________________
૧//૫/o
૧૧
૧૩૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
પ્રાકૃતિકા, પ્રકાશકરણ, દીવ, ઉધતક, પરિવર્તિત, અભ્યાહત, ઉભિg, માલાપહત, આઍધ, અનિકૃષ્ટ અને અધ્યવપૂરક.
સોળ દોષ ઉત્પાદના - ધણી, દૂતી, નિમિત્ત, આજીવક, વનીપક, ચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ, પૂર્વસંસ્તવ, પશ્ચાતસંસ્તવ, વિધા, મંત્ર, ચૂર્ણયોગ અને મૂલકમ એ સોળ પિંડ.
દશ દોષ એષણાના • શંકિત, મક્ષિત, વિક્ષિપ્ત, પિહિd, સંત, દાયક, ઉત્મિશ્ર, અપરિણત, લિપ્ત અને ઉઝિત.
આ દોષોમાં ઉદ્ગમ દોષો દાતાને કારણે થાય છે, ઉત્પાદન દોષો સાધુને લીધે થાય છે અને એષણા દોષો દાતા અને સાધુ બંનેને લીધે થાય છે.
પર સમયજ્ઞ હોવાથી ઉનાળાના બપોરે તીવ્ર તાપમાં સૂરજના કિરણોથી પરસેવાના બિંદુ ટપકતા સાધુના મેલા શરીરને જોઈને કોઈ અન્ય ગૃહસ્થ પડ્યું કે, સર્વજનોએ આચરીત સ્નાન કેમ નથી કરતા ? સાધુએ કહ્યું કે, સર્વે સતીઓને કામના ગરૂપ જળ સ્નાન નિષેધ છે. આર્ષ વચન છે કે, “સ્નાન મદદકિર છે. કામનું પ્રથમ સંગ છે. તેથી કામને ત્યાગીને, દમનમાં ક્ત બની સ્નાન ન કરે.” આ રીતે ઉભયજ્ઞ ઉત્તર દેવામાં કુશળ હોય.
(૮) ભાવજ્ઞ - દાતા કે શ્રોતાના ચિત્તના અભિપ્રાયને જાણે છે. (૯) પરિગ્રહ મમતવી - સંયમના ઉપકરણ વધુ ન રાખે, ન ઇચ્છા કરે છે. (૧૦) કાલાનુસ્થાયી એટલે આવા ભિક્ષ કાલજ્ઞ, બલજ્ઞ આદિ હોય તે પરિગ્રહમાં મમcવ ન કરીને યોગ્ય સમયે યોગ્ય ક્રિયાને કરનારો બને છે. પૂર્વે કાળજ્ઞ શબ્દમાં આ વાત કહી છે પણ ત્યાં ‘જ્ઞપરિજ્ઞાછે. અહીં આસેવના પરિજ્ઞા છે. તે કdવકાળે કાર્ય કરવી.
(૧૧) અપ્રતિજ્ઞ - કોઈપણ જાતનું નિયાણું ન કરે અથવા પ્રતિજ્ઞા એટલે અભિગ્રહ અથવા કષાયના ઉદયથી અવિરતિ. પ્તિ માટે વૃત્તિમાં અપાયેલા દેટાંતનો છે સંક્ષેપ જુ કરેલ છે. ક્રોધના ઉદયથી કંઇક આચાર્ય એ ઘાણીમાં પીલાતા શિષ્યોને જોઇને નિયાણ કરી, દેવ થઈ નગરનો નાશ કર્યો. માનના ઉદયથી બાહબલીએ પ્રતિજ્ઞા કરી કે કેવળજ્ઞાની નાના ભાઈઓને હું કેમ વંદન કરું ? માયાના ઉદયથી મલ્લિનાથે પૂર્વભવમાં તપ કર્યું. લોભના ઉદયે વેશધારી યતિ માસક્ષમણની પ્રતિજ્ઞા કરી વર્તમાનનો લાભ જુએ છે. અથવા અપ્રતિજ્ઞ એટલે વસુદેવ માફક નિયાણું ના કરે અથવા ગૌચરી ગયેલો એવી પ્રતિજ્ઞા ન કરે કે મને આવી જ ગૌચરી મળે.
અથવા સ્યાદ્વાદની પ્રધાનતાથી જિન આગમમાં એકાંત પક્ષ ગ્રહણ ન કરે તે અપ્રતિજ્ઞ જાણવો. જેમકે - મૈથુન વિષય છોડીને કોઈપણ સ્થાને નિયમવાળી પ્રતિજ્ઞા ન કરે, કહ્યું છે - જિનેશ્વરે કંઈ અકલાનીયની આજ્ઞા નથી આપી કે કારણે કોઈપણ નિષેધ નથી કર્યો. - X - X -
જેના વડે દોષો દૂર થાય અને જેના વડે પૂર્વના કર્મો ક્ષય થાય. તે તે મોક્ષાના ઉપાયો છે. જેમ રોગમાં ઉચિત ઔષધ એ ઉપાય છે.
જેટલા હેતુ ભવભ્રમણના છે. તેટલા જ હેતુઓ મોફાના છે. તે ગણી શકાય.
તેવા નથી, પણ બંને પૂર્ણપણે તુલ્ય છે - ઇત્યાદિ.
સૂત્રમાં મયંસંધિ થી શરૂ કરીને અગિયાર પિડેષણા બતાવી છે. જ્યારે ‘અપતિજ્ઞ' શબ્દથી પ્રતિજ્ઞા ન કરવી તેવું સિદ્ધ થાય છે. શાસ્ત્રમાં આવે છે કે જુદા જુદા અભિગ્રહો કરવા તો સાચું શું ? તે સૂત્રમાં બતાવે છે–
- સૂઝ-૧ -
રાગ-દ્વેષને છેદી મોક્ષમાર્ગે આગળ વધે, વસ્ત્ર, પત્ર, કંબલ, પાદપોંછનક, અવગ્રહ, શય્યા અને આસનની યાચના કરે.
• વિવેચન :
રાગ-દ્વેષ વડે થતી પ્રતિજ્ઞાને છેદીને નિશ્ચયથી જે કરે તે નિયાતી એટલે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ નામક મોક્ષમાર્ગ કે સંયમ અનુષ્ઠાન કે ભિક્ષાદિ અર્થે પ્રતિજ્ઞા કરે. રાગદ્વેષ રહિત પ્રતિજ્ઞા ગુણવાળી છે - X • તે આવા ભિક્ષુ - x • વરા, પાત્ર આદિ નિર્દોષ જાણી ગ્રહણ કરે. તે માટે પૂર્વે કહ્યા મુજબ જેઓ પુત્રાદિ માટે આરંભમાં પ્રવૃત છે, સંનિધિ - સંનિયય કરવામાં ઉધત છે, ત્યાં જઈ શુદ્ધ-અશુદ્ધપણાની પરીક્ષા કરી શુદ્ધ ગ્રહણ કરે - અશુદ્ધનો ત્યાગ કરે,
સૂત્રમાં ‘વ’ શબ્દથી વસ્ત્ર એષણા [શુદ્ધિ) બતાવી. ‘પાગ' શબ્દથી પાકોષણા બતાવી. ‘કંબલ' શબ્દથી આવિક - પાત્ર નિયોગ અને કલા બતાવ્યો. ‘પાદપોંછનક' શબ્દથી રજોહરણ જાણવું. આ સૂત્ર વડે ઔધિક, ઔપગ્રહિક ઉપધિ બતાવી છે. તથા વૌષણા, પાષણાનું સૂચન કર્યું છે.
જેની આજ્ઞા લેવાય તે સ્થાન એટલે અવગ્રહ. તે પાંચ પ્રકારે છે - (૧) દેવેન્દ્ર અવગ્રહ, (૨) સજાનો અવગ્રહ, (3) ગૃહપતિઅવગ્રહ, (૪) શય્યાતર-અવગ્રહ, (૫) સાધર્મિક અવગ્રહ. આના વડે અવગ્રહની પ્રતિજ્ઞા કહી છે. તેથી તેનું પણ સમર્થન કર્યું અને અવગ્રહ ાનું વર્ણન કહે છે–
‘કટ' શબ્દથી ‘સંથારો' લીધો. ‘આસન’ શબ્દથી આનંદક આદિ આસન જાણવા. જેમાં બેસાય તે ‘આસન’ તે જ શમ્યા છે. તેથી આસનગ્રહણથી શય્યા પણ જાણવી. - X - આ બધાં વસ્ત્રાદિ, આહારાદિના આરંભમાં પ્રવર્તેલને ગૃહસ્થ જાણવા. તેમાં આગંધ [દોષિત] છોડીને નિર્દોષ જેમ મળે તેમ લેવું. આવી રીતે ગૃહસ્થોને
ત્યાં જતા જે પ્રાપ્ત થાય તે ગ્રહણ કરે. તે ગ્રહણ કરવામાં જે નિયમ એટલે મદિા છે તેને સૂરમાં કહે છે–
• સૂત્ર-૨ -
આહાર પ્રાપ્તિ સમયે સાધુને પ્રમાણ-મામાનું જ્ઞાન હોવું જોઈએ. એમ ભગવતે ફરમાવેલ છે. આહાર પ્રાપ્ત થતા મદ ન કરે, ન મળે તો શોક ન કરે. અધિક માત્રામાં મળે તો સંગ્રહ ન કરે, પરિગ્રહથી પોતાને દૂર રાખે.
• વિવેચન :
સાધુને આહાર પ્રાપ્ત થતા, આહારના ઉપલક્ષણથી વસ્ત્ર, ઔષધ આદિ પ્રાપ્ત થતા સાધુ તેના પ્રમાણને જાણે. તે એટલું જ લે જેથી ગૃહસ્થ કરી આમ ન કરવુ