________________
૧/૨/૫/૯૬
૧૩૩
શરીરને પુષ્ટ બનાવવા પ્રયત્ન કરે છે, જાણે કે તે જર-અમર હોય તેવી શ્રદ્ધા રાખે છે. તું છે કે, “તે પીડિત-દુઃખી છે. અજ્ઞાનતાથી તે રૂદન કરે છે.”
• વિવેચન :
પૂર્વોક્ત બુદ્ધિમાનું સાધુ જેની શ્રુત વડે સંસ્કારિત બુદ્ધિ થઈ છે તે દેહ અને કામના સ્વરૂપને બે પ્રકારની પ્રતિજ્ઞા વડે જાણીને શું કરે ? કહે છે–
હે સાધુ ! તું લાળ ઝરતા બળખાવાળા મોઢાનો અભિલાષી ન થઈશ. જેમ બાળક પોતાની પડતી લાળને વિવેકના અભાવે ચાટે છે, તેમ તું વમેલા ભોગોનો પાછો અભિલાષ ન કરીશ. વળી સંસારભ્રમણ કરાવનાર અજ્ઞાન, અવિરતિ, મિથ્યાદર્શન વગેરે તિરછી ગતિ કે પ્રતિકુળ ઉપાય વડે ઉલંઘી જા. નિર્વાણના શ્રોતરૂપ જ્ઞાનાદિની અનુકૂળતા કર, આત્માને ડુબાડીશ નહીં. જ્ઞાનાદિકાર્યમાં પ્રતિકૂળતા ન કરીશ. તેને અપ્રમત થઈ સાધજે. પ્રમાદીને શાંતિ મળતી નથી.
જે જ્ઞાનાદિથી વિમુખ થઈ ભોગનો અભિલાષી બને તે પુરુષ હંમેશા શું કરવું તે વિચારે આકુળ બની મેં આ કર્યું, હું આ કરીશ એવી ભોગાભિલાષ વૃક્ષામાં વ્યાકુળ બની ચિત શાંતિ ન અનુભવે. - x - x - કહ્યું છે કે
“આ હમણાં કરું છું, બીજું સવારમાં કરીશ એમ કાર્યોને વિચારતા તેને પરલોક માટે કંઈ ધર્મકૃત્ય સૂઝતું નથી.” અહીં દહીંના ઘડાવાળા ગરીબના દટાંતનો સંક્ષેપ રજૂ કરેલ છે - કોઈ ગરીબ માણસને ક્યાંક દહીં મળતા વિચાર્યું કે આનું ઘી કરીશ, ધન કમાઈ લગ્ન કરીશ, પુગ થશે, તેને પ્રહાર કરીશ. તેમ કરતા ઘડો ફૂટી ગયો બધાં તરંગો દૂર થઈ ગયા. ન ખાધું - ન પુરા થયું.
આ પ્રમાણે બીજા પણ કર્તવ્યમૂઢ બનીને આરંભ નિષ્ફળ કરે છે અથવા જેમાં કપાય તે કાસ-સંસાર છે, તેની સન્મુખ જાય. તે જ્ઞાનાદિમાં પ્રમાદવાનું છે, તે કહે છે, સંસાર ભ્રમણ કષાયથી છે. માયાના ગ્રહણથી તેનું પણ ગ્રહણ થાય છે, તેથી, બહુમાયી તે કોધી, માની, લોભી પણ જાણવો. તે અશુભકૃત્યથી મૂઢ બનેલો સુખની ઇચ્છામાં દુ:ખ ભોગવે છે. કહ્યું છે કે
“ચંચળ માણસ શયનકાળે સુવાનું, સ્નાન કાલે ન્હાવાનું, ભોજન કાળે જમવાનું કાર્ય કરી શકતો નથી.” અહીં મમ્મણ શેઠનું દૃષ્ટાંત જાણવું. તેના જેવા 'કાસંક’ બહમાયાથી મઢ જે કરે તેનાથી વૈરનો પ્રસંગ થાય છે. માયાવી કપટબુદ્ધિથી જે લોભાનુષ્ઠાન કરે તેનાથી પૈર વધે છે. અથવા લોભથી કર્મ બાંધીને સેંકડો નવા ભવના વૈર વધારે છે. કહ્યું છે
“દુ:ખથી પીડાયેલો કામ ભોગને સેવે છે અને પરિણામે તે દુઃખ આપે છે. તેથી તને જો દુ:ખ પ્રિય ન હોય તો તે ભોગોનો સ્વાદને તું છોડ.”
જીવ કઈ રીતે વૈર વધારે છે ? આ નાશવંત શરીરની પુષ્ટિ માટે જીવહિંસાદિ કરે છે. તેથી ઉપયત પાણી ફરી સેંકડો વાર હણાય, તેથી મારેલ જીવ સાથે વૈર બંધાય છે • x • બહુ કપટથી પૈર વધે છે, તેથી જ ગુરુ કહે છે કે હું વારંવાર ઉપદેશ એટલા માટે જ આપું છું કે સંસારમાં વૈર વધે છે, તેથી સંયમની જ પુષ્ટિ 1િ/12]
૧૩૮
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કરવી તે સારું છે.
હવે બીજું કહે છે, જે દેવ નહીં છતાં દેવ માફક દ્રવ્ય-ચૌવન, સ્વામીપણું, રૂપ વગેરેથી યુક્ત હોય, અમર માફક રહે તે અમરાય. તે મહાશ્રદ્ધી જેને ભોગ અને તેના ઉપાયોમાં ઘણી લાલસા હોય છે. અહીં કૃતિકારે મગધસેના ગણિકા અને ધનસાર્થવાહનું દષ્ટાંત આપેલ છે. દષ્ટાંતનો સાર એ છે કે, ભોગોની ઇચ્છા ન કરવી. - X - X • ફરી ભોગમાં શ્રદ્ધાળુનું સ્વરૂપ કહે છે - કામનું સ્વરૂપ કે તેના વિપાકને ન જાણીને તેમાં જ એક યિત કામ સ્વરૂપની અજ્ઞાનતાથી ભોગ પ્રાપ્ત ન થાય કે નાશ પામે ત્યારે શોકને અનુભવે છે. કહ્યું છે–
નાશ પામે તો ચિંતા થાય, પાસે હોય તો ગભરામણ થાય, ત્યાગે તો ઇચ્છા થાય, ભોગવતાં અતૃપ્તિ થાય. પની બીજાને વશ વર્તે તો હેપથી બળવા લાગે તેથી સ્ત્રીને પતિથી કદી સુખ પ્રાપ્તિ ન થાય. ઇત્યાદિ.
આ રીતે કામના અનેક વિપાક બતાવી સારાંશ કહે છે– • સૂત્ર૯૭ :
તું તેને જાણ, જે હું કહું છું. પોતાને ચિત્સિા પંડિત બતાવતા અનેક જીવોનું હનન, છેદન, ભેદન, લેપન, વિલુપન અને પ્રાણવધ કરે છે. જે પૂર્વે કોઈએ નથી કર્યું એવું હું કરીશ એવું માનીને જીિવ-Gધ કરે છે. તે જેની ચિકિત્સા કરે છે [તે પણ જીવ વધમાં સહભાગી થાય છે. તેથી આવા અજ્ઞાની અને ચિકિત્સકની સંગતિથી શો લાભ? જે ચિકિત્સા કરાવે છે પણ બાલઅજ્ઞાની છે. અણગાર આવી ચિકિત્સા ન કરાવે. તેમ હું કહું છું.
• વિવેચન :
જેથી કામના અભિલાષો દુઃખના જ હેતુઓ છે. તેથી તે જાણો જે હું કહું છું અર્થાત્ કામત્યાગ વિષયનો મારો ઉપદેશ કાને ઘરો.
અહીં ‘કામનિગ્રહ’ કહ્યો તે બીજાના ઉપદેશથી પણ સિદ્ધ થાત - એ શંકા નિવારવા તૈડુ' કહ્યું. કામ ચિકિત્સામાં પંડિત-અભિમાની પોતે તેવા વચન બોલતો, વ્યાધિની ચિકિત્સાનો ઉપદેશ કરતો અન્યતીર્થિક જીવ વધમાં વર્તે છે, તેથી ‘રે હંતા' આદિ કહ્યું. અવિદિતતવ કામચિકિત્સા ઉપદેશક પ્રાણીને હણનાર, દંડ આદિથી છેદનાર, કાન વગેરે ભેદનાર, શૂળ આદિથી લુપતકત, ગ્રંથિ છેદાદિથી લુંટનાર - x - પ્રાણ વધ કરે છે.
કારણ કામ ચિકિત્સા કે વ્યાધિ ચિકિત્સા જીવ હિંસા સિવાય ન થાય. વળી કોઈ માને છે કે જે કામ કે વ્યાધિ ચિકિત્સા જે બીજાએ ન કરી તે હું કરીશ. એમ માની હણવા આદિ ક્રિયા કરે છે, તેથી કર્મબંધ થાય છે. તેથી જે આવો ઉપદેશ આપે, જે ઉપદેશ લે તે બંને પાપક્રિયાના ભાગી છે. જે ચિકિત્સા કરે છે કે કરાવે છે તે બંને જીવ હત્યાદિ ક્રિયા કરે છે. તેથી આવા અજ્ઞાની સાથે કર્મબંધના હેતુભૂત ક્રિયાથી દૂર રહેવું સારું. - ૮ -
સંસારના સ્વભાવથી જ્ઞાત સાધુએ આવી પ્રાણી-હત્યારૂપ ચિકિત્સા ઉપદેશ કે