________________
૧/૮/-/૪૩૧,૪૩૨
૨૦૧
૨૦૨
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
• વિવેચન-૪૩૧,૪૩૨ -
સાધુ માટે જ કોઈ બીજા-અનાર્ય જેવાએ પાપ કર્મ કર્યું હોય, હાલ કરતા હોય કે ભાવિમાં કરવાના હોય, તે બધાંને મન-વચન-કાયાથી ન અનુમોદે થતુ તેનો ઉપભોગ ન કરે. તે જ પ્રમાણે પોતાના માટે પાપકર્મ કર્યું, કરાવે કે કરશે - જેમકે - શત્રુનું માથું છેધ, છેદે કે છેદશે તથા ચોરને માર્યો, મારે છે કે મારશે ઇત્યાદિ પાપને સારું ન માને. તથા જો કોઈ અશુદ્ધ આહાર વડે નિમંત્રણ આપે, તો ન સ્વીકારે. આવું કોણ કરે ? તે બતાવે છે - અકુશળ મન-વચન-કાયાને રોકીને જેનો આત્મા ગુપ્તા છે, જેણે શ્રોત્રાદિ ઇન્દ્રિયોને જીતી છે, એવા ઉત્તમ સાધુ પાપકર્મની અનુમોદના ન કરતા રહે છે.
વળી જે કોઈ ધર્મનો પરમાર્થ નથી જાણતા, વ્યાકરણ અને શુક તકદિ જ્ઞાનથી અહંકારી બની પોતાને પંડિત માનતા પણ વસ્તુ તવના બોધને ન જાણનારા અબુદ્ધ કહેવાય છે. ફક્ત વ્યાકરણના જ્ઞાનથી સમ્યકત્વ રહિતને તાવને બોધ ન થાય. કહ્યું છે કે - શાસ્ત્ર અવગાહન માટે તત્પર હોય તો પણ અબુદ્ધ વસ્તુતત્વને સમજી શકતો નથી. જેમકે • વિવિધ પ્રકારના રસ સાથે મળેલ કઢી, લાંબા કાળે પણ તેના સ્વાદને પામતી નથી અથવા અબુદ્ધ એ બાલવીર્યવાળા જેવા છે તથા મહાભાગમહાપૂજયો લોકમાં જાણીતા હોય છે. “વીર' એટલે શત્રુને ભેદનાર સુભટ. સારાંશ એ કે • પંડિતો પણ ત્યાગાદિ ગુણથી લોકપૂજ્ય હોય, સુભટપણું ધાક હોય તો પણ સમ્યકતવ પરિજ્ઞાનથી રહિત હોય તો કેવા હોય તે દશવિ છે - સમ્યક ન હોય તે અસમ્યક તેનો ભાવ તે અસખ્યત્વ અર્થાત્ મિથ્યાર્દષ્ટિ. તે અજ્ઞાનીના જે કોઈ તપ, દાન, અધ્યયન, યમ, નિયમાદિમાં ઉધમ છે, તે અશુદ્ધ છે. કર્મબંધનું કારણ છે કેમકે તેમાં ભાવનું હનન અને નિદાનપણું છે. કુવૈધ-ચિકિત્સાની જેમ વિપરીત પરિણામ આપે છે. તેમનો પુરુષાર્થ કર્મબંધ કરાવે છે. એ રીતે તેમની બધી ક્રિયા, તપ આદિ કર્મબંધ માટે જ છે.
હવે પંડિત વીર્યવાનને આશ્રીને કહે છે• સૂત્ર-૪૩૩ થી ૪૩૬ :
જે બુદ્ધ, મહાભાગ, વીર અને સભ્યત્વદર્શી છે, તેનું પરાક્રમ શુદ્ધ અને સર્વથા કર્મલરહિત હોય છે.
જે ઉત્તમકુલમાં જન્મી, દીક્ષા લઈ, સતકાર માટે તપ કરે તો તેમનું તપ, શુદ્ધ નથી. તેથી સાધુ પોતાના તપને ગુપ્ત રાખે, આત્મ પ્રશંસા ન કરે.
સુવતી, અલ્પ ભોજી, અલાલગ્રાહી, આલાભાષી બને. ક્ષમાવાનું, આસક્તિ રહિત, જિતેન્દ્રિય, વીતગૃદ્ધ બની સંયમાનુષ્ઠાન કરે.
ધ્યાનયોગ ગ્રહણ કરીને, સર્વ પ્રકારે કાયાનો વ્યુત્સર્ગ કરે. તિતિક્ષાને ઉત્તમ જાણીને મોક્ષ પર્યન્ત સંયમ પાળે. • તેમ હું કહું છું.
વિવેચન-૪૩૩ થી ૪૩૬ :- જે કોઈ સ્વયંબદ્ધ-તીર્થકરાદિ કે તેમના શિષ્યો, બુદ્ધ બોધિત-ગણધાદિ
મહાપૂજ્ય, કર્મવિદારણ સમર્થ, અથવા જ્ઞાનાદિ ગુણોથી શોભિત-વીર તથા સમ્યકત્વદર્શી-પરમાર્થ dવવેદી ભગવંતોનું જે પરાક્રમ તપ, અધ્યયન, યમ, નિયમાદિમાં થાય તે શુદ્ધ, નિરપરાધ, શાતા ગારવ-શલ્ય-કપાયાદિ દોષરહિત કર્મબંધ કરાવતું નથી, પણ નિર્જરાને માટે જ થાય છે. તેથી કહે છે - સમ્યગદૈષ્ટિના સર્વે સંયમ તાપ્રધાન અનુષ્ઠાન છે, કેમકે સંયમથી આશ્રવ રોકાય છે અને તપથી નિર્જર થાય છે. કહ્યું છે કે સંયમ અનાશ્રવરૂપ, તપ નિર્જરા ફળદા છે.
- વળી ઇક્વાકુ આદિ જે મહાકુલ છે, તે લોક પ્રસિદ્ધ શૌર્યાદિ ગુણો થકી વિસ્તીર્ણ યશવાળા છે, તેમના પણ પૂજા-સકારાદિને માટે કે કીર્તન વડે કરાયેલ તપ અશુદ્ધ થાય છે. તેથી દાન-શ્રાદ્ધાદિ ગૃહસ્થો ન જાણે તે રીતે આભાર્થીએ તપ કરવો. સ્વપ્રશંસા પણ ન કરવી. જેમકે - હું ઉત્તમકુલનો કે શ્રેષ્ઠી હતો અને હાલ આવો મોટો તપસ્વી છું. એ રીતે પોતાની જાતે પ્રગટ કરી, પોતે કરેલ અનુષ્ઠાન ફોગટ ન કરે.
- સ્વાભાવિક અલા ભોજન કરનારો અથતુ જેવું મળે તે ખાનારો, એ રીતે પાણીમાં પણ સમજવું. આગમમાં પણ કહ્યું છે - જે મળે તે ખાનાર, જ્યાં સ્થાન મળે
ત્યાં સુખે સુનાર, જે મળે તેમાં સંતુષ્ટ એવા હે વીર ! તેં ખરેખર આત્માને જાણ્યો છે તથા મુખમાં સુખેથી જાય તેવા પ્રમાણવાળા આઠ કોળીયા ખાનાર અાહારી છે, બાર કોળીયે અપાઈ ઉણોદરી, સોળ કોળીયે અર્ધ ઉણોદરી, ૨૪ કોળીયે અલા ઉણોદરી 30-કોળીયે પ્રમાણ પ્રાપ્ત અને ૩૨-કોળીયે સંપર્ણ આહાર છે. આ રીતે એક-એક કોળીયાની હાનિથી ઉણોદરી જાણવી. એ રીતે પાણી, ઉપકરણમાં પણ ઉણોદરતા જાણવી. તે જ કહ્યું છે કે
- થોડું ખાય, થોડું બોલે, થોડી નિદ્રા કરે, થોડાં ઉપધિ - ઉપકરણ હોય તેને દેવો પણ નમે છે. તથા સુવતી-સાધુ પરિમિત અને હિતકારી બોલે અર્થાતુ સર્વદા વિકથારહિત બને. ભાવ ઉણોદરી આશ્રીને કહે છે - ભાવથી ક્રોધાદિનો ઉપશમ કરી ક્ષમાપ્રધાન તથા લોભાદિના જયથી આતુરતા હિત તથા ઇન્દ્રિય અને મનને દમવાથી જિતેન્દ્રિય. તે જ કહ્યું છે - જેણે કષાયો દૂર કર્યા નથી, જેનું મન પોતાને વશ નથી, ઇન્દ્રિયોને ગોપવી નથી તેણે ફકત જીવવા માટે જ દીક્ષા લીધી છે. તેથી આશંસા દોષરહિત થઈ સર્વકાળ સંયમાનુષ્ઠાનમાં યત્ન કરે.
- વળી “ચિત્તનિરોધ” તે ધ્યાન, ધર્મધ્યાનાદિ. યોગ એટલે વિશિષ્ટ મનવચન-કાયવ્યાપાર. આવા ધ્યાન યોગને સમ્યક ગ્રહણ કરી, અકુશલયોગમાં વતતી કાયાને રોકે - તજે. સર્વ પ્રકારે , હાથ, પણને બીજાને પીડાકારી વ્યાપારમાં ન રોકે તયા પરીષહ-ઉપસર્ગ સહેવારૂપ ક્ષાંતિને મુખ્ય જાણીને સર્વ કર્મનો ક્ષય થાય ત્યાં સુધી સંયમાનુષ્ઠાન કરે. •X - X •
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ : “વીર્ય”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ