________________
૧/૩/૮૦
૧૫૯
૧૬૦
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
છે અને બોલે છે કે, “આ અનશનાદિ તપ, ઇન્દ્રિયાદિ ઉપશમન અને અહિંસા વ્રત લક્ષણાદિ નિયમનું કોઈ ફળ દેખાતું નથી. ૫ નિયમ ધારણ કરેલાને કાયક્લેશ અને ભોગોથી દૂર રહેવા સિવાય કોઈ ફળ મળતું નથી. વળી જન્માંતરે ફળશે એ પણ ગુરએ કહેલો ભ્રમ છે. કેમકે છતું ભોગવવું નથી અને નહીં જોયેલા સુખની કલ્પના કરવી છે.” આવું માનતા અને વર્તમાન સુખમાં જ લક્ષવાળા, કેવળ ભોગસંગમાં જ પુરુષાર્થની બુદ્ધિવાળા, અવસાર પ્રાપ્ત ભોગો ભોગવતા અજ્ઞાની જીવો દીર્ઘાયુષ્યની લાલસાથી ભોગોને માટે અતિ લવારો કરી વયનદંડ કરે છે.
અહીં તપ, દમન, નિયમ ફળતા નથી એમ બોલનારો મૂઢ, તcવને ન જાણતો હત-ઉપહત થઈ નવા નવા જન્મ મરણ કરતો જીવિત, ક્ષેત્ર, શ્રી આદિમાં લોલુપ બની, તવમાં અતવ અને અતવમાં તવ માનીને હિતાહિતમાં સર્વત્ર વિપરીત ચાલે છે. કહ્યું છે સ્ત્રી અપમાનને કરનારી, બંધુજન બંધન સમાન તથા વિષયો વિષ સમાન છે. છતાં માણસને આ કેવો મોહ છે ? ભુ પાસે મૈત્રીની આશા રાખે છે. જેઓ શુભ કર્મ ઉપાર્જન કરી મોક્ષની ઇચ્છાવાળા છે તે કેવા છે ? તે કહે છે
• સૂત્ર-૮૧, ૮૨ -
જે પર ધુવારી-મોક્ષ પતિ ગતિશીલ છે. તે આવા અસંયમી જીવનની ઇરછા કરતા નથી. જન્મ-મરણના સ્વરૂપને જાણીને ચાટિમાં થઈને વિચરે છે.
મૃત્યુ માટે કોઈ કાળ નથી, સર્વે પ્રાણીને આયુષ્ય પિય છે, સુખ ગમે છે, દુઃખ પ્રતિકૂળ લાગે છે, બધાંને જીવન પ્રિય છે. સૌ જીવવા ઇચ્છે છે.
પરિગ્રહમાં આસક્ત પ્રાણી દ્વિપદ, ચતુષ્પદને કામમાં જોડીને ધન સંચય કરે છે. પોતાના, બીજાના, ઉભયના માટે તેમાં મત્ત બની કે ઘણું ધન ભેગું કરી તેમાં વૃદ્ધ થઈને રહે છે. વિવિધ ભોગ બાદ બચેલ સંપત્તિથી તે મહાન ઉપકણવાળો બને છે. પછી એક વખત તે સંપત્તિને સ્વજનો વહેંચી લે છે, ચોરો ચોરી લે છે કે રાજા લૂંટી લે છે. અથવા તે નાશ-વિનાશ પામે છે, આગ લાગવાણી બળી જાય છે.
- આ રીતે તે અજ્ઞાની બીજાને માટે ક્રૂર કમ કરતો તે દુ:ખથી મૂઢ બનીને વિપયસિને પામે છે. સર્વજ્ઞોએ આ પ્રમાણે બતાવેલ છે. આવો મનુષ્ય સંસાર તરવાને સમર્થ નથી, પાર પહોંચતો નથી, કિનારે પહોંચતો નથી. સત્ય માગી પામીને પણ તે માર્ગે સ્થિર થતો નથી. મિથ્યા ઉપદેશ પામીને સંયમમાં રહે છે.
• વિવેચન -
જેઓ ધુવચારિ અર્થાત્ મોક્ષનું કારણ જ્ઞાનાદિ , તેને આચરવાના સ્વભાવવાળા છે, તેઓ પૂર્વોક્ત જીવિત, થોમ, ધન, સ્ત્રી વગેરેને ચાહતા નથી. અથવા ધૂત તે ચાસ્ત્રિ. તેમાં રમણતા કરનારા છે. તેઓ જન્મમરણના દુ:ખને જાણીને તેવા પુરુષે સંક્રમણ [ચા]િ માં રમણતા કરવી. વિશ્રોતસિકારહિત થવા પરીષહ ઉપસર્ગમાં ચલિત ન થવું. અથવા શંકારહિત મનવાળા થઈ સંયમમાં રહે એટલે શિષ્ય તપ, દમ, નિયમની નિષ્ફળતાની આશંકારહિત આસ્થા રાખે અને તપ-નિયમાદિમાં પ્રવર્તે. તેના
પ્રભાવથી જ રાજા-મહારાજાની પૂજા-પ્રશંસાને યોગ્ય થાય છે. તે તપસ્વીએ બધા હૃદ્ધોને દૂર કરીને અહીં જે સમભાવ મેળવ્યો છે - “ઔપથમિક સુખ” ફળ મેળવેલ છે, તેવા પુરપને કદાચ પરલોક ન હોય તો પણ કંઈ બગડતું નથી. કહ્યું છે કે
પરલોક છે કે નહીં ? એવી શંકાવાળા લોકમાં પંડિતજને પાપને છોડવું જ જોઈએ. પશ્લોક જો નથી તો તેનું શું બગડવાનું ? છે તો પણ શું બગડવાનું ? ચોથી પલોક ન માનનારો નાસ્તિક હણાયો. તેથી તમારે સ્વાયત સંયમસુખમાં દૃઢ રહેવું. પણ એમ ન વિચાર્યું કે, વૃદ્ધાવસ્થામાં કે પછીથી ધર્મ કરીશ. કારણ કે મૃત્યુનું આવવું અનિશ્ચિત છે. સોપકમ આયુષુવાળાને એવી કોઈ અવસ્થા નથી કે અગ્નિમાં પડનારા લાખના ગોળા માફક જીવ પીગળી ન જાય. કહ્યું છે
બાળક-જુવાન, કઠોકોમળ, મૂર્ણ-પંડિત, ધીર-અધીર, માની-અમાની, ગુણરહિત, ઘણાં ગુણવાળો, સાધુ-અસાધુ, પ્રકાશવાળો-તિમિરવાળો, અચેતન-સયેતન આ બધાં દિવસે કે રાત્રે, સંધ્યાકાળે કે ગમે ત્યારે નાશ પામે છે. તેથી મૃત્યુને અવધારીને અહિંસાદિમાં સાવધાન થવું જોઈએ.
સૂત્રમાં કહ્યું કે, બધાં જીવોને પોતાનું આયુષ્ય પ્રિય છે. અહીં 'પાપ'' શબ્દ વાપર્યો છે તેથી પ્રાણ ધારણ કત સંસારી જીવ જ લેવા. અહીં 'fપથાકથા' ને બદલે ચણિમાં ‘પિયાથT' અને વૃત્તિમાં પિવાય પાઠાંતર પણ છે. અહીં ‘આયષ'ને બદલે ‘આયત' શબ્દ છે. તેનો અર્થ આત્મા છે. તે અનાદિ અનંત છે, બધાંને પોતાનો આત્મા પ્રિય છે. આ ક્રિયાત્મતા સુખની પ્રાપ્તિ અને દુ:ખના પરિહારથી થાય છે. કહ્યું છે કે, “આનંદરૂપ સુખનો આસ્વાદ - સુખ ભોગી કે સુખને ઇચ્છતા અને સાતા તે દુ:ખ તેના દ્વેષી જાણવા.” તથા કોઈ પોતાનો ઘાત કરે તો પોતે તેને અપ્રિય માને છે અને અસંયમી જીવિતને પ્રિય માને છે. તેથી દીધયુિને ઇચ્છે છે. તે કારણે દુ:ખમાં પીડાઈને પણ અન્યદશામાં જીવવા ઇચ્છે છે–
કહ્યું છે કે, વૈભવવાળો વિશેષ વૈભવ ઇચ્છે છે, અા સ્થિતિવાળો વિસ્તારને ઇચ્છે છે, નિર્ધન શરીરને સંભાળે છે, રોગી પણ જીવિતમાં કૃતાર્થ માને છે. આ રીતે બધાં પ્રાણી સુખજીવિતના અભિલાષી છે. સંસાર નિવહ આરંભ વિના થતો નથી. આરંભ પ્રાણિ ઉપઘાતકારી છે. પ્રાણીને જીવિત અતિ પ્રિય છે. તેથી વારંવાર ઉપદેશ આપતા કહે છે–
બધાંને અસંયમજીવિત પ્રિય છે તેથી અસંયમી જીવિતને આશ્રીને બે પગવાળા દાસ-દાસી અને ચાર પગવાળા ગાય-ઘોડા આદિને ઉપભોગમાં લઈને વ્યાપાર દ્વારા ધનસંચય કરે છે. તે યોગ અને કરણ ત્રિક વડે જીવનને પરમાર્થમાં ગુજારવાને બદલે આરંભમાં રોકીને વ્યર્થ કરે છે. •x - તે વખતે અર્થમાં વૃદ્ધ થયેલો પોતાના કુલેશને ગણતો નથી, ધનના રક્ષણના પરિશ્રમને વિચારતો નથી, ધનની ચંચળતાને ધ્યાનમાં લેતો નથી. કહ્યું છે કે, “કૃમિ સમૂહથી વ્યાપ્ત અને લાળથી ભરેલ, દુર્ગધી, નિંદનીય એવું માંસ રહિત હાડકું ચુસતો, અધિક સ્વાદ માનતો કુતરો પાસે ઉભેલા ઇન્દ્રને પણ શંકાથી જુએ છે. આ રીતે દ્ર પ્રાણી પરિગ્રહની અસારતાને જાણતો નથી.