂર્યોદય થતાં પ્રકાશિત માર્ગ જાણે છે--
• વિવેચન-૫૮૮ થી પ૧ :
[૫૮૮] આ રીતે સ્વ કે પર પક્ષે ભૂલ બતાવી હોય ત્યારે આત્મહિત માનતો ક્રોધ ન કરે, તેમ કોઈ દુર્વચનો કહે તો પણ ન કોપે. પણ વિચારે કે - ડાહ્યાને ધમકાવે ત્યારે – તવાની વિચારણા કરે, જે તે સત્ય છે તો શા માટે કોપવું, જો તે ખોટું છે, તો કોપવાથી શું? તથા બીજા પોતાનાથી કોઈ અધમ પણ જૈન માનુસારે કે લોકાચારથી બોધ આપ્યો હોય, તો પરમાર્ચ વિચારી તેને દંડથી મારે નહીં કે કઠોર વચન ન કહે, પણ વિચારે કે મેં આવું કાર્ય કર્યું તો આ મને નિંદે છે ને? એ પ્રમાણે મધ્યસ્થવૃત્તિથી વર્તે અને મિથ્યાદુકૃતાદિ આપે. મને પ્રેરણા કરી તો સારું કર્યું તેમ માને. ફરી પ્રમાદ કરે કે અસત્ આચરણ ન કરે.
- આ અર્થનું દેહાંત બતાવે છે
(૫૮૯] મોટી અટવીમાં દિશા ભૂલવાથી કોઈ સતુ માર્ગથી ભ્રષ્ટ થાય, ત્યારે કોઈ દયાળુ, સાચા-ખોટા માર્ગનો જ્ઞાતા. કુમાર્ગ છોડાવીને સર્વ અપાય રહિત સાચા માર્ગને બતાવે; તેમ સારા-ખોટાનો વિવેકી સન્માર્ગ બતાવે ત્યારે તેનો ઉપકાર માનવો અને ભૂલ બતાવે તો કોપવું નહીં, પણ આ મારો ઉપકારી છે, તેમ માનવું. જેમાં પુત્રને પિતા સન્માર્ગે ચડાવે તેમ આ મને સન્માર્ગ દેખાડે છે, તે મારા માટે કલ્યાણકારી છે. તેમ માને.
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ | [૫૯] વળી આ અર્ચની પુષ્ટિ કરે છે - x - જેમ તે ભૂલા પડેલા મૂઢને સારા માર્ગે ચડાવનાર તે ભીલ આદિનો સન્માર્ગ દેખાડેલ હોવાથી પરમ ઉપકાર માની વિશેષથી પૂજા કરવી યુકત છે, તેમ તીર્થકરો કે અન્ય ગણધર આદિ પરમાર્થથી પ્રેરણા કરી પરમ ઉપકાર કરનારનું બહુમાન કરતા વિચારવું જોઈએ કે આમણે મને મિથ્યાત્વરૂપ જન્મ, જરા, મરણાદિ અનેક ઉપદ્રવવાળા વનમાંથી સદુપદેશ દાનથી ઉગાર્યો. તેથી મારે આ પરમોપકારીને અભ્યસ્થાન, વિનયાદિથી પૂજવા જોઈએ.
આવા ઘણાં દેટાંતો છે
જેમકે - અગ્નિ જવાલાકુલ ઘરમાં બળતા સુતાને કોઈ જગાડે તો તેનો પરમબંધુ છે. વિષયુક્ત નિગ્ધ ભોજન કરનારને કોઈ, તેમાં રહેલ ઝેર છે તે બતાવે, તે તેનો પરમબંધુ જાણવો.
[૫૯૧] આ સૂગ વડે બીજું ટાંત કહે છે - જેમ જલયુક્ત વાદળમયી ઘણાં અંધકારવાળી રાત્રિમાં અટવીનો ભોમીયો પણ જાણીતો માર્ગ છતાં અંધકારયુક્ત માગને કારણે પોતાના હાથને પણ ન જોતો, માર્ગ કઈ રીતે શોધે ? તે જ ભોમીયો સૂર્ય ઉગતા, અંધકાર દૂર થતા, પ્રકાશિત દિશામાં પર્વત, ખાડાદિ ઉંચો-નીચો માર્ગ જાણે છે, પ્રત્યક્ષ જણાતા સીધા માર્ગને શોધી લે છે. માર્ગના ગુણ-દોષ જાણી, સખ્યણું માર્ગે જાય છે. દટાંતનો મર્મ
• સૂત્ર-૫૯૨ થી ૫૫ -
તે જ રીતે • અપુષ્ટધર્મ શિષ્ય, અબુદ્ધ હોવાને લીધે ધર્મ નથી જાણતો, પણ જિનવચનથી વિદ્વાન બનતા ઉકત દટાંત મુજબ બધું જાણે છે...ઉદd, અધો, તિછ દિશામાં જે બસ કે સ્થાવર પ્રાણી છે, તેમના પતિ સદા સંયત રહીને વિચરે, લેશ માત્ર હેપ ન કરે..પ્રજાની મધ્યે દ્રવ્ય અને વિત્તને કહેનાર આચાર્યને ઉચિત સમયે સમાધિના વિષયમાં પૂછે અને કૈવલિક સમાધિને જાણીને તેને હૃદયમાં સ્થાપિત કરે...તેવા મુનિ વિધરૂપે સુસ્થિત થઈને તેમાં પ્રવૃત્ત થાય, તેનાથી શાંતિની પ્રાપ્તિ અને કર્મોનો નિરોધ થાય છે. ભગવત કહે છે કે તે પુનઃ પ્રમાદમાં લિપ્ત થતો નથી.
• વિવેચન-પ૨ થી પ૫ :
[૫૯૨] જેમ નેતા અંધકારમય રાત્રિમાં ગહન અટવીમાં માને ન જાણે. પણ સૂર્યોદય થતાં યાંધકાર દૂર થવાથી માર્ગ જાણે, તેમ નવદીક્ષિત સૂર્ણ અર્થથી અનિષs હોવાથી શ્રુત-ચાત્રિ ધર્મને પુરો ન જાણે કે જે ધર્મ ર્ગતિમાં પડતા પ્રાણીને અટકાવે છે એવો અપુણધર્મો, સૂકાઈને ન જાણવાથી અગીતાર્થ, ધર્મને સારી રીતે સમજતો નથી. પણ તે પછીથી ગુરફુલવાસમાં જિનવચન વડે અભ્યાસથી સર્વજ્ઞ પ્રણીત ગમમાં નિપુણ થઈ, સૂર્યોદય થતાં ચક્ષુના આવરણ દૂર થવાથી યથાવસ્થિત જીવાદી પદાર્થને જાણે છે. કહ્યું છે કે - ઇન્દ્રિયના સંપર્કથી સાક્ષાત્ દેખાતા ઘટ-પટ આદિને જાણે તે રીતે સર્વજ્ઞપ્રણીત આગમથી સૂક્ષ્મ, દૂર રહેલા કે છૂપા એવા સ્વર્ગ, મોક્ષ, દેવતાદિને નિઃશંકપણે જાણે છે. કદાચ ચક્ષુની ક્ષતિથી પદાર્થ બીજી રીતે જણાય, જેમકે -