________________
૧/૧૪/-/૫૮૦ થી ૫૮૩
કેવી રીતે હરે? પાખંડીઓ આ રીતે અગીતાર્થને ઠગે છે. જેમકે - જૈન દર્શનમાં - અગ્નિ પ્રજ્વાલન, વિષપહાર, શિખાચ્છેદાદિ ચિન્હો દેખાતા નથી, અણિમાદિ અષ્ટગુણ ઐશ્વર્ય નથી, રાજાદિ માનતા નથી, વળી જૈનાગમમાં અહિંસા કહી, પણ તે જીવાકુલ લોકમાં પાળી ન શકાય. તમારામાં સ્નાનાદિ શૌય નથી, આવી શઠ ઉક્તિ વડે - x - મુગ્ધ જનને ઠગે છે. સ્વજનાદિ પણ કહે છે - હે આયુષ્યમાન્ ! તારા સિવાય અમારો કોઈ પોષક નથી, તું જ અમારું સર્વસ્વ છે, તારા વિના બધું શૂન્ય છે તથા શબ્દાદિ વિષયોપભોગના આમંત્રણથી સદ્ધર્મથી ભ્રષ્ટ કરે છે. આ પ્રમાણે રાજાદિ પણ જાણવા. આ પ્રમાણે તેને લલચાવી હરે છે.
૪૯
[૫૮૩] આ પ્રમાણે એકાકી સાધુને ઘણાં દોષો થાય છે, તેથી સદા ગુરુ ચરણમાં રહેવું, તે દર્શાવે છે - ગુરુ પાસે રહેવું. તે ચાવજીવ સન્માર્ગ અનુષ્ઠાનરૂપે સાધુ ઇચ્છે છે. તે જ પરમાર્થથી સાધુ છે. જે પ્રતિજ્ઞાનુસાર વર્તે. તે સદા ગુરુ પાસે રહીને સદનુષ્ઠાનરૂપ સમાધિ પાળવાથી થાય, તે સિવાય નહીં, તે બતાવે છે - ગુરુ પાસે ન રહેલ, સ્વચ્છંદ ચાલનાર, સદનુષ્ઠાનરૂપ કર્મ-સમાધિ પ્રતિજ્ઞાનુસાર પાળતો નથી કે કર્મોનો અંત કરતો નથી, એમ જાણીને સદા ગુરુકુલવાસમાં રહેવું, તે વિનાનો બોધ મશ્કરી રૂપ છે. કહ્યું છે કે - ગુરુકુલની ઉપાસના વિના સાધુનું વિજ્ઞાન પ્રશસ્ય થતું નથી, જેમ મોરનું નૃત્ય પશ્ચાદ્ ભાગે જોતાં પ્રશસ્ય ન થાય.
જેમ બકરીના ગળામાં અટકેલને પગના પ્રહારથી મારતા ગુણકારી જોઈને, ગુરુની ઉપાસના ન કરેલ અજ્ઞએ રાણીના ગળામાં ગાંઠ જોઈ લાત મારતા તેણી મૃત્યુ પામી. આ રીતે ગુરુની અનુપાસનાથી ઘણાં દોષો સંસાર વધારનારા થાય છે, એમ સમજી, ગુરુ પાસે મર્યાદામાં રહેવું, તે બતાવે છે - સારી રીતે વર્તીને મુક્તિગમન યોગ્ય સાધુએ રાગદ્વેષરહિત સર્વજ્ઞના અનુષ્ઠાનોને આદરીને, ધર્મકથી કથનથી બીજાને બતાવે - એ રીતે ગુરુકુલવાસ ઘણાં ગુણોનો આધાર છે, તેથી ગચ્છ કે ગુરુ પાસેથી નીકળી સ્વેચ્છાચારી ન થઈશ. આશુપ્રજ્ઞ શિષ્ય ગુરુ પાસે રહીને વિષયકષાયોથી આત્મા લજ્જા પામે છે, તેમ જાણીને જલ્દીથી આચાર્યના ઉપદેશ વડે સત્
સમાધિમાં પોતાને સ્થાપે.
આ પ્રમાણે દીક્ષા લઈને, નિત્ય ગુરુકુળવાસમાં રહેતો સર્વત્ર સ્થાન, શયનાદિમાં ઉપયોગવાળો થતા જે ગુણો પામે તે કહે છે–
• સૂત્ર-૫૮૪ થી ૫૮૭ :
જે સ્થાન, શયન, આસન આદિમાં પરાક્રમ કરી ઉત્તમ સાધુવત્ આચરણ કરે તે સમિતિ, ગુપ્તિમાં નિષ્ણાત બનીને, બીજાને તેનું યથાર્થ સ્વરૂપ કહે...નાશ્રવતી સાધુ કઠોર શબ્દો સાંભળીને સંયમમાં વિચરે, ભિક્ષુ નિદ્રા અને પ્રમાદ ન કરે, શંકા થતા તેને નિવારી નિઃશંક બને...બાળ કે વૃદ્ધ, રાનિક કે સમવતી દ્વારા અનુશાસિત થવા છતાં જે સમ્યક્ સ્થિરતામાં ન પ્રવેશે તે નીયમાન કરાયા છતાં સંસારનો પાર ન પામે...બાળક, વૃદ્ધ, નાની દાસી અને ગૃહસ્થ દ્વારા આગમાનુસાર અનુશાસિત થાય ત્યારે તે સાધુ - -,
4/4
Чо
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
• વિવેચન-૫૮૪ થી ૫૮૭ :
[૫૮૪] જે સંસારથી ખેદ પામીને દીક્ષા લઈને નિત્ય ગુરુકુલવાસમાં રહીને તથા શયન, આસન, મૈં કારથી ગમન, આગમન, તપ, ચાસ્ત્રિાદિમાં પરાક્રમી બનીને સાધુ ઉધુક્ત વિહારથી જે આચારો છે તેનાથી યુક્ત તે સુસાધુયુક્ત છે. સુસાધુ જે સ્થાને કાયોત્સર્ગાદિ કરે ત્યાં સમ્યક્ પડિલેહણાદિ ક્રિયા કરે. કાયોત્સર્ગમાં મેરુવત્ નિષ્પકંપ થઈ શરીરથી નિસ્પૃહ રહે તથા શયન કરતા સંથારો, ભૂમિ અને કાયા પ્રમા, ગુરુની આજ્ઞા લઈ સુવે, જાગતો હોય તેમ સુવે. આસન પર રહેતા પહેલા પૂર્વવત્ શરીને સંકોચીને સ્વાધ્યાય-ધ્યાન પરાયણ થઈ સુસાધુ રહે, આ રીતે સુસાધુ ક્રિયાયુક્ત, ગુરુકુલવાસી સુસાધુ થાય. વળી ગુરુકુલવાસે વસતો ઇર્યાદિ પાંચ સમિતિમાં પ્રવિચારરૂપ અને ત્રણ ગુપ્તિમાં પ્રવિચાર-અપવિચાર રૂપે ઉત્પન્ન પ્રજ્ઞાવાળો આગતપ્રજ્ઞ-સ્વયં કરવા - ન કરવાના વિવેકવાળો થાય. ગુરુકૃપાથી સમિતિ-ગુપ્તિનું સ્વરૂપ પોતે સમજીને બીજાને પણ તે કેમ પાળવી તથા તેનું શું ફળ થાય તે બતાવે.
[૫૮૫] ઈર્યાસમિતિયુક્ત જે કરે તે કહે છે - વેણુ, વીણાદિના કાનને મધુર લાગતા શબ્દો સાંભળીને કે ભયાનક કાનમાં ખૂંચે તેવા શબ્દોને સાંભળીને તે સારામાઠા શબ્દોથી આશ્રવ ન લાવે તે અનાશ્રવ. તેવા શ્રવણમાં આવેલ અનુકૂળ-પ્રતિકૂળ શબ્દમાં રાગદ્વેષરહિત મધ્યસ્થ થઈ સંયમાનુષ્ઠાયી બને. તથા સારો સાધુ નિદ્રા કે પ્રમાદ ન કરે અર્થાત્ શબ્દાશ્રવના નિરોધથી વિષયપ્રમાદ નિષેધ્યો. નિદ્રા નિરોધથી નિદ્રા પ્રમાદ નિષેધ્યો. ત્ર વડે વિકશા, કષાયાદિ પ્રમાદ પણ ન કરવો.
આ પ્રમાણે ગુરુકુલવાસથી સ્થાન, શયન, આસન, સમિતિ, ગુપ્તિમાં આગતપા સર્વે પ્રમાદ છોડીને ગુરુના ઉપદેશથી જ ક્યારેક ચિત્તમાં વિકલ્પો થાય તો તેને દૂર કરે. અથવા મેં ગૃહિત પંચ મહાવ્રતનો ભાર દુર્વાહ છે, તેને કેમ પાર પામવો ? એવી શંકા ગુરુકૃપાથી દૂર થાય અથવા મનમાં કંઈ શંકા થાય, તો તે બધી ગુરુ પાસે રહેતા દૂર થાય છે અને બીજાઓની શંકાને પણ દૂર કરવા સમર્થ થાય છે.
[૫૮૬] વળી ગુરુ પાસે રહેતા કદાચ પ્રમાદથી ભૂલ કરે ત્યારે વય કે પર્યાયથી નાના તેની ભૂલ માટે રોકે કે વય કે શ્રુતથી અધિક હોય તે શિખામણ આપે, જેમકે - તમારા જેવાએ આવી ભૂલ કરવી અયુક્ત છે તથા પ્રવ્રજ્યા પર્યાય કે શ્રુતાધિક અથવા સમવયસ્ક પ્રમાદથી થયેલ ભૂલ માટે કંઈ કહે ત્યારે ક્રોધિત થાય કે - હું ઉત્તમકુલીન, સર્વજન માન્ય અને મને આ રાંકડા જેવો ધમકાવે, એમ માની - ૪ - મિથ્યાદુષ્કૃત ન આપે, ભૂલ ન સુધારે, “આવું ફરી નહીં કરું'' તેવી તેની શિખામણ ન માને પણ ઉલટો જવાબ આપે, - ૪ - એવો તે સાધુ સંસાર શ્રોતથી બહાર કાઢવા X શિખામણ આપેલ હોય તો પણ સંસારનો પાર ન પામે. અથવા આચાર્યાદિ વડે સદુપદેશદાનથી પ્રમાદ દૂર કરી મોક્ષમાં લઈ જવા પ્રયત્ન કરે તો પણ તેમ ન કરતા તે સંસારનો પાર ન પામે.
[૫૮] સ્વપક્ષની પ્રેરણા બાદ હવે સ્વ-પરની પ્રેરણાને આશ્રીને કહે છે - કુમાર્ગે ચડેલો સાધુ, તેને કોઈ પરતીર્થિક, ગૃહસ્થ કે મિથ્યાષ્ટિએ તે પ્રમાદી